Get The App

Jioની જાહેરાત! હવે તમામ યુઝર્સને મળશે 35 હજાર રૂપિયા વાળું Google AI Pro ફ્રી, સાથે 2TB સ્ટોરેજ પણ

Updated: Oct 30th, 2025

GS TEAM

Google News
Google News
Jioની જાહેરાત! હવે તમામ યુઝર્સને મળશે 35 હજાર રૂપિયા વાળું Google AI Pro ફ્રી, સાથે 2TB સ્ટોરેજ પણ 1 - image


Reliance enters free AI race with Google: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) અને ગૂગલે એક મોટી પાર્ટનરશિપની જાહેરાત કરી છે. જે હેઠળ બંને કંપની મળીને Reliance Jio યુઝર્સને ફ્રી AI સબ્સક્રિપ્શન આપશે. Jioના અનુસાર, એલિજિબલ યુઝર્સને 18 મહિના માટે Google AI Proનું સબ્સક્રિપ્શન ફ્રી મળશે, તેની કિંમત 35,100 રૂપિયા છે. એટલે યુઝર્સને આટલી સર્વિસ ફ્રીમાં જ મળી જશે.

Google AI Proમાં શું મળે છે?

Jio યુઝર્સ MyJio એપથી Google AI સબ્સક્રિપ્શન ફ્રી મેળવી શકે છે. આ પ્લાનમાં માત્ર AI જ નહીં, પરંતુ તમને 2TBનું ક્લાઉડ સ્ટોરેજ પણ મળે છે. આ સિવાય Notebool LM અને Goole Gemini 2.5 Pro સબ્સક્રિપ્શન પણ આ પ્લાનમાં સામેલ છે.

Google AIના આ સબ્સક્રિપ્શનમાં વીડિયો જનરેશન મોડલ Veo 3.1 પણ છે અને Gemini Nano Banana પણ સામેલ છે.

કયા Jio યુઝર્સને મળશે ફ્રી Google AI Pro?

કંપનીએ કહ્યું કે, પહેલા 18 થી 25 વર્ષના યુઝર્સ, જેઓ અનલિમિટેડ Jio 5G પ્લાન યુઝ કરી રહ્યા છે તેમને અર્લી એક્સેસ તરીકે ફ્રી Google AI Pro મળશે. જોકે, બાદમાં કંપની આ ઓફરને ભારતના તમામ Jio યુઝર્સ માટે જાહેર કરી દેશે.

પાર્ટનરશિપ પર RIL કંપનીએ શું કહ્યું?

આ પાર્ટનરશિપ પર રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું કે, અમારો ઉદ્દેશ્ય 1.45 અબજ ભારતીયો સુધી AI સેવાઓ પહોંચાડવાનો છે. ગૂગલ જેવા પાર્ટનર સાથે મળીને અમે ભારતને AI સમર્થ બનાવવા ઈચ્છીએ છીએ.

પાર્ટનરશિપ પર ગૂગલ કંપનીએ શું કહ્યું? 

ગૂગલ અને અલ્ફાબેટના CEO સુંદર પિચાઈએ કહ્યું કે, રિલાયન્સ અમારા માટે ભારતના ડિજિટલ ભવિષ્યને સાકાર કરવામાં એક મહત્ત્વપૂર્ણ ભાગીદાર રહ્યું છે. હવે અમે આ સહયોગને AIના યુગમાં લઈ જઈ રહ્યા છીએ. આ પહેલ ગૂગલના એડવાન્સ AI ટૂલ્સને ભારતના લોકો, બિઝનેસ અને ડેવલપર્સ સુધી પહોંચાડશે.

Jio યુઝર્સ Google AI Pro આવી રીતે મેળવી શકે છે

Jio યુઝર્સ MyJio એપ દ્વારા Google AI Proને 18 મહિના માટે ફ્રીમાં મેળવી શકે છે. તમને જણાવી દઈએ કે, Google AI Pro એક પ્રીમિયમ ટિયર સબ્સક્રિપ્શન છે અને તેના માટે મંથલી અને વાર્ષિક પ્લાન છે.

Jioની જાહેરાત! હવે તમામ યુઝર્સને મળશે 35 હજાર રૂપિયા વાળું Google AI Pro ફ્રી, સાથે 2TB સ્ટોરેજ પણ 2 - image

Tags :