રૂપિયો ડોલર સામે ઘટયો: યુરો તથા ડોલર વચ્ચેનો ભાવ તફાવત વધ્યો
- અમેરિકામાં વ્યાજ વૃદ્ધિ પર નજર વચ્ચે ડોલરમાં ઘરઆંગણે આયાતકારો ઘટાડે લેવા નિકળ્યા
- જાપાનની કરન્સી ઝડપી ઉંચકાઈ
મુંબઈ : મુંબઈ કરન્સી બજારમાં આજે રૂપિયા સામે ડોલરના ભાવ આંચકા પચાવી ફરી વધી આવ્યા હતા. શેરબજારમાં તેજીને બ્રેક લાગી બજાર ઘટતાં તેના પગલે કરન્સી બજારમાં રૂપિયો આજે નબળો પડયો હોવાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું. ડોલરના ભાવ રૂ.૮૨.૭૧ નાળા આજે સવારે રૂ.૮૨.૬૪ ખુલ્યા પછી નીચામાં ભાવ રૂ.૮૨.૬૨ થયા પછી ઉછળી ઉંચામાં રૂ.૮૨.૮૨ થઈ રૂ.૮૨.૭૮ રહ્યા હતા.
રૂપિયો આજે ૭ પૈસા નબળો પડયો હતો. કરન્સી બજારના સૂત્રોના જણાવ્યા મુજબ ડોલરમાં આજે ઘટયા મથાળે આયાતકારોની લેવાલી જોવા મળી હતી. અમેરિકામાં ફેડરલ રિઝર્વથી મિટિંગ પર તથા ત્યાં થનારી વ્યાજ વૃદ્ધી પર બજારના ખેલાડીઓની નજર રહી હતી. વિશ્વ બજારમાં ડોલર સામે જાપાનની કરન્સી ઉછળ્યાના નિર્દેશો હતા.
અમેરિકામાં નવેમ્બરમાં પોણો ટકો તથા ડિસેમ્બરમાં અડધો ટકો વ્યાજ વધવાની શક્યતા આજે કરન્સી બજારના જાણકારો બતાવી રહ્યા હતા. રૂપિયાના ફોરવર્ડ પ્રીમિયમોમાં પીછેહટ થયાની ચર્ચા હતી. દરમિયાન, વિશ્વ બજારમાં રૂપિયા વિવિધ પ્રમુખ કરન્સીઓ સામે ડોલરનો ઈન્ડેક્સ આજે ૦.૨૧ ટકા ઘટયો હતો. ડોલરનો ગ્લોબલ ઈન્ડેક્સ આજે નીચામાં ૧૧૧.૧૪ થઈ ૧૧૧.૨૫ રહ્યો હતો.
દરમિયાન, મુંબઈ બજારમાં રૂપિયા સામે આજે બ્રિટીશ પાઉન્ડના ભાવ૨૬ પૈસા ઘટયા હતા. પાઉન્ડના ભાવ નીચામાં રૂ.૯૫.૦૭ થઈ રૂ.૯૫.૧૩ રહ્યા હતા. યુરોપની કરન્સી યુરોના ભાવ ૫૦ રૂપિયા સામે ૨૮ પૈસા ઘટયા હતા.
યુરોના ભાવ નીચામાં રૂ.૮૧.૭૧ થઈ રૂ.૮૧.૮૭ રહ્યા હતા. જાપાનની કરન્સી રૂપિયા સામે ૦.૭૨ ટકા વધી હતી. જ્યારે ચીનની કરન્સી રૂપિયા સામે ૦.૦૬ ટકા પ્લસમાં રહી હોવાનું બજારના સૂ૬ોએ જણાવ્યું હતું.
ફોરેક્સ રેટ (રૂપિયામાં)
ફોરેક્સ રેટ |
(રૃપિયામાં) |
|
ડોલર |
+ ૦૭
પૈસા |
૮૨.૭૮ |
પાઉન્ડ |
- ૨૬ પૈસા |
૯૫.૧૩ |
યુરો |
- ૨૮ પૈસા |
૮૧.૮૭ |