mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

વિક્રમી તેજીને બ્રેક : સેન્સેક્સ 111 પોઈન્ટ ઘટીને 73904

- નિફટી ૯ પોઈન્ટ ઘટયો: ઓટો, કન્ઝયુમર, મેટલ, ઓઈલ-ગેસ, કેપિટલ ગુડઝ શેરોમાં તેજી :

- FPI/FIIની કેશમાં રૂ.૧૬૨૩ કરોડની વેચવાલી : નાયમેક્ષ ક્રુડ પાંચ મહિનાની ઊંચાઈએ : ૧૦૦ ડોલર થવાનું જોખમ

Updated: Apr 3rd, 2024

વિક્રમી તેજીને બ્રેક : સેન્સેક્સ 111 પોઈન્ટ ઘટીને 73904 1 - image


મુંબઈ : ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ વધીને નાયમેક્ષ ૮૫  ડોલરની પાંચ મહિનાની ઊંચાઈએ તેમ જ બ્રેન્ટ ૮૯ ડોલરની સપાટીએ પહોંચતાં અને દેશમાં અસહ્ય ગરમીના પરિણામે ચાલુ વર્ષે ફરી દુકાળની દહેશતને લઈ ફુગાવો-મોંઘવારીમાં ફરી ભડકો થવાના જોખમે ઈન્ડેક્સ બેઝડ ફંડોએ આજે વિક્રમી તેજીને બ્રેક લગાવી હતી. અલબત સ્મોલ, મિડ કેપ શેરોમાં અવિરત વ્યાપક તેજી કરી પાછલા નાણા વર્ષના  બે મહિનામાં વેચેલા શેરોમાં આકર્ષક વેલ્યુએશને મળતાં શેરોમાં ફંડો, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોની ખરીદી અવિરત રહી હતી. આ સાથે જીઓપોલિટીકલ ટેન્શનને લઈ વૈશ્વિક બજારોમાં સાવચેતીની અસર પણ જોવાઈ હતી. ફંડોએ આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી, બેંકિંગ ફ્રન્ટલાઈન શેરોમાં પ્રોફિટ બુકિંગ કરતાં સેન્સેક્સ, નિફટી બેઝડ ઐતિહાસિક તેજીને બ્રેક લાગી હતી. સેન્સેક્સ ૧૧૦.૬૪ પોઈન્ટ ઘટીને ૭૩૯૦૩.૯૧ અને નિફટી સ્પોટ ૮.૭૦ પોઈન્ટ ઘટીને ૨૨૪૫૩.૩૦ બંધ રહ્યા હતા. ફંડોએ ઓટો, કન્ઝયુમર ડયુરેબલ્સ, કેપિટલ ગુડઝ, મેટલ શેરોમાં પસંદગીની ખરીદી કરી હતી.

આઈટી શેરોમાં ફંડોની વેચવાલી : ટીસીએસ, ઓરેકલ, ઈમુદ્રા, ઈન્ફોસીસ, એચસીએલ ટેકનોલોજી ઘટયા

આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ કંપનીઓ માટે વૈશ્વિક પડકારો વધવા લાગતાં આજે સાવચેતીમાં  તેજીનો વેપાર હળવો થયો હતો. ટીસીએસ સામે અમેરિકામાં અમેરિકન કર્મચારીઓને છુટ્ટા કરવાના અને એશીયન-ભારતીય કર્મચારીઓની તરફેણ કરવાના આક્ષેપો વચ્ચે આજે શેરમાં વેચવાલીએ રૂ.૩૨.૬૫ ઘટીને રૂ.૩૮૮૨.૬૦ રહ્યો હતો.એચસીએલ ટેકનોલોજી રૂ.૨૮.૩૫ ઘટીને રૂ.૧૫૨૮.૧૦, ઈન્ફોસીસ રૂ.૧૨.૬૦ ઘટીને રૂ.૧૪૮૩.૨૦ ઓરેકલ ફિનસર્વ રૂ.૧૧૯.૭૦ ઘટીને રૂ.૮૮૩૦.૨૫, ઈમુદ્રા રૂ.૨૯.૫૫ તૂટીને રૂ.૭૦૮.૧૫, ઝેગલ પ્રિપેઈડ રૂ.૧૩.૭૦ ઘટીને રૂ.૨૬૮.૮૦, રેટગેઈન ટ્રાવેલ રૂ.૬ ઘટીને રૂ.૭૩૨.૪૦ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૧૯૪.૬૮ પોઈન્ટ ઘટીને ૩૫૬૧૫.૫૫ બંધ રહ્યો હતો.

