Get The App

સેન્સેક્સ 241 પોઈન્ટ ઘટીને 77379

- નિફટી ૯૫ પોઈન્ટ ઘટીને ૨૩૪૩૧ કેપિટલ ગુડઝ, કન્ઝયુમર, ફાર્મા શેરો તૂટયા

- નફો બુક કરવાથી અનેક રોકાણકારો વંચિત : નેગેટીવ વળતરના દિવસો આવી ગયા : FPISની રૂ.૨૨૫૫ કરોડની વેચવાલી

Updated: Jan 11th, 2025


Google NewsGoogle News
સેન્સેક્સ 241 પોઈન્ટ ઘટીને 77379 1 - image


કમૂરતામાં કમઠાણ : સ્મોલ, મિડ કેપ શેરોમાં રિટેલ રોકાણકારોના પોર્ટફોલિયો ડામાડોળ

મુંબઈ : કમુરતાના દિવસો ભારતીય શેર બજારોમાં કમઠાણના દિવસો પૂરવાર થઈ અનેક રોકાણકારોની મૂડીનું ધોવાણ થઈ ગયું છે. વૈશ્વિક બજારોમાં અમેરિકાના રોજગારીના આંકડા જાહેર થતાં પૂર્વે સાવચેતીમાં એશીયાના બજારોમાં નરમાઈ સાથે ભારતીય શેર બજારોમાં  આજે સપ્તાહના અંતિમ દિવસે સેન્સેક્સ, નિફટી બેઝડ વોલેટીલિટીના અંતે ધોવાણ ચાલુ રહ્યું હતું. સેન્સેક્સ, નિફટીથી વિશેષ સ્મોલ, મિડ કેપ, રોકડાના અનેક શેરોમાં અવિરત ગાબડાં પડતાં રહેતાં નફો બુક કરવાથી વંચિત રહેલા અનેક રિટેલ રોકાણકારોના પોર્ટફોલિયો ડામાડોળ બની ગયા હતા. ઘણા શેરોમાં નેગેટીવ વળતરના દિવસો આવી ગયા હતા. અનેક રોકાણકારો પોર્ટફોલિયોમાં વળતર નેગેટીવ બનવા લાગતાં હતાશામાં ગરકાવ થઈ ગયા હતા.

ડોલર, ક્રુડના ભાવ ઉછળતાં ફંડોનું શેરોમાં ઓફલોડિંગ  નિફટી ૨૩૩૪૪,  સેન્સેક્સ ૭૭૦૯૯ સુધી ગબડયા

ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ તીવ્ર ઉછળી આવી બ્રેન્ટના બે ડોલર વધીને ૭૯ ડોલર નજીક અને નાયમેક્ષ પણ ૭૬ ડોલર નજીક પહોંચી જવાની સાથે અમેરિકી ડોલર સામે રૂપિયો નવા તળીયે ઉતરી જતાં ઉદ્યોગો માટે વિકટ સ્થિતિના એંધાણે નેગેટીવ અસર જોવાઈ હતી. ટીસીએસના ત્રિમાસિક પરિણામ સારા આવતાં  આજે આઈટી શેરોમાં આકર્ષણે સેન્સેક્સ, નિફટી બેઝડ મોટું ધોવાણ અટકાવ્યું હતું. સેન્સેક્સ૭૭૦૯૯થી ૭૭૯૨૦ વચ્ચે ફંગોળાઈ અંતે ૨૪૧.૩૦ પોઈન્ટ ઘટીને ૭૭૩૭૮.૯૧ બંધ રહ્યો હતો. જ્યારે નિફટી ૫૦  સ્પોટ ૨૩૫૯૭થી ૨૩૩૪૪ વચ્ચે અથડાઈ અંતે ૯૫ પોઈન્ટ ઘટીને ૨૩૪૩૧.૫૦ બંધ રહ્યો હતો.

આઈટી ઈન્ડેક્સ ૧૧૪૦ ઉછળ્યો : ટીસીએસ પરિણામે રૂ.૨૨૯ ઉછળ્યો : ટેક મહિન્દ્રા, એચસીએલ વધ્યા

આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં ટીસીએસના સારા પરિણામે ફરી ફંડોએ શોર્ટ કવરિંગ સાથે તેજી કરી હતી. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૧૧૪૦.૫૯ પોઈન્ટ ઉછળી ૪૪૧૩૩.૦૩ બંધ રહ્યો હતો. ટીસીએસનો નફો ૧૨ ટકા વધતાં અને ઊંચા ડિવિડન્ડ આકર્ષણે શેર રૂ.૨૨૮.૯૦ ઉછળી રૂ.૪૨૬૫.૫૫ રહ્યો હતો. એલટીઆઈ માઈન્ડટ્રી રૂ.૨૮૬.૩૫ ઉછળી રૂ.૬૧૨૫, ટેક મહિન્દ્રા રૂ.૫૯.૭૦ વધીને રૂ.૧૭૦૩, એચસીએલ ટેકનોલોજી રૂ.૬૦.૫૦ વધીને રૂ.૧૯૯૫.૬૦, વિપ્રો રૂ.૮.૪૫ વધીને રૂ.૩૦૦.૬૦, ઈન્ફોસીસ રૂ.૪૮.૯૦ વધીને રૂ.૧૯૬૬.૭૦, પર્સિસ્ટન્ટ સિસ્ટમ રૂ.૧૪૫.૧૦ વધીને રૂ.૬૩૨૧, કોફોર્જ રૂ.૧૯૦.૭૦ વધીને રૂ.૯૪૬૭.૫૦, એમ્ફેસીસ રૂ.૪૧.૯૫ વધીને રૂ.૨૯૧૫.૦૫, સિગ્નિટી રૂ.૧૭.૫૦ વધીને રૂ.૧૬૮૫ રહ્યા હતા.

