લોકલ ફંડોની ખરીદીએ સેન્સેક્સ 585 પોઈન્ટ ઉછળીને 81635
- નિફટી સ્પોટ ૨૧૭ પોઈન્ટ વધીને ૨૫૦૧૩ : હરિયાણામાં ભાજપના હેટ્રિક વિજય અને ઓવરસોલ્ડ પોઝિશને બજાર બાઉન્સ બેક
- બેંકિંગ, ઓટો, હેલ્થકેર, સ્મોલ, મિડ કેપ શેરોમાં તેજી : DIIની કેશમાં રૂ.૭૦૦૦ કરોડની ખરીદી
મુંબઈ : શેરોમાં ઓવરસોલ્ડ પોઝિશન અને હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ભાજપની વિજયી હેટ્રિકના પગલે આજે ફંડો, મહારથીઓએ મોટું શોર્ટ કવરિંગ કરતાં બાઉન્સ બેક થયું હતું. બીજી તરફ ચાઈનામાં આર્થિક વિકાસને વેગ આપવા વધુ સ્ટીમ્યુલસ જરૂરી હોવાના અહેવાલે એશીયાના અન્ય બજારોની તેજીને બ્રેક લાગ્યા સાથે ચાઈનાના અઠવાડિયા બાદ ખુલેલા બજારોમાં તેજી છતાં હોંગકોંગના હેંગસેંગમાં ૨૧૭૩ પોઈન્ટનો કડાકો અને જાપાનના નિક્કીમાં ૩૯૫ પોઈન્ટના ઘટાડાથી વિપરીત ભારતીય બજારોમાં ચૂંટણી પરિણામના પોઝિટીવ પરિબળે અને ઓવરસોલ્ડ બજારમાં શોર્ટ કવરિંગ સાથે લોકલ ફંડોનું ઓટોમોબાઈલ, બેંકિંગ, કેપિટલ ગુડઝ, ઓઈલ-ગેસ શેરોમાં વેલ્યુબાઈંગ થયું હતું. ફોરેન ફંડોની શેરોમાં સતત વેચવાલી સામે લોકલ ફંડોએ ખરીદી કરી હતી. સેન્સેક્સ અંતે ૫૮૪.૮૧ પોઈન્ટ વધીને ૮૧૬૩૪.૮૧ અને નિફટી ૫૦ સ્પોટ ૨૧૭.૪૦ પોઈન્ટ વધીને ૨૫૦૧૩.૧૫ બંધ રહ્યા હતા. સ્મોલ, મિડ કેપ શેરોમાં ફરી તેજી આવી હતી. આ સાથે યુરોપના દેશોના બજારોમાં પણ આજે નરમાઈ રહી હતી.
કેપિટલ ગુડઝ ઈન્ડેક્સની ૧૯૩૯ પોઈન્ટની છલાંગ : રેલ વિકાસ, સિમેન્સ, એબીબી ઈન્ડિયા ઉછળ્યા
કેપિટલ ગુડઝ શેરોમાં આજે શોર્ટ કવરિંગ સાથે વેલ્યુબાઈંગે આક્રમક તેજી જોવાઈ હતી. રેલ વિકાસ નિગમ રૂ.૩૬.૭૦ ઉછળી રૂ.૪૮૭, સિમેન્સ રૂ.૩૮૩.૬૫ ઉછળી રૂ.૭૩૮૦.૨૫, એબીબી ઈન્ડિયા રૂ.૩૯૩.૯૫ ઉછળી રૂ.૮૧૫૨, હિન્દુસ્તાન એરોનોટિક્સ રૂ.૨૦૬ વધીને રૂ.૪૩૭૧.૭૦, ભારત ઈલેક્ટ્રોનિક્સ રૂ.૧૨.૮૫ વધીને રૂ.૨૮૦.૨૦, સુઝલોન એનજીૅ રૂ.૨.૬૯ વધીને રૂ.૭૩.૬૭, ફિનોલેક્ષ કેબલ્સ રૂ.૪૮.૪૫ વધીને રૂ.૧૩૪૪, ભારત ફોર્જ રૂ.૫૦.૪૦ વધીને રૂ.૧૪૮૪.૮૫, ભેલ રૂ.૮.૯૦ વધીને રૂ.૨૬૫.૫૦, પોલીકેબ રૂ.૧૯૮.૪૦ વધીને રૂ.