Get The App

સેન્સેક્સ 106 પોઈન્ટ ઘટીને 41460

- નિફટી સ્પોટ ૨૭ ઘટીને ૧૨૧૭૫ : ફાર્મા, આઈટી, કન્ઝ. ડયુરેબલ્સ શેરોમાં આકર્ષણ : સ્મોલ, મિડ કેપ શેરોમાં સતત ધોવાણ : FPIs/FIIની કેશમાં રૂ૧૦૬૧કરોડની ચોખ્ખી વેચવાલી, DIIની કેશમાં રૂ૯૬૦કરોડની ખરીદી

- S&Pએ ભારતના રેટીંગને જાળવ્યું : સાવચેતીમાં ફંડોનું ઓફલોડિંગ

Updated: Feb 13th, 2020

GS TEAM

Google News
Google News
સેન્સેક્સ 106 પોઈન્ટ ઘટીને 41460 1 - image

(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઈ, તા. 13 ફેબુ્રઆરી 2020, ગુરૂવાર

ભારતમાં ડિસેમ્બરમાં ઔદ્યોગિક ઉત્પાદન વૃદ્વિ(આઈઆઈપી) નવેમ્બરના ૧.૮ ટકાની તુલનાએ ઘટીને ૦.૩ ટકા આવતાં અને રીટેલ ફુગાવાનો આંક ડિસેમ્બર ૨૦૧૯ના ૭.૩૫ ટકાની તુલનાએ વધીને જાન્યુઆરી ૨૦૨૦માં ૭.૫૯ ટકાની ૬૮ મહિનાની ઊંચાઈએ પહોંચી જતાં આર્થિક વિકાસ વધુ  નબળો પડવાના સંક્તે વચ્ચે આજે ફંડોએ સાવચેતીમાં શેરોમાં ઈન્ડેક્સ બેઝડ ઓવરબોટ પોઝિશન ફરી હળવી કરી હતી. આરંભિક મજબૂતી બાદ ફંડોએ બેંકિંગ શેરોમાં મોટું ઓફલોડિંગ કરતાં નરમાઈ  જોવાઈ હતી. આર્થિક નબળા આંકડા સાથે વૈશ્વિક મોરચે ચાઈનામાં કોરોના વાઈરસના પરિણામે ૧૨૦૦થી  વધુ લોકોના મોત થયા હોવાના અને વિશ્વભરમાં  ૪૮૦૦૦થી વધુ લોકો આ વાઈરસથી અસરગ્રસ્ત થયાના આંકડાથી વૈશ્વિક આર્થિક વૃદ્વિ વધુ મંદ પડવાના ફરી ભયના  કારણે વૈશ્વિક બજારોમાં આજે પીછેહઠ પાછળ ભારતીય શેર બજારોમાં  પણ સાવચેતીમાં તેજીનો  વેપાર હળવો થયો હતો. આ સાથે  કોર્પોરેટ ઈન્ડિયાના ડિસેમ્બર ૨૦૧૯ અંતના ત્રિમાસિક પરિણામો નબળા જાહેર થતાં  નિરાશામાં ઈન્વેસ્ટરોએ સાવચેતીમાં રોકાણ  હળવું કરતાં સ્મોલ, મિડ કેપ શેરોમાં  સતત વ્યાપક ધોવાણ થતું જોવાયું હતું. સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર્સ(એસ એન્ડ પી) દ્વારા ભારતના રેટીંગને ટ્રીપલ બી માઈનસ-એ-થ્રી જાળવીને સ્ટેલબ આઉટલૂક આપીને ભારતમાં આર્થિક રિકવરી ફરી જોવાશે એવી અપેક્ષા આજે બજાર બંધ થયા બાદ બતાવાઈ હતી. ફાર્મા-હેલ્થકેર, કન્ઝયુમર ડયુરેબલ્સ, આઈટી-સોફટવેર સર્વિસિઝ શેરોમાં ફંડોની  લેવાલી સામે બેંકિંગ-ફાઈનાન્સ, મેટલ-માઈનીંગ, ઓઈલ-ગેસ શેરોમાં  ફંડોની વેચવાલીએ સેન્સેક્સ અંતે ૧૦૬.૧૧ પોઈન્ટ ઘટીને ૪૧,૪૫૯.૭૯ અને નિફટી સ્પોટ ૨૬.૫૫ પોઈન્ટ ઘટીને ૧૨,૧૭૪.૬૫ બંધ રહ્યા હતા.

