ઓટો, ઓઈલ-ગેસ, બેંકિંગ, આઈટી, ફાર્મા શેરોમાં ફંડોની તેજીએ સેન્સેક્સ 199 પોઈન્ટ ઉછળી 41021 નવી વિક્રમી ઊંચાઈએ
- નિફટી સ્પોટ 63 પોઈન્ટ વધીને 12101 : પાવર-કેપિટલ ગુડઝ શેરોમાં ઓફલોડિંગ : સ્મોલ, મિડ કેપ શેરોમાં સિલેકટીવ ખરીદી : FPIs/FIIની કેશમાં રૂ.43 કરોડ, DIIની કેશમાં રૂ.440 કરોડની ચોખ્ખી ખરીદી
- અમેરિકા-ચાઈના ટ્રેડ ડીલની અપેક્ષાએ વૈશ્વિક બજારોમાં તેજી
(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઈ, તા. 27 નવેમ્બર 2019, બુધવાર
અમેરિકા-ચાઈના વચ્ચે ટ્રેડ ડીલ ડિસેમ્બર 2019ના અંત સુધીમાં થઈ જવાની અપેક્ષાએ અમેરિકી શેર બજારોમાં રેકોર્ડ તેજીની સાથે વૈશ્વિક બજારોમાં રિકવરીની હૂંફે અને હવે સંસદના શિયાળું સત્રમાં રજૂ થનારા વિવિધ બિલો થકી આર્થિક સુધારાને વેગ મળવાના આશાવાદે આજે ભારતીય શેર બજારોમાં ફરી ઈન્ડેક્સ બેઝડ રેકોર્ડ તેજી સાથે સેન્સેક્સમાં નવો વિક્રમ સર્જાયો હતો. ભારતમાં આર્થિક મોરચે હાલ આર્થિક વૃદ્વિના નબળા આંક સાથે પરિસ્થિતિ પ્રતિકૂળ બની રહી હોઈ ભારતના જીડીપી વૃદ્વિના સપ્ટેમ્બર અંતના ત્રિમાસિકના આંક શુક્રવારે 29,નવેમ્બર 2019ના જાહેર થનારા હોઈ એના પર બજારની નજર વચ્ચે ગઈકાલે શેરોમાં ઉછાળે સાવચેતીમાં વેચવાલી જોવાયા બાદ આજે વૈશ્વિક બજારોની હૂંફે અને સરકાર દ્વારા વધુ આર્થિક સુધારાના પગલાં લેવાય એવી પૂરી શકયતાએ ફંડોનું આજે ઓટોમોબાઈલ, બેંકિંગ-ફાઈનાન્સ, ઓઈલ-ગેસ, મેટલ-માઈનીંગ, ફાર્માસ્યુટિકલ્સ, આઈટી-સોફટવેર સર્વિસિઝ, એફએમસીજી શેરોમાં લેવાલી થઈ હતી. રૂપિયા સામે અમેરિકી ડોલર આજે 13 પૈસા ઘટીને રૂ.71.35 રહ્યો હતો. અલબત ઈન્ડેક્સ બેઝડ આજે અફડાતફડીમાં પાવર-કેપિટલ ગુડઝ શેરોમાં મોટું ઓફલાડિંગ થતાં એક તબક્કે મોટાભાગનો સુધારો ધોવાઈ ગયો હતો. જે ફંડોની ફરી ઈન્ડેક્સ બેઝડ ફ્રન્ટલાઈન શેરોમાં લેવાલી થતાં અંતે સેન્સેક્સ ફરી 41,000ની સપાટી કુદાવી 199.31 પોઈન્ટ વધીને 41020.61 અને નિફટી સ્પોટ 63 પોઈન્ટ વધીને 12100.70 નવી વિક્રમી ઊંચાઈએ બંધ રહ્યા હતા.
