Get The App

સેન્સેક્સ 164 પોઈન્ટ ઘટીને 41142

- નિફટી સ્પોટ ૪૦ પોઈન્ટ ઘટીને ૧૨૦૯૮ : કન્ઝયુમર ડયુરેબલ્સ, મેટલ, આઈટી શેરોમાં પસંદગીનું આકર્ષણ FPIs/FIIની કેશમાં રૂ.૧૬૨ કરોડની ચોખ્ખી ખરીદી, DIIની કેશમાં રૂ.૧૭૯ કરોડની ચોખ્ખી વેચવાલી

- ક્રુડ બ્રેન્ટ ઘટીને ૫૫ ડોલર : ડોલર ૧૯ પૈસા વધીને રૂ.૭૧.૩૯

Updated: Feb 7th, 2020

GS TEAM

Google News
Google News
સેન્સેક્સ 164 પોઈન્ટ ઘટીને 41142 1 - image

(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઈ, તા. 07 ફેબુ્રઆરી 2020, શુક્રવાર

ચાઈનાના કોરોના વાઈરસ વધુ વિકરાળ રૂપ ધારણ કરી રહ્યો હોવાના અને વધુને વધુ લોકો ચાઈનામાં આ વાઈરસના ભરડામાં આવી રહ્યાના અહેવાલો વચ્ચે ચાઈના સાથે વૈશ્વિક અર્થતંત્ર પર આ આફતની અત્યંત માઠી અસર પડવાના અંદાજો વચ્ચે આજે સપ્તાહના અંતે વૈશ્વિક શેર બજારોની સાથે ભારતીય શેર બજારોમાં ચાર દિવસની તેજીને બ્રેક લાગી પ્રોફિટ બુકિંગ થતું જોવાયું હતું. ચાઈનાના કોરોના વાઈરસને લઈ વૈશ્વિક આર્થિક મંદીની પરિસ્થિતિ વકરવાના અંદાજોએ ક્રુડ ઓઈલના  આંતરરાષ્ટ્રીય ભાવ પણ દબાણ હેઠળ રહી બ્રેન્ટ ક્રુડ ૫૫ ડોલર નજીક અને નાયમેક્ષ ક્રુડ ૫૦ ડોલર નજીક રહ્યા હતા. રૂપિયા સામે અમેરિકી ડોલર આજે ૨૩ પૈસા ઉછળીને રૂ.૭૧.૪૩ નજીક રહ્યો હતો. આ સાથે હવે  અમેરિકામાં સપ્તાહના અંતે જાહેર થનારા રોજગારીમાં વૃદ્વિના આંકડા પર નજરે સાવચેતી જોવાઈ હતી. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ  ગઈકાલે વ્યાજ દર યથાવત જાળવી રાખ્યા છતાં ધિરાણને સસ્તું કરવાના અન્ય પ્રોત્સાહક પગલાં લીધા છતાં ફંડોએ આજે વૈશ્વિક આર્થિક મંદીના પરિબળને લઈ સાવચેતીમાં ઓટોમોબાઈલ, બેંકિંગ-ફાઈનાન્સ, ઓઈલ-ગેસ શેરોમાં પ્રોફિટ બુકિંગ કર્યું હતું. અલબત કન્ઝયુમર ડયુરેબલ્સ, આઈટી-સોફટવેર સર્વિસિઝ શેરોમાં ફંડોએ પસંદગીની  લેવાલી કરી હતી. સેન્સેક્સ અંતે ૧૬૪.૧૮ પોઈન્ટ ઘટીને ૪૧૧૪૧.૮૫ અને નિફટી સ્પોટ ૩૯.૬૦ પોઈન્ટ ઘટીને ૧૨૦૯૮.૩૫ બંધ રહ્યા હતા. 