સેન્સેક્સ ફંડોના બેંકિંગ શેરોમાં હેમરીંગે ઈન્ટ્રા-ડે ૪૧,૩૩૮ સુધી ગબડી અંતે ૧૦૬ પોઈન્ટ ઘટીને ૪૧,૪૬૦

ટ્રેડીંગની શરૂઆત આજે મજબૂતીએ થઈ હતી. સેન્સેક્સ આગલા બંધ ૪૧,૫૬૫.૯૦ સામે ૪૧,૭૦૭.૨૧ મથાળે ખુલીને આઈટી-સોફટવેર સર્વિસિઝ શેરોમાં ઈન્ફોસીસ, ટીસીએસ, ટેક મહિન્દ્રામાં આકર્ષણે અને ટાઈટન, સન ફાર્મા, હિન્દુસ્તાન યુનિલિવર, નેસ્લે ઈન્ડિયા, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, બજાજ ફાઈનાન્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, પાવર ગ્રીડ કોર્પ, અલ્ટ્રાટેક સિમેન્ટ સહિતમાં લેવાલીએ એક સમયે વધીને ૪૧૭૦૯.૩૦ સુધી પહોંચ્યો હતો. જે વધ્યામથાળેથી પાછો ફરીને બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ઈન્ડસઈન્ડ બેંકના રેટીંગ આઉટલૂકને મૂડીઝે ડાઉનગ્રેડ કર્યાની સતત નેગેટીવ અસરે વેચવાલી થતાં અને આઈસીઆઈસીઆઈ બેંક, કોટક મહિન્દ્રા બેંક, એચડીએફસી લિમિટેડ, એક્સીસ બેંકમાં ઓફલોડિંગ થતાં અને ટાટા સ્ટીલ, ઓએનજીસી, મારૂતી સુઝુકી, આઈટીસી, હીરો મોટોકોર્પ, ભારતી એરટેલ, લાર્સન એન્ડ ટુબ્રો,  એચસીએલ ટેકનોલોજી, અલ્ટ્રાટેક સિમેન્ટ, એનટીપીસી, આઈટીસી સહિતમાં વેચવાલીએ ઘટીને નીચામાં ૪૧૩૩૮.૩૧ સુધી આવી અંતે શોર્ટ કવરિંગની રિકવરીએ ૧૦૬.૧૧ પોઈન્ટ ઘટીને ૪૧,૪૫૯.૭૯ બંધ રહ્યો હતો.

નિફટી ૧૨,૨૦૦ની સપાટી ગુમાવી : ઉપરમાં ૧૨,૨૨૫ થઈ ઘટીને ૧૨,૧૩૯ સુધી આવી અંતે ૨૭ પોઈન્ટ ઘટીને ૧૨,૧૭૫

એનએસઈનો નિફટી સ્પોટ આગલા બંધ ૧૨,૨૦૧.૨૦ સામે ૧૨,૨૧૯.૫૫ મથાળે ખુલીને આરંભમાં તેજીમાં આઈટી શેરોમાં ઈન્ફોસીસ, ટીસીએસ, ટેક મહિન્દ્રામાં લેવાલીએ અને ડો.રેડ્ડીઝ લેબોરેટરીઝ દ્વારા વોખાર્ટના ફાર્મા બ્રાન્ડ બિઝનેસને રૂ.૧૮૫૦ કરોડમાં હસ્તગત કરાયાના અહેવાલે લેવાલી થતાં અને સન ફાર્મા, હિન્દુસ્તાન યુનિલિવર, નેસ્લે ઈન્ડિયા, ટાઈટન સહિતમાં લેવાલીએ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં સતત આકર્ષણે નિફટી વધીને ઉપરમાં ૧૨,૨૨૫.૬૫ સુધી પહોંચ્યો હતો. જે વધ્યામથાળેથી પાછો ફરીને બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ઈન્ડસઈન્ડ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, કોટક મહિન્દ્રા બેંક, એચડીએફસી લિમિટેડ, એક્સીસ બેંક, એચડીએફસી બેંક, બજાજ ફિનસર્વ સહિતમાં ઓફલોડિંગે અને લાર્સન એન્ડ ટુબ્રો, આઈઓસી, વિપ્રો, અલ્ટ્રાટેક સિમેન્ટ, ગ્રાસીમ, આઈટીસી, બજાજ ઓટો, મારૂતી સુઝુકી, જેએસડબલ્યુ સ્ટીલ, બ્રિટાનીયા સહિતમાં વેચવાલીએ ઘટીને નીચામાં ૧૨,૧૩૯.૮૦ સુધી આવી અંતે ૨૬.૫૫ પોઈન્ટ ઘટીને ૧૨,૧૭૪.૬૫ બંધ રહ્યો હતો.

