સેન્સેક્સ 162 પોઈન્ટ ઘટીને 40980
- નિફટી સ્પોટ ૬૭ પોઈન્ટ ઘટીને ૧૨૦૩૧ : એફએમસીજી, ઓઈલ-ગેસ શેરોમાં ઓફલોડિંગ : સ્મોલ, મિડ કેપ શેરોમાં ધોવાણ : FPIs/FIIની કેશમાં રૂ.૧૮૪ કરોડની વેચવાલી, DIIની કેશમાં રૂ.૭૩૬ કરોડની ચોખ્ખી વેચવાલી
- કોરોના વાઈરસના વધતાં ઉપદ્રવે વધતી ચિંતા : વૈશ્વિક અર્થતંત્ર પર માઠી અસરના અંદાજો
(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઈ, તા. 10 ફેબુ્રઆરી 2020, સોમવાર
ચાઈનાના કોરોના વાઈરસનો ઉપદ્રવ અટકાવવામાં નિષ્ફળતાને લઈ આ વાઈરસે અત્યાર સુધીમાં ૯૦૦થી વધુ લોકોનો વિવિધ દેશોમાં ભોગ લઈ લેતાં અને આ વાઈરસથી સિંગાપુરમાં પણ ૪૩ લોકો અસરગ્રસ્ત થતાં વૈશ્વિક જોખમ વધી રહ્યું હોવા સાથે ચાઈના સાથેના વિશ્વનો વેપાર રૂંધાઈ જતાં અનેક દેશોને અસર થઈ રહી હોઈ આજે વૈશ્વિક બજારોમાં નરમાઈ સાથે ભારતીય શેર બજારોમાં પણ ફંડોનું ઓફલોડિંગ વધ્યું હતું. કોરોના વાઈરસથી અન્ય દેશોના સાથે ભારતમાં વિવિધ ઉદ્યોગો માટે જરૂરી કાચામાલ સાથે ફિનિશ્ડ ગુડઝનો પુરવઠો અટકી પડતાં ઓટોમોબાઈલ સહિતના ઉદ્યોગો માટે સંકટ ઘેરાઈ રહ્યું હોઈ મંદી વકરવાના એંધાણે આજે ફંડોએ ઓટોમોબાઈલ શેરોમાં મોટું ઓફલોડિંગ કર્યું હતું. ચાઈનામાં કોરોના વાઈરસથી આર્થિક મંદીના એંધાણ વચ્ચે ચાઈનાએ ક્રુડ ઓઈલના અનેક કન્સાઈન્મેન્ટ સસ્પેન્ડ કર્યાના અહેવાલ વચ્ચે ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ ફરી ઘટાડા તરફી રહીને બ્રેન્ટ ક્રુડ સાંજે ૫૪.૨૭ ડોલર અને નાયમેક્ષ ક્રુડ ૫૦.૧૧ ડોલર નજીક આવી ગયા હતા. રૂપિયા સામે અમેરિકી ડોલર આજે ૧૭ પૈસા ઘટીને રૂ.૭૧.૨૮ રહ્યો હતો. આ સાથે બેંકિંગ-ફાઈનાન્સ, મેટલ-માઈનીંગ, કન્ઝયુમર ડયુરેબલ્સ, ઓઈલ-ગેસ, એફએમસીજી શેરોમાં પણ ફંડોએ ઓવરબોટ પોઝિશન હળવી કરી હતી.