સેન્સેક્સ ઉપરમાં ૪૧૩૯૪ ખુલીને ૪૧૦૭૩  સુધી ગબડી અંતે ૧૬૪ પોઈન્ટ ઘટીને ૪૧૧૪૨

ટ્રેડીંગની શરૂઆત આજે સાધારણ મજબૂતીએ થઈ હતી. આઈટી-સોફટવેર સર્વિસિઝ શેરોમાં એચસીએલ ટેકનોલોજી, ઈન્ફોસીસ, ટીસીએસ, ટેક મહિન્દ્રામાં લેવાલી સાથે ટાઈટન કંપની, ઓએનજીસી, એક્સીસ બેંક, હીરો મોટોકોર્પ, એનટીપીસી, હિન્દુસ્તાન યુનિલિવર,  આઈટીસી, નેસ્લે ઈન્ડિયામાં લેવાલીએ સેન્સેક્સ આગલા બંધ ૪૧૩૦૬.૦૩ સામે ૪૧૩૯૪.૪૧ મથાળે ખુલ્યો હતો. જે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં વેચવાલી સાથે ભારતી એરટેલ, લાર્સન એન્ડ ટુબ્રો, પાવર ગ્રીડ કોર્પમાં વેચવાલીએ અને ટાટા મોટર્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, મારૂતી સુઝુકી, બજાજ ઓટો સહિતના ઓટોમોબાઈલ શેરોમાં ઓફલોડિંગે અને એચડીએફસી લિમિટેડ, આઈસીઆઈસીઆઈ બેંક, કોટક મહિન્દ્રા બેંક, ઈન્ડસઈન્ડ બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, બજાજ ફાઈનાન્સ સહિતના બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં પ્રોફિટ બુકિંગે અને ટાટા સ્ટીલ, એશીયન પેઈન્ટસ, સન  ફાર્મામાં વેચવાલીએ ઘટીને નીચામાં ૪૧૦૭૩.૩૬ સુધી આવી અંતે ૧૬૪.૧૮ પોઈન્ટ ઘટીને ૪૧૧૪૧.૮૫ બંધ રહ્યો હતો.

નિફટી સ્પોટ ઉપરમાં ૧૨૧૫૫ થઈ નીચામાં ૧૨૦૭૩ સુધી આવી અંતે ૪૦ પોઈન્ટ ઘટીને ૧૨૦૯૮ 

એનએસઈનો નિફટી સ્પોટ આગલા બંધ ૧૨૧૩૭.૯૫ સામે ૧૨૧૫૧.૧૫ મથાળે ખુલીને આરંભમાં આઈટી શેરો એચસીએલ ટેકનોલોજી, ટેક મહિન્દ્રા, ટીસીએસ, ઈન્ફોસીસ સહિતમાં લેવાલીએ અને ઝી એન્ટરટેઈન્મેન્ટ, કોલ ઈન્ડિયા, ઓએનજીસી, એનટીપીસી, એક્સીસ બેંક, હિન્દાલ્કો, ટાઈટન કંપની, હીરો મોટોકોર્પ, યુપીએલ, જેએસડબલ્યુ સ્ટીલ, સિપ્લા, વેદાન્તા, યશ બેંક, ડો.રેડ્ડીઝ લેબોરેટરીઝ, એચડીએફસી બેંક સહિતમાં આકર્ષણે ૧૨૧૫૪.૭૦ સુધી પહોંચ્યો હતો. ઓટો શેરોમાં આઈશર મોટર્સ, ટાટા મોટર્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, મારૂતી સુઝુકી, બજાજ ઓટો સહિતમાં ઓફલોડિંગ થતાં અને બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ઈન્ડસઈન્ડ બેંક, એચડીએફસી લિમિટેડ, આઈસીઆઈસીઆઈ બેંક, કોટક બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, બજાજ ફાઈનાન્સમાં વેચવાલીએ અને બીપીસીએલ, ગેઈલ ઈન્ડિયા, લાર્સન, ગ્રાસીમ સહિતમાં નરમાઈએ ઘટીને નીચામાં ૧૨૦૭૩.૯૫ સુધી આવી અંતે ૩૯.૬૦ પોઈન્ટ ઘટીને ૧૨૦૯૮.૩૫ બંધ રહ્યો હતો.