બેંક નિફટી ફેબુ્રઆરી ફયુચર ૩૧,૫૬૬ થી ઘટીને ૩૧,૨૦૨ : નિફટી ફયુચર ૧૨૨૨૮ થી ઘટીને ૧૨૧૬૩

ડેરિવેટીવ્ઝમાં નિફટી બેઝડ આજે ફરી ફંડોએ ઓવરબોટ પોઝિશન હળવી કરી હતી. બેંક નિફટી ફેબુ્રઆરી ફયુચર ૧,૨૧,૮૨૩ કોન્ટ્રેકટસમાં રૂ.૭૬૨૮.૯૨ કરોડના કામકાજે ૩૧,૫૫૬.૯૦ સામે ૩૧,૫૬૫.૧૦ મથાળે ખુલીને ઉપરમાં ૩૧,૬૨૬.૭૦ થઈ ઘટીને ૩૧,૧૮૮.૮૫ સુધી આવી અંતે ૩૧,૨૦૨.૦૫ રહ્યો હતો. નિફટી ફેબુ્રઆરી ફયુચર ૯૧,૧૦૨ કોન્ટ્રેકટસમાં રૂ.૮૩૧૫.૭૯ કરોડના કામકાજે ૧૨,૨૨૮.૪૫ સામે ૧૨,૨૧૯.૯૦ મથાળે ખુલીને નીચામાં ૧૨,૧૪૫.૫૦ સુધી પટકાઈ અંતે ૧૨,૧૬૩.૧૫ રહ્યો હતો.

નિફટી ૧૨,૨૦૦નો કોલ ૮૫.૯૦ થી ઘટીને ૫૩ : નિફટી ૧૨,૧૦૦નો પુટ ૩૭.૧૫ થી વધીને ૫૨.૫૦

 નિફટી ૨૦,ફેબુ્રઆરી એક્સપાઈરીના વિવિધ કોલ-પુટ ઓપ્શન્સમાં નિફટી ૧૨,૨૦૦નો કોલ ૯૮,૪૬૯ કોન્ટ્રેકટસમાં રૂ.૯૦૪૮.૨૨ કરોડના કામકાજે ૮૫.૯૦ સામે ૮૭ મથાળે ખુલીને નીચામાં ૪૪.૪૫ સુધી પટકાઈ અંતે ૫૩ રહ્યો હતો. નિફટી ૧૨,૧૦૦નો પુટ ૬૬,૬૯૨ કોન્ટ્રેકટસમાં રૂ.૬૦૭૬.૭૪ કરોડના કામકાજે ૩૭.૧૫ સામે ૪૧ મથાળે ખુલીને નીચામાં ૩૭.૬૫ થઈ વધીને ૫૫ સુધી પહોંચી અંતે ૫૨.૫૦ રહ્યો હતો. નિફટી ૧૨,૩૦૦નો કોલ ૬૩,૨૮૨કોન્ટ્રેકટસમાં રૂ.૫૮૪૮.૧૦ કરોડના કામકાજે ૪૦.૯૦ સામે ૪૨.૪૫ મથાળે ખુલીને નીચામાં ૧૮.૩૦ સુધી આવી અંતે ૨૧.૫૦ રહ્યો હતો. 

