Get The App

રિલાયન્સ, લાર્સનની આગેવાનીએ યુ-ટર્ન : આંચકા બાદ સેન્સેક્સ 447 પોઈન્ટ ઉછળી 81338

- નિફટી સ્પોટ ૧૪૦ પોઈન્ટ વધીને ૨૪૮૨૧ : સ્મોલ, મિડ કેપ શેરોમાં ફરી તેજી :

- રોકાણકારોની સંપતિમાં રૂ.૩.૫૭ લાખ કરોડનો વધારો : એફપીઆઈઝની રૂ.૪૬૩૬ કરોડની ચોખ્ખી વેચવાલી

Updated: Jul 30th, 2025

GS TEAM

Google News
Google News
રિલાયન્સ, લાર્સનની આગેવાનીએ યુ-ટર્ન : આંચકા બાદ સેન્સેક્સ 447 પોઈન્ટ ઉછળી 81338 1 - image


મુંબઈ : અમેરિકી રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુરોપીયન યુનિયન પર ૧૫ ટકા ટેરિફ સાથે ટ્રેડ ડિલ કર્યા બાદ હવે અન્ય દેશો સાથે પણ ૧૫થી ૨૦ ટકાની રેન્જમાં ટ્રેડ ડિલ કરવાની તૈયારીમાં હોવાના અને ભારત સાથે પણ પોઝિટીવ ટ્રેડ ડિલની શકયતાએ આજે ફંડો, મહારથીઓએ શેરોમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, લાર્સન એન્ડ ટુબ્રોની આગેવાનીએ બજારને અપેક્ષિત યુ-ટર્ન આપ્યો હતો. કોર્પોરેટ ઈન્ડિયાના જૂન ૨૦૨૫ના અંતના ત્રિમાસિક પરિણામો પડાકરજનક પરિસ્થિતિ વચ્ચે સાધારણથી નબળા આવી રહ્યા હોવા સામે ચોમાસાની સારી પ્રગતિ અને ટેરિફ મામલે પોઝિટીવ સંકેતે આજે ફંડોએ ફ્રન્ટલાઈન શેરો એશીયન પેઈન્ટસ, ટાટા મોટર્સ, અદાણી પોર્ટસ, ટાટા સ્ટીલ, મારૂતી સુઝુકી, ભારતી એરટેલ, બજાજ ફાઈનાન્સ, એચડીએફસી બેંક સહિતમાં તેજી કરી હતી. આરંભમાં આઈટી શેરો ટીસીએસ, ઈન્ફોસીસ સાથે એક્સિસ બેંક, બજાજ ફિનસર્વ, આઈસીઆઈસીઆઈ બેંક પાછળ સેન્સેક્સ ૩૧૫.૫૭ પોઈન્ટ ઘટીને નીચામાં ૮૦૫૭૫.૪૫ સુધી આવ્યો હતો. જે ઘટયામથાળેથી પાછો ફરીને ઉપરમાં ૮૧૪૨૯.૮૮ સુધી પહોંચી અંતે ૪૪૬.૯૩ પોઈન્ટ વધીને ૮૧૩૩૭.૯૫ બંધ રહ્યો હતો. નિફટી ૫૦ સ્પોટ આરંભમાં ૮૨.૩૦ પોઈન્ટ ઘટીને નીચામાં ૨૪૫૯૮.૬૦ સુધી આવી ઉપરમાં ૨૪૮૪૭.૧૫ સુધી જઈ અંતે ૧૪૦.૨૦ પોઈન્ટ વધીને ૨૪૮૨૧.૧૦ બંધ રહ્યો હતો.

રિલાયન્સ રૂ.૩૧ ઉછળી રૂ.૧૪૧૮ : લાર્સન રૂ.૭૩ વધીને રૂ.૩૪૯૫ : એશીયન પેઈન્ટસ, એરટેલ વધ્યા

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં ફંડોની આજે ફરી નવેસરથી મોટી ખરીદી શરૂ થઈ હતી. કંપની તેના વિવિધ બિઝનેસો રિટેલ, જિયો પ્લેટફોર્મ સહિતનું વેલ્યુ અનલોકિંગ કરવાની તૈયારીમાં હોવાના અહેવાલો વચ્ચે આજે શેર રૂ.૩૦.૬૫ વધીને રૂ.૧૪૧૭.૯૫ રહ્યો હતો. લાર્સન એન્ડ ટુબ્રો રૂ.૭૨.૯૦ વધીને રૂ.૩૪૯૫.૧૦, એશીયન પેઈન્ટસ રૂ.૪૨.૭૫ વધીને રૂ.૨૪૦૧.૭૦, ભારતી એરટેલ રૂ.૧૯.૯૦ વધીને રૂ.૧૯૧૨ રહ્યા હતા.

અપાર ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૦૨૪ ઉછળીને રૂ.૯૬૮૭ : કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૪૦૩ પોઈન્ટ વધ્યો

કેપિટલ ગુડઝ શેરોમાં લાર્સન એન્ડ ટુબ્રોની આગેવાનીમાં આક્રમક ખરીદી થઈ હતી. અપાર ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૦૨૪ ઉછળીને રૂ.૯૬૮૭.૦૫, ટીટાગ્રહ રૂ.૨૧.૫૦ વધીને રૂ.૮૬૯.૭૦, એલજી ઈક્વિપમેન્ટ રૂ.૧૧.૭૦ વધીને રૂ.૫૬૨.૨૦, કિર્લોસ્કર એન્જિન રૂ.૧૮.૭૫ વધીને રૂ.૯૨૧, થર્મેક્સ રૂ.૭૨.૪૫ વધીને રૂ.૩૭૯૧.૯૦, પોલીકેબ રૂ.૧૨૫.૨૦ વધીને રૂ.૬૯૬૩.૦૫, ભેલ રૂ.૩.૯૫ વધીને રૂ.૨૪૦.૫૦, ફિનોલેક્ષ કેબલ્સ રૂ.૧૭.૧૫ વધીને રૂ.૯૦૫.૨૦ રહ્યા હતા.બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૪૦૩.૪૮ પોઈન્ટ વધીને ૬૮,૫૦૯.૫૦ બંધ રહ્યો હતો.

હેલ્થકેર-ફાર્મા શેરોમાં ફરી તેજી : સેનોરેસ રૂ.૬૧, વિમતા લેબ્સ રૂ.૫૬, ગુજરાત થેમીસ રૂ.૨૩ વધ્યા

હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓના શેરોમાં ફંડોએ આજે ફરી ઘટાડે આક્રમક ખરીદી કરી હતી. સેનોરેસ રૂ.૬૧ વધીને રૂ.૭૦૩.૯૫, વિમલા લેબ્સ રૂ.૫૫.૮૫ વધીને રૂ.૭૧૧.૪૦, ગુજરાત થેમીસ રૂ.૨૨.૬૫ વધીને રૂ.૩૯૦.૩૫, ગ્રેન્યુઅલ્સ રૂ.૨૭.૩૫ વધીને રૂ.૪૯૦.૩૦, અબોટ ઈન્ડિયા રૂ.૧૮૪૯.૮૫ વધીને રૂ.૩૪,૭૩૬.૩૦, જેબી કેમિકલ્સ રૂ.૯૩.૩૦ વધીને રૂ.૧૮૦૨.૪૫, મોરપેન લેબ રૂ.૨.૬૭ વધીને રૂ.૬૦.૨૧, જીપીટી હેલ્થ રૂ.૬.૯૫ વધીને રૂ.૧૬૬.૪૦, ટોરન્ટ ફાર્મા રૂ.૧૫૩.૦૫ વધીને રૂ.૩૭૭૮ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૫૨૦.૩૯ પોઈન્ટ વધીને ૪૫૮૩૬.૩૩ બંધ રહ્યો હતો.

બોશ રૂ.૧૬૮૩ ઉછળી રૂ.૩૯,૯૦૫ : ભારત ફોર્જ, હ્યુન્ડાઈ મોટર, એક્સાઈડ, આઈશર, ટાટા મોટર્સ વધ્યા

ઓટોમોબાઈલ શેરોમાં આજે ફંડોએ ફરી તેજીમાં આવી મોટી ખરીદી કરી હતી. બોશ રૂ.૧૬૮૩.૫૦ વધીને રૂ.૩૯,૯૦૫, ભારત ફોર્જ રૂ.૩૧.૫૫ વધીને રૂ.૧૨૨૦.૫૫, એક્સાઈડ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૯.૭૫ વધીને રૂ.૩૯૧.૮૦, હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા રૂ.૫૧.૭૦ વધીને રૂ.૨૧૦૧.૫૦, આઈશર મોટર્સ રૂ.૯૬.૬૦ વધીને રૂ.૫૪૭૮.૪૦, ટાટા મોટર્સ રૂ.૧૦.૧૦ વધીને રૂ.૬૯૨.૪૦, અમરા રાજા એનજીૅ રૂ.૨૧.૯૫ વધીને રૂ.૯૯૪, મારૂતી સુઝુકી રૂ.૧૫૮.૦૫ વધીને રૂ.૧૨,૪૯૪.૦૫, સોના બીએલડબલ્યુ રૂ.૬.૧૦ વધીને રૂ.૪૭૧.૬૦, બાલક્રિષ્ન ઈન્ડસ્ટ્રીઝ રૂ.૩૫.૫૫ વધીને રૂ.૨૭૨૮.૧૦, એમઆરએફ રૂ.૧૬૮૨.૫૫ વધીને રૂ.૧,૪૯,૩૬૦  રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૪૮૪.૭૬ પોઈન્ટ વધીને ૫૩૪૨૮.૬૯  બંધ રહ્યો હતો.

કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં તેજી : અંબર રૂ.૩૩૬ ઉછળી રૂ.૭૮૦૪ : બર્જર પેઈન્ટસ, પીજી ઈલેકટ્રો વધ્યા

કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં  પણ ફંડોની આજે પસંદગીની ખરીદી રહી હતી. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૪૦૫.૩૬ પોઈન્ટ વધીને ૫૯,૭૯૯.૬૪ બંધ રહ્યો હતો. અંબર એન્ટર રૂ.૩૩૬.૬૫ વધીને રૂ.૭૮૦૩.૯૫, પીજી ઈલેક્ટ્રો રૂ.૧૭.૧૦ વધીને રૂ.૮૦૬.૪૫, બર્જર પેઈન્ટ રૂ.૧૧.૧૦ વધીને રૂ.૫૭૧, એશીયન પેઈન્ટસ રૂ.૪૨.૭૫ વધીને રૂ.૨૪૦૧.૭૦, કલ્યાણ જવેલર્સ રૂ.૭.૧૦ વધીને રૂ.૬૦૪.૬૫, વ્હર્લપુલ ઓફ ઈન્ડિયા રૂ.૧૧.૦૫ વધીને રૂ.૧૩૮૮ રહ્યા હતા.

મેટલ-માઈનીંગ શેરોમાં ફંડો લેવાલ : જિન્દાલ સ્ટેનલેસ, હિન્દુસ્તાન ઝિંક, ટાટા સ્ટીલ, નાલ્કો વધ્યા

ફંડોની આજે મેટલ-માઈનીંગ શેરોમાં પસંદગીની ખરીદી થઈ હતી. જિન્દાલ સ્ટેનલેસ રૂ.૧૭.૯૦ વધીને રૂ.૬૭૭.૫૫, હિન્દુસ્તાન ઝિંક રૂ.૫.૫૫ વધીને રૂ.૪૩૭.૩૦, ટાટા સ્ટીલ રૂ.૨.૦૫ વધીને રૂ.૧૬૧.૭૦, નાલ્કો રૂ.૨.૧૦ વધીને રૂ.૧૮૯.૭૦, એનએમડીસી રૂ.૭૧.૭૯, અદાણી એન્ટરપ્રાઈસીઝ રૂ.૨૬ વધીને રૂ.૨૫૪૮.૨૦, લોઈડ્સ મેટલ રૂ.૧૫.૦૫ વધીને રૂ.૧૪૮૬.૭૦ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૨૬૯.૪૯ પોઈન્ટ વધીને ૩૧૩૦૪.૮૩ બંધ રહ્યો હતો.

ફરી સ્મોલ, મિડ કેપ શેરોમાં ઘટાડે વ્યાપક વેલ્યુબાઈંગે માર્કેટબ્રેડથ પોઝિટીવ : ૨૪૮૨ શેરો પોઝિટીવ બંધ

શેરોમાં આજે યુ-ટર્ન સાથે સ્મોલ, મિડ કેપ, એ ગુ્રપના અનેક શેરોમાં વ્યાપક ખરીદી થતાં માર્કેટબ્રેડથ નેગેટીવમાથી પોઝિટીવ બની હતી. બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૧૫૭ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૨૪૮૨ અને ઘટનારની સંખ્યા ૧૫૨૧ રહી હતી. લોકલ ફંડો, ખેલંદાઓએ શેરોમાં નવેસરથી ખરીદી ચાલુ કર્યા હતા.

શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૩.૫૭ લાખ કરોડ વધીને રૂ.૪૫૧.૪૪ લાખ કરોડ

નિફટી, સેન્સેક્સ બેઝડ બજારે આજે અપેક્ષિત યુ-ટર્ન લીધા સાથે અનેક સ્મોલ, મિડ કેપ, એ ગુ્રપના શેરોમાં વેલ્યુબાઈંગે ભાવો વધતાં રોકાણકારોની સંપતિ પણ એટ લે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૩.૫૭  લાખ કરોડ વધીને રૂ.૪૫૧.૪૪ લાખ કરોડ રહ્યું હતું.

FPIs/FIIની કેશમાં રૂ.૪૬૩૬ કરોડની ચોખ્ખી વેચવાલી : DIIની રૂ.૬૧૪૭ કરોડની ચોખ્ખી ખરીદી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝે આજે મંગળવારે શેરોમાં કેશમાં રૂ.૪૬૩૬.૬૦ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી કરી હતી. કુલ રૂ.૧૧,૫૧૨.૧૯ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૬,૧૪૮.૭૯ કરોડની વેચવાલી કરી હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈઝ)ની આજે રૂ.૬૧૪૬.૮૨ કરોડની ચોખ્ખી ખરીદી રહી હતી. કુલ રૂ.૧૬,૧૬૬.૧૮ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૦,૦૧૯.૩૬ કરોડની વેચવાલી કરી હતી.


Tags :