સોના-ચાંદીમાં રેકોર્ડ તેજીને બ્રેક: સોનામાં રૂ.1300,ચાંદીમાં રૂ.2000નો ઘટાડો

- વૈશ્વિક સોનું વધતું અટકી 4200 ડોલરની અંદર ઉતર્યું
- વિશ્વ બજારમાં ડોલર ઈન્ડેક્સ ઉંચકાતાં સોનામાં ફંડો વેંચવા નિકળ્યા: ચાંદી, પ્લેટીનમ, પેલેડીયમ તથા ક્રૂડમાં પણ પીછેહટ
મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં રેકોર્ડ તેજીને બ્રેક વાગતાં ભાવમાં ટોચ પરથી પ્રત્યાઘાતી ઘટાડો જોવા મળ્યો હતો. વિશ્વ બજારના સમાચાર કિંમતી ધાતુઓમાં ઉછાળો ફંડોની વેચવાલી બતાવી રહ્યા હતા. વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે પણ સોના-ચાંદીમાં ઉંચા મથાળેથી ભાવ તૂટતાં બજારમાં લેનારા ઓછા તથા વેચનારા વધુ જેવી સ્થિતિ દેખાઈ હતી. દરમિયાન, અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૧૩૦૦ તૂટી ૯૯૫ના રૂ.૧૩૧૪૦૦ તથા ૯૯૯ના રૂ.૧૩૧૭૦૦ રહ્યા હતા. જ્યારે અણદાવાદ ચાંદીના ભાવ આજે કિલોના રૂ.૨૦૦૦ તૂટી રૂ.૧૭૩૦૦૦ રહ્યા હતા. દરમિયાન, અમદાવાદ બજારમાં ચાંદીના ભાવ છેલ્લા સળંગ છ દિવસમાં રૂ.૧૯ હજાર વઘી ગયા પચી આજે ટોચ પરથી પ્રત્યાઘાતી રૂ.૨૦૦૦ તૂટેયા હતા.
વિશ્વ બજારમાં આજે સોનાના ભાવ ઔંશના ૪૨૫૫ વાળા ઘટી નીચામાં ભાવ ૪૧૮૧ થઈ ૪૧૯૭થી ૪૧૯૮ ડોલર રહ્યાના નિર્દેશો હતા. વિશ્વ બજારમાં ડોલર ઈન્ડેક્સ ઉંચકાતાં વૈશ્વિક સોનામાં ઉછાળે ફંડો હળવા થઈ રહ્યા હતા. દરમિયાન, સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાીવ આજે ઔંશના ૫૭.૫૮ ડોલરથી નીચામાં ભાવ ૫૬.૫૯ થઈ ૫૭.૩૮થી ૫૭.૩૯ ડોલર રહ્યા હતા.
દરમિયાન, મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯૫ના રૂ.૧૨૮૮૨૪ વાળા ઘટી રૂ.૧૨૭૦૮૨ રહ્યા હતા જ્યારે ૯૯૯ના ભાવ રૂ.૧૨૮૮૦૦ વાળા રૂ.૧૨૭૫૯૩ રહ્યા હતા.
મુંબઈ ચાંદીના ભાવ આજે જીએસટી વગર રૂ.૧૭૫૧૮૦ વાળા તૂટી રૂ.૧૭૪૬૫૦ રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ઔંશના ૧૭૦૦ વાળા ઘટી નીચામાં ભાવ ૧૬૦૯ થઈ ૧૬૩૧થી ૧૬૩૨ ડોલર રહ્યા હતા.ત પેલેડીયમના ભાવ ઔંશના ૧૪૭૫ વાળા નીચામાં ભાવ ૧૪૧૮ થઈ ૧૪૪૭થી ૧૪૪૮ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે ૦.૪૭ ટકા માઈનસમાં રહ્યા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવમાં પણ આજે પીછેહટ દેખાઈ હતી. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ૬૩.૪૭ વાળા નીચામાં ભાવ ૬૨.૮૫ થઈ ૬૨.૮૬ ડોલર રહ્યા હતા. જ્યારે યુએસ ક્રૂડના ભાવ ૫૯.૬૩ વાળા નીચામાં ભાવ ૫૯.૦૭ થઈ ૫૯.૧૨ ડોલર રહ્યા હતા.