ડો.રેડ્ડીઝ દ્વારા વોખાર્ટના ફોર્મ્યુલેશન બિઝનેસને રૂ.૧૮૫૦ કરોડમાં હસ્તગત કરાતાં શેર રૂ.૧૨૯ વધીને રૂ.૩૩૨૫

ડો.રેડ્ડીઝ લેબોરેટરીઝ દ્વારા વોખાર્ટના સ્થાનિક બ્રાન્ડેડ જીનેરિક્સ બિઝનેસના કેટલાક ડિવિઝનોને અને અમુક નેપાળ, શ્રીલંકા, ભૂતાન અને માલદીવના બિઝનેસને રૂ.૧૮૫૦ કરોડમાં હસ્તગત કરવાનું જાહેર કરાતાં શેરમાં લેવાલીએ રૂ.૧૨૮.૯૦ ઉછળીને રૂ.૩૩૨૪.૬૦ રહ્યો હતો. જ્યારે વોખાર્ટ રૂ.૧૭.૬૦ ઘટીને રૂ.૩૪૯.૮૫ રહ્યો હતો. ફાર્મા-હેલ્થકેર શેરોમાં અન્યોમાં ફર્મેન્ટા રૂ.૩૪.૮૦ ઉછળીને રૂ.૨૭૬.૧૦, સિક્વેન્ટ સાઈન્ટિફિક રૂ.૯ વધીને રૂ.૯૬.૬૦, ઈપ્કા લેબ રૂ.૯૩.૫૫ વધીને રૂ.૧૪૨૦.૫૫, ગ્રેન્યુઅલ્સ રૂ.૧૦.૫૦ વધીને રૂ.૧૬૯.૮૫, ઈન્ડોકો રૂ.૧૨.૦૫ વધીને રૂ.૨૫૧.૨૫, સનોફી રૂ.૩૦૭.૭૦ વધીને રૂ.૭૩૭૨.૦૫, જેબી કેમિકલ્સ રૂ.૨૧.૮૦ વધીને રૂ.૫૮૭.૨૦, અજન્તા ફાર્મા રૂ.૫૩.૯૦ વધીને રૂ.૧૪૫૦.૫૫, ટોરન્ટ ફાર્મા રૂ.૭૩ વધીને રૂ.૨૦૮૧.૮૦, એસ્ટ્રાઝેનેકા ફાર્મા રૂ.૮૮.૪૦ વધીને રૂ.૨૭૮૩.૯૦, ગ્લેક્સો રૂ.૪૨.૦૫ વધીને રૂ.૧૩૪૩.૯૫, ફાઈઝર રૂ.૧૨૮.૧૫ વધીને રૂ.૪૫૯૦.૪૦, દિવીઝ લેબ રૂ.૩૮.૮૫ વધીને રૂ.૨૧૫૯.૮૦, પ્રોક્ટર એન્ડ ગેમ્બલ રૂ.૬૮.૮૫ વધીને રૂ.૪૨૮૫, અપોલો હોસ્પિટલ રૂ.૨૩.૮૦ વધીને રૂ.૧૭૦૭.૮૦, અબોટ ઈન્ડિયા રૂ.૩૬.૨૦ વધીને રૂ.૧૪,૭૩૦, સન ફાર્મા રૂ.૪.૬૫ વધીને રૂ.૪૧૯.૦૫ રહ્યા હતા. 

આઈટી-મીડિયા-એન્ટરટેઈન્મેન્ટ શેરોમાં તેજી : ટીવી ટુડે, ઝી, ટીવી ૧૮ બ્રોડકાસ્ટ, ટેક મહિન્દ્રા, ટીસીએસ, ઈન્ફોસીસ વધ્યા

