સાંકડી વધઘટના અંતે સેન્સેક્સ 10 પોઈન્ટ વધીને 83442
- નિફટી ૨૫૪૬૧ સ્થિર : સ્મોલ, મિડ કેપ શેરોમાં વેચવાલી : FPIs/FIIની કેશમાં રૂ.૩૨૧ કરોડની ચોખ્ખી ખરીદી
- શેર બજારમાં ટ્રમ્પનો ટેરિફ ખોફ : ઈન્ડેક્સ બેઝડ સાવચેતી : FMCG શેરોમાં તેજી : કેપિટલ ગુડઝ, આઈટી, મેટલ શેરોમાં પ્રોફિટ બુકિંગ
મુંબઈ : અમરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ૯, જુલાઈ સુધીમાં ટ્રેડ ડિલ નહીં કરનારા દેશો માટે આકરી ટેરિફ લાગુ કરવાની મુદ્દતને લંબાવીને ૧,ઓગસ્ટ જાહેર કર્યા સામે આજે-રાત્રે કેટલાક દેશો સાથેની ટ્રેડ ડિલ જાહેર થવાની અપેક્ષા અને બીજી તરફ ભારત સાથે ડિલ જાહેર થતાં પૂર્વે ટ્રમ્પે બ્રિક્સ દેશોની અમેરિકી વિરોધી નીતિને અનુસરનારા દેશો પર વધારાની ૧૦ ટકા ટેરિફ લાદવાની આપેલી ચીમકી વચ્ચે આજે વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેર બજારોમાં ઈન્ડેક્સ બેઝડ સાવચેતી જોવાઈ હતી. ભારત સાથે કેટલા દરે ૧૫, ૨૦ કે ૨૬ ટકા ટેરિફ પર ડિલ થશે એની અનિશ્ચિતતા, અટકળો વચ્ચે નવી લોંગ પોઝિશનથી ફંડો દૂર રહ્યા હતા. જ્યારે બીજી તરફ અમેરિકી જાયન્ટ જેને સ્ટ્રીટ સામે સેબીના પ્રતિબંધાત્મક પગલાં અને રૂ.૪૮૪૦ કરોડ જપ્ત કરવાના આદેશને લઈ આ તપાસનો રેલો હજુ નવા ફંડો પર આવવાની અટકળોએ ફોરેન ફંડો નવી પોઝિશનથી દૂર રહી પોઝિશન હળવી કરવાનું પસંદ કરતાં જોવાયા હતા. ફંડોએ આજે પસંદગીના એફએમસીજી શેરોમાં તેજી કર્યા સામે કેપિટલ ગુડઝ, આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરો તેમ જ મેટલ-માઈનીંગ શેરોમાં પ્રોફિટ બુકિંગ કર્યું હતું. સેન્સેક્સ ૮૩૫૧૭થી ૮૩૨૬૨ વચ્ચે અથડાઈ અંતે ૯.૬૧ પોઈન્ટ વધીને ૮૩૪૪૨.૫૦ બંધ રહ્યો હતો. જ્યારે નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ ૨૫૪૯૦થી ૨૫૪૦૭ વચ્ચે અથડાઈ અંતે ૦.૩૦ પોઈન્ટ વધીને ૨૫૪૬૧.૩૦ બંધ રહ્યો હતો.
કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૩૨૨ પોઈન્ટ ઘટયો : ભારત ઈલેક્ટ્રોનિક્સ, આઈનોક્સ વિન્ડ, પાવર ઈન્ડિયા ઘટયા
કેપિટલ ગુડઝ શેરોમાં પ્રોફિટ બુકિંગે બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૩૨૧.૫૩ પોઈન્ટ ઘટીને ૭૨૦૦૦.૮૮ બંધ રહ્યો હતો. ભારત ઈલેક્ટ્રોનિક્સ રૂ.૧૦.૫૦ ઘટીને રૂ.૪૧૭.૦૫, આઈનોક્સ વિન્ડ રૂ.૩.૮૦ ઘટીને રૂ.૧૭૬.૩૦, પાવર ઈન્ડિયા રૂ.૪૦૯.૧૫ ઘટીને રૂ.૧૯,૫૫૭.૬૫, કાર્બોરેન્ડમ યુનિવર્સલ રૂ.૧૭.૫૦ ઘટીને રૂ.૯૮૧.૨૫, ભારત ડાયનામિક્સ રૂ.૩૩.૨૦ ઘટીને રૂ.૧૯૪૪.૧૦, મઝગાંવ ડોક રૂ.૫૨.૭૫ ઘટીને રૂ.૩૨૭૫.૨૫, ફિનોલેક્ષ કેબલ્સ રૂ.૧૫.૨૫ ઘટીને રૂ.૯૬૩.૩૦, ભેલ રૂ.૩.૯૦ ઘટીને રૂ.૨૫૬.૨૫, કિર્લોસ્કર એન્જિનિયરિંગ રૂ.૮.૬૦ ઘટીને રૂ.૮૪૭.૩૫, અપાર ઈન્ડસ્ટ્રીઝ રૂ.૫૮.૫૦ ઘટીને રૂ.૮૫૬૧.૨૫ રહ્યા હતા.