૭૨૭૨.૯૫, થર્મેક્સ રૂ.૧૧૪.૭૦ વધીને રૂ.૫૨૦૦, જીએમઆર એરપોર્ટસ રૂ.૫૦.૪૦ વધીને રૂ.૧૪૮૪.૮૫, અદાણી એનજીૅ રૂ.૭૪.૫૫ વધીને રૂ.૧૦૦૭.૪૫, જેએસડબલ્યુ એનજીૅ રૂ.૫૩.૧૫ વધીને રૂ.૭૨૫.૯૦, ટાટા પાવર રૂ.૧૫.૩૫ વધીને રૂ.૪૫૬.૪૦ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૧૯૩૮.૯૦ પોઈન્ટ ઉછળી ૭૦૭૩૧.૧૪ બંધ રહ્યો હતો.
ઓટો ઈન્ડેક્સની ૯૭૮ પોઈન્ટની છલાંગ : બાલક્રિષ્ન ઈન્ડસ્ટ્રીઝ, ટીવીએસ મોટર, મહિન્દ્રા, કમિન્સ ઉછળ્યા
ઓટોમોબાઈલ કંપનીઓના શેરોમાં પણ ફંડોએ આજે આક્રમક ખરીદી કરતાં બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૯૭૭.૮૦ પોઈન્ટ ઉછળીને ૫૯૨૯૬.૨૨ બંધ રહ્યો હતો. બાલક્રિષ્ન ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૮૨.૦૫ વધીને રૂ.૨૯૯૭.૮૫, ટીવીએસ મોટર રૂ.૧૧૫.૭૫ વધીને રૂ.૨૭૪૭.૯૫, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૧૦૪.૭૫ વધીને રૂ.૩૧૬૫.૯૦, કમિન્સ ઈન્ડિયા રૂ.૧૧૬ વધીને રૂ.૩૭૦૬.૨૦, બોશ રૂ.૧૦૪૫.૧૦ ઉછળી રૂ.૩૭,૮૫૮.૦૫, બજાજ ઓટો રૂ.૨૯૬.૨૦ વધીને રૂ.૧૧,૯૧૦.૮૦, સુંદરમ રૂ.૨૭.૪૦ વધીને રૂ.૧૪૪૪.૬૫, એમઆરએફ રૂ.૧૦૫૦.૧૦ વધીને રૂ.૧,૩૨,૩૩૮.૫૦ રહ્યા હતા.
હેલ્થકેર શેરોમાં આકર્ષણ : મોરપેન લેબ. એનજીએલ ફાઈન, ક્રિષ્ના ડાયગ્નોસ્ટિક, ગ્લેનમાર્ક, બ્લિસમાં તેજી
હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓના શેરોમાં પણ ફંડોની આજે પસંદગીની ખરીદી રહી હતી. મોરપેન લેબ રૂ.૫.૫૦ વધીને રૂ.૮૩.૮૯, એનજીએલ ફાઈન કેમિકલ રૂ.૧૧૭.૯૦ વધીને રૂ.૨૦૨૦, ક્રિષ્ના ડાયગ્નોસ્ટિક રૂ.૪૫.૧૫ વધીને રૂ.૮૨૬.૫૦, ગ્લેનમાર્ક લાઈફ રૂ.૬૪.૪૫ વધીને રૂ.૧૧૯૫.૩૫, બ્લિસ જીવીએસ રૂ.૬.૮૦ વધીને રૂ.૧૨૭.૫૦, ઓર્કિડ ફાર્મા રૂ.૬૯.૧૫ વધીને રૂ.૧૩૨૫.૯૦, સુવેન લાઈફ રૂ.૭.૩૦ વધીને રૂ.૧૪૧.૫૦, જયુબિલન્ટ ફાર્મો રૂ.૫૮.૩૫ વધીને રૂ.૧૧૩૯.૯૦, એડવાન્સ એન્ઝાઈમ રૂ.૨૪.૭૫ વધીને રૂ.૪૯૨.૪૦, દિશમેન કાર્બોજેન રૂ.૮.૪૫ વધીને રૂ.૧૭૨.૬૦ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૮૩૦.૦૧ પોઈન્ટ વધીને ૪૩,૯૫૩.૫૨ બંધ રહ્યો હતો.
