Get The App

સુકન્યા સમૃદ્ધિ યોજનામાં નિયમ બદલાયો, જાણી લેજો નહીંતર એકાઉન્ટ થઇ શકે છે બંધ

Updated: Sep 5th, 2024

GS TEAM


Google News
Google News
Sukanya Samriddhi Yojna

Image: FreePik


Sukanya Samriddhi Yojna Rule Change: દિકરીઓના ભવિષ્યને આર્થિક સુરક્ષા પ્રદાન કરતી સરકારની સુકન્યા સમૃદ્ધિ યોજના (Sukanya Samriddhi Yojna- SSY)માં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં દિકરીના અભ્યાસથી માંડી લગ્ન સુધીના ખર્ચ માટે ફંડની જોગવાઈ કરી આપતી આ સ્કીમાં હવે દિકરીનું એકાઉન્ટ માતા-પિતા કે, પાલક વાલીઓ ઓપરેટ કરી શકશે. જો અન્ય દ્વારા ઓપરેટ કરવામાં આવશે તો એકાઉન્ટ બંધ થઈ જશે. આવો જાણીએ ફેરફાર વિશે વિસ્તૃતમાં...

2015માં શરૂ થઈ યોજના

કેન્દ્ર સરકાર દ્વારા સુકન્યા સમૃદ્ધિ યોજનાની શરૂઆત 2015માં થઈ હતી. જેમાં માત્ર રૂ. 250ના રોકાણ સાથે એકાઉન્ટ ખોલાવી શકાય છે. તેના પર હાલ 8.2 ટકાનું આકર્ષક વ્યાજ મળી રહ્યું છે. આ એક લાંબા ગાળાની રોકાણ યોજના છે. જે દિકરીઓને લખપતિ બનાવવા માટે લોકપ્રિય છે.

આ પણ વાંચોઃ 78 લાખ EPS પેન્શનરો માટે ખુશખબર, પહેલી જાન્યુઆરીથી દેશની કોઈ પણ બેન્કમાંથી મળશે પેન્શન

1 ઓક્ટોબરથી લાગુ થશે નવા ફેરફાર

દિકરીના ભવિષ્ય માટે મોટુ ફંડ એકત્ર કરવાની મંજૂરી આપતી આ યોજનામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ એકાઉન્ટ ધરાવતી જે સગીરીઓના એકાઉન્ટ વાલીઓ કે પાલક માતા-પિતા દ્વારા ખોલવામાં આવ્યા નથી, તે એકાઉન્ટ ઓપરેટ કરવાં તેમને ટ્રાન્સફર કરવા પડશે, જો આમ ન કર્યું તો એકાઉન્ટ બંધ થઈ જશે. આ ફેરફાર 1 ઓક્ટોબરથી લાગુ થશે. અર્થાત હવે આ યોજના હેઠળ એકાઉન્ટ માત્ર વાલીઓ કે પાલક  માતા-પિતા જ કરી શકશે.

21 વર્ષમાં લખપતિ બનવાની તક

SSY સ્કીમમાં રોકાણ પર આકર્ષક વ્યાજ મળે છે. હાલ સ્કીમ પર 8.2 ટકા વ્યાજ મળે છે, જેમાં દર ત્રિમાસિક ધોરણે ફુગાવાના આધારે ફેરફાર કરવામાં આવે છે. લાંબા ગાળાની આ યોજનામાં નજીવા રૂ. 250ના રોકાણ સાથે શરૂઆત કરી શકાય છે. જેમાં વાર્ષિક મહત્તમ રૂ. 1.5 લાખ સુધીનું રોકાણ કરી શકો છો. જો પાંચ વર્ષની વયથી આ રોકાણ શરૂ કરવામાં આવ્યું હોય તો તમારી દિકરી 21 વર્ષમાં જ રૂ. 69 લાખથી વધુ મૂડી સાથે લખપતિ બની શકે છે.

ઉદાહરણ દ્વારા સમજીએ

આ યોજનામાં પાંચ વર્ષની વયથી દર વર્ષે રૂ. 1.5 લાખનું રોકાણ કરવામાં આવે તો 15 વર્ષ સુધી જમા કુલ રકમ રૂ. 22,50,000 થશે. જેના પર 8.2 ટકા વાર્ષિક વ્યાજ લેખે રૂ. 4677578 મળશે, અર્થાત 21 વર્ષની થવા પર કુલ રૂ. 6927578 મળવાપાત્ર રહેશે.

સુકન્યા સમૃદ્ધિ યોજનામાં નિયમ બદલાયો, જાણી લેજો નહીંતર એકાઉન્ટ થઇ શકે છે બંધ 2 - image

Tags :