સેન્સેક્સ ફરી ૪૧૦૦૦ની સપાટી ગુમાવી : નીચામાં ૪૦૭૯૮ સુધી આવી અંતે ૧૬૨ પોઈન્ટ ઘટીને ૪૦૯૮૦
ટ્રેડીંગની શરૂઆત અપેક્ષિત નરમાઈ સાથે થઈ હતી. સેન્સેક્સ આગલા બંધ ૪૧૧૪૧.૮૫ સામે ૪૧૧૬૬.૭૨ મથાળે ખુલીને આરંભથી જ ફંડોએ ઓફલોડિંગ શરૂ કરતાં ખાસ ટાટા સ્ટીલના નબળા પરિણામે ફંડોની વેચવાલી થતાં અને ઓટોમોબાઈલ ઉદ્યોગ માટે મંદીનું સંકટ વધતું રહીને હવે ચાઈનાથી ઓટો કોમ્પોનન્ટસનો પુરવઠો અટકતાં ઓટોમોબાઈલ શેરોમાં ફંડોએ ટાટા મોટર્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, હીરો મોટોકોર્પ,મારૂતી સુઝુકી, બજાજ ઓટોમાં વેચવાલી થતાં અને ઓએનજીસી, સન ફાર્મા, પાવર ગ્રીડ કોર્પ, એનટીપીસી, ઈન્ડસઈન્ડ બેંક, ટાઈટન કંપની, ટેક મહિન્દ્રા, અલ્ટ્રાટેક સિમેન્ટ, આઈટીસી, લાર્સન એન્ડ ટુબ્રો, એક્સીસ બેંક, નેસ્લે ઈન્ડિયા, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા સહિતમાં ઓફલોડિંગે એક તબક્કે ઘટીને નીચામાં ૪૦૭૯૮.૯૮ સુધી આવી જઈ અંતે ૧૬૨.૨૩ પોઈન્ટ ઘટીને ૪૦૯૭૯.૬૨ બંધ રહ્યો હતો.
નિફટી સ્પોટ ઈન્ટ્રા-ડે ૧૨૦૦૦ની સપાટી ગુમાવી ૧૧૯૯૦ થઈ અંતે ૬૭ પોઈન્ટ ઘટીને ૧૨૦૩૧
એનએસઈનો નિફટી સ્પોટ આગલા બંધ ૧૨૦૯૮.૩૫ સામે ૧૨૧૦૨.૩૫ મથાળે ખુલીને ટીસીએસ, એચડીએફસી લિમિટેડ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, સિપ્લા, બજાજ ફાઈનાન્સ, યુપીએલ સહિતમાં આકર્ષણે ઉપરમાં ૧૨૧૦૩.૫૫ થઈ પાછો ફરીને ટાટા સ્ટીલ, કોલ ઈન્ડિયા, હિન્દાલ્કો, વેદાન્તા સહિતના મેટલ-માઈનીંગ શેરોમાં ઓફલોડિંગ થતાં અને ઓટોમોબાઈલ શેરોમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના આવતીકાલે ત્રિમાસિક પરિણામ પૂર્વે વેચવાલી અને ચાઈના ફેકટરે ઓટો ઉદ્યોગનું સંકટ વધવાના એંધાણે વેચવાલી વધતાં અને ટાટા મોટર્સ, આઈશર મોટર્સ, હીરો મોટોકોર્પ, મારૂતી સુઝુકી, બજાજ ઓટો સહિતમાં નરમાઈએ અને સન ફાર્મા, આઈઓસી, ઓએનજીસી, બીપીસીએલ સાથે વિપ્રો, અલ્ટ્રાટેક સિમેન્ટ, ટાઈટન કંપની, લાર્સન, ગેઈલ સહિતમાં વેચવાલીએ ૧૨૦૦૦ની સપાટી ગુમાવી નીચામાં ૧૧૯૯૦.૭૫ સુધી આવી અંતે ૬૬.૮૫ પોઈન્ટ ઘટીને ૧૨૦૩૧.૫૦ બંધ રહ્યો હતો.
નિફટી ૧૨,૦૦૦નો પુટ ૩૪.૪૦ થી વધીને ૪૪ : નિફટી ૧૨,૧૦૦નો કોલ ૬૨.૧૦ થી ઘટીને ૩૦.૨૦
ડેરિવેટીવ્ઝમાં નિફટી બેઝડ આજે ફંડોની ઓવરબોટ પોઝિશન વધુ હળવી થઈ હતી. નિફટી ૧૨,૦૦૦નો પુટ ૪,૫૧,૨૭૩ કોન્ટ્રેકટસમાં રૂ.૪૦,૮૧૦.૮૭ કરોડના કામકાજે ૩૪.૪૦ સામે ૩૬.૧૫ મથાળે ખુલીને નીચામાં ૨૮.૯૫ થઈ વધીને ૭૮ સુધી પહોંચી અંતે ૪૪ રહ્યો હતો. નિફટી ૧૨,૧૦૦નો કોલ ૩,૬૯,૩૬૯ કોન્ટ્રેકટસમાં રૂ.૩૩,૬૦૧.૧૫ કરોડના કામકાજે ૬૨.૧૦ સામે ૫૨ મથાળે ખુલીને નીચામાં ૨૧.૩૫ સુધી પટકાઈ અંતે ૩૦.૨૦ રહ્યો હતો. નિફટી ૧૨,૦૦૦નો કોલ ૨,૭૬,૨૯૧ કોન્ટ્રેકટસમાં રૂ.૨૫,૦૦૪.૦૭ કરોડના કામકાજે ૧૨૨.૫૦ સામે ૧૦૦ મથાળે ખુલીને ઉપરમાં ૧૧૪.૭૦ થઈ ઘટીને ૫૪.૨૦ સુધી આવી અંતે ૭૮.૦૫ રહ્યો હતો. નિફટી ૧૧,૯૦૦નો પુટ ૨,૬૯,૪૬૬ કોન્ટ્રેકટસમાં રૂ.૨૪,૦૯૮ કરોડના કામકાજે ૧૫.૧૦ સામે ૨૩.૪૦ મથાળે ખુલીને નીચામાં ૧૧.૦૫ થઈ વધીને ૩૫ સુધી જઈ અંતે ૧૭.૨૫ રહ્યો હતો.