મેટલ શેરોમાં સાવચેતી : નાલ્કો, હિન્દુસ્તાન ઝિંક, લોઈડ્સ મેટલ, હિન્દાલ્કો, વેદાન્તામાં પ્રોફિટ બુકિંગ
મેટલ-માઈનીંગ શેરોમાં પણ ફંડોએ ઉછાળે વેચવાલ બનતાં બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૧૯૦.૭૪ પોઈન્ટ ઘટીને ૩૧૬૬૩.૯૭ બંધ રહ્યો હતો. નાલ્કો રૂ.૩.૬૦ ઘટીને રૂ.૧૮૮.૫૦, હિન્દુસ્તાન ઝિંક રૂ.૭.૭૫ ઘટીને રૂ.૪૩૭.૨૫, લોઈડ્સ મેટલ રૂ.૨૦.૧૦ ઘટીને રૂ.૧૫૨૯.૧૫, હિન્દાલ્કો રૂ.૬.૮૫ ઘટીને રૂ.૬૯૨.૫૦, વેદાન્તા રૂ.૪.૫૦ ઘટીને રૂ.૪૫૪.૩૫, અદાણી એન્ટરપ્રાઈસીઝ રૂ.૨૫.૫૦ ઘટીને રૂ.૨૫૭૩.૪૫ રહ્યા હતા.
એફએમસીજી શેરોમાં પસંદગીનું આકર્ષણ : હિન્દુસ્તાન ફૂડ, ગોદરેજ કન્ઝયુમર, હિન્દુસ્તાન યુનિલિવર વધ્યા
એફએમસીજી શેરોમાં પણ ફંડોનું આજે પસંદગીનું આકર્ષણ રહ્યું હતું. બીએસઈ એફએમસીજી ઈન્ડેક્સ ૩૦૧.૭૧ પોઈન્ટ વધીને ૨૦૪૭૭.૫૪ બંધ રહ્યો હતો. ફ્લેર રૂ.૨૦.૯૫ વધીને રૂ.૨૯૦.૫૦, હિન્દુસ્તાન ફૂડ રૂ.૪૧.૬૫ વધીને રૂ.૫૮૧, ગોદરેજ કન્ઝયુમર રૂ.૭૫.૫૦ વધીને રૂ.૧૨૬૮.૩૦, બજાજ કન્ઝયુમર રૂ.૧૨.૦૫ વધીને રૂ.૨૩૨.૭૫, બેક્ટર ફૂડ રૂ.૫૫.૭૫ વધીને રૂ.૧૪૧૧.૫૫, હિન્દુસ્તાન યુનિલિવર રૂ.૭૦.૫૦ વધીને રૂ.૨૪૧૦.૩૦, ધામપુર સુગર રૂ.૪.૩૫ વધીને રૂ.૧૫૭, બન્નારી અમાન સુગર રૂ.૯૫ વધીને રૂ.૩૯૯૫, ઈમામી રૂ.૧૩.૩૦ વધીને રૂ.૫૭૫.૫૫, બ્રિટાનીયા રૂ.૧૧૪.૨૦ વધીને રૂ.૫૮૮૩.૧૦, બલરામપુર ચીની રૂ.૯.૮૦ વધીને રૂ.૬૦૦, નેસ્લે ઈન્ડિયા રૂ.૩૦.૯૦ વધીને રૂ.૨૪૨૨.૯૫, અવધ સુગર રૂ.૫.૬૦ વધીને રૂ.૫૦૨.૦૫ રહ્યા હતા.
