સેન્સેક્સ 190 પોઈન્ટ ઘટીને 40723
- નિફટી સ્પોટ ૭૪ પોઈન્ટ ઘટીને ૧૧,૯૬૨ : ઓટોમોબાઈલ, મેટલ, કેપિટલ ગુડઝ, ઓઈલ-ગેસ શેરોમાં ધોવાણ
- FPIs/FIIની કેશમાં રૂ.૪૧૭૯ કરોડની ચોખ્ખી વેચવાલી, DIIની કેશમાં રૂ.૩૮૧૬ કરોડની ચોખ્ખી ખરીદી
(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઈ, તા. 31 જાન્યુઆરી 2020, શુક્રવાર
કેન્દ્રિય બજેટ આવતીકાલે શનિવારે રજૂ થતાં પૂર્વે સરકારે આજે જાહેર કરેલા આર્થિક સર્વેમાં જીડીપી વૃદ્વિના અંદાજ ઘટાડીને મૂકતાં અને રાજકોષીય ખાધ પણ ડિસેમ્બરમાં બજેટના સંપૂર્ણ વર્ષના અંદાજથી પણ વધી જતાં અને મોદી સરકાર દ્વારા આ વખતે મેઈક ઈન ઈન્ડિયા બજેટ રજૂ કરીને સ્થાનિક ઉદ્યોગોના હિત રક્ષણ માટે વિવિધ ચીજોની આયાત-કસ્ટમ ડયુટીમાં વધારો કરવામાં આવે એવી શકયતાના અહેવાલો ફરી ફંડો ફંડોેએ શેરોમાં હેમરીંગ વધાર્યું હતું. આ સાથે વૈશ્વિક મોરચે ચાઈનાના કોરોના વાઈરસ ભારતમાં પ્રવેશતાં અને વધુ દેશોમાં આ વાઈરસનો ઉપદ્રવ ફેલાવાના ભયે વૈશ્વિક અર્થતંત્ર પર માઠી અસરના અંદાજોની નેગેટીવ અસર જોવાઈ હતી. યુ.એસ.ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરની પોતાની નીતિ યોગ્ય હોવાનું જણાવીને વ્યાજ દર યથાવત રાખવામાં આવતાં અને બીજી તરફ વૈશ્વિક આર્થિક-ઔદ્યોગિક મંદીની પરિસ્થિતિ વકરવાના અંદાજોએ ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ ઘટીને બ્રેન્ટ ક્રુડના ૫૮ ડોલર આવી જતાં ફંડોનું આજે ઓઈલ-ગેસ શેરોમાં મોટું ઓફલોડિંગ થયું હતું. અલબત સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના આજે જાહેર થયેલા ત્રીજા ત્રિમાસિકના પરિણામ પ્રોત્સાહક રજૂ થતાં બેંકિંગ શેરોમાં ધોવાણ અટકી શોર્ટ કવરિંગ સાથે વેલ્યુબાઈંગ થયું હતું. જ્યારે મેટલ-માઈનીંગ, કેપિટલ ગુડઝ, ઓટોમોબાઈલ, આઈટી-સોફટવેર સર્વિસિઝ, એફએમસીજી શેરોમાં ઓફલોડિંગે સેન્સેક્સ૧૯૦.૩૩ પોઈન્ટ ઘટીને ૪૦,૭૨૩.૪૯ અને નિફટી સ્પટો ૭૩.૭૦ પોઈન્ટ ઘટીને ૧૧,૯૬૨.૧૦ બંધ રહ્યા હતા.
