Get The App

સેન્સેક્સનો આરંભિક 553 પોઈન્ટનો ઉછાળો અંતે 193 પોઈન્ટ નીવડી 40869

- નિફટી સ્પોટ ૬૦ પોઈન્ટ વધીને ૧૨૦૫૩ : બેંકિંગ-ફાઈનાન્સ, રિયાલ્ટી, મેટલ, ઓટો શેરોમાં શોર્ટ કવરિંગ : આઈટી શેરોમાં નરમાઈ

- FPI/FIIની કેશમાં રૂ.૬૮૨ કરોડની વેચવાલી, DIIની કેશમાં રૂ.૩૧૧ કરોડની ખરીદી

Updated: Jan 7th, 2020

GS TEAM

Google News
Google News
સેન્સેક્સનો આરંભિક 553 પોઈન્ટનો ઉછાળો અંતે 193 પોઈન્ટ નીવડી 40869 1 - image

(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઈ, તા.07 જાન્યુઆરી 2020,મંગળવાર

ઈરાન અને અમેરિકા વચ્ચે યુધ્ધ સાથે જીઓપોલિટિકલ ટેન્શન યથાવત રહ્યા છતાં આજે વૈશ્વિક બજારોએ આ ટેન્શનને અવગણીને અમેરિકાના ઈરાન સામે આક્રમક વલણનેલઈ રિવર્સ ટ્રેન્ડમાં તેજી બતાવી હતી. ઈરાન દ્વારા ગઈકાલે તેની મિસાઈલ સિસ્ટમને એક્ટીવેટ કર્યાના અહેવાલ અને અમેરિકાએ પણ ઈરાનના અનેક મથકોને ટાર્ગેટ બનાવવાની ચેતવણી આપ્યા બાદ વૈશ્વિક બજારોમાં ક્રુડ ઓઈલની તેજી પાછળ કડાકો બોલાઈ ગયા બાદ ંઆજે આ ટેન્શનને અવગણીને ફંડોએ વૈશ્વિક બજારોમાં તેજી કરી હતી. આ સાથે ભારતીય શેર બજારોમાં પણ ફંડો ઈન્ડેક્સ બેઝડ ફરી શોર્ટ કવરિંગ કર્યા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાંવેલ્યુબાઈેંગ કર્યું હતું. દેશમાં કેન્દ્રિય બજેટની શરૂ થયેલી તૈયારી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશના ટોચના ઉદ્યોગપતિઓ સાથે યોજાયેલી મહત્વની મીટિંગમાં બજેટ માટે અભિપ્રાય લેવાતાં આ વખતે નાણા પ્રધાન નિર્મલા સીતારામન દ્વારા અર્થતત્રની રિકવરી માટે અચૂક અનેક પ્રોત્સાહનો-રાહતો વિવિધ ક્ષેત્ર માટે કરશે એવા સંકેતે આજે ફંડોએ શેરોમાં ઘટાડે વેલ્યુબાઈંગ કર્યું હતું. ફરી રોકાણકારો બજારમાં પરત આવે અને કોર્પોરેટ ઈન્ડિયાને જરૂરી મૂડી ઊભી કરવામાં મૂડી બજારની ભૂમિકા મહત્વની બની રહે એ માટે લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્ષ(એલટીસીજી) નાબૂદી સહિતની જોગવાઈ થવાની બતાવાતી શકયતાએ ફંડોની શેરોમાં ખાસ સ્મોલ, મિડ કેપ શેરોમાં લેવાલી વધતી જોવાઈ હતી. આંતરરાષ્ટ્રીય મોરચે અમેરિકા-ચાઈના વચ્ચે ટ્રેડ વધવાની અપેક્ષાએ પણ આજે વૈશ્વિક બજારોમાં રિકવરી જોવાતાં મેટલ-માઈનીંગ શેરોમાં આકર્ષણ જોવાયું હતું. ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ ચાર દિવસની તેજી બાદ આજે વધ્યા હતા. બ્રેન્ટ ક્રુડ બેરલ દીઠ સાંજે ૪૪ સેન્ટ ઘટીને ૬૮.૪૭ ડોલર અને નાયમેક્ષ ક્રુડ ૩૫ સેન્ટ ઘટીને ૬૨.૯૨ ડોલર નજીક રહ્યા હતા. શેરોમાં આજે ઈન્ડેક્સ બેઝડ આરંભિક મોટી તેજી બાદ ઉછાળે ફરી ટ્રેડરોનું પ્રોફિટ બુકિંગ થયું હતું. સેન્સેક્સ ૧૯૨.૮૪ પોઈન્ટ ઉછળીને ૪૦૮૬૯.૪૭ અને નિફટી સ્પોટ ૫૯.૯૦ પોઈન્ટ વધીને ૧૨૦૫૨.૯૫ બંધ રહ્યા હતા.