આઈટી શેરોમાં પ્રોફિટ બુકિંગ : ક્વિક હિલ ટેક., ઓનવર્ડ ટેકનો, નેલ્કો, ૬૩ મૂન્સ, આઈકેએસ ઘટયા
આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં કંપનીઓના પરિણામોની સાથે સાથે આઉટલૂક મામલે અનિશ્ચિતતાએ ફંડો હળવા થયા હતા. ક્વિક હિલ ટેકનોલોજી રૂ.૧૫.૨૦ ઘટીને રૂ.૩૮૯.૦૫, ઓનવર્ડ ટેકનોલોજી રૂ.૧૨.૭૫ ઘટીને રૂ.૩૨૭, નેલ્કો રૂ.૨૮.૪૦ ઘટીને રૂ.૯૭૩.૬૦, આઈકેએસ રૂ.૩૩ ઘટીને રૂ.૧૫૬૪.૯૦, ટેક મહિન્દ્રા રૂ.૩૦.૩૫ ઘટીને રૂ.૧૬૨૪.૭૦, એમ્ફેસીસ રૂ.૫૦.૫૫ ઘટીને રૂ.૨૮૭૩, નેટવેબ રૂ.૩૧.૪૦ ઘટીને રૂ.૧૭૯૨, ઓરેકલ ફિનસર્વ રૂ.૯૨.૩૫ ઘટીને રૂ.૯૦૦૫.૯૦ , ઈન્ફોસીસ રૂ.૧૫.૨૦ ઘટીને રૂ.૧૬૨૫, એચસીએલ ટેકનોલોજી રૂ.૧૪.૮૦ ઘટીને રૂ.૧૭૧૦.૫૫ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૨૪૯.૨૬ પોઈન્ટ ઘટીને ૩૮૦૬૭.૮૧ બંધ રહ્યો હતો.
થાયરોકેર રૂ.૬૫ વધી રૂ.૧૦૮૫ : મેટ્રોપોલિસ રૂ.૯૦, આરપીજી લાઈફ રૂ.૧૨૭, બ્લિસ જીવીએસ રૂ.૭ વધ્યા
હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ શેરોમાં ફંડોની પસંદગીની ખરીદી રહી હતી. થાયરોકેર રૂ.૬૪.૬૦ વધીને રૂ.૧૦૮૫, મેટ્રોપોલિસ રૂ.૮૯.૭૫ વધીને રૂ.૧૮૬૩.૬૫, આરપીજી લાઈફ રૂ.૧૨૭.૩૦ વધીને રૂ.૨૬૫૧.૪૫, બ્લિસ જીવીએસ રૂ.૭ વધીને રૂ.૧૬૩, સુવેન રૂ.૧૨.૭૦ વધીને રૂ.૨૬૭.૪૫, ઈપ્કા લેબ રૂ.૩૨.૬૫ વધીને રૂ.૧૪૫૭.૫૦, મેદાન્તા રૂ.૧૬.૬૫ વધીને રૂ.૧૨૦૦ રહ્યા હતા.
હ્યુન્ડાઈ ઈન્ડિયા રૂ.૩૧ વધી રૂ.૨૦૯૫ : મધરસન, આઈશર મોટર્સ, એક્સાઈડ, બજાજ ઓટો મજબૂત
ઓટોમોબાઈલ શેરોમાં આજે પસંદગીની ખરીદી સામે કેટલાક શેરોમાં વેચવાલી રહી હતી. હ્યુન્ડાઈ ઈન્ડિયા રૂ.૩૧.૧૦ વધીને રૂ.૨૦૯૫, મધરસન સુમી રૂ.૧.૩૫ વધીને રૂ.૧૫૫.૨૦, આઈશર મોટર્સ રૂ.૪૫.૪૫ વધીને રૂ.૫૬૭૨.૨૫, એક્સાઈડ રૂ.૨.૫૦ વધીને રૂ.૩૮૬.૨૦, બજાજ ઓટો રૂ.૧૯.૬૫ વધીને રૂ.૮૪૫૧ રહ્યા હતા.
FPIs/FIIની કેશમાં રૂ.૩૨૧ કરોડની ચોખ્ખી ખરીદી : DIIની રૂ.૧૮૫૩ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝે આજે સોમવારે શેરોમાં કેશમાં રૂ.૩૨૧.૧૬ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી કરી હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈઝ)ની આજે રૂ.૧૮૫૩.૩૯ કરોડની ચોખ્ખી ખરીદી રહી હતી.