સેન્સેક્સ ઉપરમાં 41075 અને નીચામાં 40848 વચ્ચે અથડાઈ અંતે 199 પોઈન્ટ વધીને 41021 નવી ઊંચાઈએ
ટ્રેડીંગની શરૂઆત આજે મજબૂતીએ થઈ હતી. એશીયાના શેર બજારોમાં તેજી સાથે સેન્સેક્સ આગલા બંધ 40821.30 સામે 40979.39 મથાળે ખુલીને આરંભથી જ તેજીમાં બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, યશ બેંક, એચડીએફસી લિમિટેડ, કોટક મહિન્દ્રા બેંક, બજાજ ફાઈનાન્સ, ઈન્ડસઈન્ડ બેંક સહિતમાં તેજી થતાં અને ઓટોમોબાઈલ શેરોમાં મારૂતી સુઝુકી, ટાટા મોટર્સ, હીરો મોટોકોર્પ, બજાજ ઓટોમાં લેવાલી થતાં અને આઈટી શેરો એચસીએલ ટેકનોલોજી, ટીસીએસ, ઈન્ફોસીસ સહિતમાં આકર્ષણે અને ઓએનજીસી, સન ફાર્મા, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, વેદાન્તા, ભારતી એરટેલ સહિતમાં આકર્ષણે એક તબક્કે વધીને 41075.76 સુધી પહોંચ્યો હતો. જે વધ્યામથાળેથી લાર્સન એન્ડ ટુબ્રો, એનટીપીસી, આઈસીઆઈસીઆઈ બેંક, આઈટીસી, ટાટા સ્ટીલ સહિતમાં વેચવાલીએ અને અન્ય ફ્રન્ટલાઈન શેરોમાં પણ પ્રોફિટ બુકિંગ થતાં મોટાભાગનો સુધારો ધોવાઈ નીચામાં 40848.70 સુધી આવી ગયો હતો. જે ફરી બેંકિંગ-ફાઈનાન્સ, ઓટો, ઓઈલ-ગેસ, આઈટી, એફએમસીજી શેરોની તેજીએ અંતે 199.30 પોઈન્ટ વધીને 41020.61 નવી વિક્રમી ઊંચાઈએ બંધ રહ્યો હતો.
નિફટી સ્પોટ 12114 થી 12055 વચ્ચે ફંગોળાઈ અંતે 63 પોઈન્ટ વધીને 12101ની નવી વિક્રમી ઊંચાઈએ
એનએસઈનો નિફટી સ્પોટ આગલા બંધ 12037.70 સામે 12068.50 મથાળે ખુલીને આરંભથી જ તેજીમાં બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, યશ બેંક, એચડીએફસી લિમિટેડ, એચડીએફસી બેંક, બજાજ ફિનસર્વ, કોટક મહિન્દ્રા બેંક સાથે ઓટોમોબાઈલ શેરોમાં મારૂતી સુઝુકી, ટાટા મોટર્સ, બજાજ ઓટો સાથે અન્ય ફ્રન્ટલાઈન શેરોમાં અલ્ટ્રાટેક સિમેન્ટસ, હિન્દાલ્કો, કોલ ઈન્ડિયા, બીપીસીએલ, યુપીએલ, હિન્દુસ્તાન યુનિલિવર, ઓએનજીસી સહિતમાં આકર્ષણે એક સમયે વધીને 12114.90 સુધી પહોંચ્યો હતો. જે વધ્યામથાળેથી પાછો ફરીને નીચામાં 12055.15 સુધી આવ્યો હતો. પરંતુ ફરી ઘટયામથાળેથી ફંડોની આક્રમક લેવાલીએ અંતે 63 પોઈન્ટ વધીને 12100.70 બંધ રહ્યો હતો.
નવેમ્બરના અંત પૂર્વે નિફટી 12,100નો કોલ વધીને 55 થઈ અંતે 42.10 : નિફટી 12,000નો પુટ ઘટીને 4.55
ડેરિવેટીવ્ઝમાં નવેમ્બર વલણના આવતીકાલે ગુરૂવારે અંત પૂર્વે આજે ફંડોએ નિફટી બેઝડ તેજી કરી હતી. નિફટી 12,100નો કોલ 9,35,087 કોન્ટ્રેકટસમાં રૂ.59,965.27 કરોડના કામકાજે 53.10 સામે 58 મથાળે ખુલીને ઉપરમાં 84.65 થઈ ઘટીને 43.65 સુધી આવી અંતે 70.50 રહ્યો હતો. નિફટી 12,100નો કોલ 5,41,839 કોન્ટ્રેકટસમાં રૂ.49,327.93 કરોડના કામકાજે 37.10 સામે 41.15 મથાળે ખુલીને ઉપરમાં 55 થઈ ઘટીને 24.90 સુધી આવી અંતે 42.10 રહ્યો હતો. નિફટી 12,100નો પુટ 4,68,591 કોન્ટ્રેકટસમાં રૂ.42,660.39 કરોડના કામકાજે 61.65 સામે 49.90 મથાળે ખુલીને ઉપરમાં 53.25 થઈ ઘટીને 20.10 સુધી આવી અંતે 20.55 રહ્યો હતો. નિફટી 12,000નો પુટ 4,40,470 કોન્ટ્રેકટસમાં રૂ.39,679.86 કરોડના કામકાજે 24.70 સામે 19.85 મથાળે ખુલીને ઉપરમાં 20 થઈ ઘટીને 4.10 સુધી આવી અંતે 4.55 રહ્યો હતો.