સેન્સેક્સ આરંભિક તેજીમાં ૫૫૩ પોઈન્ટ ઉછળીને ૪૧૨૩૦ સુધી જઈ અંતે ૧૯૩ પોઈન્ટ વધીને ૪૦૮૬૯

ટ્રેડીંગની શરૂઆત આજે વૈશ્વિક બજારો પાછળ શોર્ટ કવરિંગે થઈ હતી. સેન્સેક્સ આગલા બંધ ૪૦૬૭૬.૬૩ સામે ૪૦૯૮૩.૦૪ મથાળે ખુલીને આરંભમાં મોટાપાયે શોર્ટ કવરિંગે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સાથે બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં એચડીએફસી બેંક, એચડીએફસી લિમિટેડ, કોટક મહિન્દ્રા બેંક, એક્સીસ બેંક, બજાજ ફાઈનાન્સ સહિત વધી આવતાં અને મેટલ શેરોમાં ટાટા સ્ટીલ સહિતમાં કવરિંગ તેમ જ સન ફાર્મા, એનટીપીસી, ટેક મહિન્દ્રા, મારૂતી સુઝુકી, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, લાર્સન, એચસીએલ ટેકનોલોજી, હિન્દુસ્તાન યુનિલિવરમાં આકર્ષણે સેન્સેક્સ એક તબક્કે ૫૫૩.૫૧ પોઈન્ટ ઉછળીને ઉપરમાં ૪૧૨૩૦.૧૪ સુધી પહોંચ્યો હતો. જે વધ્યામથાળેથી પ્રોફિટ બુકિંગ સાથે સાવચેતીમાં ટ્રેડરો હળવા થતાં ઈન્ફોસીસ, આઈસીઆઈસીઆઈ બેંક, નેસ્લે ઈન્ડિયા, હીરો મોટકોર્પ, ભારતી એરટેલમાં નરમાઈએ અંતે ઉછાળો ૧૯૨.૮૪ પોઈન્ટ મર્યાદિત બની ૪૦૮૬૯.૪૭ બંધ રહ્યો હતો.

નિફટી સ્પોટ ફરી ૧૨૦૦૦ની સપાટી કુદાવી : ઉપરમાં ૧૨૧૫૨ સુધી જઈ અંતે ૬૦ પોઈન્ટ વધીને ૧૨૦૫૩

એનએસઇનો નિફટી સ્પોટ આગલા બંધ ૧૧૯૯૩.૦૫ સામે ૧૨૦૭૯.૧૦ મથાળે ખુલીને આરંભિક તેજીમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સાથે એચડીએફસી લિમિટેડ, એચડીએફસી બેંક,કોટક મહિન્દ્રા બેંક, એક્સીસ બેંક સહિતના શેરોમાં શોર્ટ કવરિંગ થતાં અને વેદાન્તા, ટાટા સ્ટીલ સહિતના મેટલ-માઈનીંગ શેરોમાં કવરિંગે અને અલ્ટ્રાટેક સિમેન્ટ, ઝી, યુપીએલ, સન ફાર્મા, વિપ્રો, એનટીપીસી, ગ્રાસીમ, ટેક મહિન્દ્રા, મારૂતી સુઝુકી, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, બ્રિટાનીયા સહિતમાં આકર્ષણે ઉપરમાં ૧૨૧૫૨.૧૦ સુધી પહોંચ્યો હતો. જે વધ્યામથાળેથી પ્રોફિટ બુકિંગ થતાં અને ૫૯.૯૦ પોઈન્ટ વધીને ૧૨૦૫૨.૯૫ બંધ રહ્યો હતો. 

