રેપો રેટમાં ઘટાડા પર રિઝર્વ બેંકની અણધારી બ્રેક વાગી અફડાતફડીના અંતે સેન્સેક્સ 70 પોઈન્ટ ઘટીને 40780
- નિફટી સ્પોટ અફડાતફડીના અંતે ૨૫ પોઈન્ટ ઘટીને ૧૨૦૧૮ : આઈટી શેરોમાં આકર્ષણ : બેંકિંગ, મેટલ, ઓઈલ, ઓટો શેરોમાં નરમાઈ : FPIs/FIIની કેશમાં રૂ.૬૫૩ કરોડની ખરીદી, DIIની કેશમાં રૂ.૪૧૦ કરોડની વેચવાલી
- અર્થતંત્ર ડામાડોળ : રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ આર્થિક વૃદ્વિનો અંદાજ ઘટાડીને પાંચ ટકા મૂક્યો
(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઈ, તા. 05 ડિસેમ્બર 2019, ગુરૂવાર
ભારતીય અર્થતંત્ર ડામાડોળ થયાના સ્પષ્ટ સંકેત મળી રહ્યા છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ધિરાણ નીતિની સમીક્ષામાં આજે વ્યાજ દરમાં ઘટાડાને અણધારી બ્રેક લગાવી અનપેક્ષિત રેપો રેટ યથાવત રાખવામાં આવતાં અને ભારતના આર્થિક વિકાસ-જીડીપી વૃદ્વિનો ચાલુ નાણાકીય વર્ષ માટેનો અંદાજ ઘટાડીને પાંચ ટકા મૂકવામાં આવતાં નિરાશામાં આજે ફંડોએ ઈન્ડેક્સ બેઝડ અફડાતફડીના અંતે નરમાઈ બતાવી હતી. રેપો રેટમાં ઉદ્યોગ-કોર્પોરેટ ઈન્ડિયાની વધુ ઘટાડાની અપેક્ષાથી વિપરીત રિઝર્વ બેંક દ્વારા આજે ઘટાડાને બ્રેક મારતાં અને ફુગાવાની ચિંતા સાથે આર્થિક અધોગતિના એક પછી એક આવી રહેલા આંકડાએ આર્થિક વૃદ્વિનો અંદાજ ઘટાડતાં નારાજ ઈન્વેસ્ટરો-ફંડોએ બેંકિંગ-ફાઈનાન્સ, મેટલ-માઈનીંગ, ઓઈલ-ગેસ, ઓટોમોબાઈલ, ફાર્મા શેરોમાં ઓફલોડિંગ કર્યું હતું. અલબત આજે ઈન્ડેક્સ બેઝડ બે-તરફી અફડાતફડી જોવાઈ હતી. આઈટી-સોફટવેર સર્વિસિઝ શેરોમાં ફંડોએ નવેમ્બર ૨૦૧૯ના સર્વિસિઝ પીએમઆઈના આંક વધીને આવ્યાની પોઝિટીવ અસરે સતત શોર્ટ કવરિંગ સાથે લેવાલી કર્યા સાથે કેપિટલ ગુડઝ-પાવર શેરોમાં પણ શોર્ટ કવરિંગ સાથે વેલ્યુબાઈંગ કર્યું હતું. રૂપિયા સામે અમેરિકી ડોલર આજે ૨૫ પૈસા ઘટીને રૂ.૭૧.૨૪ રહ્યો હતો. જ્યારે ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ સાધારણ વધી આવ્યા હતા. બે-તરફી અફડાતફડીના અંતે સેન્સેક્સ ૭૦.૭૦ પોઈન્ટ ઘટીને ૪૦૭૭૯.૫૯ અને નિફટી સ્પોટ ૨૪.૮૦ પોઈન્ટ ઘટીને ૧૨૦૧૮.૪૦ બંધ રહ્યા હતા.
