એસબીઆઈએ ફિક્સ્ડ અને રિટેલ ડિપોઝિટના વ્યાજદરો વધાર્યા, જાણો લેટેસ્ટ એફડી રેટ્સ
SBI FD rate hike: સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ અમુક ચોક્કસ ગાળાની ફિક્સ્ડ ડિપોઝિટ અને રિટેલ ડિપોઝિટના વ્યાજદરોમાં વધારો કર્યો છે. નવા દરો 15 મે, 2024થી લાગૂ થશે. અગાઉ એસબીઆઈએ 27 ડિસેમ્બર, 2023ના રોજ વ્યાજદરોમાં વધારો કર્યો હતો.
એસબીઆઈએ રિટેલ ડિપોઝિટ સેગમેન્ટમાં 46થી 179 દિવસ, 180થી 210 દિવસ અને 211થી 1 વર્ષ સુધીની RDના વ્યાજદરો 25-75 બેઝિસ પોઈન્ટ (bps) વધાર્યા છે.
વરિષ્ઠ નાગરિકોની એફડી પર વધારાનો 0.50 ટકાનો લાભ
એસબીઆઈ દ્વારા એફડી પર કરવામાં આવેલા વધારા અંતર્ગત હવે વરિષ્ઠ નાગરિકોને વધારાનું 0.50 ટકાનું બેનિફિટ મળશે. વરિષ્ઠ નાગરિકો માટે એસબીઆઈની એફડી પર 4 ટકાથી 7.5 ટકાની રેન્જમાં વ્યાજદરો લાગૂ છે.
મેચ્યોરિટી | વ્યાજદર |
7થી 45 દિવસ | 4 ટકા |
46 દિવસથી 179 દિવસ | 6 ટકા |
180થી 210 દિવસ | 6.5 ટકા |
211 દિવસથી 1 વર્ષ | 6.75 ટકા |
1થી 2 વર્ષ | 7.3 ટકા |
2થી 3 વર્ષ | 7.50 ટકા |
3થી 5 વર્ષ | 7.25 ટકા |
5થી 10 વર્ષ સુધી | 7.5 ટકા |
સામાન્ય નાગરિકો માટે બેન્ક એફડીના નવા રેટ
સામાન્ય નાગરિકો માટે એસબીઆઈએ બેન્ક એફડી રેટમાં
વધારો કર્યો છે. જે 3.50 ટકાથી માંડી 7 ટકા સુધીની રેન્જમાં વ્યાજ આપી રહી છે.
મેચ્યોરિટી |
વ્યાજદર |
7થી 45 દિવસ |
3.50 ટકા |
46 દિવસથી 179 દિવસ |
5.50 ટકા |
180થી 210 દિવસ |
6.00 ટકા |
211 દિવસથી 1 વર્ષ |
6.25 ટકા |
1થી 2 વર્ષ |
6.80 ટકા |
2થી 3 વર્ષ |
7.00 ટકા |
3થી 5 વર્ષ |
6.75 ટકા |
5થી 10 વર્ષ સુધી |
6.50 ટકા |