નિફટી ૧૨,૧૦૦નો કોલ ૩૦.૪૦ થી વધીને ૭૬.૯૦ થઈ અંતે ૩૬.૮૫ : નિફટી ૧૨,૦૦૦નો પુટ ૨૮.૨૦

ડેરિવેટીવ્ઝમાં નિફટી બેઝડ આજે શોર્ટ કવરિંગ બાદ ઉછાળે ટ્રેડરોનું પ્રોફિટ બુકિંગ થતું જોવાયું હતું. નિફટી ૧૨૧૦૦નો કોલ ૬,૯૮,૦૫૩ કોન્ટ્રેકટસમાં રૂ.૬૩,૫૮૯.૯૨ કરોડના કામકાજે ૩૦.૪૦ સામે ૪૫ મથાળે ખુલીને ઉપરમાં ૭૬.૯૦ થઈ નીચામાં ૨૬.૭૦ સુધી આવી અંતે ૩૬.૮૫ રહ્યો હતો. નિફટી ૧૨,૦૦૦નો પુટ ૬,૬૨,૮૧૪ કોન્ટ્રેકટસમાં રૂ.૪૯,૮૦૪.૨૩ કરોડના કામકાજે ૬૩.૫૫ સામે ૪૭.૯૫ મથાળે ખુલીને નીચામાં ૯.૪૦ સુધી આવી વધીને ૬૨.૫૦ થઈ અંતે ૨૮.૨૦ રહ્યો હતો. નિફટી ૧૨,૨૦૦નો કોલ ૫,૯૨,૦૮૦ કોન્ટ્રેકટસમાં રૂ.૫૪,૨૫૦.૬૩ કરોડના કામકાજે ૧૦.૪૦ સામે ૧૫.૧૫ મથાળે ખુલીને ઉપરમાં ૨૮.૯૦ થઈ નીચામાં ૮.૩૦ સુધી આવી અંતે ૧૦.૪૫ રહ્યો હતો. 

બેંક નિફટી ફયુચર ૩૧,૩૬૨ થી વધીને ૩૧,૯૧૫ થઈ અંતે ૩૧,૫૦૫ : નિફટી ફયુચર ૧૨,૦૪૩ થી વધીને ૧૨,૧૧૩

બેંક નિફટી જાન્યુઆરી ફયુચર ૨,૩૭,૩૧૭ કોન્ટ્રેકટસમાં રૂ.૧૪,૯૯૫.૮૧ કરોડના કામકાજે ૩૧,૩૬૨.૦૫ સામે ૩૧,૫૫૧.૧૦ મથાળે ખુલીને ઉપરમાં ૩૧,૯૧૫.૮૦ સુધી પહોંચી નીચામાં ૩૧,૨૦૦ સુધી આવી અંતે ૩૧,૫૦૫.૨૦ રહ્યો હતો. નિફટી જાન્યુઆરી ફયુચર ૧,૬૨,૯૨૬ કોન્ટ્રેકટસમાં રૂ.૧૪,૮૧૨.૧૮ કરોડના કામકાજે ૧૨,૦૪૩.૭૦ સામે ૧૨,૧૨૮.૬૫ મથાળે ખુલીને ઉપરમાં ૧૨,૧૮૧.૮૫ સુધી જઈ નીચામાં ૧૨,૦૪૯.૧૦ સુધી આવી અંતે ૧૨,૧૧૩.૫૦ રહ્યો હતો. નિફટી ૧૧,૯૦૦નો પુટ ૩૧.૮૫ સામે ૨૦ મથાળે ખુલીને નીચામાં ૪.૧૦ થઈ વધીને ૩૦.૭૫ સુધી પહોંચી અંતે ૧૨.૮૫ રહ્યો હતો. 

બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં શોર્ટ કવરિંગ : આરબીએલ બેંક, એચડીએફસી બેંક, એચડીએફસી, પીએફસી  વધ્યા

બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં આજે શોર્ટ કવરિંગ થયું હતું. આરબીએલ બેંક રૂ.૭.૧૦ વધીને રૂ.૩૪૪.૦૫, એચડીએફસી બેંક રૂ.૧૯.૭૦ વધીને રૂ.૧૨૬૦.૮૫, કોટક મહિન્દ્રા બેંક રૂ.૧૮.૮૫ વધીને રૂ.૧૬૭૧.૨૦, એકસીસ બેંક રૂ.૩.૧૦ વધીને રૂ.૭૨૫.૭૦, આઈઆઈએફએલ રૂ.૧૩.૪૫ વધીને રૂ.૧૫૫.૫૦, એમસીએક્સ રૂ.૮૦.૯૦ વધીને રૂ.૧૨૮૮.૭૦, પીએફસી રૂ.૪ વધીને રૂ.૧૧૬.૯૫,  પીએનબી હાઉસીંગ ફાઈનાન્સ રૂ.૧૧.૮૦ વધીને રૂ.૪૬૯.૬૦, આઈસીઆઈસીઆઈ સિક્યુરિટીઝ રૂ.૭.૨૫ વધીને રૂ.૩૯૬.૬૦, એચડીએફસી લાઈફ રૂ.૧૦.૫૦ વધીને રૂ.૬૨૯.૭૫, મન્નપુરમ રૂ.૨.૮૫ વધીને રૂ.૧૭૪.૪૦, ઈન્ડિયાબુલ્સ હાઉસીંગ ફાઈનાન્સ રૂ.૪ વધીને રૂ.૩૦૮.૨૦, કેનફિન હોમ રૂ.૫.૪૦ વધીને રૂ.૩૮૮.૪૦ રહ્યા હતા. 

ઓટો શેરોમાં પસદંગીનું આકર્ષણ : મધરસન સુમી,અશોક લેલેન્ડ,અમરરાજા બેટરીઝ, મારૂતી, મહિન્દ્રા વધ્યા

ક્રુડ ઓઈલના ભાવ વધતાં અટકીને ઘટતાં અને કેન્દ્રિય બજેટમાં આ વખતે ઓટોમોબાઈલ ઉદ્યોગ માટે પ્રોત્સાહનોની શકયતાએ ફંડોની આજે પસંદગીની લેવાલી રહી હતી. મધરસન સુમી રૂ.૩.૮૦ વધીને રૂ.૧૪૪.૮૦, અશોક લેલેન્ડ રૂ.૧.૭૦ વધીને રૂ.૮૨.૦૫,અમરરાજા બેટરીઝ રૂ.૧૦.૨૫ વધીને રૂ.૭૨૬.૩૫, એકસાઈડ રૂ.૧૮૨.૬૦, મારૂતી સુઝુકી રૂ.૩૩.૯૫ વધીને રૂ.૭૦૭૩.૮૫, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૨.૪૫ વધીને રૂ.૫૨૬.૬૫,કયુમિન્સ ઈન્ડિયા રૂ.૨.૬૫ વધીને રૂ.૫૭૩.૩૦, ટીવીએસ મોટર રૂ.૧.૬૫ વધીને રૂ.૪૪૮.૮૫, બાલક્રિષ્ન ઈન્ડસ્ટ્રીઝ રૂ.૩.૧૫ વધીને રૂ.૯૬૭.૩૦ રહ્યા હતા. 

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૨૪ વધીને રૂ.૧૫૨૫ : ક્રુડ ઓઈલ ઘટીને ૬૮.૪૭ ડોલર : પેટ્રોનેટ, કેસ્ટ્રોલ વધ્યા 

ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ વધતાં અટકીને સાધારણ ઘટયા છતાં ઓઈલ માર્કેટીંગ પીએસયું શેરોમાં એકંદર નરમાઈરહી હતી. જ્યારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૨૩.૫૫ વધીને રૂ.૧૫૨૫.૦૫ રહ્યો હતો. પેટ્રોનેટ એલએનજી રૂ.૪ વધીને રૂ.૨૭૦.૮૫,કેસ્ટ્રોલ ઈન્ડિયા રૂ.૧.૨૫ વધીને રૂ.૧૨૭.૦૫ રહ્યા હતા. જયારે બીપીસીએલ રૂ.૮.૦૫ ઘટીને રૂ.૪૬૦.૯૫, એચપીસીએલ રૂ.૨.૬૦ ઘટીને રૂ.૨૪૨.૧૦, ઓએનજીસી રૂ.૧૨૫.૭૦ રહ્યા હતા. 