સેન્સેક્સ અફડાતફડીમાં ઉપરમાં ૪૧૦૦૨ અને નીચામાં ૪૦૭૨૦ સુધી આવી અંતે ૭૧ પોઈન્ટ ઘટીને ૪૦૭૮૦
ટ્રેડીંગની શરૂઆત આજે સાધારણ મજબૂતીએ થઈ હતી. સેન્સેક્સ આગલા બંધ ૪૦૮૫૦.૨૯ સામે ૪૦૯૮૮.૧૪ મથાળે ખુલીને આરંભમાં જ આઈટી-સોફટવેર સર્વિસિઝ શેરોમાં ટીસીએસ, ઈન્ફોસીસ, ટેક મહિન્દ્રા સહિતમાં લેવાલી સાથે એફએમસીજી શેરોમાં આઈટીસી સહિતમાં આકર્ષણે અને પાવર-કેપિટલ ગુડઝ શેરોમાં લાર્સન એન્ડ ટુબ્રોની આગેવાનીએ શોર્ટ કવરિંગ થતાં અને એચડીએફસી લિમિટેડ સહિતમાં આકર્ષણે એક સમયે સેન્સેક્સ વધીને પ્રિ-ઓપનીંગમાં ૪૧૦૦૨.૪૧ પહોંચ્યો હતો. જે વધ્યામથાળેથી પાછો ફરીને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ સરપ્રાઈસ રેટ યથાવત રાખતાં બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ઈન્ડસઈન્ડ બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, યશ બેંક, એક્સીસ બેંકમાં શોર્ટ કવરિંગ સાથે લેવાલીએ અને મેટલ-માઈનીંગ શેરોમાં કોલ ઈન્ડિયા, વેદાન્તા, ટાટા સ્ટીલ સાથે સન ફાર્મા, ટાટા મોટર્સ, ભારતી એરટેલ, મારૂતી સુઝુકી, ઓએનજીસી સહિતમાં વેચવાલીએ એક સમયે ઘટીને નીચામાં ૪૦૭૨૦.૧૭ સુધી આવી અંતે ૭૦.૭૦ પોઈન્ટ ઘટીને ૪૦૭૭૯.૫૯ બંધ રહ્યો હતો.
નિફટી સ્પોટ અફડાતફડીમાં ઉપરમાં ૧૨૦૮૧ અને નીચામાં ૧૧૯૯૮ સુધી આવી અંતે ૨૫ પોઈન્ટ ઘટીને ૧૨૦૧૮
એનએસઈનો નિફટી સ્પોટ આગલા બંધ ૧૨૦૪૩.૨૦ સામે ૧૨૦૭૧.૨૫ મથાળે ખુલીને આરંભિક મજબૂતીમાં આઈટી શેરો ટીસીએસ, ઈન્ફોસીસ, વિપ્રો, ટેક મહિદ્રા સાથે એફએમસીજી શેરોમાં આઈટીસી, બ્રિટાનીયા, નેસ્લે ઈન્ડિયા સહિતમાં લેવાલીએ અને ઝી, ટાઈટન, અદાણી પોર્ટસમાં આકર્ષણે વધીને ૧૨૦૮૧.૨૦ સુધી પહોંચ્યો હતો. જે અફડાતફડીમાં વધ્યામથાળેથી પાછો ફરીને મેટલ-માઈનીંગ શેરોમાં કોલ ઈન્ડિયા, જેએસડબલ્યુ સ્ટીલ, હિન્દાલ્કો, વેદાન્તામાં આકર્ષણે અને ભારતી એરટેલ, ગ્રાસીમ, સિપ્લા, સન ફાર્મા, ઈન્ડસઈન્ડ બેંક, એક્સીસ બેંક, ટાટા મોટર્સ, હીરો મોટોકોર્પ, ઈન્ફ્રાટેલ સહિતમાં વેચવાલીએ નીચામાં ૧૧૯૯૮.૭૫ સુધી આવી અંતે ૨૪.૮૦ પોઈન્ટ ઘટીને ૧૨૦૧૮.૪૦ બંધ રહ્યો હતો.
