રિલાયન્સ JIOની 5.5G ઈન્ટરનેટ સુવિધા શરુ, જાણો કઈ રીતે થશે ફાયદો
Reliance Jio Launched 5.5G Service: રિલાયન્સ જિઓએ 5.5G સર્વિસ લોન્ચ કરી છે. જે 5G કરતાં વધુ સ્પીડે ઇન્ટરનેટ સેવાઓ આપશે. ભારતની ડિજિટલ ઈકોનોમીને વેગ આપવાના પ્રયાસના ભાગરૂપે 5.5G સર્વિસ શરુ કરનારી રિલાયન્સ દેશની પ્રથમ ટેલિકોમ કંપની છે. જેને 5G એડવાન્સ તરીકે પણ ઓળખી શકાશે. જેનો હેતુ શ્રેષ્ઠ નેટવર્ક, ફાસ્ટ સ્પીડ ઈન્ટરનેટ પ્રદાન કરવાનો છે. જિઓ 5.5G અંતર્ગત યુઝર્સ 1GBpsથી વધુ સ્પીડે સેવા પ્રદાન કરશે.
શું છે 5.5G નેટવર્ક
5.5G નેટવર્ક 5Gનું એડવાન્સ વર્ઝન છે. જેનો ઉદ્દેશ હાઈ સ્પીડ ડેટા, વ્યાપક કવરેજ અને અપલિંક કનેક્ટિવિટીમાં સુધારો કરવાનો છે. મલ્ટી કરિયર એગ્રીગેશનની મદદથી યુઝર્સ 5.5G નેટવર્ક પર 10Gbps સુધીની મહત્તમ ડાઉનલિંક સ્પીડ તેમજ 1Gbpsની અપલિંક સ્પીડ મેળવી શકશે.
આ પણ વાંચોઃ 90 કલાક કામ કરવાની સલાહ આપનારા L&T ચેરમેન થયા ટ્રોલ, કંપનીએ કર્યો લૂલો બચાવ
યુઝર્સને શું ફાયદો થશે?
જિઓ 5.5G નેટવર્ક મલ્ટી સેલ કનેક્ટિવિટી સાથે લોન્ચ કરવામાં આવી છે. જે એક સાથે અનેક નેટવર્ક સેલ સાથે કનેક્ટ કરી શકશે. જેના લીધે સારું કવરેજ અને ફાસ્ટ સ્પીડ બંને મળશે.
વાયરલેસ નેટવર્કમાં સુધારો
આ ટૅક્નોલૉજી વધુ નેટવર્ક કન્ઝેશન ધરાવતાં વિસ્તારોમાં ઉપયોગી સાબિત થશે. જે વાયરલેસ નેટવર્કમાં સુધારો કરશે. મોટાભાગના ફોનમાં આપમેળે એક્ટિવેટ થાય છે. પરંતુ અમુક ફોનમાં તેને મેન્યુઅલી એક્ટિવ કરવી પડશે. જેના માટે ફોનના સેટિંગમાં સેલ્યુલર વિકલ્પમાં મોબાઇલ નેટવર્કમાં ફેરફાર કરવાનો હોય છે.