રિયાલ્ટી ક્ષેત્રે પ્રોત્સાહનોની અપેક્ષાએ આકર્ષણ : ગોદરેજ પ્રોપર્ટી,ઈન્ડિયાબુલ્સ, ડીએલએફ, મહિન્દ્રા લાઈફ વધ્યા

રિયાલ્ટી ક્ષેત્ર માટે આવખતે બજેટમાં પ્રોત્સાહનોની અપેક્ષાએ ફંડોની ફરી પસંદગીની લેવાલી રહી હતી. ગોદરેજ પ્રોપર્ટી રૂ.૪૪.૫૦ વધીને રૂ.૯૭૦.૪૫, સનટેક રિયાલ્ટી રૂ.૧૫.૬૦ વધીને રૂ.૪૨૮.૦૫, ઈન્ડિયાબુલ્સ રિયલ એસ્ટેટ રૂ.૨.૪૫ વધીને રૂ.૮૨.૧૦, ડીએલએફ રૂ.૪.૬૫ વધીને રૂ.૨૨૫.૫૫, મહિન્દ્રા લાઈફ રૂ.૪.૩૫ વધીને રૂ.૪૦૩.૦૫, ઓબેરોય રિયાલ્ટી રૂ.૨.૪૫ વધીને રૂ.૫૧૭.૫૦ રહ્યા હતા. 

ચાઈના પાછળ મેટલ શેરોમાં પસંદગીની તેજી : વેદાન્તા, સેઈલ, નાલ્કો, હિન્દુસ્તાન ઝિંક, ટાટા સ્ટીલ વધ્યા

ચાઈના અને અમેરિકાના ટ્રેડ સંબધો સુધરતાં હવે વેપાર વધવાની અપેક્ષાએ મેટલ-માઈનીગ શેરોમાં શોર્ટ કવરિંગ થતું જોવાયું હતું. વેદાન્તા રૂ.૫.૪૫ વધીને રૂ.૧૫૬.૧૦,સેઈલ રૂ.૪૫.૫૦, નાલ્કો રૂ.૪૪.૦૫,હિન્દુસ્તાન ઝિંક રૂ.૧.૩૦ વધીને રૂ.૨૧૩.૦૫, ટાટા સ્ટીલ રૂ.૨.૪૫ વધીને રૂ.૪૭૫.૬૫, જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૧.૧૦ વધીને રૂ.૨૬૫.૨૦ રહ્યા હતા. 

સ્મોલ, મિડ કેપ શેરોમાં ફરી ઘટાડે  ફંડો લેવાલ : ૧૫૫૮ શેરો પોઝિટીવ બંધ : ૨૦૦ શેરોમાં તેજીની સર્કિટ

સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં  આજે ફરી ફંડો, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોની ઘટાડે લવાલી નીકળતાં માર્કેટબ્રેડથ પોઝિટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૬૬૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૯૩૧ અને વધનારની સંખ્યા ૧૫૫૮ રહી હતી. ૧૯૫ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૨૦૦ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી. 

એફઆઈઆઈ-એફપીઆઈની કેશમાં રૂ.૬૮૨ કરોડની વેચવાલી : ડીઆઈઆઈની રૂ.૩૧૧ કરોડની ખરીદી

એફઆઈઆઈ-એફપીઆઈ રોકાણકારોની આજે-મંગળવારે કેશમાં રૂ.૬૮૨.૨૩ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી કરી હતી. કુલ રૂ.૩૯૧૧.૧૭ કરોડની ખરીદી સામે કુલ રૂ.૪૫૯૩.૪૦  કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૂ.૩૧૧.૧૯કરોડની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૪૨૦૫.૧૬ કરોડની ખરીદી સામે કુલ રૂ.૩૮૯૩.૯૭ કરોડની વેચવાલી થઈ હતી. 

Tags :