છેલ્લી ઘડીમાં ફંડોની આઈટી, ઓઈલ-ગેસ, બેંકિંગ શેરોમાં તેજીએ આરંભિક ઘટાડો પચાવી સેન્સેક્સ 173 પોઈન્ટ ઉછળીને 40412
- નિફટી ૫૩ પોઈન્ટ વધીને ૧૧,૯૧૦ : ઓટો, એફએમસીજી શેરોમાં પસંદગીનું આકર્ષણ : સ્મોલ, મિડ કેપ શેરોમાં નરમાઈ
- FPIs/FIIની કેશમાં રૂ.૬૦૫કરોડ, DIIની કેશમાં રૂ.૨૪૦ કરોડની વેચવાલી
(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઈ, તા. 11 ડિસેમ્બર 2019, બુધવાર
શેરોમાં આજે ઈન્ડેક્સ બેઝડ મોટાભાગનો સમય સાંકડી વધઘટે નરમાઈ બતાવ્યા બાદ છેલ્લી ઘડીમાં ફંડોએ ફ્રન્ટલાઈન-હેવીવેઈટ શેરોમાં શોર્ટ કવરિંગ કરતાં ઝડપી રિકવરી જોવાઈ હતી. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોએ ભારતમાં એક તરફ નબળા આર્થિક આંકડા આવી રહ્યા હોઈ શેરોમાં મોટી તેજીથી દૂર રહીને ઓવરબોટ પોઝિશન હળવી કર્યા બાદ આજે આરંભમાં સુસ્તી બતાવીને છેલ્લી ઘડીમાં કવરિંગ કર્યું હતું. રીટેલ ફુગાવાનાના નવેમ્બર ૨૦૧૯ મહિના માટેના આંક અને ઔદ્યોગિક ઉત્પાદન વૃદ્વિના(આઈઆઈપી)ના ઓકટોબર ૨૦૧૯ મહિનાના આવતીકાલે ગુરૂવારે ૧૨,ડિસેમ્બરના જાહેર થનારા આંક પર નજરે બજારમાં આજે આરંભમાં સાવચેતી જોવાઈ હતી. ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ આજે સાધારણ નરમાઈ તરફી રહી સાંજે બ્રેન્ટ ક્રુડના ૬૪.૨૩ ડોલર અને નાયમેક્ષ ક્રુડના ૫૯.૧૪ ડોલર નજીક રહ્યા હતા. અમેરિકા અને ચાઈના વચ્ચેના ટ્રેડ વોરમાં હવે અમેરિકા ૧૫,ડિસેમ્બરથી ચાઈનાની ચીજો પર આકરી ટેરિફ લાગુ કરવાનું મુલત્તવી રાખશે એવા અહેવાલ અને યુ.એસ.ફેડરલ રિઝર્વની બે દિવસીય મીટિંગ અને યુ.કે.માં ચૂંટણીઓ પર નજરે વૈશ્વિક બજારોમાં એકંદર નરમાઈ જોવાયા સામે આજે ભારતીય શેર બજારોમાં પણ આરંભ સાવચેતીનો રહ્યા બાદ છેલ્લી ઘડીમાં ફંડોએ બેંકિંગ-ફાઈનાન્સ, ઓઈલ-ગેસ, આઈટી-સોફટવેર સર્વિસિઝ, ઓટોમોબાઈલ, ફાર્મા શેરોમાં પસંદગીની તેજી કરીને સેન્સેક્સને ૧૭૨.૬૯ પોઈન્ટના ઉછાળે ૪૦૪૧૨.૫૭ અને નિફટી સ્પોટને ૫૩.૩૫ પોઈન્ટના ઉછાળે ૧૧૯૧૦.૧૫ના મથાળે બંધ મૂકી દીધા હતા.
