Get The App

સેબીએ પિક માર્જિનના ગણતરીના ધોરણો સરળ કર્યા : ઓગસ્ટથી અમલ

- આ અમલ ત્વરિત અથવા ક્લાયન્ટોને પેનલ્ટી કરવાની જોગવાઈને અમલીકરણ સુધી મોકૂફ રાખવી જોઈએ : બ્રોકરોની માંગ

Updated: May 11th, 2022

GS TEAM

Google News
Google News
સેબીએ પિક માર્જિનના ગણતરીના ધોરણો સરળ કર્યા : ઓગસ્ટથી અમલ 1 - image


મુંબઈ : મૂડી બજાર નિયામક તંત્ર સેબીએ બ્રોકરો માટે પિક માર્જિનની આવશ્યકતા કેટલી એની ગણતરી કરવા માટેનો ધોરણોને હળવા કર્યા છે. બ્રોકરો હવે ક્લાયન્ટો પાસેથી કેટલું માર્જિન એકત્ર કરવું એની ગણતરી માટે દિવસની શરૂઆતના દરો(બિગીનિંગ ઓફ ડે) મુજબ કરી શકશે.

જે સાથે સેબીએ જણાવ્યું છે કે, માર્જિન ક્યાં દરોએ લેવું એ હવે દિવસની શરૂઆતના નિર્ધારીત દરોએ ગણતરી કરી એકત્ર કરી શકાશે. જે અગાઉ જે તે સિક્યુરિટીઝના ભાવની વધઘટ મુજબના માર્જિન દરોએ કરવાની પ્રણાલી હતી. અલબત આ માર્જિન નિયમોમાં ફેરફાર એટલે કે નિશ્ચિત દરોએ માર્જિન ગણતરીનો અમલ ઓગસ્ટ મહિનાથી કરવામાં આવશે.

અગાઉ બ્રોકરો માત્ર ડેરિવેટીવ્ઝ સેગ્મેન્ટ માટે ૨૦ થી  ૪૦ ટકા  અપફ્રન્ટ માર્જિન એકત્ર કરતાં હતા. જો કે ગત વર્ષે સેબીએ કેશ સેગ્મેન્ટમાં પણ આ રીતે માર્જિન એકત્ર કરવા જણાવ્યું હતું. કેશ સેગ્મેન્ટમાં ડિફોલ્ટ થવાનું જોખમ કે મોટી નુકશાનીનું પ્રમાણ  એકંદર ઓછું હોવાથી સેબીએ આ જોગવાઈ ફરજિયાત કર્યા પહેલા કોઈ અપફ્રન્ટ માર્જિન એકત્ર કરવાની આવશ્યકતા નહોતી.

આ દરમિયાન સેબીએ માર્જિનને પિક દરે એકત્ર કરવાનો પણ કડક નિયમ લાગુ કર્યો હતો. જે માર્જિન સંભવિત મહત્તમ નુકશાનીની શકયતાના ધોરણે એકત્ર કરવા અને ટ્રેડ સેટલ કરતાં ક્લિયરીંગ કોર્પોરેશનો ક્લાયન્ટો માટે માર્જિન કેટલું જરૂરી રહેશે એ નક્કી કરવા દિવસ દરમિયાન ચાર સ્નેપશોટ્સ મોકલશે.

જે મુજબ બ્રોકરોએ આ સ્નેપશોટ્સ દ્વારા નક્કી થતાં પિક દરોએ માર્જિન એકત્ર કરવાનું રહે છે. જેમાં સેબીએ હવે રાહત આપી છે. પરંતુ તેનો અમલ ઓગસ્ટ મહિનાથી કરવાનો નિર્ણય લીધો છે, જે ખરેખર ત્વરિત અમલથી થવો જોઈએ  અથવા ક્લાયન્ટોને પેનલ્ટી કરવાની જોગવાઈને અમલીકરણ સુધી મોકૂફ રાખવી જોઈએ એવું બ્રોકિંગ વર્તુળોનું કહેવું છે. 

અત્યારે જો દિવસની શરૂઆતમાં કોઈ ક્લાન્ટને માર્જિન ભરવાની જવાબદારી રૂ.૨૦ થતી હોય તો પણ એ ક્લાયન્ટને પેનલ્ટી થઈ શકે છે, જે દિવ દરમિયાન માર્જિન ભરવાની આવશ્યકતાની રકમમાં ફેરફાર થાય અને એ ન ચૂકવે તો એ માટે પેનલ્ટી થઈ શકે છે. પરંતુ હવે સેબી દ્વારા આ નિયમોમાં ઓગસ્ટથી થનારા ફેરફાર મુજબ દિવસની શરૂઆતના નિશ્ચિત દરોના માપદંડ મુજબ ક્લાયન્ટ માટે એ કેટલા લોટનું કામ કરી શકશે એ સ્પષ્ટ થઈ જશે. 

Tags :