બેંક નિફટી ફયુચર ૩૧,૨૪૦ થી ઘટીને ૩૧,૧૩૨ : નિફટી ફયુચર ૧૨,૦૯૫ થી ઘટીને ૧૨,૦૪૮
બેંક નિફટી ફેબુ્રઆરી ફયુચર ૧,૧૨,૪૪૫ કોન્ટ્રેકટસમાં રૂ.૬૯૯૦.૭૪ કરોડના કામકાજે ૩૧,૨૪૦.૪૦ સામે ૩૧,૨૧૫.૨૦ મથાળે ખુલીને ઉપરમાં ૩૧,૨૫૯.૮૫ સુધી પહોંચી પાછો ફરી નીચામાં ૩૧,૦૦૩.૯૦ સુધી આવી અંતે ૩૧,૧૩૨.૭૫ રહ્યો હતો. નિફટી ફેબુ્રઆરી ફયુચર ૧,૦૦,૯૭૦ કોન્ટ્રેકટસમાં રૂ.૯૧૦૫.૬૯ કરોડના કામકાજે ૧૨,૦૯૫.૯૦ સામે ૧૨,૦૮૧.૬૫ મથાળે ખુલીને ઉપરમાં ૧૨,૦૮૮.૯૦થઈ ઘટીને ૧૧,૯૮૫ સુધી આવી અંતે ૧૨,૦૪૮.૯૫ રહ્યો હતો. નિફટી ૧૨,૨૦૦નો કોલ ૨,૪૨,૧૮૪ કોન્ટ્રેકટસમાં રૂ.૨૨,૧૭૯.૪૩ કરોડના કામકાજે ૨૭.૧૦ સામે ૨૨.૫૫ મથાળે ખુલીને ઉપરમાં ૨૯.૬૦ થઈ ઘટીને ૭.૫૫ સુધી આવી અંતે ૯.૬૦ રહ્યો હતો. નિફટી ૧૧,૮૦૦નો પુટ ૧,૨૭,૩૮૪ કોન્ટ્રેકટસમાં રૂ.૧૧,૨૮૨.૨૮ કરોડના કામકાજે ૬.૯૫ સામે ૫.૯૦ મથાળે ખુલીને નીચામાં ૫.૧૫ થઈ વધીને ૧૪.૩૫ સુધી પહોંચી અંતે ૬.૨૫ રહ્યો હતો.