સેન્સેક્સ આરંભિક નરમાઈમાં ૧૦૩ ઘટીને ૪૦૧૩૫ સુધી આવી છેલ્લી ઘડીમાં રિકવરીએ ૧૭૩ પોઈન્ટ ઉછળીને ૪૦૪૧૩
ટ્રેડીંગની શરૂઆત આજે સાધારણ મજબૂતીએ થઈ હતી. સેન્સેક્સ આગલા બંધ ૪૦૨૩૯.૮૮ સામે ૪૦૨૮૫.૨૦ મથાળે ખુલીને આરંભિક મજબૂતી બાદ યશ બેંકમાં ઈન્વેસ્ટરો મામલે નિર્ણય લેવામાં થઈ રહેલા વિલંબને પરિણામે ફંડોના ઓફલોડિંગે અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા રૂ.૧૨,૦૦૦ કરોડ જેટલી ડૂબત લોન ગત નાણાકીય વર્ષમાં ઓછી બતાવવામાં આવ્યાના રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના રીપોર્ટની સતત નેગેટીવ અસરે વેચવાલી થતાં અને અન્ય ફ્રન્ટલાઈન શેરોમાં લાર્સન એન્ડ ટુબ્રો, હિન્દુસ્તાન યુનિલિવર, ભારતી એરટેલ, વેદાન્તા, હીરો મોટોકોર્પ, પાવર ગ્રીડ કોર્પ, એચડીએફસી બેંક, એચસીએલ ટેકનોલોજી સહિતમાં વેચવાલીએ એક સમયે ૧૦૩.૫૧ પોઈન્ટ ઘટીને નીચામાં ૪૦૧૩૫.૩૭ સુધી આવી ગયો હતો. જે લાંબો સમય સાંકડી વધઘટે અથડાતો રહ્યા બાદ છેલ્લા અડધા કલાકમાં ફંડોએ શોર્ટ કવરિંગની તેજી કરતાં અને ખાસ ટીસીએસ, ટેક મહિન્દ્રા, ઈન્ફોસીસ સહિતના ભાવો ઝડપી વધી આવતાં અને એનટીપીસી, કોટક મહિન્દ્રા બેંક, એચડીએફસી લિમિટેડ, ઓએનજીસી, ટાટા મોટર્સ, આઈટીસી, ટાટા સ્ટીલ, બજાજ ઓટો, મહિન્દ્રા, મારૂતી સુઝુકી, બજાજ ફાઈનાન્સ, ઈન્ડસઈન્ડ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક સહિતમાં લેવાલીએ ઘટાડો પચાવી ઉપરમાં ૪૦૪૬૬.૧૩ સુધી પહોંચી અંતે ૧૭૨.૬૯ પોઈન્ટ વધીને ૪૦૪૧૨.૫૭ બંધ રહ્યો હતો.
નિફટી સ્પોટ આરંભિક નરમાઈમાં નીચામાં ૧૧,૮૩૨ સુધી આવી છેલ્લી ઘડીમાં તેજીએ ૫૩ પોઈન્ટ વધીને ૧૧૯૧૦
એનએસઈનો નિફટી સ્પોટ આગલા બંધ ૧૧૮૫૬.૮૦ સામે ૧૧૮૬૭.૩૫ મથાળે ખુલીને આરંભિક મજબૂતી બાદ નરમાઈ તરફી થઈયશ બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, વેદાન્તા, હિન્દાલ્કો, લાર્સન, હિન્દુસ્તાન યુનિલિવર, હીરો મોટોકોર્પ, અલ્ટ્રાટેક સિમેન્ટ, સિપ્લા, બીપીસીએલ, ભારતી એરટેલ, ગ્રાસીમ, નેસ્લે ઈન્ડિયા સહિતમાં વેચવાલીએ ઘટીને નીચામાં ૧૧૮૩૨.૩૦ સુધી આવી ગયો હતો. જે છેલ્લા અડધા કલાકમાં આઈટી શેરોમાં ટીસીએસ, ટેક મહિન્દ્રા, ઈન્ફોસીસ સહિતમાં શોર્ટ કવરિંગ સાથે ગેઈલ ઈન્ડિયા, ઓએજીસી, આઈઓસી સહિતમાં લેવાલીએ અને બજાજ ફિનસર્વ, બજાજ ફાઈનાન્સ, આઈસીઆઈસીઆઈ બેંક, કોટક મહિદ્રા બેંક સાથે ટાટા મોટર્સ, બજાજ ઓટો, આઈશર મોટર્સ સહિતમાં આકર્ષણે અને એનટીપીસી, ઝી, ટાટા સ્ટીલ સહિતમાં લેવાલીએ ઘટાડો પચાવી ઉપરમાં ૧૧૯૨૩.૨૦ સુધી પહોંચી અંતે ૫૩.૩૫ પોઈન્ટ વધીને ૧૧૯૧૦.૧૫ બંધ રહ્યો હતો.
