Get The App

સપ્તાહના અંતે શેરોમાં ઉછાળે સાવચેતી છતાં સેન્સેક્સ 41809 નવો ઈતિહાસ રચી અંતે 8 પોઈન્ટ વધીને 41682 નવા શિખરે

- નિફટી સ્પોટ ૧૨ પોઈન્ટ વધીને ૧૨૨૭૨ નવી વિક્રમી ઊંચાઈએ બંધ : બેંકિંગ, કન્ઝયુમર ડયુરેબલ્સ, મેટલ શેરોમાં આકર્ષણ : FPIs/FIIની કેશમાં રૂ.૩૩૯ કરોડની ચોખ્ખી ખરીદી, DIIની કેશમાં રૂ.૨૯૫ કરોડની ચોખ્ખી વેચવાલી

- ડોલર ૮ પૈસા વધીને રૂ.૭૧.૧૦ : ક્રુડ ઓઈલ બ્રેન્ટ ૬૬.૨૯ ડોલર

Updated: Dec 20th, 2019

GS TEAM

Google News
Google News
સપ્તાહના અંતે શેરોમાં ઉછાળે સાવચેતી છતાં સેન્સેક્સ 41809 નવો ઈતિહાસ રચી અંતે 8 પોઈન્ટ વધીને 41682 નવા શિખરે 1 - image

(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઈ, તા. 20 ડિસેમ્બર 2019, શુક્રવાર

સપ્તાહના અંતે આજે શેરોમાં ઈન્ડેક્સ બેઝડ વિક્રમી તેજી આગળ વધ્યા છતાં ઉછાળે સાવચેતીમાં ઓવરબોટ પોઝિશન હળવી થતી જોવાઈ હતી. કેન્દ્ર સરકાર દ્વારા આર્થિક મંદ પડેલી વૃદ્વિને વેગ આપવા માટે બનતાં તમામ પ્રયાસો કરવાના ઉદ્યોગો-કોર્પોરેટ ઈન્ડિયાને આશ્વાસન છતાં આઈએમએફના ચીફ ઈકોનોમિસ્ટ દ્વારા ભારતીય અર્થતંત્રમાં ૨૦૨૦ના બીજા અર્ધવાર્ષિકમાં પણ રિકવરી નહીં જોવાય એવા કરાયેલા નેગેટીવ નિવેદનની અસરે શેરોમાં  ઉછાળે નવી મોટી ખરીદીમાં સાવચેતી જોવાઈ હતી. કેન્દ્ર સરકાર દ્વારા હવે કેન્દ્રિય બજેટમાં કોર્પોરેટ ઈન્ડિયા, ઉદ્યોગોને નવા પ્રોત્સાહનો જાહેર કરાશે એવી અપેક્ષાએ શેરોમાં આજે પસંદગીનું આકર્ષણ જળવાયું હતું. અલબત સપ્તાહના અંત રહેતાં અને ઈન્ડેક્સ બેઝડ સતત વિક્રમી તેજીનો દોર આગળ વધતો રહી બજાર ઓવરબોટ ઝોનમાં  આવી ગયું હોઈ ફંડોએ સાવચેતીમાં આજે ઓવરબોટ પોઝિશન સાધારણ હળવી કરી હતી. રૂપિયા સામે અમેરિકી ડોલર ૮ પૈસા વધીને રૂ.૭૧.૧૦ રહ્યો હતો. ઈન્ડેક્સ બેઝડ વિક્રમી તેજીમાં સેન્સેક્સે ૪૧૮૦૯ અને નિફટી સ્પોટે ૧૨૨૯૩ નવો ઈતિહાસ રચીને અંતે બેંકિંગ, કન્ઝયુમર ડયુરેબલ્સ, મેટલ-માઈનીંગ શેરોમાં પસંદગીના આકર્ષણે અંતે ૭.૬૨ પોઈન્ટ વધીને ૪૧૬૮૧.૫૪ અને નિફટી સ્પોટ ૧૨.૧૦ પોઈન્ટ વધીને ૧૨૨૭૧.૮૦ની નવી વિક્રમી ઊંચાઈએ બંધ રહ્યા હતા.

સેન્સેક્સ આરંભિક તેજીમાં ૧૩૬ પોઈન્ટ વધીને ૪૧૮૦૯ નવો ઈતિહાસ રચી અંતે ૮ પોઈન્ટ વધીને ૪૧૬૮૨ નવા શિખરે

ટ્રેડીંગની શરૂઆત આજે મજબૂતીએ થઈ હતી. સેન્સેક્સ આગલા બંધ ૪૧૭૪૬.૨૦ સામે ૪૧૭૪૬.૨૦ મથાળે ખુલીને બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, યશ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, બજાજ ફાઈનાન્સ, એચડીએફસી બેંક સહિતમાં લેવાલીએ અને મેટલ શેરોમાં ટાટા સ્ટીલ સહિતમાં ફંડોની તેજી થતાં અને હીરો મોટોકોર્પ, ભારતી એરટેલ, એનટીપીસી, મારૂતી સુઝુકી, ટેક મહિન્દ્રા, ઈન્ફોસીસ સહિતમાં આકર્ષણે એક સમયે ૧૩૬.૦૪ પોઈન્ટ વધીને ઉપરમાં ૪૧૮૦૯.૯૬ સુધી પહોંચ્યો હતો. જે વધ્યામથાળેથી પાછો ફરીને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં પ્રોફિટ બુકિંગ સાથે આઈટીસી, વેદાન્તા, કોટક મહિન્દ્રા બેંક, સન ફાર્મા, એક્સીસ બેંક, બજાજ ઓટો, ટીસીએસ, ઓએનજીસી, હિન્દુસ્તાન યુનિલિવર સહિતમાં વેચવાલીએ નીચામાં ૪૧૬૩૬.૧૧ સુધી આવી અંતે ફરી પોઝિટીવ ઝોનમાં આવી ૭.૬૨ પોઈન્ટ વધીને ૪૧૬૮૧.૫૪ નવી વિક્રમી ઊંચાઈએ બંધ રહ્યો હતો.

નિફટી સ્પોટ આરંભિક તેજીમાં ૧૨૨૯૪ નવો ઈતિહાસ રચી અંતે ૧૨ પોઈન્ટ વધીને ૧૨૨૭૨ નવી ઊંચાઈએ

એનએસઈનો નિફટી સ્પોટ આગલા બંધ ૧૨૨૫૯.૭૦ સામે ૧૨૨૬૬.૪૫ મથાળે ખુલીને આરંભમાં મજબૂતીમાં મેટલ-માઈનીંગ શેરોમાં ટાટા સ્ટીલ, કોલ ઈન્ડિયામાં તેજી સાથે બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, યશ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, બજાજ ફાઈનાન્સ, એચડીએફસી બેંક તેમ જ ટાઈટન, નેસ્લે ઈન્ડિયા, ઝી, ગેઈલ ઈન્ડિયા, ભારતી એરટેલ,  એનટીપીસી, અલ્ટ્રાટેક સિમેન્ટ, મારૂતી સુઝુકી સહિતમાં આકર્ષણે એક સમયે વધીને ૧૨૨૯૩.૯૦ સુધી પહોંચ્યો હતો. જે વધ્યામથાળેથી પાછો ફરીને ઓટો શેરોમાં આઈશર મોટર્સ, ટાટા મોટર્સ, બજાજ ઓટો સહિતમાં પ્રોફિટ બુકિંગે અને આઈટીસી, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ટીસીએસ, સન ફાર્મા, ડો.રેડ્ડીઝ લેબોરેટરીઝ, હિન્દાલ્કો સહિતમાં વેચવાલીએ એક તબક્કે નીચામાં ૧૨૨૫૨.૭૫ સુધી આવી ગયો હતો. જે ફરી પોઝિટીવ ઝોનમાં આવી જઈ અંતે ૧૨.૧૦ પોઈન્ટ વધીને ૧૨૨૭૧.૮૦ બંધ રહ્યો હતો.

નિફટી ૧૨,૩૦૦નો કોલ ૪૭.૭૦ થી વધીને ૫૬.૭૦ થઈ અંતે ૪૮ : નિફટી ૧૨,૨૦૦નો પુટ ૪૦.૨૫ થી ઘટીને ૨૬.૫૦

ડેરિવેટીવ્ઝમાં નિફટી બેઝડ આજે સતત ફંડોની તેજી બાદ અંતે તેજીની ઓવરબોટ પોઝિશન હળવી થતી જોવાઈ હતી. નિફટી ૧૨,૩૦૦નો કોલ ૩,૪૦,૫૨૨ કોન્ટ્રેકટસમાં રૂ.૩૧,૫૪૧.૨૫ કરોડના કામકાજે ૪૭.૭૦ સામે ૪૭.૫૦ મથાળે ખુલીને ઉપરમાં ૫૬.૭૦ થઈ ઘટીને ૪૧.૫૦ સુધી આવી અંતે ૪૮ રહ્યો હતો. નિફટી ૧૨,૨૦૦નો પુટ ૨,૫૭,૨૦૦નો કોન્ટ્રેકટસમાં રૂ.૨૩,૬૦૦.૪૨ કરોડના કામકાજે ૪૦.૨૫ સામે ૪૨ મથાળે ખુલીને ઉપરમાં ૪૪ થઈ ઘટીને ૨૫ સુધી આવી અંતે ૨૬.૫૦ રહ્યો હતો. નિફટી ૧૨,૪૦૦નો કોલ ૨,૦૧,૬૯૮ કોન્ટ્રેકટસમાં રૂ.૧૮,૭૮૧.૪૮ કરોડના કામકાજે ૧૪.૯૫ સામે ૧૫ મથાળે ખુલીને ઉપરમાં ૧૯.૧૫ થઈ ઘટીને ૧૨.૩૫ સુધી આવી અંતે ૧૩.૨૫ રહ્યો હતો. નિફટી ૧૨,૩૦૦નો પુટ ૧,૯૦,૯૧૪ કોન્ટ્રેકટસમાં રૂ.૧૭,૭૧૫.૧૫ કરોડના કામકાજે ૮૧.૪૦ સામે ૮૦ મથાળે ખુલીને ઉપરમાં ૮૭.૪૫ થઈ ઘટીને ૫૫.૬૦ સુધી આવી અંતે ૫૯.૬૦ રહ્યો હતો.

બેંક નિફટી ફયુચર ૩૨,૨૬૦ થી વધીને ૩૨,૩૮૦ : નિફટી ફયુચર ૧૨,૨૬૮ થી વધીને ૧૨,૨૯૮ થઈ અંતે ૧૨,૨૯૦

બેંક નિફટી ડિસેમ્બર ફયુચર ૯૮,૪૭૭ કોન્ટ્રેકટસમાં રૂ.૬૩૬૭.૯૦ કરોડના કામકાજે ૩૨,૨૬૦.૪૦ સામે ૩૨,૨૨૭ મથાળે ખુલીને ઉપરમાં ૩૨,૪૪૦ અને નીચામાં ૩૨,૧૮૦ સુધી આવી અંતે ૩૨,૩૮૦ રહ્યો હતો. નિફટી ડિસેમ્બર ફયુચર ૭૯,૮૭૪ કોન્ટ્રેકટસમાં રૂ.૭૩૫૬.૪૫ કરોડના કામકાજે ૧૨,૨૬૮.૯૫ સામે ૧૨,૨૭૦.૨૦ મથાળે ખુલીને ઉપરમાં ૧૨,૨૯૮.૯૫ થઈ નીચામાં ૧૨,૨૫૫.૫૦ સુધી આવી અંતે ૧૨,૨૯૦.૨૫ રહ્યો હતો. નિફટી ૧૨,૫૦૦નો કોલ ૧,૨૦,૨૦૦ કોન્ટ્રેકટસમાં રૂ.૧૧,૨૭૨.૩૪ કરોડના કામકાજે ૩.૮૫ સામે ૩.૭૦ મથાળે ખુલીને ઉપરમાં ૫ થઈ ઘટીને ૨.૯૦ સુધી આવી અંતે ૩ રહ્યો હતો. નિફટી ૧૨,૦૦૦નો પુટ ૧૧.૯૦ સામે ૧૨.૪૫ મથાળે ખુલીને ઉપરમાં ૧૨.૯૫ થઈ ઘટીને ૭.૫૦ સુધી આવી અંતે ૭.૫૦ રહ્યો હતો. 

સ્ટેટ બેંક, એસબીઆઈ લાઈફ, આઈબી વેન્ચર્સ, એચડીએફસી એએમસી વધ્યા : IIFL, મોતીલાલ ઓસ્વાલ, કોટક બેંક ઘટયા

બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં આજે ફંડોનું પસંદગીના શેરોમાં વેલ્યુબાઈંગ જળવાયું હતું. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૯.૭૦ વધીને રૂ.૩૩૭.૮૫, યશ બેંક રૂ.૧.૪૫ વધીને રૂ.૫૧.૩૫, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૫.૮૫ વધીને રૂ.૫૪૫.૮૫, એચડીએફસી બેંક રૂ.૭.૭૫ વધીને રૂ.૧૨૯૬.૨૦, આઈબી વેન્ચર્સ રૂ.૮.૪૦ વધીને રૂ.૧૭૬.૯૦, શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઈનાન્સ રૂ.૪૯.૨૦ વધીને રૂ.૧૧૮.૪૫, એચડીએફસી એએમસી રૂ.૧૦૭.૯૫ વધીને રૂ.૩૨૪૮.૪૦, જીઆઈસી હાઉસીંગ ફાઈનાન્સ રૂ.૪.૮૦ વધીને રૂ.૧૫૪.૫૫, એસબીઆઈ લાઈફ  રૂ.૨૬.૯૦ વધીને રૂ.૯૯૬.૪૦, ઈન્ડિયાબુલ્સ હાઉસીંગ ફાઈનાન્સ રૂ.૫.૫૦ વધીને રૂ.૨૯૯.૩૦, જેએમ ફાઈનાન્શિયલ રૂ.૧.૨૦ વધીને રૂ.૯૩.૧૦, એલ એન્ડ ટી ફાઈનાન્સ હોલ્ડિંગ રૂ.૧.૩૫ વધીને રૂ.૧૧૬.૬૦, બજાજ ફાઈનાન્સ રૂ.૪૩.૭૦ વધીને રૂ.૪૧૩૪.૮૦  રહ્યા હતા. અલબત કેટલાક શેરોમાં ફંડોએ ઓવરબોટ પોઝિશન હળવી કરી હતી. કોટક મહિન્દ્રા બેંક રૂ.૩૬.૨૫ ઘટીને રૂ.૧૬૯૩.૦૫, સિટી યુનિયન બેંક રૂ.૪.૫૫ ઘટીને રૂ.૨૨૩.૩૫, એક્સીસ બેંક રૂ.૩.૦૫ ઘટીને રૂ.૭૩૯.૭૦, ઈન્ડસઈન્ડ બેંક રૂ.૨.૪૦ ઘટીને રૂ.૧૪૮૭.૫૫, આઈઆઈએફએલ રૂ.૮.૭૦ ઘટીને રૂ.૧૪૦.૩૦, આવાસ રૂ.૫૭.૭૦ ઘટીને રૂ.૧૮૦૫.૭૦, મોતીલાલ ઓસ્વાલ રૂ.૧૭.૩૦ ઘટીને રૂ.૭૪૧.૯૫, બેંક ઓફ ઈન્ડિયા રૂ.૧.૫૫ ઘટીને રૂ.૬૯.૯૦, કેનફિન હોમ રૂ.૫.૩૦ ઘટીને રૂ.૩૯૨.૭૦ રહ્યા હતા. 

કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં પસંદગીની તેજી : ટાઈટન રૂ.૪૨ વધીને રૂ.૧૨૦૨ : બ્લુ સ્ટાર, સિમ્ફની વધ્યા

કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં આજે પસંદગીની લેવાલી રહી હતી. ટાઈટન રૂ.૪૨.૨૫ વધીને રૂ.૧૨૦૧.૯૫, બ્લુ સ્ટાર રૂ.૩.૩૦ વધીને રૂ.૮૦૭.૧૫, સિમ્ફની રૂ.૪.૭૦ વધીને રૂ.૧૧૪૪.૫૫ રહ્યા હતા. જ્યારે બજાજ ઈલેક્ટ્રિકલ્સ રૂ.૯.૪૫ ઘટીને રૂ.૩૩૩.૯૦, વ્હર્લપુલ રૂ.૪૨.૫૦ ઘટીને રૂ.૨૧૯૮.૧૦, ક્રોમ્પ્ટન રૂ.૩.૪૦ વધીને રૂ.૨૪૨.૭૦, રાજેશ એક્ષપોર્ટસ રૂ.૮.૨૫ ઘટીને રૂ.૬૮૭.૩૦, વોલ્ટાસ રૂ.૫.૫૫ ઘટીને રૂ.૬૫૦.૫૦ રહ્યા હતા. 

ઓટો શેરોમાં નરમાઈ : ટાટા મોટર્સ, એકસાઈડ, મધરસન સુમી, કયુમિન્સ, આઈશર મોટર્સ, બાલક્રિષ્ન, એમઆરએફ ઘટયા

ઓટોમોબાઈલ શેરોમાં આજે ફરી વ્યાપક પ્રોફિટ બુકિંગ થતું જોવાયું હતું. ટાટા મોટર્સ રૂ.૩.૧૫ ઘટીને રૂ.૧૭૬, એકસાઈડ રૂ.૩.૧૦ ઘટીને રૂ.૧૭૮.૦૫, મધરસન સુમી રૂ.૧.૩૫ ઘટીને રૂ.૧૪૬.૭૦, કયુમિન્સ ઈન્ડિયા રૂ.૪.૮૦ ઘટીને રૂ.૫૫૬.૧૦, આઈશર મોટર્સ રૂ.૧૮૩.૭૫ ઘટીને રૂ.૨૨,૨૪૬.૫૫, બાલક્રિષ્ન ઈન્ડસ્ટ્રીઝ રૂ.૭.૭૦ ઘટીને રૂ.૯૪૫.૩૫, અપોલો ટાયર રૂ.૧.૩૦ ઘટીને રૂ.૧૬૩.૫૫, બજાજ ઓટો રૂ.૧૭.૮૫ ઘટીને રૂ.૩૨૦૧.૨૦, એમઆરએફ રૂ.૨૫૯.૯૫ ઘટીને રૂ.૬૩,૭૯૪.૯૦, બોશ રૂ.૫૪.૩૦ ઘટીને રૂ.૧૫,૦૩૮.૭૦ રહ્યા હતા. 

