Get The App

ડોલર સામે રૂપિયો તૂટી 86ની અંદર ઉતર્યો : પાઉન્ડ તથા યુરોના ભાવ ઉછળ્યા

- રૂપિયામાં છેલ્લા ચાર સપ્તાહનો સૌથી નબળો દિવસ

- જો કે રિઝર્વ બેન્કે મધ્યસ્થી કરતાં રૂપિયામાં ઘટાડે સપોર્ટ મળ્યો

Updated: Jun 14th, 2025

GS TEAM


Google News
Google News
ડોલર સામે રૂપિયો તૂટી 86ની અંદર ઉતર્યો : પાઉન્ડ તથા યુરોના ભાવ ઉછળ્યા 1 - image


મુંબઈ : મુંબઈ કરન્સી બજારમાં આજે રૂપિયાસામે ડોલરના ભાવ ઝડપી ઉછળી રૂ.૮૬ની સપાટી પાર કરી ગયા હતા.  ડોલરના ભાવ ૪૭ પૈસા વધતાં ડોલરસામે રૂયિો આજે ૦.૫૫ ટકા ગબડયો હતો.  શેરબજાર તૂટતાં કરન્સી બજારમાં રૂપિયા પર દબાણ વધ્યાનું  બજારના સૂત્રોએ જણાવ્યું હતું.  

ડોલરના ભાવ રૂ.૮૫.૬૧  વાળા આજે સવારે રૂ.૮૬.૧૪ ખુલ્યાપછી ઉંચામાં ભાવ રૂ.૮૬.૨૨  થયા પછી નીચામાં ભાવ રૂ.૮૫.૯૪  થઈ છેલ્લે  બંધ ભાવ રૂ.૮૬.૦૮ રહ્યા હતા. રૂપિયા માટે શુક્રવારનો દિવસ છેલ્લા ચાર સપ્તાહનો સૌથી નબળો દિવસ ગણાયો હતો. 

ઈઝરાયલે  ઈરાનના ન્યુકલીયર  તથા મિલીટરી  સાઈટસ પર હુમલાઓ કર્યાના સમાચાર વચ્ચે રૂપિયો ગબડતાં રિઝર્વ બેન્કની કહેવાતી સુચનાથી આજે અમુક સરકારી બેન્કો  બજારમાં ડોલર વેંચવા નિકળી હતી અને તેના પગલે રૂપિયામાં ઘટાડો તેટલા  પ્રમાણમાં સિમિત રહ્યો હોવાનું બજારના  જાણકારો જણાવી રહ્યા હતા. છેલ્લે રૂપિયામાં આવો ઝડપી ઘટાડો ૮મી મેના નોંધાયો હતો. સરકારી બેન્કોએ રૂ.૮૬.૦૫થી ૮૬.૨૦ વચ્ચેના ભાવોમાં ડોલર વેંચ્યાની  ચર્ચા આજે બજારમાં  સંભળાઈ હતી.

ઈઝરાયેલનો હુમલો અમેરિકાના કહેવાથી થયાની ચર્ચા પણ બજારમાં સંભળાઈ હતી. આના પગલે વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ ઝડપી ઉછળતાં તેની અસર પણ રૂપિયાના  ભાવ પર નેગેટીવ દેખાઈ હતી. ક્રૂડ વધતાં ભારતની વેપાર ખાધ વદી છે. 

દરમિયાન, વિશ્વ બજારમાં ડોલર તથા જાપાન અને સ્વીસની કરન્સીઓમાં સેફ હેવન બાઈંગ વધ્યાના વાવડ મળ્યા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં પ્રમુખ કરન્સીઓ સામે ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ આજે ૦.૪૩  ટકા વધ્યો હતો.

ડોલ રનો ગ્લોબલ ઈન્ડેક્સ,  ઉંચામાં ૯૮.૩૯ થઈ ૯૮.૩૪ રહ્યાના સમાચાર હતા.  રૂપિયા સામે બ્રિટીશ પાઉન્ડના ભાવ ૩૭ પૈસા વધી ઉંચામાં ભાવ રૂ.૧૧૬.૮૩ થઈ છેલ્લે ભાવ રૂ.૧૧૬.૫૯ રહ્યા હતા. 

યુરોપીયન કરન્સી યુરોના ભાવ રૂપિયા સામે ૧૭ પૈસા વધી ઉંચામાં ભાવ રૂ.૯૯.૫૧ થઈ છેલ્લે ભાવ રૂ.૯૯.૨૨  રહ્યા હતા. જાપાનની કરન્સી રૂપિયા સામે આજે ૦.૨૭ ટકા વધી હતી જ્યારે ચીનની કરન્સી રૂપિયા સામે ૦.૪૩ ટકા પ્લસમાં રહ્યાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું.

Tags :