સેન્સેક્સ ઉપરમાં ૪૧૧૫૪ થઈ નીચામાં ૪૦૬૭૧ સુધી આવી અંતે ૧૯૦ પોઈન્ટ ઘટીને ૪૦૭૨૩
ટ્રેડીંગની શરૂઆત આજે મજબૂતીએ થઈ હતી. સેન્સેક્સ આગલા બંધ ૪૦૯૧૩.૮૨ સામે ૪૧.૧૪૬.૫૬ મથાળે ખુલીને બેંકિંગ શેરોમાં કોટક મહિન્દ્રા બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, ઈન્ડસઈન્ડ બેંક, બજાજ ફાઈનાન્સ સહિતમાં લેવાલી થતાં અને આઈટીસી, બજાજ ઓટો, ભારતી એરટેલ, ટાઈટન કંપની, ટેક મહિન્દ્રા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, હીરો મોટોકોર્પ સહિતમાં લેવાલીએ એક સમયે વધીને ૪૧,૧૫૪.૪૯ સુધી પહોંચ્યો હતો. જે વધ્યામથાળેથી પાછો ફરીને ઓઈલ-ગેસ શેરોમાં ઓએનજીસી, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સહિતમાં ઓફલોડિંગે અને એફએમસીજી શેરોમાં હિન્દુસ્તાન યુનિલિવર, નેસ્લે ઈન્ડિયામાં પ્રોફિટ બુકિંગ સાથે ઓટો શેરોમાં ટાટા મોટર્સ, મારૂતી સુઝુકીમાં વેચવાલીએ અને મેટલ શેરોમાં ટાટા સ્ટીલ સહિતમાં વેચવાલી થતાં અને ટીસીએસ, એચસીએલ ટેકનોલોજી, ઈન્ફોસીસ સહિતના આઈટી શેરોમાં ઓફલોડિંગ થતાં અને સન ફાર્મા, અલ્ટ્રાટેક સિમેન્ટસ, એનટીપીસી સહિતમાં નરમાઈએ ઘટીને નીચામાં ૪૦૬૭૧.૦૧ સુધી આવી અંતે ૧૯૦.૩૩ પોઈન્ટ ઘટીને ૪૦,૭૨૩.૪૯ બંધ રહ્યો હતો.
નિફટી સ્પોટ આરંભિક મજબૂતીમાં ઉપરમાં ૧૨,૧૦૩ થઈ ઘટીને ૧૧,૯૪૫ સુધી આવી અંતે ૭૪ પોઈન્ટ ઘટીને ૧૧,૯૬૨
એનએસઈનો નિફટી સ્પોટ આગલા બંધ ૧૨,૦૩૫.૮૦ સામે ૧૨,૧૦૦.૪૦ મથાળે ખુલીને આરંભિક મજબૂતીમાં બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, કોટક મહિન્દ્રા બેંક, ઈન્ડસઈન્ડ બેંક, બજાજ ફાઈનાન્સ, એચડીએફસી બેંક સહિતમાં આકર્ષણે અને ટેક મહિન્દ્રા, ઝી એન્ટરટેઈન્મેન્ટ, ટાઈટન, હીરો મોટોકોર્પ, ભારતી ઈન્ફ્રાટેલ, બજાજ ઓટો, આઈટીસી, બજાજ ફાઈનાન્સ સહિતમાં લેવાલીએ વધીને ૧૨,૧૦૩.૫૫ સુધી પહોંચ્યો હતો. જે વધ્યામથાળેથી પાછો ફરીને ઓઈલ-ગેસ શેરોમાં ઓએનજીસી, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, આઈઓસી સહિતમાં ઓફલોડિંગ થતાં અને ઓટો શેરોમાં ટાટા મોટર્સ, મારૂતી સુઝુકી સહિતમાં વેચવાલીએ અને આઈટી શેરોમાં ટીસીએસ, વિપ્રો, ઈન્ફોસીસ, એચસીએલ ટેકનોલોજીમાં વેચવાલી થતાં અને ગ્રાસીમ, અલ્ટ્રાટેક સિમેન્ટ, ડો.રેડ્ડીઝ લેબોરેટરીઝ સાથે એફએમસીજી શેરોમાં હિન્દુસ્તાન યુનિલિવર, નેસ્લે ઈન્ડિયા સહિતમાં વેચવાલી અને યુપીએલ, પાવર ગ્રીડ કોર્પ, ટાટા સ્ટીલ, પાવર ગ્રીડ કોર્પ, કોલ ઈન્ડિયામાં નરમાઈએ ઘટીને ૧૧૯૪૫.૮૫ સુધી આવી અંતે ૭૩.૭૦ પોઈન્ટ ઘટીને ૧૧,૯૬૨.૧૦ બંધ રહ્યો હતો.
