લઘુ બચતો પરના વ્યાજ દર ઘટાડવા રિઝર્વ બેન્ક દ્વારા સરકારને અનુરોધ
- િાૃધરાણ દરમાં ઘટાડો કરવા ાૃથાપણ પરના વ્યાજ દર નીચા રહે તે બેન્કો માટે જરૂરી
મુંબઈ, તા. 10 ડિસેમ્બર 2019, મંગળવાર
પબ્લિક પ્રોવિડેન્ટ ફન્ડ તથા પોસ્ટ ઓફિસ ડીપોઝિટસ જેવી લઘુ બચત યોજનાઓ પરના વ્યાજ દર ઘટાડવામાં આગળ વધવા રિઝર્વે બેન્કે સરકારને અનુરોધ કર્યો છે. આ દરમાં ઘટાડો થશે તો, બેન્કો પણ પોતાની થાપણો પરના વ્યાજ દર ઘટાડી ધિરાણ દરમાં ઘટાડો કરી શકશે.
રિઝર્વ બેન્ક દ્વારા રેપો રેટમાં તાજેતરમાં કરાયેલા ઘટાડાનો લાભ પૂરો પાડવો હશે તો આ જરૂરી બની રહે છે.
લઘુ બચતો પરના વ્યાજ દર ઊંચા રહેતા બેન્કો પોતાની ડીપોઝિટસ પરના દર ઘટાડી શકતી નથી કારણ કે તેને કારણે તેમને થાપણો મળવામાં મુશકેલ બને છે.
બેન્ક થાપણોની સરખામણીએ લઘુ બચતો પરના દર જો ઊંચા રહેશે તો થાપણદારો બેન્કોમાંથી નાણાં ઉપાડી લઘુ બચતોમાં નાખી દેશે એવી રિઝર્વ બેન્કે દલીલ કરીને સરકારને દરો ઘટાડવા અનુરોધ કર્યો હોવાનું આરબીઆઈના સુત્રોએ જણાવ્યું હતું.
વર્તમાન વર્ષના ફેબુ્રઆરીથી અત્યારસુધીમાં રિઝર્વ બેન્કે રેપો રેટમાં ૧૩૫ બેઝિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે પરંતુ આની સામે બેન્કો પોતાના ધિરાણ દરમાં સરેરાશ ૪૦ બેઝિસ પોઈન્ટનો જ ઘટાડો કરી શકી છે.