આઈટી-સોફટવેર સર્વિસિઝ શેરો સાથે આજે મીડિયા, એન્ટરટેઈન્મેન્ટ શેરોમાં ફંડોની વ્યાપક લેવાલી રહી હતી. ટીવી ટુડે રૂ.૭.૮૫ ઉછળીને રૂ.૨૪૫, ઝી રૂ.૫.૨૦ વધીને રૂ.૨૩૭.૨૫, જસ્ટ ડાયલ રૂ.૧૦ વધીને રૂ.૫૧૫.૮૫, ટીવી ૧૮બ્રોડકાસ્ટ ૫૦ પૈસા વધીને રૂ.૨૭, ઈન્ફોસીસ રૂ.૧૧.૩૦ વધીને રૂ.૭૯૨.૩૫,  માઈન્ડટ્રી રૂ.૧૨.૯૫ વધીને રૂ.૯૩૫.૦૫, ટેક મહિન્દ્રા રૂ.૮.૦૫ વધીને રૂ.૮૨૯.૪૦, ટીસીએસ રૂ.૨૧.૧૦ વધીને રૂ.૨૧૯૧.૬૦, પીવીઆર રૂ.૧૩.૦૫ વધીને રૂ.૨૦૭૬.૮૫, ઈન્ફ્રાટેલ રૂ.૧.૨૦ વધીને રૂ.૨૪૫ રહ્યા હતા. 

કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં આકર્ષણ : ટાઈટન રૂ.૩૦ વધીને રૂ.૧૨૯૯ : બ્લુ સ્ટાર, ટીટીકે પ્રેસ્ટિજ, વોલ્ટાસ વધ્યા

કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં પણ આજે પસંદગીની લેવાલી રહી હતી. ટાઈટન રૂ.૩૦.૦૫ વધીને રૂ.૧૨૯૮.૭૦, બ્લુ સ્ટાર રૂ.૯.૩૦ વધીને રૂ.૮૦૬, ટીટીકે પ્રેસ્ટિજ રૂ.૪૫.૯૫ વધીને રૂ.૫૯૦૮.૨૦, વોલ્ટાસ રૂ.૩.૬૦ વધીને રૂ.૬૮૫.૭૦ રહ્યા હતા. 

ઈન્ડસઈન્ડ બેંક સતત રેટીંગ આઉટલૂક ડાઉનગ્રેડે રૂ.૪૭ ઘટીને રૂ.૧૨૩૦ : સિટી યુનિયન બેંક, આરબીએલ બેંક ઘટયા

બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં આજે ફંડોએ ઓફલોડિંગ વધાર્યું હતું. ઈન્ડસઈન્ડ બેંકના રેટીંગ આઉટલૂકને મૂડીઝ દ્વારા સ્ટેબલથી ડાઉનગ્રેડ નેગેટીવ કરતાં સતત બીજા દિવસે શેરમાં વેચવાલીએ રૂ.૪૭ ઘટીને રૂ.૧૨૩૦.૨૦ રહ્યો હતો. સિટી યુનિયન બેંક રૂ.૫.૫૦ ઘટીને રૂ.૨૨૨, આરબીએલ બેંક રૂ.૬.૫૫ ઘટીને રૂ.૩૨૫.૮૫, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૮.૩૦ ઘટીને રૂ.૫૪૧, ફેડરલ બેંક રૂ.૧.૩૫ ઘટીને રૂ.૮૯.૦૫, કોટક મહિન્દ્રા બેંક રૂ.૨૪.૭૫ ઘટીને રૂ.૧૬૯૦, એક્સીસ બેંક રૂ.૯.૦૫ ઘટીને રૂ.૭૪૬.૧૦, એચડીએફસી બેંક રૂ.૭.૮૫ ઘટીને રૂ.૧૨૪૧.૨૦, કેર રેટીંગ રૂ.૩૮.૬૦ ઘટીને રૂ.૫૪૨.૮૫, લક્ષ્મી વિલાસ બેંક રૂ.૧ ઘટીને રૂ.૧૯.૯૦, રેલીગેર રૂ.૨ ઘટીને રૂ.૪૩.૨૦, બંધન બેંક રૂ.૧૭.૭૦ ઘટીને રૂ.૪૫૧.૮૦, ઈન્ડિયાબુલ્સ હાઉસીંગ ફાઈનાન્સ રૂ.૧૨.૬૫ વધીને રૂ.૩૨૬.૮૦, પીએનબી હાઉસીંગ ફાઈનાન્સ રૂ.૮.૧૫ ઘટીને રૂ.૪૧૨.૪૫,  એચડીએફસી લિમિટેડ રૂ.૩૩.૩૫ ઘટીને રૂ.૨૪૦૩.૨૦, બજાજ ફિનસર્વ રૂ.૬૮.૪૫ ઘટીને રૂ.૯૭૦૪.૮૫ રહ્યા હતા. 