ચાઈનાથી ઓટો કોમ્પોનન્ટ પુરવઠો અટક્યો : મહિન્દ્રા, મધરન, આઈશર મોટર્સ, ટાટા મોટર્સ, હીરો મોટોકોર્પ, કયુમિન્સ ઘટયા
ઓટોમોબાઈલ ઉદ્યોગ એક તરફ ઘર આંગણે મંદ માંગનો લાંબા સમયથી સામનો કરી રહ્યો છે, ત્યારે હવે ચાઈનામાં કોરોના વાઈરસના ઉપદ્રવે ઓટો કોમ્પોનન્ટનો પુરવઠો અટકી પડયાના અહેવાલ વચ્ચે ઉદ્યોગનું સંકટ વધવાના જોખમે ફંડોની ઓટોમોબાઈલ શેરોમાં આજે વ્યાપક વેચવાલી રહી હતી. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના ત્રીજા ત્રિમાસિકના પરિણામ આવતીકાલે મંગળવારે જાહેર થતાં પૂર્વે શેરમાં વેચવાલીએ રૂ.૪૦.૭૫ ઘટીને રૂ.૫૨૮.૦૫ રહ્યો હતો. મધરસન સુમી રૂ.૭.૩૫ ઘટીને રૂ.૧૨૪.૯૫, આઈશર મોટર્સ રૂ.૬૭૬.૯૫ ઘટીને રૂ.૧૯,૦૫૯.૧૫, ટાટા મોટર્સ રૂ.૪.૬૫ ઘટીને રૂ.૧૬૮.૯૫, ટીવીએસ મોટર રૂ.૧૦.૧૫ ઘટીને રૂ.૪૫૬.૩૫, કયુમિન્સ ઈન્ડિયા રૂ.૧૧.૨૫ ઘટીને રૂ.૫૪૬.૮૫, એકસાઈડ રૂ.૩.૬૫ ઘટીને રૂ.૧૭૮.૪૦, અમરરાજા બેટરીઝ રૂ.૮.૭૫ ઘટીને રૂ.૭૭૬.૯૫, મારૂતી સુઝુકી રૂ.૭૭.૩૦ ઘટીને રૂ.૬૮૯૧.૬૦, અપોલો ટાયર રૂ.૧.૭૫ ઘટીને રૂ.૧૬૨.૧૦, બજાજ ઓટો રૂ.૨૯.૮૦ ઘટીને રૂ.૩૧૦૪.૩૦, બોશ રૂ.૧૩૩.૨૦ ઘટીને રૂ.૧૪,૦૬૩.૫૦ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૪૨૯ પોઈન્ટ તૂટીને ૧૭,૬૪૭.૭૯ બંધ રહ્યો હતો.
ચાઈના ફેકટર સાથે નબળા પરિણામે ટાટા સ્ટીલ રૂ.૨૭ તૂટીને રૂ.૪૪૩ : સેઈલ, નાલ્કો, હિન્દાલ્કો, કોલ, વેદાન્તા ઘટયા
ચાઈનાના કોરોના વાઈરસે વૈશ્વિક વેપાર પર માઠી અસરે મેટલના ભાવોમાં ઘટાડાની સાથે આજે મેટલ-માઈનીંગ શેરોમાં ફંડોનું ઓફલોડિંગ થયું હતું. ટાટા સ્ટીલ દ્વારા ગત સપ્તાહના અંતે જાહેર થયેલા ત્રિમાસિક પરિણામમાં કોન્સોલિડેટેડ ધોરણે રૂ.૧૨૨૯ કરોડની ચોખ્ખી ખોટ કરતાં શેરમાં ફંડોની વેચવાલીએ રૂ.૨૭.૩૦ ઘટીને રૂ.૪૪૩.૬૫ રહ્યો હતો. અન્ય મેટલ-માઈનીંગ શેરોમાં સેઈલ રૂ.૨.૬૫ ઘટીને રૂ.૪૬, નાલ્કો રૂ.૧.૮૦ ઘટીને રૂ.૪૩.૩૦, હિન્દાલ્કો રૂ.૬.૫૫ ઘટીને રૂ.૧૯૦.૮૦, કોલ ઈન્ડિયા રૂ.૬ ઘટીને રૂ.૧૭૮.૯૦, વેદાન્તા રૂ.૪.૩૫ ઘટીને રૂ.૧૪૦.૨૫, જિન્દાલ સ્ટીલ રૂ.૪.૫૦ ઘટીને રૂ.૧૯૩.૨૫, હિન્દુસ્તાન ઝિંક રૂ.૧.૩૦ ઘટીને રૂ.૧૯૩.૭૫, જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૧.૪૫ ઘટીને રૂ.૨૭૭.૮૫ રહ્યા હતા.
કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં વ્હર્લપુલ રૂ.૧૫૨ તૂટીને રૂ.૨૩૭૩ : સિમ્ફની, વોલ્ટાસ, બ્લુ સ્ટાર, ટીટીકે પ્રેસ્ટિજ, ટાઈટન ઘટયા
કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં પણ ફંડોની આજે મોટી વેચવાલી થઈ હતી. વ્હર્લપુલ રૂ.૧૫૧.૯૦ તૂટીને રૂ.૨૩૭૩.૫૫, સિમ્ફની રૂ.૪૬.૪૫ ઘટીને રૂ.૧૩૧૩.૪૦, વોલ્ટાસ રૂ.૨૦.૨૫ ઘટીને રૂ.૬૮૧.૩૫, ક્રોમ્પ્ટન રૂ.૪.૧૫ ઘટીને રૂ.૨૮૧.૨૦, બ્લુ સ્ટાર રૂ.૧૧.૬૫ ઘટીને રૂ.૮૦૦.૭૦, ટીટીકે પ્રેસ્ટિજ રૂ.૭૯.૭૫ ઘટીને રૂ.૫૭૦૧.૩૫, ટાઈટન રૂ.૧૭ ઘટીને રૂ.૧૨૫૭.૪૦, ઓરિએન્ટ ઈલેક્ટ્રિક રૂ.૩ ઘટીને રૂ.૨૪૫.૦૫ રહ્યા હતા. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૪૪૩.૮૬ પોઈન્ટ ઘટીને ૨૬,૬૪૬.૫૫ બંધ રહ્યો હતો.
સુગર-એફએમસીજી શેરોમાં ઈઆઈડી, વેન્કીઝ, દાલમિયા સુગર, દ્વારકેશ, એડીએફ ફૂડ્સ, બલરામપુર, બ્રિટાનીયા, આઈટીસી ઘટયા
એફએમસીજી-સુગર શેરોમાં આજે સતત પ્રોફિટ બુકિંગ થતું જોવાયું હતું. આઈટીસી રૂ.૨.૮૦ ઘટીને રૂ.૨૧૦.૭૦, બ્રિટાનીયા રૂ.૯૭.૨૦ ઘટીને રૂ.૩૧૫૫.૧૫, ટાટા ગ્લોબલ બિવરેજીસ રૂ.૪ ઘટીને રૂ.૩૯૨.૪૫, નેસ્લે ઈન્ડિયા રૂ.૧૩૭.૭૫ ઘટીને રૂ.૧૬,૧૬૮.૨૦, ઈઆઈડી પેરી રૂ.૧૫.૭૦ ઘટીને રૂ.૨૧૮.૮૦, દાલમિયા સુગર રૂ.૫.૨૦ ઘટીને રૂ.૧૦૬.૫૫, દ્વારકેશ સુગર રૂ.૧.૭૦ ઘટીને રૂ.૩૫.૮૦, અવધ સુગર રૂ.૯.૭૫ ઘટીને રૂ.૨૫૯.૯૦, એડીએફ ફુડ રૂ.૧૧ ઘટીને રૂ.૩૦૪.૬૦, વેન્કીઝ રૂ.૭૭.૮૦ ઘટીને રૂ.૧૪૬૨.૯૦, પરાગ મિલ્ક રૂ.૪.૨૦ ઘટીને રૂ.૧૨૦.૩૦, ગોદરેજ એગ્રો રૂ.૧૫.૬૦ ઘટીને રૂ.૫૪૪.૯૦, ઈમામી રૂ.૭.૭૦ ઘટીને રૂ.૨૯૨.૭૦ રહ્યા હતા.
ક્રુડ ઓઈલ બ્રેન્ટ ઘટીને ૫૪ ડોલર નજીક : ઓએનજીસી, આઈઓસી, બીપીસીએલ, ગેઈલ, એચપીસીએલ ઘટયા
ક્રુડ ઓઈલમાં ચાઈનાના કોરોના વાઈરસ સંકટે ચાઈનાએ અનેક કન્સાઈન્મેન્ટ રદ કર્યાના અહેવાલ વચ્ચે આજે ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ ઘટાડા તરફી રહીને બ્રેન્ટ ક્રુડ સાંજે ૫૪.૨૭ ડોલર અને નાયમેક્ષ ક્રુડ ૫૦.૧૧ ડોલર નજીક આવી ગયા હતા. ઓઈલ-ગેસ શેરોમાં પણ એકંદર નરમાઈ રહી હતી. ઓએનજીસી રૂ.૩.૧૦ ઘટીને રૂ.૧૦૬.૨૦, કે સ્ટ્રોલ ઈન્ડિયા રૂ.૨.૫૫ ઘટીને રૂ.૧૪૩.૧૦, આઈઓસી રૂ.૧.૫૫ ઘટીને રૂ.૧૧૫.૯૦, બીપીસીએલ રૂ.૫.૨૦ ઘટીને રૂ.૪૮૫.૯૫, ગેઈલ ઈન્ડિયા રૂ.૧.૨૦ ઘટીને રૂ.૧૨૧.૮૦, એચપીસીએલ રૂ.૧.૮૫ ઘટીને રૂ.૨૩૮.૯૦, પેટ્રોનેટ એલએનજી રૂ.૧.૯૦ ઘટીને રૂ.૨૭૦.૮૫ રહ્યા હતા.