નિફટી ૧૧,૯૦૦નો કોલ ૩૩.૮૫ થી વધીને ૪૫.૧૫ થઈ અંતે ૩૭.૯૫ : નિફટી ૧૧,૯૦૦નો પુટ ૬૧.૪૦ થી ઘટીને ૨૬
ડેરિવેટીવ્ઝમાં નિફટી બેઝડ ફંડોએ આજે બે-તરફી વધઘટમાં છેલ્લી ઘડીમાં ઉછાળે તેજીનો વેપાર હળવો કર્યાની ચર્ચા હતી. નિફટી ૧૧,૯૦૦નો કોલ ૬,૦૨,૪૯૩ કોન્ટ્રેકટસમાં રૂ.૫૨,૯૦૯.૮૬ કરોડના કામકાજે ૩૩.૮૫ સામે ૩૮.૨૦ મથાળે ખુલીને નીચામાં ૧૩.૧૫ થઈ વધીને ૪૫.૧૫ સુધી પહોંચી અંતે ૩૭.૯૫ રહ્યો હતો. નિફટી ૧૧,૯૦૦નો પુટ ૪,૫૭,૭૦૪ કોન્ટ્રેકટસમાં રૂ.૪૦,૯૯૪.૩૯ કરોડના કામકાજે ૬૧.૪૦ સામે ૫૭ મથાળે ખુલીને ઉપરમાં ૬૭.૫૦ થઈ ઘટીને ૧૯.૨૫ સુધી આવી અંતે ૨૬ રહ્યો હતો. નિફટી ૧૧,૮૦૦નો પુટ ૪,૪૯,૬૯૬ કોન્ટ્રેકટસમાં રૂ.૩૯,૮૨૮.૯૫ કરોડના કામકાજે ૧૮.૨૫ સામે ૧૬.૩૫ મથાળે ખુલીને ઉપરમાં ૧૭ થઈ ઘટીને ૨.૫૦ સુધી આવી અંતે ૨.૫૦ રહ્યો હતો. નિફટી ૧૨,૦૦૦નો કોલ ૩,૯૫,૯૯૩ કોન્ટ્રેકટસમાં રૂ.૩૫,૬૫૭.૯૦ કરોડના કામકાજે ૧૦.૩૦ સામે ૭.૯૫ મથાળે ખુલીને નીચામાં ૨.૫૦ સુધી આવી વધીને ૧૧.૬૫ સુધી પહોંચી અંતે ૭.૦૫ રહ્યો હતો.
બેંક નિફટી ફયુચર ઘટીને ૩૧,૦૬૫ થઈ અંતે ૩૧,૩૫૦ : નિફટી ફયુચર ઘટીને ૧૧,૮૭૨ થઈ વધીને ૧૧,૯૪૨
બેંક નિફટી ડિસેમ્બર ફયુચર ૧,૪૮,૩૧૪ કોન્ટ્રેકટસમાં રૂ.૯૨૭૩.૬૯ કરોડના કામકાજે ૩૧,૨૨૬.૫૫ સામે ૩૧,૨૦૮.૩૦ મથાળે ખુલીને નીચામાં ૩૧,૦૬૫.૩૦ સુધી આવી વધીને ૩૧,૩૯૫.૭૫ સુધી પહોંચી અંતે ૩૧,૩૫૦ રહ્યો હતો. નિફટી ડિસેમ્બર ફયુચર ૯૬,૪૧૨કોન્ટ્રેકટસમાં રૂ.૮૬૧૬.૦૫ કરોડના કામકાજે ૧૧,૮૯૮.૨૦ સામે ૧૧,૯૦૭.૯૫ મથાળે ખુલીને નીચામાં ૧૧,૮૭૨.૩૦ થઈ વધીને ૧૧,૯૫૩.૯૦ સુધી પહોંચી અંતે ૧૧,૯૪૨ રહ્યો હતો. નિફટી ૧૨,૧૦૦નો કોલ ૩.૧૦ સામે ૨.૭૦ મથાળે ખુલીને નીચામાં ૦.૯૫ થઈ વધીને ૨.૮૫ સુધી જઈ અંતે ૧.૩૦ રહ્યો હતો.