નિફટી ૧૨,૨૦૦નો કોલ ૮૧.૩૫ થી ઘટીને ૬૪.૮૦ : નિફટી ૧૨,૦૦૦નો પુટ ૧૩૨.૧૦ થી વધીને ૧૫૭.૩૦
ડેરિવેટીવ્ઝમાં નિફટી બેઝડ આજે સતત ધોવાણમાં ફંડોએ મંદીનો વેપાર કર્યો હતો. નિફટી ૧૨,૨૦૦નો કોલ ૨,૪૪,૦૫૧ કોન્ટ્રેકટસમાં રૂ.૨૨,૪૭૮.૬૫ કરોડના કામકાજે ૮૧.૩૫ સામે ૧૧૦ મથાળે ખુલીને નીચામાં ૬૦.૮૫ સુધી ઘટી અંતે ૬૪.૮૦ રહ્યો હતો. નિફટી ૧૨,૧૦૦નો કોલ ૨,૩૩,૧૯૨ કોન્ટ્રેકટસમાં રૂ.૨૧,૩૬૯.૩૫ કરોડના કામકાજે ૧૨૦.૭૫ સામે ૧૬૫ મથાળે ખુલીને નીચામાં ૯૦.૦૫ સુધી આવી અંતે ૯૭.૧૫ રહ્યો હતો. નિફટી ૧૨,૦૦૦નો પુટ ૧,૮૩,૬૪૯ કોન્ટ્રેકટસમાં રૂ.૧૬,૭૨૩.૧૬ કરોડના કામકાજે ૧૩૨.૧૦ સામે ૧૦૦.૧૦ મથાળે ખુલીને ઉપરમાં ૧૯૫ સુધી જઈ અંતે ૧૫૭.૩૦ રહ્યો હતો. નિફટી ૧૨,૩૦૦નો કોલ ૧,૮૦,૪૫૫ કોન્ટ્રેકટસમાં રૂ.૧૬,૭૧૯.૧૧ કરોડના કામકાજે ૫૨.૯૦ સામે ૬૪.૧૫ મથાળે ખુલીને ઉપરમાં ૬૯.૪૦ થઈ ઘટીને ૪૦.૧૦ સુધી આવી અંતે ૪૩ રહ્યો હતો.
બેંક નિફટી ફયુચર ૩૦,૭૬૮ થી વધીને ૩૦,૯૧૭ નિફટી ફયુચર ૧૨,૦૫૯ થી ઘટીને ૧૧,૯૯૯
બેંક નિફટી ફેબુ્રઆરી ફયુચર ૨,૦૯,૮૭૮ કોન્ટ્રેકટસમાં રૂ.૧૨,૯૯૮.૨૩ કરોડના કામકાજે ૩૦,૭૬૮.૪૦ સામે ૩૦,૯૪૦ મથાળે ખુલીને નીચામાં ૩૦,૭૮૦.૫૦ થઈ વધીને ૩૧,૧૨૫.૭૦ સુધી પહોંચી અંતે ૩૦,૯૧૭ રહ્યો હતો. નિફટી ફેબુ્રઆરી ફયુચર ૧,૮૯,૧૦૨ કોન્ટ્રેકટસમાં રૂ.૧૭,૦૭૬.૬૯ કરોડના કામકાજે ૧૨,૦૫૯.૯૦ સામે ૧૨,૧૦૩.૪૦ મથાળે ખુલીને ઉપરમાં ૧૨,૧૨૪ થઈ ઘટીને ૧૧,૯૭૩ સુધી આવી અંતે ૧૧,૯૯૯ રહ્યો હતો. નિફટી ૧૧,૯૦૦નો પુટ ૯૦.૯૦ સામે ૮૦.૯૦ મથાળે ખુલીને નીચામાં ૭૦.૩૦ થઈ વધીને ૧૨૩.૬૫ સુધી પહોંચી અંતે ૧૦૭.૦૫ રહ્યો હતો. નિફટી ૧૧,૭૦૦નો પુટ ૩૭.૮૫ સામે ૪૦ મથાળે ખુલીને નીચામાં ૨૮.૭૦ થઈ વધીને ૫૨.૯૫ સુધી પહોંચી અંતે ૧૦૭.૦૫ રહ્યો હતો. નિફટી ૧૨,૫૦૦નો કોલ ૨૧.૮૫ સામે ૨૭ મથાળે ખુલીને ઉપરમાં ૨૮ થઈ ઘટીને ૧૮ સુધી આવી અંતે ૧૯ રહ્યો હતો.