ઓટો શેરોમાં નરમાઈ : મધરસન સુમી, ટાટા મોટર્સ, ટીવીએસ મોટર, મારૂતી સુઝુકી, હીરો મોટોકોર્પ, કયુમિન્સ ઘટયા

ઓટોમોબાઈલ શેરોમાં આજે ફરી પ્રોફિટ બુકિંગ થયું હતું. મધરસન સુમી રૂ.૨.૬૫ ઘટીને રૂ.૧૨૪.૮૫, ટાટા મોટર્સ રૂ.૧.૩૫ વધીને રૂ.૧૬૯.૪૫, ટીવીએસ મોટર રૂ.૩.૩૦ ઘટીને રૂ.૪૪૪.૭૦, મારૂતી સુઝુકી રૂ.૪૧.૭૫ ઘટીને રૂ.૭૦૦૦.૮૫, હીરો મોટોકોર્પ રૂ.૧૩.૮૫ ઘટીને રૂ.૨૪૦૯, કયુમિન્સ ઈન્ડિયા રૂ.૨.૪૦ ઘટીને રૂ.૫૪૮.૨૦ રહ્યા હતા. 

ઈન્ડો-નેશનલ ૨૦ ટકા ઉપલી સર્કિટ : રૂ.૧૦૪ વધીને રૂ.૬૪૨ : એનએમડીસી, જિન્દાલ સ્ટીલ, ટાટા સ્ટીલ ઘટયા

ઈન્ડો-નેશનલ લિમિટેડ(નિપ્પો બેટરીઝ) આજે ૨૦ ટકાની ઉપલી સર્કિટમાં શેર ઉપરમાં રૂ.૬૪૨ સુધી જઈ અંતે ૧૬.૪૨ ટકા એટલે કે રૂ.૮૪.૯૦ ઉછળીને રૂ.૬૦૫ રહ્યો હતો. મેટલ-માઈનીંગ શેરોમાં એનએમડીસી રૂ.૪.૭૦ ઘટીને રૂ.૧૧૦,  જિન્દાલ સ્ટીલ રૂ.૩.૨૫ ઘટીને રૂ.૧૯૩.૭૫, ટાટા  સ્ટીલ રૂ.૭.૦૫ ઘટીને રૂ.૪૪૦.૯૦, સેઈલ રૂ.૪૫.૧૫ રહ્યા હતા. 

સ્મોલ, મિડ કેપ શેરોમાં સતત વ્યાપક ધોવાણ : ૧૪૩૨ શેરો નેગેટીવ બંધ : ૨૩૩ શેરોમાં મંદીની નીચલી સર્કિટ

સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં આજે સતત બીજા દિવસે ફંડો, ખેલંદાઓની વ્યાપક વેચવાલી રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૬૪૬ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૪૩૨ અને વધનારની સંખ્યા ૧૦૫૭ રહી હતી. ૨૩૩ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૭૪ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી. 

FPIs/FIIની કેશમાં રૂ.૧૦૬૧ કરોડ, સ્ટોક ફયુચર્સમાં રૂ.૫૨૩ કરોડની ખરીદી : DIIની કેશમાં રૂ.૯૬૦ કરોડની વેચવાલી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈની આજે-ગુરૂવારે કેશમાં રૂ.૧૦૬૧.૩૯ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૫૫૦૧.૪૯ કરોડની ખરીદી સામે કુલ રૂ.૪૪૪૦.૨૦ કરોડની વેચવાલી કરી હતી. એફઆઈઆઈ-એફપીઆઈઝની આજે ફયુચર્સમાં ઈન્ડેક્સ ફયુચર્સમાં રૂ.૨૩૫.૨૮ કરોડની ચોખ્ખી વેચવાલી અને સ્ટોક ફયુચર્સમાં રૂ.૫૨૨.૮૦ કરોડની ચોખ્ખી ખરીદી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૂ.૯૬૦.૪૮ કરોડની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૨૯૫૧.૬૯ કરોડની ખરીદી સામે કુલ રૂ.૩૯૧૨.૧૭ કરોડની વેચવાલી થઈ હતી. 


Tags :