ડોલર ૮ પૈસા ઘટીને રૂ.૭૦.૮૪ : આઈટી શેરોમાં શોર્ટ કવરિંગ : માઈન્ડટ્રી, ટેક મહિન્દ્રા, ટીસીએસ, ઈન્ફોસીસ, વિપ્રો વધ્યા
આઈટી-સોફટવેર સર્વિસિઝ શેરોમાં આજે ફંડોની શોર્ટ કવરિંગની તેજી જોવાઈ હતી. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૧૪૪.૨૨ પોઈન્ટ વધીને ૧૪૯૮૭.૧૩ બંધ રહ્યો હતો. માઈન્ડટ્રી રૂ.૧૬.૬૦ વધીને રૂ.૭૫૪.૭૦, ટેક મહિન્દ્રા રૂ.૧૪.૭૦ વધીને રૂ.૭૫૯.૯૫, ટીસીએસ રૂ.૨૮.૭૦ વધીને રૂ.૨૦૪૧.૨૦, ઈન્ફોસીસ રૂ.૬.૫૫ વધીને રૂ.૭૨૦.૮૦, વિપ્રો રૂ.૧.૮૫ વધીને રૂ.૨૪૦, ઓરેકલ ફિનસર્વ રૂ.૮.૪૫ વધીને રૂ.૨૯૧૦ રહ્યા હતા. રૂપિયા સામે અમેરિકી ડોલર ૮ પૈસા ઘટીને રૂ.૭૦.૮૪ રહ્યો હતો.
ઓઈલ-ગેસ શેરોમાં પસંદગીની સતત તેજી : ગેઈલ ઈન્ડિયા, આઈઓસી, ઓએનજીસી, એચપીસીએલ વધ્યા
ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ આજે સાંકડી વધઘટે સાધારણ નરમાઈ તરફી રહ્યા હતા. ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ આજે સાધારણ નરમાઈ તરફી રહી સાંજે બ્રેન્ટ ક્રુડના ૬૪.૨૩ ડોલર અને નાયમેક્ષ ક્રુડના ૫૯.૧૪ ડોલર નજીક રહ્યા હતા. ઓઈલ-ગેસ શેરોમાં ફંડોનું પસંદગીનું આકર્ષણ રહ્યું હતું. ગેઈલ ઈન્ડિયા રૂ.૬.૨૫ વધીને રૂ.૧૧૭.૨૫, આઈઓસી રૂ.૩.૫૫ વધીને રૂ.૧૨૬.૧૦, ઓએનજીસી રૂ.૨.૮૫ વધીને રૂ.૧૨૮, ઈન્દ્રપ્રસ્થ ગેસ રૂ.૮.૩૫ વધીને રૂ.૪૧૭.૦૫, પેટ્રોનેટ એલએનજી રૂ.૩.૯૫ વધીને રૂ.૨૭૫.૧૦, એચપીસીએલ રૂ.૨.૩૫ વધીને રૂ.૨૬૨.૭૦ રહ્યા હતા.