સ્ટેટ બેંકનો નેટ નફો ૪૧ ટકા વધતાં શેર વધ્યો : કોટક બેંક, ઈન્ડસઈન્ડ, ઉજ્જિવન, જેએમ ફાઈ., બંધન બેંક, ડીસીબી વધ્યા
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં આજે પસંદગીનું આકર્ષણ રહ્યું હતું. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ ત્રીજા ત્રિમાસિકના જાહેર કરેલા પરિણામમાં ચોખ્ખો નફો ૪૧ ટકા વધીને રૂ.૫૫૮૩ કરોડ થતાં અને કુલ એનપીએ ૮.૭૧ ટકાની તુલનાએ ઘટીને ૬.૯૪ ટકા થતાં અને ચોખ્ખી વ્યાજ આવક ૨૨.૪૨ ટકા વધીને રૂ.૨૭,૭૭૮.૭૯ કરોડ થતાં શેરમાં લેવાલીએ રૂ.૭.૮૫ વધીને રૂ.૩૧૮.૫૫ રહ્યો હતો. કોટક મહિન્દ્રા બેંક રૂ.૬૨.૯૫ વધીને રૂ.૧૬૯૧.૦૫, ઈન્ડસઈન્ડ બેંક રૂ.૨૭.૫૦ વધીને રૂ.૧૨૫૮.૯૦, ઉજ્જિવન ફાઈનાન્સ રૂ.૧૪.૩૦ વધીને રૂ.૩૮૫.૩૫, બેંક ઓફ ઈન્ડિયા રૂ.૧.૭૦ વધીને રૂ.૬૭.૭૫, ડીસીબી બેંક રૂ.૪ વધીને રૂ.૧૭૮.૨૦, જેએમ ફાઈનાન્શિયલ રૂ.૨.૨૫ વધીને રૂ.૧૦૫.૨૫, એયુ બેંક રૂ.૨૧.૫૫ વધીને રૂ.૧૦૬૯, બંધન બેંક રૂ.૧૨.૫૦ વધીને રૂ.૪૫૦.૩૦, બજાજ હોલ્ડિંગ રૂ.૫૧.૮૫ વધીને રૂ.૩૪૫૬.૫૦, આઈસીઆઈસીઆઈ સિક્યરિટીઝ રૂ.૫.૭૫ વધીને રૂ.૪૭૦.૩૦ રહ્યા હતા.
ઓટો શેરોમાં ઓફલોડિંગ : ટાટા મોટર્સના નફા છતાં શેર રૂ.૧૦ ઘટીને રૂ.૧૭૬ : મધરસન, અપોલો, બોશ, અમરરાજા ઘટયા
ઓટોમોબાઈલ ઉદ્યોગ મંદ માંગના સંકટમાંથી પસાર થઈ રહ્યો હોઈ અને ઉદ્યોગને બજેટમાં ખાસ પ્રોત્સાહનો આપવામાં નહીં આવે એવા સંકેતે આજે ફંડોની ફરી ઓટો શેરોમાં વેચવાલી વધી હતી. ટાટા મોટર્સ દ્વારા ગઈકાલે કોન્સોલિડેટેડે ધોરણે રૂ.૧૭૫૫.૮૮ કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. જે ગત વર્ષના સમાનગાળામાં કોન્સોલિડેટેડ ધોરણે રૂ.૨૬,૯૬૦.૮ કરોડની જંગી ચોખ્ખી ખોટ કરી હતી. કંપનીની ઓપરેશન્સમાંથી કુલ આવક રૂ.૭૬,૯૧૫.૯૪ કરોડની તુલનાએ ઘટીને રૂ.૭૧,૬૭૬.૦૭ કરોડની થઈ છે. સ્ટેન્ડએલોન ધોરણે કંપનીએ ત્રીજા ત્રિમાસિકમાં રૂ.૧૦૩૯.૫૧ કરોડની ચોખ્ખી ખોટ કરી છે. જે ગત વર્ષના સમાનગાળામાં રૂ.૬૧૭.૬૨ કરોડનો ચોખ્ખો નફો કર્યો હતો. શેરમાં આજે વેચવાલીએ રૂ.૯.૬૦ ઘટીને રૂ.૧૭૬.૬૦ રહ્યો હતો. મધરસન સુમી રૂ.૫.૨૦ ઘટીને રૂ.૧૩૩.૭૦, અપોલો ટાયર રૂ.૪.૮૦ ઘટીને રૂ.૧૬૬.૪૫, બોશ રૂ.૩૪૮.૩૫ ઘટીને રૂ.૧૩,૯૦૩.૭૦, અમરરાજા બેટરીઝ રૂ.૧૬ ઘટીને રૂ.૭૬૭.૮૦, બાલક્રિશ્ન ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૯.૨૫ ઘટીને રૂ.૧૦૬૯.૧૫, કયુમિન્સ ઈન્ડિયા રૂ.૯.૯૦ ઘટીને રૂ.૫૭૪.૫૦, મારૂતી સુઝુકી રૂ.૧૦૭.૭૫ ઘટીને રૂ.૬૯૧૧.૭૦, આઈશર મોટર્સ રૂ.૬૩.૦૫ ઘટીને રૂ.૨૦,૨૭૨.૨૦, એમઆરએફ રૂ.૨૧૧.૮૦ ઘટીને રૂ.૬૯,૬૪૧.૭૫ રહ્યા હતા.