બેંક નિફટી નવેમ્બર ફયુચર 31,648 થી વધીને 31,891 : નિફટી નવેમ્બર ફયુચર 12,075 થી વધીને 12,123
બેંક નિફટી નવેમ્બર ફયુચર 1,16,996 કોન્ટ્રેકટસમાં રૂ.7441.90 કરોડના કામકાજે 31,648.90 સામે 31,738.60 મથાળે ખુલીને નીચામાં 31,705 થઈ વધીને 31,898 સુધી જઈ અંતે 31,891 રહ્યો હતો. બેંક નિફટી ડિસેમ્બર ફયુચર 33,954 કોન્ટ્રેકટસમાં રૂ.2167.41 કરોડના કામકાજે 31,764.35 સામે 31,971.25 મથાળે ખુલીને નીચામાં 31,820 થઈ વધીને 32,010.60 સુધી પહોંચી અંતે 32,007.15 રહ્યો હતો. નિફટી નવેમ્બર ફયુચર 1,24,043 કોન્ટ્રેકટસમાં રૂ.11,256.19 કરોડના કામકાજે રૂ.11,256.19 કરોડના કામકાજે 12,075.20 સામે 12,098.55 મથાળે ખુલીને નીચામાં 12,072.90 સુધી આવી વધીને 12,124.95 સુધી જઈ અંતે 12,123.90 રહ્યો હતો. નિફટી ડિસેમ્બર ફયુચર 85,311 કોન્ટ્રેકટસમાં રૂ.7769.63 કરોડના કામકાજે 12,120,35 સામે 12,139.95 મથાળે ખુલીને નીચામાં 12,117.30 થઈ વધીને 12,169.95 સુધી પહોંચી અંતે 12,166 રહ્યો હતો.
RBL બેંક દ્વારા રૂ.1500 કરોડ ઊભા કરવાના અહેવાલે રૂ.20 વધીને રૂ.368 : L&T FIN., યશ બેંક, સ્ટેટ બેંક, કોટક વધ્યા
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં આજે ફંડોની પસંદગીની લેવાલી થતાં બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ 154.42 પોઈન્ટ વધીને 36109.73 બંધ રહ્યો હતો. આરબીએલ બેંક દ્વારા શેરોના પ્રેફરન્શિયલ ઈસ્યુ થકી રૂ.1500 કરોડ ઊભા કરવાની યોજનાના અહેવાલે શેરમાં લેવાલીએ રૂ.20.20 વધીને રૂ.367.65, યશ બેંક રૂ.4.85 વધીને રૂ.68.25, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.8.15 વધીને રૂ.343.60, કોટક મહિન્દ્રા બેંક રૂ.14.60 વધીને રૂ.1618.55, ઈન્ડસઈન્ડ બેંક રૂ.10.65 વધીને રૂ.1527.65, એચડીએફસી બેંક રૂ.3.65 વધીને રૂ.1278.30, એલ એન્ડ ટી ફાઈનાન્સ હોલ્ડિંગ દ્વારા ક્યુમ્યુલેટીવ કમ્પલસરીલી નોન-કન્વર્ટિબલ પ્રેફરન્સ શેરોના પ્રાઈવેટ પ્લેસમેન્ટ થકી રૂ.60 કરોડ ઊભા કરવાની યોજનાના આકર્ષણે શેર રૂ.4.75 વધીને રૂ.107.65, ઉજ્જિવન ફાઈનાન્સ આજે ઉજ્જિવન સ્મોલ ફાઈનાન્સ બેંક દ્વારા આઈપીઓ લાવવાનું જાહેર કરાતાં શેરમાં લેવાલીએ રૂ.13.95 વધીને રૂ.323.75, ઈક્વિટાસ રૂ.4.10 વધીને રૂ.95.80, આઈસીઆઈસીઆઈ સિક્યુરિટીઝ રૂ.12.70 વધીને રૂ.327.55, આઈબી વેન્ચર્સ રૂ.7.60 વધીને રૂ.169.50, ઈન્ડિયાબુલ્સ હાઉસીંગ ફાઈનાન્સ રૂ.9.15 વધીને રૂ.268.10, એયુ બેંક રૂ.26.30 વધીને રૂ.827.50, બેંક ઓફ ઈન્ડિયા રૂ.2.30 વધીને રૂ.76.90, એલઆઈસી હાઉસીંગ ફાઈનાન્સ રૂ.7.95 વધીને રૂ.443.90, કેનફિન હોમ રૂ.4 વધીને રૂ.391.60, મહિન્દ્રા ફાઈનાન્સ રૂ.3.35 વધીને રૂ.345.95 રહ્યા હતા.