નિફટી ૧૨,૧૦૦નો કોલ ૮૮.૬૦ થી ઘટીને ૫૫.૪૦ : નિફટી ૧૨,૧૦૦નો પુટ ૬૬.૯૫ થી વધીને ૮૦.૨૦

ડેરિવેટીવ્ઝમાં નિફટી બેઝડ આજે ફંડોએ ઓવરબોટ પોઝિશન હળવી કરી હતી. નિફટી ૧૨,૧૦૦નો કોલ ૩,૧૦,૭૮૭ કોન્ટ્રેકટસમાં રૂ.૨૮,૩૫૩.૮૬ કરોડના કામકાજે ૮૮.૪૦ સામે ૭૬.૧૦ મથાળે ખુલીને ઉપરમાં ૮૬.૮૫ થઈ ઘટીને ૫૩.૭૦ સુધી આવી અંતે ૫૫.૪૦ રહ્યો હતો. નિફટી ૧૨,૨૦૦નો કોલ ૨,૬૬,૯૭૭ કોન્ટ્રેકટસમાં રૂ.૨૪,૪૮૭.૬૬ કરોડના કામકાજે ૪૫.૦૫ સામે ૪૫ મથાળે ખુલીને નીચામાં ૨૩.૧૦ સુધી આવી અંતે ૨૩.૧૫ રહ્યો હતો. નિફટી ૧૨,૧૦૦નો પુટ ૨,૬૧,૨૨૦ કોન્ટ્રેકટસમાં રૂ.૨૩,૮૬૨.૧૦ કરોડના કામકાજે ૬૬.૯૫ સામે ૭૩..૭૫ મથાળે ખુલીને નીચામાં ૬૩.૯૫ થઈ વધીને ૯૪ સુધી પહોંચી અંતે ૮૦.૨૦ રહ્યો હતો. નિફટી ૧૨,૦૦૦નો પુટ ૨,૫૪,૯૮૯ કોન્ટ્રેકટસમાં રૂ.૨૩,૦૨૪.૫૧ કરોડના કામકાજે ૩૪ સામે ૩૯.૮૦ મથાળે ખુલીને નીચામાં ૨૭.૨૫ થઈ વધીને ૪૭.૭૦ સુધી પહોંચી અંતે ૩૭.૨૦ રહ્યો હતો. 

બેંક નિફટી ફેબુ્રઆરી ફયુચર ૩૧,૩૩૨ થી ઘટીને ૩૧,૨૨૯ : નિફટી ફયુચર ૧૨,૧૩૬ થી ઘટીને ૧૨,૦૮૩

બેંક નિફટી ફેબુ્રઆરી ફયુચર ૧,૪૧,૧૫૬ કોન્ટ્રેકટસમાં રૂ.૮૮૧૨.૯૭ કરોડના કામકાજે ૩૧,૩૩૨.૮૫ સામે ૩૧,૩૩૯.૯૦ મથાળે ખુલીને ઉપરમાં ૩૧,૩૬૩.૮૫ થઈ ઘટીને ૩૧,૧૧૦.૦૫ સુધી આવી અંતે ૩૧,૨૨૯.૯૫ રહ્યો હતો. નિફટી ફેબુ્રઆરી ફયુચર ૮૮,૩૩૦ કોન્ટ્રેકટસમાં રૂ.૮૦૧૩.૦૩ કરોડના કામકાજે ૧૨,૧૩૬.૩૫ સામે ૧૨,૧૩૨.૩૫ મથાળે ખુલીને નીચામાં ૧૨,૦૬૮ સુધી આવી અંતે ૧૨,૦૮૩.૨૫ રહ્યો હતો. નિફટી ૧૧,૯૦૦નો પુટ ૧,૪૧,૯૪૮ કોન્ટ્રેક્ટસમાં રૂ.૧૨,૬૮૭.૭૦ કરોડના કામકાજે ૧૭.૧૫ સામે ૧૬ મથાળે ખુલીને નીચામાં ૧૨.૫૦ થઈ વધીને ૨૩.૬૦ સુધી પહોંચી અંતે ૧૬.૩૫ રહ્યો હતો. નિફટી ૧૧,૮૦૦નો પુટ ૭૬,૬૯૬ કોન્ટ્રેકટસમાં રૂ.૬૭૯૨.૪૮ કરોડના કામકાજે ૯.૨૫ સામે ૯.૨૫ મથાળે ખુલીને ઉપરમાં ૧૨.૩૫ થઈ ઘટીને ૫.૫૫  સુધી આવી અંતે ૭.૬૫ રહ્યો હતો.