બેંકિંગ શેરોમાં નરમાઈ : યશ બેંક, સિટી યુનિયન બેંક, આરબીએલ બેંક, ઈન્ડસઈન્ડ બેંક, ફેડરલ બેંક ઘટયા
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં પણ આજે નરમાઈ રહી હતી. યશ બેંક રૂ.૧.૧૦ ઘટીને રૂ.૩૭.૬૦, સિટી યુનિયન બેંક રૂ.૫.૯૫ ઘટીને રૂ.૨૩૦.૪૦, આરબીએલ બેંક રૂ.૮.૧૫ ઘટીને રૂ.૩૩૧.૭૦, ઈન્ડસઈન્ડ બેંક રૂ.૨૩.૨૫ ઘટીને રૂ.૧૨૭૫.૪૫, ફેડરલ બેંક રૂ.૧.૧૫ ઘટીને રૂ.૯૦, એક્સીસ બેંક રૂ.૬.૭૦ ઘટીને રૂ.૭૪૧.૩૦, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૨.૫૦ ઘટીને રૂ.૫૩૩.૯૦, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૨ ઘટીને રૂ.૩૧૮.૫૦, આઈએલએન્ડએફએસ કેસમાં રેટીંગ કંપનીઓને મોટી પેનલ્ટી ફટકારવાની તૈયારીના અહેવાલે આજે રેટીંગ એજન્સીઓને શેરોમાં ઓફલોડિંગે કેર રેટીંગ રૂ.૭૫.૦૫ ઘટીને રૂ.૫૯૫.૯૫, રેપકો હોમ ફાઈનાન્સ રૂ.૨૨.૫૫ ઘટીને રૂ.૩૨૪.૫૦, બિરલા મની રૂ.૨.૨૫ ઘટીને રૂ.૩૬.૨૫, જેએમ ફાઈનાન્શિયલ રૂ.૪.૬૦ ઘટીને રૂ.૧૧૪.૧૦, પીએનબી હાઉસીંગ ફાઈનાન્સ રૂ.૧૪.૨૦ ઘટીને રૂ.૪૨૭.૩૦, એલ એન્ડ ટી ફાઈનાન્સ હોલ્ડિંગ રૂ.૩.૮૫ ઘટીને રૂ.૧૨૭.૬૦, એલઆઈસી હાઉસીંગ ફાઈનાન્સ રૂ.૧૨.૮૫ ઘટીને રૂ.૪૨૯.૯૦, એમસીએક્સ રૂ.૨૮.૭૫ ઘટીને રૂ.૧૨૩૪.૮૦ રહ્યા હતા.
સ્મોલ, મિડ કેપ શેરોમાં ફરી વ્યાપક વેચવાલી : ૧૫૭૦ શેરો નેગેટીવ બંધ : ૨૩૧ શેરોમાં મંદીની સર્કિટ
સેન્સેક્સ-નિફટીમાં નરમાઈ સાથે આજે સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં ફંડો, ખેલંદાઓની વેચવાલી થતાં માર્કેટબ્રેડથ નેગેટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૭૦૮ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૯૬૭ અને ઘટનારની સંખ્યા ૧૫૭૦ રહી હતી. ૧૬૬ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ સામે ૨૩૧ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ રહી હતી.
FPIs/FIIનીરૂ.૧૮૪ કરોડની કેશમાં ચોખ્ખી વેચવાલી : DIIની કેશમાં રૂ.૭૩૬ કરોડની ચોખ્ખી વેચવાલી
એફઆઈઆઈ-વિદેશી સંસ્થાકીય રોકાણકારો, ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈની આજે સોમવારે કેશમાં રૂ.૧૮૪.૫૮ કરોડની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૪૬૬૫.૦૪ કરોડની ખરીદી સામે કુલ રૂ.૪૮૪૯.૬૨ કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૂ.૭૩૫.૭૯કરોડની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૨૮૬૬.૭૯ કરોડની ખરીદી સામે કુલ રૂ.૩૬૦૨.૫૮ કરોડની વેચવાલી થઈ હતી.