ડૉલર સામે રૂપિયો તૂટી ચાર મહિનાના તળિયે: વૈશ્વિક ઈન્ડેક્સ 99 પાર કરી ગયો
- પાઉન્ડે રૂ.૧૧૬ની સપાટી ગુમાવી: યુરો ગબડી રૂ.૧૦૧ની અંદર
મુંબઈ : મુંબઈ કરન્સી બજારમાં આજે રૂપિયા સામે ડોલરના ભાવમાં તેજી આગળ વધતાં ડોલરના ભાવ ઉંચામાં રૂ.૮૭ નજીક પહોંચી ગયા હતા તથા ડોલર સામે રૂપિયો વધુ તૂટયો હતો. શેરબજારમાં ફરી તેજી આવવા છતાં કરન્સી બજારમાં રૂપિયામાં ધોવાણ ચાલુ રહેતાં બજારના જાણકારો આશ્ચર્ય બતાવી રહ્યા હતા.
ડોલરના ભાવ રૂ.૮૬.૬૭ વાળા આજે સવારે રૂ.૮૬.૮૪ ખુલી ઉંચામાં ભાવરૂ.૮૬.૯૩ સુધી ઉછળ્યા હતા.જોકે ત્યારબાદ ડોલરના ભાવ ઘટી નીચામાં રૂ.૮૬.૭૭ થયા પછી છેલ્લે બંધ ભાવ રૂ.૮૬.૭૭ થયા પછી છેલ્લે બંધ ભાવ રૂ.૮૬.૮૧ રહ્યા હતા. રૂપિયા સામે ડોલરના ભાવ આજે વધુ ૧૪ પૈસા વધતાં ડોલર સામે રૂપિયો વધુ ૦.૧૬ ટકા તૂટયો હોવાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું. ડોલર સામે રૂપિયો આજે ઘટી ચાર મહિનાના તળિયે ઉતર્યો હતો.
વિશ્વ બજારમાં વિવિધ પ્રમુખ કરન્સીઓ સામે ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ આજે વધુ ૦.૧૨ ટકા વધ્યો હતો. ડોલરનો ગ્લોબલ ઈન્ડેક્સ નીચામાં ૯૮.૫૮ તથા ઉંચામાં ૯૯.૦૫ થઈ ૯૮.૭૫ રહ્યાના નિર્દેશો હતા.
રૂપિયા સામે આજે બ્રિટીશ પાઉન્ડના ભાવ ૩૩ પૈસા ઘટયા હતા. પાઉન્ડના ભાવ ઘટી નીચામાં રૂ.૧૧૬ની અંદર ઉતરી રૂ.૧૧૫.૭૦ થઈ છેલ્લે બંઘ ભાવ રૂ.૧૧૫.૯૨ રહ્યા હતા. યુરોપીયન કરન્સી યુરોના ભાવ રૂપિયા સામે આજે ૬૧ પૈસા તૂટી ભાવ રૂ.૧૦૧ની૪ અંદર ઉતરી નીચામાં ભાવ રૂ.૧૦૦.૧૮ થઈ છેલ્લે બંધ ભાવ રૂ.૧૦૦.૫૦ રહ્યા હતા.
અમેરિકા તથા યુરોપ વચ્ચે થયેલા વેપાર કરાર પછી વિશ્વ બજારમાં ડોલર સામે યુરોના ભાવ ઝડપી તૂટી જતાં તેની અસર યુરોપીયન કરન્સીના ભાવ પર દેખાઈ હતી. રૂપિયા સામે આજે જાપાનની કરન્સીના ભાવ રૂપિયા સામે ૦.૨૨ ટકા ઉંચકાયા હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા.