For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

મેવલણના અંતે અફડાતફડીઃ સેન્સેક્સ 99 પોઈન્ટ વધીને 61873

Updated: May 26th, 2023


ચાઈનાની આર્થિક-ઔદ્યોગિક વૃદ્વિ મંદ પડવા વૈશ્વિક ચિંતા વધી

નિફટી ૩૬ પોઈન્ટ  વધીને ૧૮૩૨૧ ઃ સ્મોલ, મિડ કેપ શેરોમાં પસંદગીની તેજી 

મુંબઈ: ચાઈનામાં ઔદ્યોગિક, આર્થિક વૃદ્વિ નિરાશાજનક રહેતાં વૈશ્વિક રિકવરીનું જોખમ ઊભું થઈ વિશ્વ ફરી મોટી મંદીમાં ગરકાવ થઈ  જવાનો વૈશ્વિક બજારોમાં ફફડાટ વ્યાપ્ત થતાં આજે વૈશ્વિક બજારોમાં પીછેહઠ સામે ભારતીય શેર બજારોમાં મે વલણના અંતે ફંડોની સતત  ખરીદીએ અફડાતફડીના અંતે બજારે ફરી પોઝિટીવ યુ-ટર્ન લીધો હતો. 

સેન્સેક્સ  ૨૮૯ પોઈન્ટનો ઘટાડો પચાવી અંતે ૯૯ પોઈન્ટ વધીને બંધ

ચાઈનાના નેગેટીવ અહેવાલોએ આંતરરાષ્ટ્રીય ક્રુડ ઓઈલની માંગ મંદ પડવાના અંદાજોએ ક્રુડ ઓઈલના ભાવ ફરી તૂટીને બ્રેન્ટ ક્રુડ ૧.૪૨ ડોલર ઘટીને ૭૬.૯૪ ડોલર અને નાયમેક્ષ-ન્યુયોર્ક ક્રુડ ૧.૪૮ ડોલર ઘટીને ૭૨.૮૬ ડોલર સુધી આવી જવા સાથે જર્મની સતત બીજા ત્રિમાસિકમાં જીડીપી વૃદ્વિ નેગેટીવ આવતાં મંદીના રીપોર્ટે યુરોપના દેશોનું સંકટ વધવાના પરિબળે પણ વૈશ્વિક બજારો નરમાઈ તરફી રહ્યા હતા. બીજી તરફ  ભારતીય બજારોમાં સેન્સેક્સ આરંભિક ૨૮૯.૧૨ પોઈન્ટના ઘટાડે  ૬૧૪૮૪.૬૬ સુધી આવ્યા બાદ ફોરેન ફંડો, લોકલ ફંડોની શેરોમાં સતત ખરીદી ઓટોમોબાઈલ, એફએમસીજી, કેપિટલ ગુડઝ, કન્ઝયુમર ડયુરેબલ્સ, આઈટી શેરોમાં થતાં ઘટાડો પચાવી અંતે ૯૮.૮૪ પોઈન્ટ વધીને ૬૧૮૭૨.૬૨ બંધ રહ્યો હતો. જ્યારે નિફટી સ્પોટ આરંભમાં ૮૩ પોઈન્ટના ઘટાડે ૧૮૨૦૨.૪૦ સુધી આવ્યા બાદ ઘટાડો પચાવી ફંડોની ખરીદીએ પોઝિટીવ ઝોનમાં આવી ઉપરમાં ૧૮૩૩૮.૧૦ સુધી જઈ અંતે ૩૫.૭૫ પોઈન્ટ વધીને ૧૮૩૨૧.૧૫ બંધ રહ્યો હતો.

એફએમસીજી શેરોમાં ખરીદી

એફએમસીજી શેરોમાં ફંડોની આજે પસંદગીની ખરીદી રહી હતી. ડીસીએમ શ્રીરામ રૂ.૪.૪૭ વધીને રૂ.૭૫.૯૭, હેરીટેજ ફૂડ્સ રૂ.૧૦.૭૦ વધીને રૂ.૨૦૦.૪૦, સુલા વિનીયાર્ડસ રૂ.૧૨.૫૦ વધીને રૂ.૪૦૯.૨૦, સુખજીત સ્ટાર્ચ રૂ.૧૧.૮૦ વધીને રૂ.૪૪૨, ટાટા કોફી રૂ.૫.૭૦  વધીને રૂ.૨૨૭.૪૦, એગ્રો ટેક ફૂડ્સ રૂ.૧૯.૧૫ વધીને રૂ.૭૮૧.૩૫, પતંજલિ ફુડ્સ રૂ.૨૨.૬૫ વધીને રૂ.૧૦૩૨, આઈટીસી લિમિટેડ રૂ.૭.૬૫ વધીને બાવન સપ્તાહની નવી ઊંચાઈએ રૂ.૪૪૧.૧૦, ઉગાર સુગર રૂ.૧.૪૫ વધીને રૂ.૧૦૯.૫૦, ટાટા કન્ઝયુમર રૂ.૯.૮૦ વધીને રૂ.૭૮૦.૭૦ રહ્યા હતા.બીએસઈ એફએમસીજી ઈન્ડેક્સ ૧૨૨.૧૬ પોઈન્ટ વધીને ૧૭૮૯૫.૯૫ બંધ રહ્યો હતો.

ઓટો ઉદ્યોગના મજબૂત આઉટલૂકે આકર્ષણ

ઓટોમોબાઈલ ઉદ્યોગ માટે વૃદ્વિના મજબૂત અંદાજો અને કયુમિન્સ ઈન્ડિયા સહિતના પ્રોત્સાહક પરિણામોએ ફંડોની ઓટો શેરોમાં આજે મોટી ખરીદી રહી હતી. કયુમિન્સ ઈન્ડિયાનો ત્રિમાસિક ચોખ્ખો નફો ૬૮ ટકા વધીને રૂ.૩૦૮.૫ કરોડ થતાં અને શેર દીઠ રૂ.૧૩ ડિવિડન્ડે શેરમાં ફંડોની ખરીદીએ રૂ.૫૨.૨૫ વધીને રૂ.૧૬૪૬, ઉનો મિન્ડા માર્ચ ૨૦૨૩ના અંતના ત્રિમાસિકનો ચોખ્ખો નફો ૩૩.૪૯ ટકા વધીને રૂ.૭૬.૭૩ કરોડ અને ચોખ્ખું વેચાણ ૧૫.૪૨ ટકા વધીને રૂ.૧૬૬૨.૮૯ કરોડ થતાં શેરમાં આકર્ષણે રૂ.૧૭.૬૦ વધીને રૂ.૫૪૧.૪૦, બાલક્રિષ્ન ઈન્ડસ્ટ્રીઝ રૂ.૬૮.૫૫ વધીને રૂ.૨૪૪૩.૬૫, બજાજ ઓટો રૂ.૧૨૪ વધીને રૂ.૪૬૪૩.૮૫, ટયુબ ઈન્વેસ્ટમેન્ટ રૂ.૩૨.૬૦ વધીને રૂ.૨૭૨૦, આઈશર મોટર્સ રૂ.૪૨.૭૫ વધીને રૂ.૩૬૫૩.૨૫, એમઆરએફ રૂ.૯૨૩ વધીને રૂ.૯૬,૫૫૫ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૧૬૧.૩૯ પોઈન્ટ વધીને ૩૨૩૦૯.૧૯ બંધ રહ્યો હતો. 

નબળા પરિણામ, ચાઈના  પાછળ મેટલ શેરોમાં પ્રોફિટ બુકિંગ 

મેટલ-માઈનીંગ શેરોમાં ચાઈનાના નેગેટીવ સમાચાર અને હિન્દાલ્કો સહિતના નબળા પરિણામે એકંદર વેચવાલી રહી હતી. હિન્દાલ્કોના નફામાં ઘટાડાએ શેર રૂ.૨.૬૫ ઘટીને રૂ.૪૦૪.૪૦ રહ્યો હતો. હિન્દુસ્તાન ઝિંક રૂ.૧.૫૫ ઘટીને રૂ.૩૦૫.૧૦ રહ્યા હતા. જ્યારે વેદાન્તા દ્વારા ઊંચા ડિવિડન્ડ બાદ કંપની ૮૫ કરોડ ડોલરની લોન મેળવવામાં સફળ રહેતાં શેરમાં આકર્ષણે રૂ.૪.૩૫ વધીને રૂ.૨૯૫.૮૦, જેએસડબલ્યુ સ્ટીલ લરૂ.૧.૧૫ વધીને રૂ.૬૯૬.૯૦ રહ્યા હતા.

સીજી પાવર, ભેલ, થર્મેક્સ, સિમેન્સ વધ્યા

કેપિટલ ગુડઝ, પાવર શેરોમાં ફંડોની આજે પસંદગીની લેવાલી રહી હતી. લક્ષ્મી મશીન વર્કસ ત્રિમાસિક ચોખ્ખું વેચાણ ૩૦.૫ ટકા વધીને રૂ.૧૩૦૩.૦૪ કરોડ અને ચોખ્ખો નફો ૧૩.૭૪ ટકા વધીને રૂ.૯૪.૧૦ કરોડ થતાં શેરમાં લેવાલીએ રૂ.૩૪૮.૬૫ વધીને રૂ.૧૧,૫૬૯.૧૫, સીજી પાવર રૂ.૮.૯૫ વધીને રૂ.૩૭૩.૩૦, ભેલ રૂ.૧.૮૬ વધીને રૂ.૮૧.૮૭, લાર્સન એન્ડ ટુબ્રો રૂ.૨૧.૬૦ વધીને રૂ.૨૨૦૫.૯૦ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૨૫૪.૩૬ પોઈન્ટ વધીને ૩૬૭૩૧.૩૮ બંધ રહ્યો હતો.ૅ

સ્મોલ, મિડ કેપ શેરોમાં ઘટાડે વેલ્યુબાઈંગ

સેન્સેક્સ, નિફટી બેઝડ આજે ફંડોએ આરંભમાં નરમાઈ બતાવ્યા બાદ બજારને યુ-ટર્ન આપ્યા સાથે સાથે ફંડો, ખેલંદાઓની સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં  ખરીદી વધતાં માર્કેટબ્રેડથ નેગેટીવમાંથી પોઝિટીવ બની હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૬૧૧  સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૧૮૦૨  અને ઘટનારની સંખ્યા ૧૬૮૭ રહી હતી.

 સંસ્થાઓની રૂ.૯૨૭ કરોડની ખરીદી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, વિદેશી સંસ્થાકીય રોકાણકારો-એફઆઈઆઈઝની સતત ખરીદી જળવાઈ રહી આજે-ગુરૂવારે  કેશ સેગ્મેન્ટમાં રૂ.૫૮૯.૧૦ કરોડના શેરોની  ચોખ્ખી ખરીદી કરી  હતી. કુલ રૂ.૮૫૨૧.૦૭ કરોડની ખરીદી સામે કુલ રૂ.૭૯૩૧.૯૭  કરોડની વેચવાલી કરી હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની રૂ.૩૩૮.૪૪ કરોડની ચોખ્ખી ખરીદી કરી હતી. કુલ રૂ.૫૫૨૨.૮૦ કરોડની ખરીદી સામે કુલ રૂ.૫૧૮૪.૩૬ કરોડની વેચવાલી થઈ હતી. 

Gujarat