મેટલ-માઈનીંગ શેરોમાં ફંડોનું સિલેટીવ આકર્ષણ : ટાટા સ્ટીલ રૂ.૧૫ વધીને રૂ.૪૬૧ : જિન્દાલ સ્ટીલ, કોલ ઈન્ડિયા વધ્યા

મેટલ-માઈનીંગ શેરોમાં આજે ફંડોની પસંદગીની લેવાલી રહી હતી. ટાટા સ્ટીલ રૂ.૧૪.૪૫ વધીને રૂ.૪૬૧.૨૦, જિન્દાલ સ્ટીલ રૂ.૪.૩૫ વધીને રૂ.૧૫૭.૧૫, કોલ ઈન્ડિયા રૂ.૩.૭૦ વધીને રૂ.૨૦૦.૬૫, સેઈલ ૫૦ પૈસા વધીને રૂ.૪૧.૬૦, એનએમડીસી ૮૫ પૈસા વધીને રૂ.૧૨૪.૩૦ રહ્યા હતા.

ક્રુડ ઓઈલ સતત વધીને  બ્રેન્ટ ૬૬.૨૯ ડોલર : બીપીસીએલ, એચપીસીએલ, રિલાયન્સ ઘટયા : ગેઈલ, ઈન્દ્રપ્રસ્થ ગેસ વધ્યા

ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ મજબૂત બનીને આજે બ્રેન્ટ ક્રુડ ૬૬.૨૯ ડોલર અને નાયમેક્ષ ક્રુડ ૬૦.૯૧ ડોલર નજીક રહ્યા હતા. ઓઈલ-ગેસ શેરોમાં ગેઈલ ઈન્ડિયા રૂ.૧.૮૫ વધીને રૂ.૧૧૯.૫૫, ઈન્દ્રપ્રસ્થ ગેસ રૂ.૪.૨૦ વધીને રૂ.૪૩૩.૧૫ રહ્યા હતા. જ્યારે બીપીસીએલ રૂ.૨.૧૦ ઘટીને રૂ.૪૮૭.૮૦, એચપીસીએલ રૂ.૧.૧૦ ઘટીને રૂ.૨૬૩.૮૦, ઓએનજીસી રૂ.૧૨૫.૧૦,  રિલાયન્સ  ઈન્ડસ્ટ્રીઝ રૂ.૫.૭૫ ઘટીને રૂ.૧૫૯૯.૪૦ રહ્યા હતા. 

 સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં ઘટાડે આકર્ષણ  : ૧૨૬૫ શેરો  પોઝિટીવ બંધ : ૧૯૮ શેરોમાં ઓનલી બાયરની સર્કિટ

સેન્સેક્સ-નિફટીમાં સતત વિક્રમી તેજી સાથે સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં ફંડો, ખેલંદાઓની આજે શેરોમાં ઘટાડે પસંદગીની લેવાલી થતાં માર્કેટબ્રેડથ  પોઝિટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૬૮૪  સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૧૨૬૫ અને ઘટનારની સંખ્યા ૧૨૪૫ રહી હતી. ૧૯૮ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ સામે ૧૯૫ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ રહી હતી.

FPIs/FIIની કેશમાં રૂ.૩૩૯ કરોડની ચોખ્ખી ખરીદી, DIIની કેશમાં રૂ.૨૮૫ કરોડની ચોખ્ખી વેચવાલી

એફઆઈઆઈ-વિદેશી સંસ્થાકીય રોકાણકારો, ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈની આજે-શુક્રવારે કેશમાં રૂ.૩૩૮.૮૬ કરોડની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૯૭૨૯.૧૪ કરોડની ખરીદી સામે કુલ રૂ.૯૩૯૦.૨૮ કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૂ.૨૮૫.૪૧ કરોડની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૪૪૧૨.૮૫ કરોડની ખરીદી સામે કુલ રૂ.૪૬૯૮.૨૬કરોડની વેચવાલી થઈ હતી. 

Tags :