બેંક નિફટી ડિસેમ્બર ફયુચર ૩૨,૦૮૦ થી ઘટીને ૩૧,૭૧૮ : નિફટી ફયુચર ૧૨,૦૮૯ થી ઘટીને ૧૨,૦૪૩
ડેરિવેટીવ્ઝમાં નિફટી બેઝડ આજે બે-તરફી વધઘટના અંતે ફંડોએ તેજીનો વેપાર હળવો કર્યો હતો. બેંક નિફટી ડિસેમ્બર ફયુચર ૨,૦૫,૩૧૮ કોન્ટ્રેકટસમાં રૂ.૧૩,૧૦૩.૨૫ કરોડના કામકાજે ૩૨,૦૮૦.૯૦ સામે ૩૨,૧૧૦ ખુલીને ઉપરમાં ૩૨,૧૭૯.૯૫ થઈ ઘટીને ૩૧,૭૦૫ સુધી આવી અંતે ૩૧,૭૧૮ રહ્યો હતો. નિફટી ડિસેમ્બર ફયુચર ૧,૨૦,૮૨૧ કોન્ટ્રેકટસમાં રૂ.૧૦,૯૩૬.૫૫ કરોડના કામકાજે ૧૨,૦૮૯.૮૦ સામે ૧૨,૦૮૨.૪૦ મથાળે ખુલીને ઉપરમાં ૧૨,૧૧૬ થઈ ઘટીને ૧૨,૦૨૬.૮૫ સુધી આવી અંતે ૧૨,૦૪૩.૭૫ રહ્યો હતો. નિફટી ૧૨,ડિસેમ્બરના એક્સપાઈરીના વિવિધ કોલ-પુટ ઓપ્શન્સમાં નિફટી ૧૨,૦૦૦નો પુટ ૧,૨૭,૩૯૯ કોન્ટ્રેકટસમાં રૂ.૧૧,૫૧૬.૩૬ કરોડના કામકાજે ૪૯.૯૦ સામે ૪૯.૯૦ મથાળે ખુલીને નીચામાં ૩૭.૫૫ થઈ વધીને ૭૦ સુધી જઈ અંતે ૫૮.૬૦ રહ્યો હતો.
નિફટી ૧૧,૯૦૦નો પુટ વધીે ૩૧.૬૦ થઈ અંતે ૨૫.૨૦ : નિફટી ૧૨,૨૦૦નો કોલ ૨૭.૨૫ થી ઘટીને ૧૨.૩૦
નિફટી ૧૨,ડિસેમ્બરના એક્સપાઈરીના વિવિધ કોલ-પુટ ઓપ્શન્સમાં નિફટી ૧૧,૯૦૦નો પુટ ૮૩,૫૧૯ કોન્ટ્રેકટસમાં રૂ.૭૪૬૮.૩૪ કરોડના કામકાજે ૨૨.૮૫ સામે ૨૧.૯૦ મથાળે ખુલીને નીચામાં ૧૬ થઈ વધીને ૩૧.૬૦ સુધી પહોંચી અંતે ૨૫.૨૦ રહ્યો હતો. નિફટી ૧૨,૨૦૦નો કોલ ૭૩,૬૭૪ કોન્ટ્રેકટસમાં રૂ.૬૭૫૧.૪૦ કરોડના કામકાજે ૨૭.૨૫ સામે ૨૮ મથાળે ખુલીને ઉપરમાં ૩૦.૨૫ થઈ ઘટીને ૧૧.૧૦ સુધી આવી અંતે ૧૨.૩૦ રહ્યો હતો. નિફટી ૧૨,૧૦૦નો કોલ ૬૧.૨૫ સામે ૫૯.૬૫ મથાળે ખુલીને ઉપરમાં ૬૮.૬૫ થઈ ઘટીને ૩૧.૬૫ સુધી આવી અંતે ૩૪.૪૫ રહ્યો હતો. નિફટી ૧૧,૮૦૦નો પુટ ૧૦,૫૫ સામે ૧૦.૪૫ મથાળે ખુલીને ઉપરમાં ૧૨.૯૦ સુધી જઈ પાછો ફરીને ૭.૨૫ સુધી આવી અંતે ૯.૯૦ રહ્યો હતો.