ઓઈલ-ગેસ શેરોમાં પેટ્રોનેટ એલએનજી, બીપીસીએલ, ઓએનજીસી, આઈઓસી, ઈન્દ્રપ્રસ્થ ગેસ, રિલાયન્સ વધ્યા
ક્રુડ ઓઈલમાં અમેરિકામાં સ્ટોક વધ્યાના અહેવાલ વચ્ચે ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ વધતાં અટકીને બ્રેન્ટ ક્રુડ 64 ડોલર નજીક અથડાતાં રહેતાં આજે ઓઈલ-ગેસ શેરોમાં પસંદગીની લેવાલી રહી હતી. પેટ્રોનેટ એલએનજી રૂ.8.15 વધીને રૂ.275.25, બીપીસીએલ રૂ.9.15 વધીને રૂ.505.45, ઓએનજીસી રૂ.2.20 વધીને રૂ.132.65, આઈઓસી રૂ.1.70 વધીને રૂ.131, ઈન્દ્રપ્રસ્થ ગેસ રૂ.5.20 વધીને રૂ.407.70, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ.10.90 વધીને રૂ.1569.75 રહ્યા હતા.
ઓટો શેરોમાં ફરી નામી દિગ્ગજની તેજી : ટીવીએસ, બાલક્રિષ્ન, મારૂતી, અપોલો ટાયર, ટાટા મોટર્સ, હીરો, આઈશર વધ્યા
ઓટોમોબાઈલ શેરોમાં આજે ફરી નામી દિગ્ગજની વ્યાપક લેવાલી શરૂ થયાની ચર્ચા વચ્ચે અનેક શેરોના ભાવો ઉંચકાયા હતા. ટીવીએસ મોટર રૂ.19.25 ઉછળીને રૂ.472.20, બાલક્રિષ્ન ઈન્ડસ્ટ્રીઝ રૂ.27.20 વધીને રૂ.883.65, મારૂતી સુઝુકી રૂ.169.35 વધીને રૂ.7296.70, અપોલો ટાયર રૂ.3.15 વધીને રૂ.171.65, અશોક લેલેન્ડ રૂ.1.05 વધીને રૂ.81.80, ટાટા મોટર્સ રૂ.1.95 વધીને રૂ.165.75, હીરો મોટોકોર્પ રૂ.26.45 વધીને રૂ.2521.60, બજાજ ઓટો રૂ.33.80 વધીને રૂ.3211.90, આઈશર મોટર્સ રૂ.229.05 વધીને રૂ.23,019.95, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.1.20 વધીને રૂ.539.80, બોશ રૂ.29.05 વધીને રૂ.16,618.95 રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ 220.45 પોઈન્ટ વધીને 18,351.77 બંધ રહ્યો હતો.
