- ઈન્ડેક્સ ફંડ રોકાણકારોને ઓફર કરી શકશે
- મોટી સંખ્યામાં રોકાણકારો તેમના ફંડનું સિસ્ટેમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન્સનો ઉપયોગ કરીને રોકાણ કરે છે
મુંબઈ : મ્યુચ્યુઅલ ફંડોને પેસિવ ઈક્વિટી લિન્ક્ડ સેવિંગ્સ સ્કિમ્સ(ઈએલએસએસ) રજૂ કરવા માટે મૂડી બજાર નિયામક તંત્ર સેબીએ મંજૂરી આપી છે. ફંડ હાઉસો ડેટ સિક્યુરિટીઝ માટે એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ(ઈટીએફ), ઈન્ડેક્સ ફંડ રોકાણકારોને ઓફર કરી શકશે.
પેસિવ ઈએલએસએસથી રીટેલ રોકાણકારો સરકાર માન્ય મ્યુચ્યુઅલ ફંડોમાં ટેક્ષ બચાવવા માટે મૂડીનું રોકાણ કરી શકશે. વેરાની બચત માટે રીટેલ રોકાણકારોમાં સક્રિયતા સાથે સંચાલિત ઈએલએસએસ પ્રચલિત છે. મોટી સંખ્યામાં રોકાણકારો તેમના ફંડનું સિસ્ટેમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન્સ(એસઆઈપીઝ)નો ઉપયોગ કરીને રોકાણ કરે છે. ફંડ હાઉસ એક્ટિવલી મેનેજ્ડ ઈએલએસએસ અથવા પેસિવલી મેનેજ્ડ બન્નેમાંથી પસંદગી કરી શકે છે. પેસિવ ઈએલએસએસ સ્કિમ માર્કેટ કેપિટલાઈઝેશનની રીતે ટોચની ૨૫૦ કંપનીઓમાંથી ઈક્વિટી શેરોની પસંદગી સાથેના ઈન્ડેક્સોમાંથી એક મુજબ રજૂ કરી શકે છે.અન્ય સેગ્મેન્ટમાં ડેટ ઈટીએફ અને ઈન્ડેક્સ ફંડ્સ કોર્પોરેટ ડેટ સિક્યુરિટીઝ(કોર્પોરેટ ડેટ ઈન્ડેક્સો), સરકારી સિક્યુરિટીઝ(જી-સેક્સ), ટી-બિલ્સ અને અથવા સ્ટેટ ડેવલપમેન્ટ લોન્સ(એસડીએલ્સ)થી બનેલા ઈન્ડેક્સો બેઝડ હોઈ શકે છે.


