mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

સેન્સેક્સ 140 પોઈન્ટ ઘટીને 65655

- નિફટી સ્પોટ ૩૮ પોઈન્ટ ઘટીને ૧૯૬૯૪ : સ્મોલ કેપ શેરોમાં ફંડોની સતત તેજી, આઈટી, હેલ્થકેર શેરોમાં આકર્ષણ

- રિઝર્વ બેંકના પગલાંની બેંકિંગ, એનબીએફસી શેરો પર નેગેટીવ અસરે નરમાઈ : FPI/FIIની રૂ.૬૪૬ કરોડની ચોખ્ખી વેચવાલી

Updated: Nov 21st, 2023

સેન્સેક્સ 140 પોઈન્ટ ઘટીને 65655 1 - image


ઓટો, એફએમસીજી, ફાઈનાન્સ શેરોમાં ફોરેન ફંડોના પ્રોફિટ બુકિંગ 

મુંબઈ : વૈશ્વિક બજારોમાં મિશ્ર ટ્રેન્ડ વચ્ચે  આજે ભારતીય શેર બજારોમાં પણ ઈન્ડેક્સ બેઝડ એકંદર નરમાઈ  જોવાઈ હતી. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ગત સપ્તાહમાં અનસિક્યોર્ડ લોનો માટે રિસ્ક  વેઈટેજમાં વધારો કરવાનું પગલું  લેતાં બેંકિંગ અને એનબીએફસી શેરો પર સતત નેગેટીવ અસર જોવાઈ હતી. ફ્રન્ટલાઈન-હેવીવેઈટ ઓટો શેરો મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટાટા મોટર્સ સહિતમાં પ્રોફિટ બુકિંગ અને એફએમસીજી જાયન્ટ હિન્દુસ્તાન યુનિલિવર સહિતમાં ફોરેન ફંડો વેચવાલ રહેતાં અને ફાઈનાન્સ શેરોમાં બજાજ ટ્વિન્સ બજાજ ફાઈનાન્સ, બજાજ ફિનસર્વમાં વેચવાલીના પરિણામે સેન્સેક્સ, નિફટી બેઝડ બજાર નેગેટીવ ઝોનમાં રહ્યું હતું. અલબત આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં એચસીએલ ટેકનોલોજી, વિપ્રો, ઈન્ફોસીસ, ટેક મહિન્દ્રા, ટીસીએસ સાથે ભારતીય એરટેલ  સહિતમાં આકર્ષણ રહ્યું હતું. સેન્સેક્સ ૬૫૮૪૪ થી ૬૫૫૪૮ની રેન્જમાં અથડાઈ અંતે ૧૩૯.૫૮ પોઈન્ટ ઘટીને ૬૫૬૫૫.૧૫ બંધ રહ્યો હતો. જ્યારે નિફટી સ્પોટ ૧૯૭૫૬ થી ૧૯૬૭૦ની રેન્જમાં અથડાઈ અંતે ૩૭.૮૦ પોઈન્ટ ઘટીને ૧૯૬૯૪ બંધ રહ્યા હતા.

ઓટો શેરોમાં ફંડોનું પ્રોફિટ બુકિંગ :  મહિન્દ્રા, બાલક્રિષ્ન,  ટીવીએસ, મધરસન, અશોક લેલેન્ડ ઘટયા

તહેવારોની સીઝન પૂરી થતાં  અને વાહનોના વેચાણને અપેક્ષિત પ્રતિસાદ સાંપડયા છતાં હવે ખરીદી મંદ પડવાના અંદાજોએ ફંડોનું ઓટોમોબાઈલ શેરોમાં પ્રોફિટ બુકિંગ થયું હતું. બાલક્રિષ્ન ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૪૫.૫૦ તૂટીને રૂ.૨૪૯૭.૩૫, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૩૦.૨૫ ઘટીને રૂ.૧૫૫૩.૮૫, ટીવીએસ મોટર રૂ.૨૮.૧૦ ઘટીને રૂ.૧૭૧૯.૫૦,  મધરસન  સુમી રૂ.૧.૧૮ ઘટીને રૂ.૮૮.૮૫,  અશોક લેલેન્ડ રૂ.૨.૧૫ ઘટીને રૂ.૧૭૨.૧૫, અપોલો ટાયર્સ રૂ.૪.૮૦ ઘટીને રૂ.૪૨૬.૨૦, ટાટા મોટર્સ રૂ.૬.૯૫ ઘટીને રૂ.૬૭૪.૦૫, આઈશર મોટર્સ રૂ.૧૮.૭૫ ઘટીને રૂ.૩૮૪૪.૯૦, ટયુબ ઈન્વેસ્ટમેન્ટ રૂ.૯.૧૦ ઘટીને રૂ.૩૧૫૪.૫૦ રહ્યા હતા. બીએસઈ  ઓટો ઈન્ડેક્સ ૨૬૬.૩૮ પોઈન્ટ ઘટીને ૩૮૨૫૦.૪૮ બંધ રહ્યો હતો.