રેપો રેટ યથાવત રહેતાં ફંડોનું બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ધોવાણ : ઈન્ડસઈન્ડ બેંક, આરબીએલ બેંક, સ્ટેટ બેંક, એક્સીસ બેંક ઘટયા
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા આજે અનપેક્ષિત રેપો રેટમાં ઘટાડાને બ્રેક લગાવાતાં અને આર્થિક વિકાસનો અંદાજ ઘટાડીને પાંચ ટકા મૂકાતાં બેંકરોની નારાજગી સાથે કોર્પોરેટ જગત પણ નિરાશ થતાં સાવચેતીમાં ફંડોએ બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં તેજીનો વેપાર વધુ હળવો કર્યો હતો. ઈન્ડસઈન્ડ બેંક રૂ.૩૪.૧૫ ઘટીને રૂ.૧૫૦૯.૮૫, આરબીએલ બેંક રૂ.૭.૨૫ ઘટીને રૂ.૩૬૫.૪૦, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૫.૬૫ ઘટીને રૂ.૩૩૬.૨૫, યશ બેંક રૂ.૬૨.૧૦, એકસીસ બેંક રૂ.૧૦.૨૫ ઘટીને રૂ.૭૨૯.૫૦, ફેડરલ બેંક રૂ.૧.૧૦ ઘટીને રૂ.૮૬.૭૫, એચડીએફસી બેંક રૂ.૬.૨૦ ઘટીને રૂ.૧૨૪૫.૪૫, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૧.૪૫ ઘટીને રૂ.૫૨૭.૯૦, કોટક બેંક રૂ.૧.૮૦ ઘટીને રૂ.૧૬૪૯.૯૫, યુનિયન બેંક ઓફ ઈન્ડિયા રૂ.૧.૬૦ ઘટીને રૂ.૫૮..૧૦, કેનેરા બેંક રૂ.૬.૪૫ ઘટીને રૂ.૨૧૭.૫૦, આઈડીએફસી ફર્સ્ટ બેંક રૂ.૧.૧૫ ઘટીને રૂ.૪૪.૬૫, પીએનબી રૂ.૧.૪૫ ઘટીને રૂ.૬૨.૩૦, ઈન્ડિયન બેંક રૂ.૨.૫૦ ઘટીને રૂ.૧૨૨.૯૫ રહ્યા હતા.
ફાઈનાન્સ શેરોમાં પણ નરમાઈ : હુડકો, પીએનબી ગિલ્ટ્સ, એચડીએફસી એએમસી, એલ એન્ડ ટી ફાઈ., જેએમ ફાઈ. ઘટયા
ફાઈનાન્સ શેરોમાં પણ આજે ફંડોની વેચવાલી રહી હતી. હુડકોમાં ડિફોલ્ટરના અહેવાલો વચ્ચે શેર રૂ.૨.૩૫ તૂટીને રૂ.૩૮.૦૫, પીએનબી ગિલ્ટ્સ રૂ.૧.૩૫ તૂટીને રૂ.૨૯.૩૫, આવાસ રૂ.૭૯.૪૫ ઘટીને રૂ.૧૭૫૭.૧૫, એચડીએફસી એએમસી રૂ.૧૨૮.૨૫ ઘટીને રૂ.૩૨૦૦.૮૫, મેગ્મા રૂ.૧.૬૫ ઘટીને રૂ.૫૧.૧૫, જેએમ ફાઈનાન્શિયલ રૂ.૧.૭૦ ઘટીને રૂ.૮૬.૧૫, મોતીલાલ ઓસ્વાલ રૂ.૧૧.૪૫ ઘટીને રૂ.૭૪૧.૯૦, એલ એન્ડ ટી ફાઈનાન્સ હોલ્ડિંગ રૂ.૩.૪૦ ઘટીને રૂ.૧૧૫.૭૦, પીએનબી હાઉસીંગ ફાઈનાન્સ રૂ.૮.૨૫ ઘટીને રૂ.૫૦૧.૬૫ રહ્યા હતા.