યશ બેંક ૧૫ ટકા તૂટયો : સિટી યુનિયન, કોટક બેંક, ઈન્ડસઈન્ડ, રેલીગેર, એચડીએફસી એએમસી, એલઆઈસી હાઉસીંગ વધ્યા
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં આજે મિશ્ર ટ્રેન્ડ જોવાયો હતો. યશ બેંકમાં બોર્ડ દ્વારા લંડન સ્થિત સાઈટેક્સ હોલ્ડિંગ્સ અને સાઈટેક્સ ઈન્વેસ્ટમેન્ટ કોર્પ દ્વારા કરાયેલી ૫૦ કરોડ ડોલરના રોકાણની ઓફરને તરફેણમાં વિચારણા હેઠળ લેવાનો નિર્ણય કર્યો હોવાનું અને ઈરવીન સિંઘની ઓફરને નકારવાના સંકેત વચ્ચે ઈન્વેસ્ટમેન્ટમાં થઈ રહેલા વિલંબને લઈ શેરમાં ફંડોની વેચવાલીએ રૂ.૭.૭૫ ઘટીને રૂ.૪૨.૮૦ રહ્યો હતો. જ્યારે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં પણ બેંક દ્વારા ગત નાણાકીય વર્ષમાં રૂ.૧૨,૦૦૦ કરોડ જેટલી ડૂબત લોન ઓછી બતાવવામાં આવી હોવાના રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના રીપોર્ટમાં ઉલ્લેખની સતત નેગેટીવ અસરે શેર ઘટીને રૂ.૩૧૨.૭૦ રહ્યો હતો. અન્ય બેંક શેરોમાં સિટી યુનિયન બેંક રૂ.૬.૨૫ વધીને રૂ.૨૩૪.૫૦, કોટક મહિન્દ્રા બેંક રૂ.૨૬.૯૫ વધીને રૂ.૧૬૮૬.૦૫, ઈન્ડસઈન્ડ બેંક રૂ.૧૯.૬૫ વધીને રૂ.૧૪૩૧, આરબીએલ બેંક રૂ.૩.૬૫ વધીને રૂ.૩૨૪.૪૦, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૪.૪૫ વધીને રૂ.૫૩૩.૬૦, એક્સીસ બેંક રૂ.૧.૧૦ વધીને રૂ.૭૧૬.૪૫ રહ્યા હતા. જ્યારે મન્નપુરમ ફાઈનાન્સ રૂ.૮.૯૦ વધીને રૂ.૧૬૫.૮૫, રેલીગેર રૂ.૨.૦૫ વધીને રૂ.૪૩.૧૦, એચડીએફસી એએમસી રૂ.૧૩૭.૯૫ વધીને રૂ.૩૦૨૮.૮૫, એલઆઈસી હાઉસીંગ ફાઈનાન્સ રૂ.૧૩ વધીને રૂ.૪૩૭.૯૫, એલ એન્ડ ટી ફાઈનાન્સ રૂ.૧.૭૦ વધીને રૂ.૧૧૬.૦૫, મુથુટ ફાઈનાન્સ રૂ.૫.૮૫ વધીને રૂ.૬૯૭.૬૫, બજાજ ફિનસર્વ રૂ.૧૫૦.૮૦ વધીને રૂ.૯૦૭૮.૨૦, બજાજ ફાઈનાન્સ રૂ.૪૭.૬૦ વધીને રૂ.૪૦૩૪.૯૫, એસબીઆઈ લાઈફ રૂ.૧૬.૬૦ વધીને રૂ.૯૬૬.૧૦, એચડીએફસી લિમિટેડ રૂ.૨૨.૧૦ વધીને રૂ.૨૩૧૬.૮૦ રહ્યા હતા.