ચાઈના વાઈરસે ઓટો ઉદ્યોગને ફટકો : આઈશર રૂ.૬૮૧ ઘટયો : મધરસન, ટાટા મોટર્સ, મહિન્દ્રા, એમઆરએફ, મારૂતી ઘટયા

ચાઈનામાં કોરોના વાઈરસને કારણે અનેક ફેકટરીઓમાં ઉત્પાદન ઠપ્પ થતાં ઓટોમોબાઈલ કોમ્પોનન્ટસની અછત શરૂ થયાના અને એના પરિણામે હ્યુન્ડાઈએ પ્લાન્ટ બંધ કરવાની ફરજ પડયાના અહેવાલ વચ્ચે ઓટોમોબાઈલ ઉદ્યોગને મોટો ફટકો પડવાના અંદાજોએ ફંડોની ઓટો શેરોમાં આજે વેચવાલી નીકળી હતી. આઈશર મોટર્સ રૂ.૬૮૧.૦૫ ઘટીને રૂ.૧૯,૭૩૬.૧૦, મધરસન સુમી રૂ.૪.૪૦ ઘટીને રૂ.૧૩૨.૩૦, ટાટા મોટર્સ રૂ.૫.૨૫ ઘટીને રૂ.૧૭૩.૬૦, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૧૧.૩૦ ઘટીને રૂ.૫૬૮.૮૦, કયુમિન્સ ઈન્ડિયા રૂ.૯.૯૦ ઘટીને રૂ.૫૫૮.૧૦, ટીવીએસ મોટર રૂ.૭.૪૦ ઘટીને રૂ.૪૬૬.૫૦, એમઆરએફ રૂ.૮૧૯.૯૫ ઘટીને રૂ.૭૦.૮૨૬.૯૫, મારૂતી સુઝુકી રૂ.૫૪ ઘટીને રૂ.૬૯૬૮.૯૦, અપોલો ટાયર રૂ.૧.૨૦ ઘટીને રૂ.૧૬૩.૮૫, બજાજ ઓટો રૂ.૧૬.૧૫ ઘટીને રૂ.૩૧૩૨.૯૦ રહ્યા હતા. 

બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ફંડોનું પ્રોફિટ બુકિંગ : ઈન્ડસઈન્ડ બેંક, ફેડરલ બેંક, કોટક બેંક, આવાસ, મન્નપુરમ, એમસીએક્સ ઘટયા

બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં પણ આજે ફંડોએ ઓવરબોટ પોઝિશન હળવી કરી હતી. ઈન્ડસઈન્ડ બેંક રૂ.૩૫.૮૫ ઘટીને રૂ.૧૨૯૮.૭૦, ફેડરલ બેંક રૂ.૧.૩૫ ઘટીને રૂ.૯૧.૧૫, કોટક મહિન્દ્રા બેંક રૂ.૧૯ ઘટીને રૂ.૧૬૫૫, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૫.૨૫ ઘટીને રૂ.૫૩૬.૪૦, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૧.૫૦ ઘટીને રૂ.૩૨૦.૫૦, આવાસ રૂ.૧૧૮.૦૫ ઘટીને રૂ.૧૮૪૩.૪૦, એડલવેઈઝ રૂ.૨.૧૫ ઘટીને રૂ.૯૧, મન્નપુરમ રૂ.૩.૪૦ ઘટીને રૂ.૧૬૬.૯૫, એમસીએક્સ રૂ.૨૫.૦૫ ઘટીને રૂ.૧૨૬૩.૫૫,, એબી કેપિટલ રૂ.૧.૭૫ ઘટીને રૂ.૯૪.૯૦, જીઆઈસી હાઉસીંગ ફાઈનાન્સ રૂ.૨.૫૦ ઘટીને રૂ.૧૪૫.૪૦, એચડીએફસી લિમિટેડ રૂ.૨૯.૫૦ ઘટીને રૂ.૨૪૦૬, જેએમ ફાઈનાન્શિયલ રૂ.૧.૦૫ ઘટીને રૂ.૧૧૮.૭૦ રહ્યા હતા. 

ક્રુડ ઓઈલ બ્રેન્ટ ૫૫ ડોલર, નાયમેક્ષ ૫૦ ડોલર નજીક  : રિલાયન્સ, બીપીસીએલ, એચપીસીએલ, ઈન્દ્રપ્રસ્થ ગેસ ઘટયા

ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ સાંકડી વધઘટે આજે બ્રેન્ટ ક્રુડ ૫૫ ડોલર નજીક અને નાયમેક્ષ ક્રુડ ૫૦ ડોલર નજીક રહ્યા હતા. ઓઈલ-ગેસ શેરોમાં પણ આજે નરમાઈ જોવાઈ હતી. ઈન્દ્રપ્રસ્થ ગેસ રૂ.૧૧.૬૦ ઘટીને રૂ.૫૧૦.૬૫, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૨૩.૯૦ ઘટીને રૂ.૧૪૩૩.૭૫, કેસ્ટ્રોલ ઈન્ડિયા રૂ.૨.૨૫ ઘટીને રૂ.૧૪૫.૬૫, એચપીસીએલ રૂ.૩.૩૫ ઘટીને રૂ.૨૪૦, બીપીસીએલ રૂ.૪.૦૫ ઘટીને રૂ.૪૯૧.૧૫, ગેઈલ ઈન્ડિયા રૂ.૧૨૩ રહ્યા હતા. 

સુગર શેરોમાં તેજીના વળતાં પાણી : રેણુકા, બજાજ હિન્દુસ્તાન, અવધ સુગર, દાલમિયા, ઈઆઈડી પેરી, ધામપુર સુગર ઘટયા

સુગર શેરોમાં આજે તેજીના વળતાં પાણી થતાં જોવાયા હતા. રેણુકા સુગર ૪૮ પૈસા ઘટીને રૂ.૭.૮૧, બજાજ હિન્દુસ્તાન ૨૪ પૈસા ઘટીને રૂ.૬.૨૪, અવધ સુગર રૂ.૮.૨૦ ઘટીને રૂ.૨૬૯.૮૫, દાલમિયા સુગર રૂ.૨.૫૫ ઘટીને રૂ.૧૧૦.૨૦, ઈઆઈડી પેરી રૂ.૩.૯૫ ઘટીને રૂ.૨૩૪.૫૦, ધામપુર સુગર રૂ.૧.૭૫ ઘટીને રૂ.૧૯૯.૧૦ રહ્યા હતા. 

કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં તેજી : સિમ્ફની રૂ.૧૧૮ વધીને રૂ.૧૩૬૦ : ટાઈટન, વીઆઈપી ઈન્ડ., વોલ્ટાસ, વ્હર્લપુલ વધ્યા

કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં આજે ફંડોની પસંદગીની લેવાલી રહી હતી. સિમ્ફની રૂ.૧૧૮.૫૫ વધીને રૂ.૧૩૫૯.૮૫, વીઆઈપી ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૯.૯૫ વધીને રૂ.૪૯૬.૩૫, વોલ્ટાસ રૂ.૧૮.૧૦ વધીને રૂ.૭૦૧.૬૦, ટાઈટન રૂ.૧૨.૫૦ વધીને રૂ.૧૨૭૧.૨૦, ઓરિએન્ટ ઈલેક્ટ્રિક રૂ.૨.૧૦ વધીને રૂ.૨૪૮.૭૫, વ્હર્લપુલ રૂ.૧૮.૬૫ વધીને રૂ.૨૫૧૦ રહ્યા હતા. 

ડોલર ૧૯ પૈસા વધીને રૂ.૭૧.૩૯ : આઈટી-મીડિયા શેરોમાં તેજી : ઝી રૂ.૧૪ વધીને રૂ.૨૫૦ : ટીવી બ્રોડકાસ્ટ, આઈનોક્સ લીઝર, માઈન્ડટ્રી, એચસીએલ, ટેક મહિન્દ્રા, ટીવી ટુડે વધ્યા

આઈટી-મીડિયા શેરોમાં આજે ફંડોની  વ્યાપક લેવાલી રહી હતી. ઝી રૂ.૧૪ વધીને રૂ.૨૪૯.૭૫, ટીવી ૧૮બ્રોડકાસ્ટ રૂ.૧.૪૦ વધીને રૂ.૨૬.૬૫, આઈનોક્સ લીઝર રૂ.૧૧.૯૫ વધીને રૂ.૪૨૫.૧૦, માઈન્ડટ્રી રૂ.૨૧ વધીને રૂ.૯૨૩.૯૫, ટીવી ટુડે રૂ.૫.૩૫ વધીને રૂ.૨૪૨, એચસીએલ ટેકનોલોજી રૂ.૮.૧૫ વધીને રૂ.૬૦૭.૫૦, ઈન્ફોસીસ રૂ.૬.૨૫ વધીને રૂ.૭૭૭.૨૦, ટીસીએસ રૂ.૮ વધીને રૂ.૨૧૩૬.૭૦, વિપ્રો રૂ.૨૪૪, ટેક મહિન્દ્રા રૂ.૬.૫૦ વધીને રૂ.૮૨૪.૧૦ રહ્યા હતા. રૂપિયા સામે અમેરિકી ડોલર આજે ૧૯ પૈસા વધીને રૂ.૭૧.૩૯ રહ્યો હતો.

સ્મોલ, મિડ કેપ શેરોમાં પસંદગીનું આકર્ષણ છતાં અનેક શેરોમાં વેચવાલી : ૧૨૮૭ શેરો  નેગેટીવ : ૨૧૮ શેરોમાં મંદીની સર્કિટ

સેન્સેક્સ-નિફટીમાં  તેજીના બ્રેક સામે આજે સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં ફંડો, ખેલંદાઓની પસંદગીની લેવાલી થવા છતાં ઘટનાર શેરોની સંખ્યા વધુ રહેતાં માર્કેટબ્રેડથ  નેગેટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૬૭૧  સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૧૨૧૨અને ઘટનારની સંખ્યા ૧૨૮૭ રહી હતી. ૧૯૨ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ સામે ૨૧૮ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ રહી હતી. 

FPIs/FIIનીરૂ.૧૬૨ કરોડની કેશમાં ચોખ્ખી ખરીદી : DIIની કેશમાં રૂ.૧૭૯ કરોડની ચોખ્ખી વેચવાલી 

એફઆઈઆઈ-વિદેશી સંસ્થાકીય રોકાણકારો, ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈની આજે શુક્રવારે કેશમાં રૂ.૧૬૧.૯૩ કરોડની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૫૦૪૮.૯૬ કરોડની ખરીદી સામે કુલ રૂ.૪૮૮૭.૦૩ કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૂ.૧૭૮.૫૯ કરોડની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૩૯૩૬.૩૭ કરોડની ખરીદી સામે કુલ રૂ.૪૧૧૪.૯૬ કરોડની વેચવાલી થઈ હતી.


Tags :