અમેરિકા-ચાઈના વચ્ચે ૧૫,ડિસેમ્બર સુધીમાં ટ્રેડ ડીલના અહેવાલ છતાં જિન્દાલ સ્ટીલ, જેએસડબલ્યુ, ટાટા સ્ટીલ ઘટયા
અમેરિકા-ચાઈના વચ્ચે ૧૫,ડિસેમ્બર સુધીમાં ટ્રેડ ડીલ થઈ જવાના પોઝિટીવ અહેવાલ છતાં ભારતમાં આર્થિક વિકાસ સતત ઘટી રહ્યાના આંકડાની નેગેટીવ અસરે ફંડોની મેટલ-માઈનીંગ શેરોમાં સતત વેચવાલી રહી હતી. જિન્દાલ સ્ટીલ રૂ.૧૨.૯૦ ઘટીને રૂ.૧૪૦.૯૦, જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૮.૫૦ ઘટીને રૂ.૨૫૧.૩૦, એનએમડીસી રૂ.૩.૬૫ ઘટીને રૂ.૧૦૯.૫૫, કોલ ઈન્ડિયા રૂ.૬.૨૫ ઘટીને રૂ.૧૯૬.૪૫, ટાટા સ્ટીલ રૂ.૯.૪૫ ઘટીને રૂ.૩૯૯.૬૫, હિન્દાલ્કો રૂ.૨.૭૦ ઘટીને રૂ.૧૯૮.૩૫, વેદાન્તા રૂ.૧.૬૫ ઘટીને રૂ.૧૪૨.૪૫ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૨૩૨.૨૭ પોઈન્ટ ઘટીને ૯૪૬૯.૦૮ બંધ રહ્યો હતો.
ક્રુડ ઓઈલ બ્રેન્ટ ૬૩.૫૫ ડોલર : બીપીસીએલ, ઈન્દ્રપ્રસ્થ ગેસ, ગેઈલ, એચપીસીએલ, પેટ્રોનેટ, ઓએનજીસી ઘટયા
ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ સાધારણ મજબૂતી તરફી રહ્યા સાથે આજે ઓઈલ-ગેસ શેરોમાં પણ વેચવાલી રહી હતી. બ્રેન્ટ ક્રુડ બેરલ દીઠ ૫૫ સેન્ટ વધીને ૬૩.૫૫ ડોલર અને નાયમેક્ષ ક્રુડ ૧૮ સેન્ટ વધીને ૫૮.૬૧ ડોલર નજીક રહ્યા હતા. ઈન્દ્રપ્રસ્થ ગેસ રૂ.૮.૭૫ ઘટીને રૂ.૪૦૩.૧૫, બીપીસીએલ રૂ.૯.૬૦ ઘટીને રૂ.૪૯૧.૫૦, ગેઈલ ઈન્ડિયા રૂ.૨.૦૫ ઘટીને રૂ.૧૨૧.૨૫, ઓએનજીસી રૂ.૧.૨૫ ઘટીને રૂ.૧૨૮.૮૦, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૨.૨૫ ઘટીને રૂ.૧૫૫૦.૩૦ રહ્યા હતા.
ઓટો કંપનીઓની ૨૦૧૯નો સ્ટોક ખાલી કરવા ભાવ વધારાની જાહેરાત : ટાટા મોટર્સ, હીરો, અશોક લેલેન્ડ, મારૂતી ઘટયા
ઓટોમોબાઈલ કંપનીઓ દ્વારા કેલેન્ડર વર્ષ ૨૦૧૯ પૂરૂ થવામાં છે, ત્યારે આ જૂનો સ્ટોક ખાલી કરવા માટે નવા વર્ષમાં વાહનોના ભાવોમાં વધારો કરાશે એવું જાહેર કરવાનું શરૂ થયા છતાં ઓટો ઉદ્યોગની હાલત કફોડી હોઈ ફંડોની શેરોમાં વેચવાલી રહી હતી. ટાટા મોટર્સ રૂ.૩.૩૦ ઘટીને રૂ.૧૬૬.૧૦, હીરો મોટોકોર્પ રૂ.૪૨.૯૫ ઘટીને રૂ.૨૩૯૬.૬૦, અશોક લેલેન્ડ રૂ.૧.૧૦ ઘટીને રૂ.૭૬.૪૦, મધરસન સુમી રૂ.૧.૩૫ ઘટીને રૂ.૧૩૧.૬૦, મારૂતી સુઝુકી રૂ.૬૯.૯૫ ઘટીને રૂ.૭૦૦૫.૬૦, એમઆરએફ રૂ.૩૯૨.૩૫ ઘટીને રૂ.૬૧,૭૪૦.૯૫, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૧.૨૦ ઘટીને રૂ.૫૨૪.૬૦, બજાજ ઓટો રૂ.૭.૬૦ ઘટીને રૂ.૩૨૪૪.૪૦ રહ્યા હતા.
