Get The App

આયાતી ખાદ્યતેલોની ટેરીફ વેલ્યુ ઘટાડાતા ઈમ્પોર્ટ ડયુટીમાં ઘટાડો

- ભારતમાં મલેશિયાથી થતી આયાત રુંઘાતાં ખાદ્યતેલોના વૈશ્વિક બજારમાં સમીકરણોમાં ઝડપી નોંધપાત્ર ફેરફારો

- વિશ્વ બજારમાં આંચકા પચાવી ખાદ્યતેલો ફરી ઉંચકાયા

Updated: Feb 14th, 2020

GS TEAM

Google News
Google News
આયાતી ખાદ્યતેલોની ટેરીફ વેલ્યુ ઘટાડાતા ઈમ્પોર્ટ ડયુટીમાં ઘટાડો 1 - image

મુંબઈ, તા. 14 ફેબુ્રઆરી 2020, શુક્રવાર

મુંબઈ તેલ-બિયાં બજારમાં આજે નવી માગ પાંખી હતી. પામતેલના ભાવમાં ઘટાડો આગળ વધ્યો હતો. જોકે અન્ય ખાદ્યતેલો બેતરફી સાંકડી વધઘટે અથડાતા રહ્યા હતા. વિશ્વ બજારના સમાચારો ભાવમાં આંચકા પચાવી ફરી તેજી બતાવી રહ્યા હતા. દરમિયાન, વિશ્વ બજારના ખેલાડીઓના જણાવ્યા મુજબ ભારતમાં તાજેતરમાં મલેશિયન પામતેલની આયાત અટકતાં ખાદ્યતેલોના વૈશ્વિક બજારમાં  સમીકરણોમાં  ખાસ્સા ફેરફારો દેખાયા છે. 

આના પગલે ભારત તરફ નિકાસ વધારવા ઈન્ડોનેશિયાએ પ્રયત્નો વધાર્યા છે. મલેશિયા હવે ભારત સિવાયના અન્ય દેશો તરફ નિકાસ વધારવા સક્રિય બન્યું છે. દરમિયાન, બદલાયેલા માહોલમાં  ભારતમાં પામતેલ સિવાયના અન્ય ખાદ્યતેલોનો વપરાશ વધારવાના પ્રયત્નો પણ શરૂ થયા છ.ે

મલેશિયાની સરકારે આ પૂર્વે ભારત વિરોધી નિવેદનો આપતાં  ભારતમાં મલેશિયા ખાતેથી થતી પામતેલની આયાત પર અંકુશો આવ્યા છે. ઘણા આયાતકારોએ પણ મલેશિયાથી પામતેલની આયાત કરવાનું માંડવ્વળ્યું છે. મલેશિયાથી  ભારત તરફ નિકાસ જાન્યુઆરીમાં ૮૫ ટકા ઘટી  ૪૬૮૭૬ ટન થતાં ૨૦૧૧ પછીના નવા નીચા તળિયે ઉતરી છે.

દરમિયાન, મલેશિયાથી આ ગાળામાં પાકિસ્તાન, સાઉદી અરેબિયા, ધાના વિ. દેશો તરફ નિકાસ વધી છે. વિશ્વ બજારમાં મલેશિયાના ભાવ સામે ઈન્ડોનેશિયાના ભાવ ઉંચા ગયા છે. મલેશિયામાં સ્ટોક પણ ઘટયો છે. મલેશિયાથી બાંગલાદેશ તરફ પણ નિકાસ વધી છે. પામતેલના ભાવ વિશ્વ બજારમાં  જુલાઈથી ડિસેમ્બર ૨૦૧૯ના ગાળામાં  ૬૦ ટકા વધ્યા પછી હવે જાન્યુઆરી-ફેબુ્રઆરીમાં  બજાર નીચી ઉતરી છે.

ભારતની ખરીદી રુંધાતાં  તથા ચીનમાં ઘાતક વાયરસનો ઉપદ્રવ વધતાં વિશ્વ બજાર ઉંચેથી નીચી આવી છે. ભારતમાં  પામતેલની આયાત ઘટી છે  સામે સોયાતેલ તથા સનફલાવર તેલની આયાત વધી  છ.ે દેશમાં  થતી ખાદ્યતેલોની કુલ આયાતમાં  પામતેલનો હિસ્સો પણ અગાઉ કરતાં ઘટયો છે.

મુંબઈ બજારમાં આજે  સનફલાવરના ભાવ રૂ.૮૧૦ તથા રિફા.ના રૂ.૮૭૦, મસ્ટર્ડના રૂ.૮૬૦, કોપેરલના રૂ.૧૩૯૦, સિંગતેલના રૂ.૧૧૪૦ તથા કપાસિયા તેલના રૂ.૮૩૮ બોલાઈ રહ્યા હતા. દિવેલના ભાવ આજે ૧૦ કિલોના  રૂ.પાંચ વધ્યા હતા.  જ્યારે મુંબઈ હાજર એરંડાના ભાવ રૂ.૪૦૦૦ વાળા રૂ.૪૦૨૫ રહ્યા હતા.

આજે મોડી સાંજે મળેલા સમાચાર  મુજબ ભારત સરકારે દેશમાં  આયાત થતા વિવિધ ખાદ્યતેલોની આયાત જકાત ગણવા બેન્ચમાર્ક તરીકે વપરાતી ટેરીફ વેલ્યુમાં  ઘટાડો કર્યો છે. આ મુજબ ક્રૂડ પામ ઓઈલ સીપીોની આવી ટેરીફ વેલ્યુ ૮૨૧થી ઘટી ૭૭૦ ડોલર કરાઈ છે  જ્યારે  પામોલીનની ૮૫૪ વાલી ૮૦૩ ડોલર તથા સોયાતેલની ૮૬૫ વાળી  ૭૯૫ ડોલર થઈ છે. આના પગલે દેશમાં આયાત થતા ખાદ્યતેલોની ઈફેકટીવ ઈમ્પોર્ટ ડયુટીમાં   પણ ઘટાડો થયો છે. 

Tags :