Get The App

સરકારની તિજોરીને વિક્રમજનક આવક રીઝર્વ બેન્ક રૂ.69 લાખ કરોડ ડિવિડન્ડ ચૂકવશે !

Updated: May 24th, 2025

GS TEAM

Google News
Google News
સરકારની તિજોરીને વિક્રમજનક આવક રીઝર્વ બેન્ક રૂ.69 લાખ કરોડ ડિવિડન્ડ ચૂકવશે ! 1 - image


- 2023-24 કરતા 27.4 ટકા વધુ ડિવિડન્ડ

- ડિવિડન્ડથી કેન્દ્રને ચાલુ નાણાકીય વર્ષ માટે નાણાકીય ખાધને ઘટાડીને જીડીપીના 4.4 ટકા કરવામાં મદદ મળશે

- કન્ટીજન્સી રિસ્ક બફર(સીઆરબી) પણ 6.5 ટકાથી વધારીને 7.50 ટકા કરાયો

મુંબઈ : રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)એ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માટે ભારત સરકારને જંગી રૂ.૨.૬૯ લાખ કરોડનું ડિવિડન્ડ આપવાનેી જાહેરાત કરી  છે. આ ડિવિડન્ડ ગત નાણા વર્ષ ૨૦૨૩-૨૪માં અપાયેલા રૂ.૨.૧ લાખ કરોડની તુલનાએ ઘણું વધું છે. પરંતુ બેંકરોના રૂ.૩ લાખ કરોડથી રૂ.૩.૫ લાખ કરોડના અંદાજથી ઓછું જાહેર થયું છે. આરબીઆઈના આ ડિવિડન્ડથી કેન્દ્ર સરકારને ચાલુ નાણાકીય વર્ષ માટે તેની નાણાકીય ખાધને ઘટાડીને જીડીપીના ૪.૪ ટકા કરવામાં મદદ  મળશે.

નાણાકીય  વર્ષ ૨૦૨૫ માટે જાહેર થયેલું આ રૂ.૨.૬૯ લાખ કરોડનું ડિવિડન્ડ ગત વર્ષની તુલનાએ ૨૭.૩૭ ટકા વધારે છે. આ દરમિયાન આરબીઆઈ દ્વારા કન્ટીજન્સી રિસ્ક બફર(સીઆરબી) પણ ગત વખતના ૬.૫ ટકાની તુલનાએ વધારીને ૭.૫૦ ટકા કરવામાં આવ્યો છે.

 ચાલુ નાણાકીય વર્ષ માટે કેન્દ્રિય બજેટમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા અને જાહેર ક્ષેત્રની નાણા સંસ્થાઓ પાસેથી ડિવિડન્ડનો અંદાજ રૂ.૨.૫૬ લાખ કરોડ મૂકાયો હતો. સેન્ટ્રલ બોર્ડની ૬૧૬મી મીટિંગમાં આરબીઆઈ અધિકારીઓએ વૈશ્વિક અને સ્થાનિક આર્થિક સ્થિતિની સમીક્ષા કરી હતી. જેમાં અંદાજો-આઉટલૂકનો પણ સમાવેશ કરાયો હતો. આ મીટિંગમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની સરકારને રૂ.૨.૬૯ લાખ  કરોડ સરપ્લસ-પુરાંત ટ્રાન્સફર કરવાનું નક્કી કરાયું હતું.

અત્રે નોંધનીય છે કે, બોર્ડ દ્વારા સતત સીઆરબીમાં વધારો કરાયો છે, જેનાથી સંભવિત ડૂબત લોનો, અસ્કયામતોના મૂલ્યમાં ઘટાડો અને કર્મચારી ખર્ચા અથવા વધારાના આર્થિક આંચકાઓની સ્થિતિમાં મદદ મળી રહેશે. મહામારીના વર્ષો દરમિયાન આરબીઆઈએ ૫.૫ ટકા જાળવ્યા બાદ નાણા વર્ષ ૨૦૨૩માં વધારીને ૬ ટકા અને નાણા વર્ષ ૨૦૨૪માં વધારીને ૬.૫ ટકા કર્યો હતો.

કેન્દ્ર સરકારને આ સરપ્લસની ચૂકવણી કુલ ડોલર વેચાણની મોટી આવક, ઊંચા ફોરેન એક્સચેન્જ લાભ અને વ્યાજ આવકમાં સ્થિર વધારાના કારણે શક્ય બની છે. નોંધનીય છે કે, આરબીઆઈ જાન્યુઆરીમાં ફોરેન એક્સચેન્જ રિઝર્વ વેચનાર ટોચના એશીયન સેન્ટ્રલ બેંકોમાં એક રહી હતી.

સપ્ટેમ્બર ૨૦૨૪માં ભારતનું ફોરેક્સ રિઝર્વ-વિદેશી હૂંડિયામણ પુરાંત ૭૦૪ અબજ ડોલરની સર્વોચ્ચ સપાટીએ રહ્યું હતું અને આરબીઆઈ દ્વારા ત્યાર બાદથી ૧૨૫ અબજ ડોલરથી વધુ વેચાણ કરાયું હોવાના અંદાજો નોમુરા અને ડીબીએસ બેંકે બતાવ્યા હતા.

તાકીદના ખર્ચને પહોંચી ડિવિડન્ડની રકમ ટેકારૂપ બનશે

બેન્કરોના રૂ.3.50 લાખ કરોડ સુધીના અંદાજથી ઓછું ડિવિડન્ડ જાહેર કરાયું

રોકાણો મારફત થતી  આવકમાંથી  રિઝર્વ બેન્ક સરકારને વાર્ષિક ધોરણે ડિવિડન્ડ ચૂકવે છે

નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ પેટે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) તરફથી સરકારને  ડિવિડન્ડ પેટે ૩.૫૦ લાખ કરોડની રકમ મળશે તેવો બેંકરોનો અંદાજ હતો પણ  એની સામે આજે આરબીઆઈએ રૂ.૨.૬૯ લાખ કરોડનું ડિવિડન્ડ જાહેર કર્યું છે. 

તાકીદના ખર્ચને પહોંચી વળવા પણ આ રકમ ટેકારૂપ બની રહેશે એમ વિશ્લેષકો માની રહ્યા છે. રિઝર્વ બેન્ક તરફથી સરકારને રૂપિયા ૩.૫૦ લાખ કરોડ જેટલુ જંગી ડિવિડન્ડ ચૂકવવામાં આવશે તેવી ધારણાં એક ટોચના બેંકર દ્વારા મૂકવામાં આવી હતી. જ્યારે અન્ય એક બેંકરે રૂપિયા ૩ લાખ કરોડનો અંદાજ મૂકયો હતો. જો કે આ ધારણા ખોટી પડી છે. રોકાણો મારફત થતી આવક અને વેલ્યુએશનમાં બદલાવને કારણે થતી આવકમાંથી  રિઝર્વ બેન્ક સરકારને વાર્ષિક ધોરણે ડિવિડન્ડ ચૂકવે છે. આર્થિક વિકાસ દરમાં નબળી વૃદ્ધિને કારણે વેરા વસૂલીમાં તૂટ તથા ડિસઈન્વેસ્ટમેન્ટ મારફત નીચી આવકને કારણે પડનારા અંતરને ડિવિડન્ડની રકમથી ભરપાઈ કરી શકાશે, એવું બેંકરનું કહેવું છે.  ગ્રોસ ટેકસ રેવેન્યુ રૂપિયા એક ટ્રિલિયન રહેવાની ધારણાં છે જે બજેટ કરતા ઓછી રહેશે.  ડિસઈન્વેસ્ટમેન્ટ મારફતની આવક પણ બજેટ અંદાજ કરતા રૂપિયા ૪૦૦ અબજ જેટલી ઓછી રહેવાની શકયતા છે.વિદેશી સિક્યુરિટીસમાં રોકાણ મારફત પણ રિઝર્વ બેન્કની આવકમાં વધારો થયો છે. જાલન સમિતિએ કરેલી ભલામણોને ધ્યાનમાં રાખી રિઝર્વ બેન્ક સરકારને ડિવિડન્ડ જાહેર કરે છે.

Tags :