ડોલર ૨૫ પૈસા ઘટીને રૂ.૭૧.૨૮ : આઈટી-સોફટવેર શેરોમાં તેજી : માઈન્ડટ્રી, ટીસીએસ, ઈન્ફોસીસ, ટેક મહિન્દ્રા, વિપ્રો વધ્યા
રૂપિયા સામે અમેરિકી ડોલર આજે ૨૫ પૈસા ઘટીને રૂ.૭૧.૨૮ થઈ જવા છતાં ગઈકાલે ભારતના સર્વિસિઝ પીએમઆઈના આંક વધીને આવતાં પોઝિટીવ અસરે ફંડોની આઈટી-સોફટવેર સર્વિસિઝ શેરોમાં લેવાલી રહી હતી. ટીસીએસ રૂ.૪૨.૫૦ વધીને રૂ.૨૧૨૧.૫૦, માઈન્ડટ્રી રૂ.૧૬.૪૫ વધીને રૂ.૭૬૩.૯૦, ઈન્ફોસીસ રૂ.૬.૪૫ વધીને રૂ.૭૧૪.૬૫, ટેક મહિન્દ્રા રૂ.૬.૦૫ વધીને રૂ.૭૬૪.૭૦, વિપ્રો રૂ.૧.૫૦ વધીને રૂ.૨૪૩.૭૦ રહ્યા હતા.
કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં પસંદગીનું આકર્ષણ : વ્હર્લપુલ, બ્લુ સ્ટાર, ટાઈટન, બજાજ ઈલેકટ્રિકલ્સ, વોલ્ટાસ વધ્યા
કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં આજે પસંદગીની લેવાલી રહી હતી. વ્હર્લપુલ રૂ.૯૨.૭૫ વધીને રૂ.૨૪૦૬.૦૫, બ્લુ સ્ટારરૂ.૧૩.૧૫ વધીને રૂ.૮૧૩.૯૫, ટાઈટન રૂ.૯.૩૦ વધીને રૂ.૧૧૮૩.૬૦, બજાજ ઈલેક્ટ્રિકલ્સ રૂ.૧.૭૦ વધીને રૂ.૩૨૪.૫૦, વોલ્ટાસ રૂ.૨.૬૦ વધીને રૂ.૬૯૬.૦૫ રહ્યા હતા.
સ્મોલ, મિડ કેપ પસંદગીનું આકર્ષણ : ૧૩૫૧ શેરો નેગેટીવ બંધ : ૨૧૨ શેરોમાં ઓનલી સેલરની સર્કિટ
સેન્સેક્સ-નિફટીમાં નરમાઈ સાથે સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં ફંડો, ખેલંદાઓનું આજે શેરોમાં આજે પસંદગીનું આકર્ષણ છતાં ઘટનાર શેરોની સંખ્યા વધતાં માર્કેટબ્રેડથ નેગેટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૬૭૩ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૧૧૨૯ અને ઘટનારની સંખ્યા ૧૩૫૧ રહી હતી. ૨૦૫ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ સામે ૨૧૨ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ રહી હતી.
FPIs/FIIની કેશમાં વધુ રૂ.૬૫૩ કરોડની ચોખ્ખી ખરીદી, DIIની કેશમાં રૂ.૪૧૦ કરોડની ચોખ્ખી વેચવાલી
એફઆઈઆઈ-વિદેશી સંસ્થાકીય રોકાણકારો, ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈની આજે-ગુરૂવારે કેશમાં રૂ.૬૫૩.૩૬ કરોડની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૪૮૯૩.૪૪ કરોડની ખરીદી સામે કુલ રૂ.૪૨૪૦.૦૮ કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૂ.૪૧૦.૪૯ કરોડની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૨૮૪૬.૨૯ કરોડની ખરીદી સામે કુલ રૂ.૩૨૫૬.૭૮કરોડની વેચવાલી થઈ હતી.