Get The App

અમેરિકા-ભારત વેપાર વાટાઘાટોમાં પ્રગતિ નહીં થાય, તો રૂપિયો 90ના તળિયે પટકાશે

- રૂપિયો નબળો પડશે, તો રિઝર્વ બેંક પાસે વ્યાજ દર ઘટાડીને અર્થતંત્રને ટેકો આપવા માટે ઓછો અવકાશ રહેશે

Updated: Aug 1st, 2025

GS TEAM

Google News
Google News
અમેરિકા-ભારત વેપાર વાટાઘાટોમાં પ્રગતિ નહીં થાય, તો રૂપિયો 90ના તળિયે પટકાશે 1 - image


અમદાવાદ : અમેરિકા દ્વારા ભારત પર ૨૫% ટેરિફ લાદવામાં આવ્યા વચ્ચે, આજે (૩૧ જુલાઈ) રૂપિયામાં લગભગ ત્રણ વર્ષમાં સૌથી મોટો માસિક ઘટાડો નોંધાયો હતો. ટ્રમ્પ ટેરિફ અંગેની ચિંતા અને વિદેશી રોકાણકારોના સતત દબાણને કારણે રૂપિયા પર દબાણ આવતા જુલાઈ મહિનામાં રૂપિયો લગભગ ૨ ટકા તુટયો છે. સપ્ટેમ્બર ૨૦૨૨ પછીનો આ સૌથી મોટો ઘટાડો છે.

નિષ્ણાતોના મતે, ભારતીય રિઝર્વ બેંકે બુધવાર અને ગુરુવારે રૂપિયાને ટેકો આપવા માટે હસ્તક્ષેપ કર્યો હતો. પરંતુ આ હસ્તક્ષેપ ખૂબ આક્રમક નહોતો. જો અમેરિકા-ભારત વેપાર વાટાઘાટોમાં કોઈ સકારાત્મક પ્રગતિ નહીં થાય, તો રૂપિયો ૮૭.૯૫ના તેના સર્વકાલીન નીચલા સ્તરથી નીચે ૯૦ સુધી જઈ શકે છે. વિદેશી રોકાણકારોએ પણ રૂપિયા પર દબાણ વધાર્યું છે. જુલાઈમાં, તેમણે ભારતીય શેરબજારમાંથી ૨ અબજ ડોલર પાછા ખેંચી લીધા છે.

તાજેતરમાં ડોલર સામે રૂપિયો દબાણ હેઠળ છે. તેનું મુખ્ય કારણ તેલના ઊંચા ભાવ અને વૈશ્વિક અનિશ્ચિતતા છે. ડોલર-રૂપિયો તાજેતરમાં ૮૭.૦૦ના સ્તરને તોડી ગયો છે. નજીકના ભવિષ્યમાં આ સ્તર હવે એક મહત્વપૂર્ણ ટેકો બની ગયું છે. તે જ સમયે, રૂપિયા માટે આગામી પ્રતિકાર ૮૮.૦૦-૮૮.૨૦ની આસપાસની સપાટી છે.

જો રૂપિયો ૮૮.૨૦થી ઉપર નબળો પડે છે, તો ૯૦નું મનોવૈજ્ઞાાનિક સ્તર આવી શકે છે. પરંતુ ૯૦ને પાર કરવું ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાં જ શક્ય બનશે. આમાં ક્રૂડ ઓઇલના ભાવમાં મોટો ઉછાળો, ઝડપી મૂડી પ્રવાહ અને ફેડરલ રિઝર્વ દ્વારા આક્રમક નાણાકીય કડકતા સામેલ હોઈ શકે છે. જો રૂપિયો નબળો પડતો રહેશે, તો  રિઝર્વ બેંક  પાસે વ્યાજ દર ઘટાડીને અર્થતંત્રને ટેકો આપવા માટે ઓછો અવકાશ રહેશે.

Tags :