ફાર્મા શેરોમાં આકર્ષણ : બાયોકોન, લોરસ લેબ., ટોરન્ટ ફાર્મા, એપીએલ, ન્યુલેન્ડ લેબ., સુવેન લાઈફ, સન ફાર્મામાં તેજી
ફાર્માસ્યુટિકલ્સ શેરોમાં આજે ફંડોની પસંદગીની લેવાલી થઈ હતી. લૌરસ લેબ રૂ.16.35 વધીને રૂ.353.60, ટોરન્ટ ફાર્મા રૂ.86.45 વધીને રૂ.1875, બાયોકોનમાં પેગ્ફિલગ્રાસ્ટીમ ડ્રગ સબસ્ટેન્સ માટેના બાયોકોન અને માયલાનના સપ્લિમેન્ટલ બાયોલોજીકલ્સ લાઈસન્સ એપ્લિકેશનનું બાયોકોનના નવા બાયોલોજીક્સ મે મેન્યુફેકચરીંગ સવલત ખાતે ઉત્પાદન કરવાને યુ.એસ.એફડીએ મંજૂરી આપતાં શેરમાં લેવાલીએ રૂ.12.25 વધીને રૂ.276.55, એપીએલ લિમિટેડ રૂ.24.05 વધીને રૂ.579, સુવેન લાઈફ રૂ.7.35 વધીને રૂ.314.80, સન ફાર્મા એડવાન્સ રૂ.3.85 વધીને રૂ.170.30, સન ફાર્મા રૂ.8.45 વધીને રૂ.459.15, ઓરોબિન્દો ફાર્મા રૂ.7.80 વધીને રૂ.453.35, આરપીજી લાઈફ રૂ.4.25 વધીને રૂ.270.95, લુપીન રૂ.5.10 વધીને રૂ.792.60 રહ્યા હતા.
પાવર-કેપિટલ ગુડઝ શેરોમાં નરમાઈ : લાર્સન, સદભાવ એન્જિ., કાર્બોરેન્ડમ, સિમેન્સ, એનબીસીસી, કલ્પતરૂ પાવર ઘટયા
પાવર-કેપિટલ ગુડઝ શેરોમાં આજે ફંડોનું પ્રોફિટ બુકિંગ થયું હતું. લાર્સન એન્ડ ટુબ્રો રૂ.28 ઘટીને રૂ.1334.90, સદભાવ એન્જિનિયરીંગ રૂ.2.45 ઘટીને રૂ.120.25, એનબીસીસી રૂ.35.75, કાર્બોરેન્ડમ યુનિવર્સલ રૂ.4.30 ઘટીને રૂ.320.20, કલ્પતરૂ પાવર રૂ.5.30 ઘટીને રૂ.450.15, સિમેન્સ રૂ.16.75 ઘટીને રૂ.1474.90, ગ્રાઈન્ડવેલ રૂ.4 ઘટીને રૂ.567.15 રહ્યા હતા.
આઈટી શેરોમાં પસંદગીનું આકર્ષણ : એચસીએલ ટેકનોલોજી, વિપ્રો, ઈન્ફોસીસ, ટેક મહિન્દ્રા, માઈન્ડટ્રી, એમ્ફેસીસ વધ્યા
આઈટી-સોફટવેર સર્વિસિઝ શેરોમાં આજે ફંડોની પસંદગીની લેવાલી થઈ હતી. એચસીએલ ટેકનોલોજી રૂ.18.70 વધીને રૂ.1128.90, વિપ્રો રૂ.2.40 વધીને રૂ.240.10, ઈન્ફોસીસ રૂ.5.35 વધીને રૂ.696.05, માઈન્ડટ્રી રૂ.5.25 વધીને રૂ.701.85, ટેક મહિન્દ્રા રૂ.3.75 વધીને રૂ.767.25, ઓરેકલ ફિનસર્વ રૂ.12.85 વધીને રૂ.2928.55, ટીસીએસ રૂ.6.55 વધીને રૂ.2053.45 રહ્યા હતા.
સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં ફરી પ્રોફિટ બુકિંગ : 1227 પોઝિટીવ, 1289 નેગેટીવ બંધ : 245 શેરોમાં મંદીની સર્કિટ
સેન્સેક્સ-નિફટી બેઝડ વિક્રમી તેજી સાથે સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં ફંડો, ખેલંદાઓનું આજે શેરોમાં વેલ્યુબાઈંગ છતાં માર્કેટબ્રેડથ નેગેટીવ બની હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 2729 સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા 1227 અને ઘટનારની સંખ્યા 1289 રહી હતી. 207 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ સામે 245 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ રહી હતી.
FPIs/FIIની કેશમાં વધુ રૂ.43 કરોડની ચોખ્ખી ખરીદી, DIIની કેશમાં રૂ.440 કરોડની ચોખ્ખી ખરીદી
એફઆઈઆઈ-વિદેશી સંસ્થાકીય રોકાણકારો, ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈની આજે-બુધવારે કેશમાં રૂ.42.93કરોડની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.4526.38 કરોડની ખરીદી સામે કુલ રૂ.4483.45 કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૂ.439.51 કરોડની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.3999.30 કરોડની ખરીદી સામે કુલ રૂ.3559.79 કરોડની વેચવાલી થઈ હતી.