Get The App

SEBIએ બીએસઈને રૂ. 25 લાખની પેનલ્ટી ફટકારી, પેઇડ સબ્સ્ક્રાઇબર્સને વહેલી માહિતી આપવાનો આરોપ

Updated: Jun 26th, 2025

GS TEAM

Google News
Google News
SEBIએ બીએસઈને રૂ. 25 લાખની પેનલ્ટી ફટકારી, પેઇડ સબ્સ્ક્રાઇબર્સને વહેલી માહિતી આપવાનો આરોપ 1 - image


SEBI Fines BSE For Violation: સિક્યોરિટીઝ ઍન્ડ એક્સચેન્જ બૉર્ડ ઑફ ઇન્ડિયા(SEBI)એ બીએસઈ લિ.ને બિઝનેસ પ્રેક્ટિસમાં ગેરરીતિ આચરવા બદલ રૂ. 25 લાખની પેનલ્ટી ફટકારી છે. બીએસઈ પર તેના પેઇડ ક્લાયન્ટ સાથે કંપનીની જાહેરાતો શેર કરવા સહિતના આરોપો પુરવાર થતાં સેબીએ પેનલ્ટી ફટકારી છે. રેગ્યુલેટરે સ્ટોક એક્સચેન્જ વિરુદ્ધ ફેબ્રુઆરી, 2021થી સપ્ટેમ્બર, 2022 દરમિયાન તપાસ હાથ ધરી શૉ કોઝ નોટિસ પાઠવી હતી. 

BSE પર મૂકાયો આરોપ

BSE સામે મુખ્ય આરોપ મૂકાયો હતો કે, સપ્ટેમ્બર 2023 પહેલાં તેની સિસ્ટમ આર્કિટેક્ચરે લિસ્ટિંગ કમ્પ્લાયન્સ મોનિટરિંગ ટીમ (LCM) અને પેઇડ સબ્સ્ક્રાઇબર્સને કોર્પોરેટ દ્વારા કરવામાં આવતી જાહેરાતોને વેબસાઇટ પર તમામ માટે ઉપલબ્ધ થાય તે પહેલાં જ ઍક્સેસ કરવાની મંજૂરી આપી હતી. જ્યાં સુધી સામાન્ય રોકાણકારો દરેક અપડેટ પર જાહેરાતો અને માહિતી મેન્યુઅલી બ્રાઉઝ ન કરે ત્યાં સુધી અલ્ગોરિધમમાં "મશીન રીડેબલ કોર્પોરેટ એનાઉસમેન્ટ/ઇન્ફોર્મેશન પુશ્ડ ટુ પેઇડ ક્લાયન્ટ્સ" સેટિંગ હતું. જે તેના પેઇડ ગ્રાહકોને અગાઉથી ડેટા અને માહિતી ઍક્સેસ કરવાની સુવિધા આપી રહી હોવાનો પણ આરોપ મૂકાયો હતો.

બીએસઈના ગુના મોટા પણ દંડ નાનો

બીએસઈ પર બે બિનસંબંધિત ઇન્સ્ટીટ્યુશનલ ક્લાયન્ટ્સ વચ્ચે કોઈપણ નિયમોનું પાલન કર્યા વિના ટ્રેડિંગ માટે ક્લાયન્ટ કોડ મોડિફિકેશનને મંજૂરી આપી હોવાનો પણ આરોપ મૂકાયો હતો. સેબીની તપાસમાં જાણવા મળ્યું હતું કે, બીએસઈ સિક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ્સ (રેગ્યુલેશન) SECC (સ્ટોક એક્સચેન્જ અને ક્લિયરિંગ કોર્પોરેશન્સ) રેગ્યુલેશન્સ, 2018ના નિયમન 39(3)નું પાલન કરવામાં નિષ્ફળ ગયું, આ નિયમ તમામ યુઝર્સને શેરબજારમાં વાજબી અને પારદર્શક પ્રવેશ સુનિશ્ચિત કરવાનો આદેશ આપે છે. પરંતુ તેનો બીએસઈએ ભંગ કર્યો છે. એશિયાના સૌથી જૂના સ્ટોક એક્સચેન્જ પૈકી એક બીએસઈને સેબીએ રૂ. 25 લાખની નજીવી પેનલ્ટી ફટકારી સેટલમેન્ટ કર્યું છે. જે અનેક સવાલો ઊભા કરે છે.

બીએસઈ ડેટા પ્રસાર પ્રક્રિયામાં તમામ સ્ટેકહોલ્ડર્સ માટે એખ સાથે સમાન માહિતી પહોંચાડવામાં નિષ્ફળ રહ્યું છે. અગાઉ એનએસઈ પર પણ બજારમાં ગેરરીતિ આચરી હોવાના આરોપો સાબિત થયા હતાં. જેમાં એનએસઈને રૂ. 1400 કરોડની પેનલ્ટી ફટકારવામાં આવી હતી.

SEBIએ બીએસઈને રૂ. 25 લાખની પેનલ્ટી ફટકારી, પેઇડ સબ્સ્ક્રાઇબર્સને વહેલી માહિતી આપવાનો આરોપ 2 - image

Tags :