આઈટી શેરોમાં વેલ્યુબાઈંગ : લેટેન્ટ વ્યુ, સિએન્ટ, કેપીઆઈટી, ૬૩ મૂન્સ, થ્રીઆઈ ઈન્ફોટેકમાં તેજી

આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં આજે ફંડોએ ફ્રન્ટલાઈન અને સેકન્ડલાઈન શેરોમાં  વ્યાપક વેલ્યુબાઈંગ કર્યું હતું. થ્રીઆઈ ઈન્ફોટેક રૂ.૩.૪૨ ઉછળીને રૂ.૪૦.૩૫, લેટેન્ટ વ્યુ રૂ.૩૭.૩૦ ઉછળીને રૂ.૪૫૦.૧૦, સિએન્ટ રૂ.૧૦૨.૯૫ વધીને રૂ.૧૮૩૪, કેપીઆઈટી ટેકનો રૂ.૮૭.૪૫ વધીને રૂ.૧૬૨૨.૩૦, ૬૩ મૂન્સ ટેકનોલોજી પોઝિટીવ ડેવલપમેન્ટની અટકળો વચ્ચે શેરમાં આકર્ષણે  રૂ.૧૭.૪૦ વધીને રૂ.૩૬૫.૭૦, માસ્ટેક રૂ.૬૯.૭૫ વધીને રૂ.૨૪૦૬.૨૫, બ્લેક બોક્સ રૂ.૫.૬૫ વધીને રૂ.૨૫૨.૩૦, ઝેનસાર ટેકનોલોજી રૂ.૧૧.૨૫ વધીને રૂ.૫૩૩.૮૫, એલ એન્ડ ટી ટેકનોલોજી રૂ.૭૪.૯૫ વધીને રૂ.૪૫૨૮.૭૦, પર્સિસ્ટન્ટ રૂ.૮૫.૦૫ વધીને રૂ.૬૪૭૩, એચસીએલ ટેકનોલોજી રૂ.૧૫.૪૦ વધીને રૂ.૧૩૨૩.૯૫, વિપ્રો રૂ.૪.૬૦ વધીને રૂ.૪૦૦, ટેક મહિન્દ્રા રૂ.૭.૩૫ વધીને રૂ.૧૨૧૧.૬૦, ટીસીએસ રૂ.૧૬.૬૫ વધીને રૂ.૩૫૧૯.૩૦ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૨૧૧.૦૪ પોઈન્ટ વધીને ૩૩૦૩૦.૫૧ બંધ રહ્યો હતો.

એફએમસીજી શેરોમાં ફંડોની વેચવાલી : હિન્દુસ્તાન યુનિલિવર, પી એન્ડ જી, બેક્ટર્સ ફૂડ, ડોડલા ડેરી ઘટયા

એફએમસીજી ફ્રન્ટલાઈન શેરોમાં ફંડોની આજે નફારૂપી વેચવાલી રહી હતી. ફૂડ્સ એન્ડ ઈન્સ રૂ.૮.૦૫ તૂટીને રૂ.૧૭૨.૨૦, બેકટર્સ ફૂડ રૂ.૩૮.૯૦ ઘટીે રૂ.૧૨૮૮.૫૫, ડોડલા ડેરી રૂ.૨૦.૪૫ ઘટીને રૂ.૮૧૧.૧૦,  એસોસીયેટ આલ્કોહોલ રૂ.૧૦.૨૫ ઘટીને રૂ.૪૪૮.૪૦, સીસીએલ પ્રોડક્ટસ રૂ.૧૦.૯૦ ઘટીને રૂ.૬૧૭.૪૦, પી એન્ડ જી રૂ.૨૯૧.૫૦ ઘટીને રૂ.૧૮૧૦૦, હિન્દુસ્તાન યુનિલિવર રૂ.૨૩.૭૦ ઘટીને રૂ.૨૫૦૫.૭૫, આઈટીસી રૂ.૨.૫૦ ઘટીને રૂ.૪૩૬.૭૫ રહ્યા હતા.

હેલ્થકેર શેરોમાં સિલેક્ટિવ ખરીદી : કોપરાન રૂ.૨૫ ઉછળી રૂ.૨૭૪ : બ્લિક જીવીએસ, સિક્વેન્ટમાં તેજી

હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓના શેરોમાં આજે સિલેક્ટિવ ખરીદી રહી હતી. કોપરાન રૂ.૨૫.૦૫ ઉછળીને રૂ.૨૭૩.૫૫, બ્લિસ જીવીએસ રૂ.૮.૬૯ વધીને રૂ.૧૩૮.૭૯, સિક્વેન્ટ સાઈન્ટિફિક રૂ.૫.૭૨ વધીને રૂ.૧૦૩.૭૩, મેનકાઈન્ડ ફાર્મા રૂ.૯૨.૪૦ વધીને રૂ.૨૦૧૦.૫૦, દિશમેન કાર્બોજેન રૂ.૭.૧૫ વધીને રૂ.૧૭૨, રેઈનબો ચાઈલ્ડ રૂ.૨૩.૮૫ વધીને રૂ.૧૧૦૬, પિરામલ ફાર્મા રૂ.૨.૫૫ વધીને રૂ.૧૧૯.૪૫, અજન્તા ફાર્મા રૂ.૪૧.૧૦ વધીને રૂ.૧૯૬૨.૩૦, દિવીઝ લેબ્સ રૂ.૬૯.૬૦ વધીને રૂ.૩૬૬૯.૫૫, મેટ્રોપોલિસ રૂ.૨૮.૨૫ વધીને રૂ.૧૬૪૪.૨૫ રહ્યા હતા.