બેંકિંગ શેરોમાં શોર્ટ કવરિંગ : બેંક ઓફ બરોડા, ફેડરલ બેંક, એચડીએફસી બેંક, સ્ટેટ બેંક, યશ બેંકમાં આકર્ષણ
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની ધિરાણ નીતિ સમીક્ષાના આજે-બુધવારે જાહેર થનારા નિર્ણય પૂર્વે શોર્ટ કવરિંગ થતું જોવાયું હતું. બેંક ઓફ બરોડા રૂ.૫.૩૦ વધીને રૂ.૨૪૭.૬૦, ફેડરલ બેંક રૂ.૪ વધીને રૂ.૧૮૮, એચડીએફસી બેંક રૂ.૩૧.૬૫ વધીને રૂ.૧૬૫૧.૩૦, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૧૨.૨૫ વધીને રૂ.૭૮૨.૦૫, યશ બેંક રૂ.૨૧.૫૫, કેનેરા બેંક રૂ.૧.૪૦ વધીને રૂ.૧૦૪.૯૦ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૬૩૭.૩૨ પોઈન્ટ વધીને ૫૭૮૦૫.૪૧ બંધ રહ્યો હતો.
એનએમડીસી, ટાટા સ્ટીલ, જેએસડબલ્યુ સ્ટીલ, હિન્દાલ્કો, જિન્દાલ સ્ટેનલેસ, વેદાન્તા ઘટયા
ચાઈનાના વધુ સ્ટીમ્યુલસની આવશ્યકતાના અહેવાલે નેગેટીવ અસરે મેટલ-માઈનીંગ શેરોમાં પ્રોફિટ બુકિંગ થયું હતું. એનએમડીસી રૂ.૯.૭૦ વધીને રૂ.૨૧૯.૧૦, ટાટા સ્ટીલ રૂ.૪.૭૫ ઘટીને રૂ.૧૫૯.૫૫, જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૨૦.૨૦ ઘટીને રૂ.૯૯૮.૭૦, એપીએલ અપોલો રૂ.૨૧.૪૫ ઘટીને રૂ.૧૫૪૩.૬૦, જિન્દાલ સ્ટેનલેસ રૂ.૭.૪૦ ઘટીને રૂ.૭૫૧.૫૦, વેદાન્તા રૂ.૨.૮૫ ઘટીને રૂ.૪૯૭.૩૦ રહ્યા હતા.
રિલાયન્સના ૧૪, ઓકટોબરના પરિણામ : શેર રૂ.૫૫ ઉછળી રૂ.૨૭૯૬ : ઓઈલ ઈન્ડિયા, પેટ્રોનેટ વધ્યા
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા સપ્ટેમ્બર ૨૦૨૪ના અંતના ત્રિમાસિકના પરિણામ ૧૪, ઓકટોબર ૨૦૨૪ના સોમવારે જાહેર કરનાર છે. કંપનીના શેરમાં ઓવરસોલ્ડ પોઝિશન કવર થતાં શેર આજે રૂ.૫૫.૧૦ વધીને રૂ.૨૭૯૬.૦૫ રહ્યો હતો. આ સાથે ઓઈલ ઈન્ડિયા રૂ.૧૭.૫૦ વધીને રૂ.૫૬૪.૫૫, પેટ્રોનેટ એલએનજી રૂ.૭.૬૫ વધીને રૂ.૩૫૪.૨૫, ઓએનજીસી રૂ.૪.૧૫ વધીને રૂ.૨૯૩.૬૦ રહ્યા હતા.