હેલ્થકેર ઈન્ડેક્સ ૧૦૬૦ પોઈન્ટ ગબડયો : પિરામલ ફાર્મા રૂ.૧૬, કોવાઈ રૂ.૪૬૮, સસ્તાસુંદરરૂ.૨૪ તૂટયા

હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓના શેરોની તંદુરસ્તી બગડી અનેક શેરોમાં ગાબડાં પડયા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૧૦૬૦.૦૫ પોઈન્ટ તૂટીને ૪૩૭૧૫.૭૦ બંધ રહ્યો હતો. કોવાઈ મેડી રૂ.૪૬૮ તૂટી રૂ.૫૬૪૮.૯૫ રહ્યો હતો. સસ્તાસુંદર રૂ.૨૩.૬૫ તૂટીને રૂ.૨૯૦.૨૦, પિરામલ ફાર્મા રૂ.૧૫.૬૦ તૂટીને રૂ.૨૨૧.૬૫, થાયરોકેર રૂ.૫૪.૧૦ તૂટીને રૂ.૮૬૧.૭૫, ઈન્દ્રપ્રસ્થ મેડી રૂ.૩૦.૪૫ તૂટીને રૂ.૪૯૪.૧૫, માર્કસન્સ રૂ.૧૪.૩૦ તૂટીને રૂ.૨૬૦.૨૦, આરપીજી લાઈફ રૂ.૧૦૭.૧૦ તૂટીને રૂ.૨૧૧૩.૦૫, હેસ્ટર બાયો રૂ.૧૨૦ તૂટીને રૂ.૨૨૨૩, એપીએલ લિ. રૂ.૪૫.૯૫ તૂટીને રૂ.૧૦૦૮.૯૫, લૌરસ લેબ રૂ.૨૯.૯૫ તૂટીને રૂ.૫૮૩.૫૦ રહ્યા હતા.

મોટી મંદીના એંધાણ : સ્મોલ, મિડ કેપ શેરોમાં અસાધારણ ગાબડાં : ૩૧૬૭ શેરો નેગેટીવ બંધ

સેન્સેક્સ, નિફટી બેઝડ વોલેટીલિટીના અંતે સાધારણ ઘટાડા સામે આજે મોટી મંદીના એંધાણ મળી રહ્યા હોય એમ  સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં ફંડોની સાથે ખેલંદાઓ, રિટેલ ઈન્વેસ્ટરોની સતત મોટી વેચવાલીએ  અવિરત ગાબડાં પડતાં માર્કેટબ્રેડથ વધુ ખરાબ બની હતી.  બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૭૮  સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા માત્ર ૮૨૭  અને ઘટનારની સંખ્યા ૩૧૬૭ રહી હતી.

કેપિટલ ગુડઝ ૧૧૨૩ ખાબક્યો : આઈનોક્સ રૂ.૮, ભેલ રૂ.૧૨, થર્મેક્સ રૂ.૧૫૦, કમિન્સ રૂ.૧૦૮ તૂટયા

કેપિટલ ગુડઝ-પાવર શેરોમાં અવિરત ધૂમ વેચવાલીએ  આજે બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૧૧૨૩.૦૪ પોઈન્ટ તૂટીને ૬૪૨૩૨.૬૫ બંધ રહ્યો હતો. ભેલ રૂ.૧૧.૯૦ તૂટીને રૂ.૨૦૪.૫૦, આઈનોક્સ વિન્ડ રૂ.૭.૬૫ તૂટીને રૂ.૧૫૫.૩૫, ટીટાગ્રહ રૂ.૫૦.૯૫ તૂટીને રૂ.૧૦૩૯.૨૦, આરવીએનએલ રૂ.૧૭.૩૦ તૂટીને રૂ.૩૯૩.૩૦, સીજી પાવર રૂ.૨૮.૬૦ તૂટીને રૂ.૬૫૦.૩૦, સુઝલોન રૂ.૨.૩૩ તૂટીને રૂ.૫૫.૫૮, થર્મેક્સ રૂ.૧૫૦.૧૦ તૂટીને રૂ.૩૭૫૦, એનબીસીસી રૂ.૩.૨૭ ઘટીને રૂ.૮૪.૪૫, ફિનોલેક્ષ કેબલ્સ રૂ.૪૦.૨૦ તૂટીને રૂ.૧૦૪૬.૬૦, કમિન્સ ઈન્ડિયા રૂ.૧૦૮.૦૫ તૂટીને રૂ.૨૯૯૯.૦૫, કલ્તપરૂ પાવર રૂ.૩૯.૨૦ તૂટીને રૂ.૧૨૧૦ રહ્યા હતા.