ઓટો શેરોમાં આઈશર મોટર્સ રૂ.૨૯૯ વધીને રૂ.૨૧૫૪૭ : ટાટા મોટર્સ, એકસાઈડ, અપોલો ટાયર, બજાજ ઓટો વધ્યા
ઓટોમોબાઈલ શેરોમાં ફંડોની શોર્ટ કવરિંગ સાથે પસંદગીની લેવાલી રહી હતી. આઈશર મોટર્સ રૂ.૨૯૯.૨૦ વધીને રૂ.૨૧,૫૪૭.૯૫, ટાટા મોટર્સ રૂ.૨.૧૦ વધીને રૂ.૧૬૧.૭૫, એકસાઈડ રૂ.૨.૧૦ વધીને રૂ.૧૮૦.૧૫, અપોલો ટાયર રૂ.૧.૮૫ વધીને રૂ.૧૬૪.૩૫, બજાજ ઓટો રૂ.૩૬.૨૫ વધીને રૂ.૩૨૬૯.૩૫, મધરસન સુમી રૂ.૧.૨૦ વધીને રૂ.૧૩૨.૮૫, ટીવીએસ મોટર રૂ.૨.૯૦ વધીને રૂ.૪૩૯.૩૦, મારૂતી સુઝુકી રૂ.૨૫.૫૫ વધીને રૂ.૬૯૯૧.૫૫, બોશ રૂ.૫૦.૭૦ વધીને રૂ.૧૫,૦૧૩.૮૦ રહ્યા હતા.
ઈપ્કા લેબ. રૂ.૭૮ વધીને રૂ.૧૧૪૦ : આરપીજી લાઈફ, ઓરોબિન્દો ફાર્મા, સુવેન, પિરામલ, અપોલો, ગ્લેક્સો વધ્યા
ફાર્માસ્યુટિકલ્સ-હેલ્થકેર શેરોમાં આજે ફંડોની વ્યાપક લેવાલી રહી હતી. ઈપ્કા લેબ રૂ.૭૮.૫૫ વધીને રૂ.૧૧૪૦.૫૫, આરપીજી લાઈફ રૂ.૧૨.૯૦ વધીને રૂ.૨૮૬.૭૫, ઓરોબિન્દો ફાર્મા રૂ.૧૬.૭૫ વધીને રૂ.૪૪૯.૩૦, સુવેન લાઈફ રૂ.૫.૬૫ વધીને રૂ.૨૭૦.૫૦, ટોરન્ટ ફાર્મા રૂ.૩૭.૧૫ વધીને રૂ.૧૮૬૧.૪૫, ગ્લેક્સો રૂ.૩૧.૨૫ વધીને રૂ.૧૬૩૨, પિરામલ એન્ટરપ્રાઈસીઝ રૂ.૨૪.૬૦ વધીને રૂ.૧૬૩૪.૪૫, અપોલો હોસ્પિટલ રૂ.૧૭.૨૫ વધીને રૂ.૧૩૯૨.૫૫, અબોટ ઈન્ડિયા રૂ.૬૪.૩૫ વધીને રૂ.૧૨,૫૫૫.૪૦ રહ્યા હતા.
સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં સતત ઓફલોડિંગ : ૧૪૬૭ શેરો નેગેટીવ બંધ : ૨૬૪ શેરોમાં મંદીની સર્કિટ
સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં પણ આજે પણ ફંડો, ખેલંદાઓનું સતત ઓફલોડિંગ થતાં ગાબડાં પડયા હતા. માર્કેટબ્રેડથ સતત ખરાબ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૭૦૫ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૪૬૭ અને વધનારની સંખ્યા ૧૦૧૧ રહી હતી. ૨૬૪ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૪૪ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
FPIs/FIIની કેશમાં વધુ રૂ.૬૦૫ કરોડની ચોખ્ખી ખરીદી, DIIની કેશમાં રૂ.૨૪૦ કરોડની ચોખ્ખી ખરીદી
એફઆઈઆઈ-વિદેશી સંસ્થાકીય રોકાણકારો, ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈની આજે-બુધવારે કેશમાં રૂ.૬૦૫.૪૧ કરોડની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૫૦૨૨.૫૩ કરોડની ખરીદી સામે કુલ રૂ.૪૪૧૭.૧૨ કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૂ.૨૩૯.૮૭કરોડની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૩૪૨૧.૪૪ કરોડની ખરીદી સામે કુલ રૂ.૩૧૮૧.૫૭ કરોડની વેચવાલી થઈ હતી.