પેટીએમ રૂ.૧૦૨ ઉછળી રૂ.૭૫૪ : પીજી ઈલેક્ટ્રો, વન્ડરલા, વોલ્ટેમ્પ, એસઈપીસી, જેપી પાવર ઉછળ્યા
પેટીએમનું જિયો ફાઈ. એક્વિઝિશન કરશે એવી ચર્ચા વહેતી છતાં શેર રૂ.૧૦૨ ઉછળી રૂ.૭૫૩.૬૦ રહ્યો હતો. પીજી ઈલેક્ટ્રોપ્લાસ્ટ રૂ.૭૩.૩૦ વધીને રૂ.૬૧૨.૨૦, ધની સર્વિસિઝ રૂ.૫.૫૬ વધીને રૂ.૫૩.૦૧, વન્ડરલા રૂ.૮૮.૨૦ વધીને રૂ.૯૧૦, વોલ્ટેમ્પ ટ્રાન્સફોર્મર રૂ.૧૧૯૨.૭૫ વધીને રૂ.૧૨,૭૯૪.૧૫, એચઈજી રૂ.૨૨૫.૫૦ વધીને રૂ.૨૪૫૧.૭૫, એસઈપીસી રૂ.૨.૨૬ વદીને રૂ.૨૮.૧૨, જેપી પાવર રૂ.૧.૫૬ વધીને રૂ.૨૦.૦૩ રહ્યા હતા.
ફંડો, ખેલંદાઓની ખરીદીએ સ્મોલ, મિડ કેપ શેરોમાં ફરી સ્પ્રિંગ જેવા ઉછાળા : ૩૦૨૪ શેરો પોઝિટીવ બંધ
સ્મોલ, મિડ કેપ, રોકડાના સંખ્યાબંધ શેરોમાં ગઈકાલે વ્યાપક કડાકા બોલાઈ ગયા બાદ આજે સ્પ્રિંગ જેવા ઉછાળાએ વ્યાપક તેજી જોવાતાં માર્કેટબ્રેડથ ફરી પોઝિટીવ બની હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૪૬ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૩૦૨૪ અને ઘટનારની સંખ્યા ૯૨૩ રહી હતી.
DIIની રૂ.૭૦૦૦ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી : FPIs/FIIની રૂ.૫૭૩૦ કરોડના શેરોની વેચવાલી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે મંગળવારે કેશમાં શેરોમાં વધુ રૂ.૫૭૨૯.૬૦ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૧૪,૭૭૪.૧૯કરોડની ખરીદી સામે કુલ રૂ.૨૦,૫૦૩.૭૯ કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૂ.૭૦૦૦.૬૮ કરોડની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૧૯,૪૯૪.૭૧ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૨,૪૯૪.૦૩ કરોડની વેચવાલી થઈ હતી.
શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપ. રૂ.૭.૫૧ લાખ કરોડ વધીને રૂ.૪૫૯.૫૦ લાખ કરોડ પહોંચ્યું
સેન્સેક્સ, નિફટીમાં તેજી સાથે આજે સ્મોલ, મિડ કેપ, એ ગુ્રપના ઘણા શેરોમાં ફરી તેજી થતાં રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન પણ આજે એક દિવસમાં રૂ.૭.૫૧ લાખ કરોડ વધીને રૂ.૪૫૯.૫૦ લાખ કરોડ પહોંચ્યું હતું.