ક્રુડ ૫૮.૪૫ ડોલર નજીક : ઓએનજીસી, આઈઓસી, એચપીસીએલ, બીપીસીએલ, ગેઈલ, રિલાયન્સ ઘટયા
ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ સતત નરમાઈ તરફી રહીને બ્રેન્ટ ક્રુડ ૫૮.૪૫ ડોલર નજીક રહ્યા હતા. ઓઈલ-ગેસ શેરોમાં સતત વેચવાલીએ ઓએનજીસી રૂ.૬.૭૦ ઘટીને રૂ.૧૦૮.૯૦, આઈઓસી રૂ.૩.૭૦ ઘટીને રૂ.૧૧૩.૪૫, એચપીસીએલ રૂ.૭.૪૫ ઘટીને રૂ.૨૩૨.૪૫, બીપીસીએલ રૂ.૧૨.૪૦ ઘટીને રૂ.૪૫૭, ગેઈલ ઈન્ડિયા રૂ.૨.૮૫ ઘટીને રૂ.૧૨૦.૪૫, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૩૦.૮૦ ઘટીને રૂ.૧૪૧૧.૭૦, પેટ્રોનેટ રૂ.૩.૧૫ ઘટીને રૂ.૨૬૬.૪૦ રહ્યા હતા.
એફએમસીજી શેરોમાં સતત પ્રોફિટ બુકિંગ : મેરિકો રૂ.૨૩ તૂટીને રૂ.૩૧૫ : કોલગેટ, ઉત્તમ સુગર, ધામપુર સુગર, દાલમિયા ઘટયા
એફએમસીજી શેરોમાં પણ આજે સતત પ્રોફિટ બુકિંગ થયું હતું. મેરિકો દ્વારા નબળા ત્રિમાસિક રિઝલ્ટ રજૂ કરાતાં શેર રૂ.૨૨.૮૦ તૂટીને રૂ.૩૧૫.૨૦, કોલગેટ પામોલીવ રૂ.૬૭.૩૦ ઘટીને રૂ.૧૩૨૮.૪૫, ઉત્તમ સુગર રૂ.૪ ઘટીને રૂ.૧૦૮.૧૫, પરાગ મિલ્ક રૂ.૪.૬૫ ઘટીને રૂ.૧૩૮.૮૫, ધામપુર સુગર રૂ.૬.૮૦ ઘટીને રૂ.૨૦૫, દાલમિયા સુગર રૂ.૩.૭૫ ઘટીને રૂ.૧૧૫.૦૫, બલરામપુર ચીની રૂ.૪.૩૦ ઘટીને રૂ.૧૬૬.૨૫, ટાટા કોફી રૂ.૧.૯૫ ઘટીને રૂ.૯૮.૧૦ રહ્યા હતા.
સ્મોલ, મિડ કેપ શેરોમાં સતત વ્યાપક ગાબડાં : ૧૪૫૫ શેરો નેગેટીવ બંધ : ૨૦૧ શેરોમાં મંદીની સર્કિટ
સેન્સેક્સ-નિફટીમાં ધોવાણ સાથે આજે સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં ફંડો, ખેલંદાઓની સતત વ્યાપક વેચવાલી થતાં માર્કેટબ્રેડથ નેગેટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૫૬૮ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૯૫૨ અને ઘટનારની સંખ્યા ૧૪૫૫ રહી હતી. ૧૬૭ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ સામે ૨૦૧ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ રહી હતી.
FPIs/FIIનીરૂ.૪૧૭૯ કરોડની કેશમાં ચોખ્ખી વેચવાલી DIIની કેશમાં રૂ.૩૮૧૬ કરોડની ચોખ્ખી ખરીદી
એફઆઈઆઈ-વિદેશી સંસ્થાકીય રોકાણકારો, ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈની આજે શુક્રવારે કેશમાં રૂ.૪૧૭૯.૧૨ કરોડની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૫૧૪૨.૬૯ કરોડની ખરીદી સામે કુલ રૂ.૯૩૨૧.૮૧ કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૂ.૩૮૧૬.૪૪ કરોડની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૭૦૨૪.૬૨ કરોડની ખરીદી સામે કુલ રૂ.૩૨૦૮.૧૮ કરોડની વેચવાલી થઈ હતી.