mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

SEBI Using AI : સેબી પણ કરી રહ્યું છે AIનો ઉપયોગ, અધિકારીઓએ કરી પુષ્ટિ

Updated: Feb 24th, 2024

SEBI Using AI : સેબી પણ કરી રહ્યું છે AIનો ઉપયોગ, અધિકારીઓએ કરી પુષ્ટિ 1 - image


SEBI Using AI : સ્ટોક માર્કેટ રેગુલેટર સેબીએ પણ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)નો ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું છે. સેબીના સભ્ય કમલેશ ચંદ્ર વાર્ષ્ણેયે શનિવારે જણાવ્યું હતું કે, માર્કેટ રેગુલેટર તપાસ માટે AIને પ્રયોગમાં લાવી રહી છે. તેમણે કેપિટલ માર્કેટમાં ખોટી પદ્ધતિના ઉપયોગ કરવા અંગે ચેતવણી આપી. સાથે જ બ્રોકર્સને પણ સાવધાન રહીને આવા પ્રયાસો પર ગાળિયો કસવામાં મદદ કરવાનું આહ્વાન કર્યું છે.

નિયમોમાં હેરફેર સ્વીકાર્ય નહીં થાય

સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)એ તપાસમાં ઝડપ લાવવા સિવાય કેટલાક ક્ષેત્રોમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજેન્સનો પ્રયોગ કર્યો છે. નેશનલ એક્સચેન્જ મેમ્બર્સ ઓફ ઈન્ડિયા (ANMI)ના કાર્યક્રમમાં કમલેશ ચંદ્ર વાર્ષ્ણેયે કહ્યું કે, અલગ અલગ સંસ્થાઓએ ટેકનિકમાં થઈ રહેલા ફેરફારો પર નજર રાખવી જોઈએ. સેબી માટે પારદર્શિતા અને નિયમોમાં હેરફેર રોકવી સૌથી વધુ જરૂરી છે. શેરબજારમાં કાયદાનું પાલન કરવું જ ફાયદાકારક સાબિત થશે. તેનું ઉલ્લંઘન કરવાથી સમસ્યાઓ ઉભી થશે.

બ્રોકર્સ સાથ આપે તો ખુબ સરળતા થશે

તેમણે જણાવ્યું કે, સેબી સ્ટોક માર્કેટમાં લોકોને ભ્રમિત કરનારાઓને રોકવા માટે પ્રતિબદ્ધ છે. સેબીના સભ્ય વાર્ષ્ણેયે બ્રોકરોને અપીલ કરી કે તેઓ સાવધાન રહે અને એવા પ્રયાસ પર રોક લગાવે. સેબીએ સતત એવા પ્રયત્નો કરનારા પર કાર્યવાહી કરી છે. જેમાં ફ્રન્ટ રનિંગ પણ સામેલ છે. આપણે રોકાણકારોનો ભરોસો જીતવો પડશે. તેના વગર તમામ પ્રયત્નો અસફળ થઈ જશે. જેમાં બ્રોકર્સનો મહત્વનો રોલ છે. જો તેઓ અમારો સાથ આપે તો ખુબ જલ્દી આના પર રોક લગાવી શકાય. કેટલાક બ્રોકર્સ તેમાં સામેલ થઈ શકે છે. અમે તેના પર કડક કાર્યવાહી કરવામાં પીછે હઠ નહીં કરીએ.

ટેક્નોલોજીના ઉપયોગ પર ભાર આપી રહ્યું છે સેબી

ગત વર્ષ સેબીએ જણાવ્યું હું કે, તે ટેક્નોલોજીના ઉપયોગ પર ભાર આપી રહ્યું છે. તેના માટે જિઓટેગિંગ પણ શરૂ કરાશે. સાથે જ નિયામક આઈટી ક્ષણતાઓને વધારવા પર પણ ભઆર અપાઈ રહ્યો છે. ટેક્નિકલી મદદની તપાસમાં થનારી ખામીઓ દૂર થઈ જશે.

Gujarat