બજાજ ફાઈનાન્સ, બજાજ ફિનસર્વમાં ઓફલોડિંગ : પૂનાવાલા, સ્પન્દના ઘટયા : ટાટા ઈન્વેસ્ટમેન્ટ ઉછળ્યો

ફાઈનાન્સ શેરોમાં આજે ફંડોનું એકંદર ઓફલોડિંગ થતું જોવાયું  હતું.  બજાજ ટ્વિન્સમાં બજાજ ફાઈનાન્સ રૂ.૧૫૨ ઘટીને રૂ.૭૦૬૭.૩૦, બજાજ ફિનસર્વ રૂ.૧૬.૯૦ ઘટીને રૂ.૧૫૯૮.૩૫, સ્પન્દના સ્ફૂર્તિ રૂ.૭૨.૮૦ ઘટીને રૂ.૯૭૬.૯૦, આરબીએલ બેંક રૂ.૫.૬૦ ઘટીને રૂ.૨૨૯.૧૦, પીટીસી ઈન્ડિયા ફિન રૂ.૧.૩૭ ઘટીને રૂ.૩૪.૪૯, પૂનાવાલા ફિન રૂ.૭.૯૦ ઘટીને રૂ.૩૬૩.૧૦ રહ્યા હતા. જ્યારે ટાટા ઈન્વેસ્ટમેન્ટ કોર્પ રૂ.૫૮૮.૧૦ ઉછળીને રૂ.૪૪૯૩.૨૫, જેએસડબલ્યુ હોલ્ડિંગ્સ રૂ.૪૮૮.૩૫ વધીને રૂ.૫૨૪૦, આનંદ રાઠી રૂ.૧૭૦.૭૦ વધીને રૂ.૨૩૪૪, રેલીગેર એન્ટરપ્રાઈસીઝ રૂ.૧૨.૯૦ વધીને રૂ.૨૩૦.૧૫ રહ્યા હતા.

જિયો ફાઈનાન્શિયલમાં બોન્ડ ઈસ્યુની યોજનાના અહેવાલ વચ્ચે શેર રૂ.૫ ઘટીને રૂ.૨૧૫.૬૦

જિયો ફાઈનાન્શિયલ સર્વિસિઝ દ્વારા પ્રથમ બોન્ડ ઈસ્યુ લાવીને રૂ.૫૦૦૦ કરોડથી રૂ.૧૦,૦૦૦ કરોડ ઊભા કરવાની યોજનાના અહેવાલ વચ્ચે શેર રૂ.૫.૩૦ ઘટીને રૂ.૨૧૫.૬૦ રહ્યો હતો. કંપની મર્ચન્ટ બેંકો સાથે વાટાઘાટ કરી રહ્યાના અહેવાલ વહેતાં થયા છે. અલબત આ  અહેવાલને  કંપનીએ હજુ સમર્થન આપ્યું નથી.

સ્મોલ કેપ શેરોમાં આકર્ષણ છતાં મિડ કેપ શેરોમાં ફંડોનું પ્રોફિટ બુકિંગ : ૧૯૯૭ શેરો નેગેટીવ બંધ

ઈન્ડેક્સ બેઝડ આજે સેન્સેક્સ, નિફટીમાં વૈશ્વિક બજારો પાછળ સાવચેતી સામે ફંડો, ઓપરેટરોએ સ્મોલ કેપ શેરોમાં ખરીદી કરી હતી, પરંતુ મિડ કેપ શેરોમાં  પ્રોફિટ બુકિંગ થતાં માર્કેટબ્રેડથ નેગેટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૯૮૦  સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૧૮૪૦  અને ઘટનારની સંખ્યા ૧૯૯૭  રહી હતી.

FPI/FIIની રૂ.૬૪૬ કરોડની ચોખ્ખી વેચવાલી : DIIની શેરોમાં રૂ.૭૮ કરોડની ચોખ્ખી ખરીદી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-સોમવારે કેશમાં  રૂ.૬૪૫.૭૨ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૮૭૭૬.૧૮ કરોડની ખરીદી સામે કુલ રૂ.૯૪૨૧.૯૦ કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની રૂ.૭૭.૭૭  કરોડના શેરોની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૬૪૪૬.૮૩ કરોડની ખરીદી સામે કુલ રૂ.૬૩૬૯.૦૬ કરોડની વેચવાલી થઈ હતી.

Gujarat