Get The App

ગત 2018-19ના નાણાં વર્ષમાં SBI દ્વારા રૂ.12000 કરોડની NPAનું અન્ડર રિપોર્ટીંગ

- રિઝર્વબેંકના એસેસમેન્ટમાં ધ્યાનમાં આવતા નિયમનકારી ફાઈલિંગ કરાયું

Updated: Dec 10th, 2019

GS TEAM

Google News
Google News
ગત 2018-19ના નાણાં વર્ષમાં  SBI દ્વારા રૂ.12000 કરોડની NPAનું અન્ડર રિપોર્ટીંગ 1 - image

નવી દિલ્હી, તા. 10 ડિસેમ્બર 2019, મંગળવાર

દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (એસબીઆઈ)એ ગયા નાણાં વર્ષમાં નોન-પરફોર્મિંગ એસેટસ (એનપીએ)નું અન્ડર રિપોર્ટિંગ કર્યું હતું. આરબીઆઈ દ્વારા કરાયેલા એસેસમેન્ટમાં   નાણાં વર્ષ ૨૦૧૮-૧૯માં એસબીઆઈની ગ્રોસ એનપીએ રૂપિયા ૧,૮૪,૬૮૨ કરોડ જોવા મળી હતી જ્યારે બેન્કે રૂપિયા ૧,૭૨,૭૫૦ કરોડ હોવાનું જાહેર કર્યું હતું. આમ કુલ રૂપિયા ૧૧૯૩૨ કરોડની એનપીએનું અન્ડર-રિપોર્ટીંગ થયાનું   બેન્ક દ્વારા કરાયેલા એક રેગ્યુલેટરી ફાઈલિંગમાં જણાવાયું હતું.

આજ રીતે નેટ એનપીએનો આંક રૂપિયા ૭૭૮૨૭ કરોડ જોવા મળ્યો હતો જ્યારે એસબીઆઈ દ્વારા રૂપિયા ૬૫૮૯૫ કરોડ દર્શાવાયા હતા જે રૂપિયા ૧૧૯૩૨ કરોડનું ડાયવર્જન્સ બતાવે છે.

આને પરિણામે બેન્કે  તેની બેલેન્સશીટમાં રૂપિયા ૧૨૦૩૬ કરોડની વધારાની જોગવાઈ કરવાની રહેશે અને નોશનલ લોસ રૂપિયા ૬૯૬૮ કરોડ જોવા મળશે. નાણાં વર્ષ ૨૦૧૮-૧૯ માટેના નાણાંકીય પરિણામો જે મેમાં જાહેર કરાયા હતા તેમાં એસબીઆઈએ વર્ષ માટે રૂપિયા ૮૬૨ કરોડનો પ્રોફિટ દર્શાવ્યો હતો. વર્તમાન નાણાં વર્ષમાં પરિણામકારક સ્લિપેજ અથવા અપગ્રેડેશન બાદ વર્તમાન નાણાં વર્ષના ત્રીજા ત્રિમાસિકમાં ગ્રોસ એનપીએ પર રૂપિયા ૩૧૪૩ કરોડની અસર જોવા  મળશે અને નેટ એનપીએ માટેનો આ આંક રૂપિયા ૬૮૭ કરોડ રહેશે એમ  એસબીઆઈએ જણાવ્યું હતું.

ત્રીજા ત્રિમાસિક ગાળામાં બેન્કે રૂપિયા ૪૬૫૪ કરોડની વધારાની જોગવાઈ કરવાની રહેશે. રિઝર્વ બેન્કે તાજેતરમાં જ એક પરિપત્ર જારી કરીને બેન્કો માટે બેડ લોન્સનું ડાયવર્જન્સ તે જાણમાં આવ્યાના એક દિવસની અંદર જ જાહેર કરવાનું ફરજિયાત બનાવ્યું છે. 

તાજેતરના મહિનાઓમાં, બેન્કો દ્વારા  બેડ લોન્સના અન્ડર-રિપોર્ટિંગની અનેક ઘટનાઓ જોવા મળી છે, જેને કારણે રિઝર્વ બેન્કે નિયમનકારી પગલાં લેવાની ફરજ પડે છે. 

Tags :