કન્ઝયુમર શેરોમાં કડાકો : કલ્યાણ જવેલર્સ રૂ.૩૬ તૂટી રૂ.૬૨૬ :  વોલ્ટાસ, સુપ્રિમ, બ્લુ સ્ટાર તૂટયા

કન્ઝયુમર ડયુરેબલ્સ કંપનીઓના શેરોમાં પણ આજે સતત ઓફલોડિંગે ગાબડાં  પડયા હતા. કલ્યાણ જવેલર્સ રૂ.૩૬.૨૦ તૂટીને રૂ.૬૨૬.૫૫, વોલ્ટાસ રૂ.૬૨.૪૫ તૂટીને રૂ.૧૬૬૫.૬૦, સુપ્રિમ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૪૧.૪૦ તૂટીને રૂ.૪૫૨૫.૬૦, ક્રોમ્પ્ટન ગ્રીવ્ઝ રૂ.૯.૨૫ તૂટીને રૂ.૩૬૧.૦૫, બ્લુ સ્ટાર રૂ.૪૭.૮૫ તૂટીને રૂ.૧૯૬૭.૯૫, હવેલ્સ ઈન્ડિયા રૂ.૩૩ તૂટીને રૂ.૧૫૯૭.૧૦, ટાઈટન રૂ.૪૮.૭૦ ઘટીને રૂ.૩૪૩૯.૩૫, ડિક્સન ટેકનોલોજી રૂ.૧૪૬.૦૫ ઘટીને રૂ.૧૬,૬૮૯ રહ્યા હતા. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૧૨૫૯.૯૧ પોઈન્ટ તૂટીને ૬૨૩૪૬.૯૫ બંધ રહ્યો હતો.

ઓટો ઈન્ડેક્સ ૬૬૬ પોઈન્ટ તૂટયો : ટીઆઈ ઈન્ડિયા રૂ.૧૧૧, અપોલો ટાયર રૂ.૧૪, બોશ રૂ.૯૨૨ તૂટયા

ઓટોમોબાઈલ કંપનીઓના શેરોમાં ફંડોની  નવેસરથી વેચવાલીએ  બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૬૬૬.૦૯ પોઈન્ટ તૂટીને ૫૨૦૨૬.૮૫ બંધ રહ્યો હતો. ટીઆઈ ઈન્ડિયા રૂ.૧૧૧.૧૫ તૂટીને રૂ.૩૪૬૪, અપોલો ટાયર રૂ.૧૪ તૂટીને રૂ.૪૬૧.૯૦, બોશ રૂ.૯૨૧.૮૫ તૂટીને રૂ.૩૧,૮૭૮, એક્સાઈડ રૂ.૮.૩૫ ઘટીને રૂ.૩૮૯.૨૫, ટીવીએસ મોટર રૂ.૪૪.૨૫ ઘટીને રૂ.૨૨૮૨.૫૦, ભારત ફોર્જ રૂ.૧૯.૦૫ ઘટીને રૂ.૧૨૦૮.૧૦, એમઆરએફ રૂ.૧૮૨૦.૮૫ તૂટીને રૂ.૧,૧૭,૯૪.૭૦,  મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૩૫.૩૦ ઘટીને રૂ.૩૦૯૨.૦૫, મારૂતી સુઝુકી રૂ.૧૧૨.૦૫ તૂટીને રૂ.૧૧,૬૩૧.૬૦ રહ્યા હતા.

શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપ. રૂ.૫.૮૨ લાખ કરોડ ધોવાઈને રૂ.૪૨૯.૬૭ લાખ કરોડ

સેન્સેક્સ, નિફટીમાં  સતત નરમાઈ સાથે અનેક શેરોમાં હેમરિંગે ભાવો પત્તાના મહેલની માફક સતત તૂટવાના પરિણામે રોકાણકારોની એક્ત્રિત સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૫.૮૨ લાખ કરોડ ધોવાઈ જઈને રૂ.૪૨૯.૬૭  લાખ કરોડ રહ્યું હતું.

FPIs/FIIની કેશમાં રૂ.૨૨૫૫ કરોડની જંગી ચોખ્ખી વેચવાલી : DIIની રૂ.૩૯૬૨ કરોડની ચોખ્ખી ખરીદી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે  શુક્રવારે કેશમાં રૂ.૨૨૫૪.૬૮ કરોડના શેરોની જંગી ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૧૦,૦૯૭.૦૨ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૨,૩૫૧.૭૦ કરોડની વેચવાલી થઈ હતી.  જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૂ.૩૯૬૧.૯૨ કરોડની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૧૪,૨૯૩.૭૩ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૦,૩૩૧.૮૧ કરોડની વેચવાલી થઈ હતી.

Sensex

Google NewsGoogle News