બેંકિંગ શેરોમાં બજાજ ઓટો, મહિન્દ્રા, બોશ, બાલક્રિષ્ન વધ્યા : હીરો કોર્પ રૂ.૧૨૨ ઘટીને રૂ.૪૫૬૧

ઓટોમોબાઈલ કંપનીઓના શેરોમાં આજે અમુક શેરોમાં વેચવાલી સામે ઘણા શેરોમાં આકર્ષણ યથાવત રહ્યું હતું. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૫૬.૪૫ વધીને રૂ.૧૯૭૧.૮૫, બજાજ ઓટો રૂ.૨૩૫.૬૦  ઉછળીને રૂ.૯૨૭૬.૬૫,  બાલક્રિષ્ન ઈન્ડસ્ટ્રીઝ રૂ.૫૦.૬૦ વધીને રૂ.૨૩૩૪.૬૦, બોશ રૂ.૬૧૩.૧૫ વધીને રૂ.૩૦,૯૦૩.૨૫, કયુમિન્સ ઈન્ડિયા રૂ.૩૭.૦૫ વધીને રૂ.૩૦૪૨, ટાટા મોટર્સ રૂ.૧૨.૨૦ વધીને રૂ.૧૦૦૪.૩૦, અપોલો ટાયર્સ રૂ.૫.૩૦ વધીને રૂ.૪૭૦.૭૦, ટયુબ ઈન્વેસ્ટમેન્ટ રૂ.૪૧.૯૫ વધીને રૂ.૩૭૬૫.૩૫ રહ્યા હતા. જ્યારે હીરો મોટોકોર્પ રૂ.૧૨૨.૦૫ ઘટીને રૂ.૪૫૬૧.૨૫, આઈશર મોટર્સ રૂ.૨૧.૫૫ ઘટીને રૂ.૩૯૨૬.૧૦,  મારૂતી સુઝુકી રૂ.૧૮.૯૫ ઘટીને રૂ.૧૨,૫૫૧.૩૫, એમઆરએફ રૂ.૧૧૧૧.૩૫ વધીને રૂ.૧,૩૬,૯૦૦ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૫૧૭.૭૩ પોઈન્ટ વધીને ૪૯૫૩૭.૬૮ બંધ રહ્યો હતો.

કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૯૫૦ પોઈન્ટ ઉછળ્યો : આદિત્ય બિરલા, ડિક્સન, સીજી કન્ઝયુમરમાં તેજી

કન્ઝયુમર ડયુરેબલ્સ કંપનીઓના શેરોમાં આજે ફંડોએ આક્રમક ખરીદી કરતાં બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૯૫૦.૭૯ પોઈન્ટ વધીને ૫૩,૨૦૧.૫૬ બંધ રહ્યો હતો. આદિત્ય બિરલા ફેશન રૂ.૨૪.૪૫ વધીને રૂ.૨૩૬.૧૫, ડિક્સન ટેકનોલોજી રૂ.૩૧૩.૬૦ વધીને રૂ.૭૯૦૬.૩૦, સીજી કન્ઝયુમર રૂ.૧૦.૧૦ વધીને રૂ.૨૮૦.૪૫, વોલ્ટાસ રૂ.૩૬.૩૫ વધીને રૂ.૧૧૮૯.૮૦, બ્લુ સ્ટાર રૂ.૩૦.૨૦ વધીને રૂ.૧૩૧૦.૭૦, વ્હર્લપુલ રૂ.૨૮.૪૦ વધીને રૂ.૧૨૭૯.૯૦, હવેલ્સ ઈન્ડિયા રૂ.૨૮.૩૦ વધીને રૂ.૧૫૪૨.૧૦ રહ્યા હતા.

લિન્ડે ઈન્ડિયા રૂ.૫૮૦ ઉછળીને રૂ.૭૦૦૦ : ઈન્ડિયન ઓઈલ, પેટ્રોનેટ એલએનજી, એચપીસીએલમાં તેજી

ઓઈલ-ગેસ શેરોમાં આજે ફંડોએ પસંદગીની મોટી ખરીદી કરી હતી. ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ વધતાં રહી સાંજે બ્રેન્ટ ક્રુડ ૧.૧૦ ડોલર વધીને ૮૮.૫૨ ડોલર અને ન્યુયોર્ક ક્રુડ ૧.૧૯ ડોલર વધીને ૮૪.૯૦ ડોલર પહોંચી જતાં અને બ્રેન્ટ આગામી દિવસોમાં ૧૦૦ ડોલર સુધી પહોંચવાની જાણકારો શકયતા બતાવવા લાગતાં આ જોખમ વચ્ચે ઓઈલ શેરોમાં પસંદગીની ખરીદી રહી હતી. લિન્ડે ઈન્ડિયા રૂ.૫૭૯.૮૦ વધીને રૂ.૭૦૦૦, ઈન્ડિયન ઓઈલ કોર્પ રૂ.૪.૯૦  વધીને રૂ.૧૭૪.૧૦, પેટ્રોનેટ એલએનજી રૂ.૭.૫૦ વધીને રૂ.૨૭૨.૭૦, એચપીસીએલ રૂ.૧૩ વધીને રૂ.૪૮૨.૨૦, બીપીસીએલ રૂ.૧૫.૦૫ વધીને રૂ.૬૧૬.૦૫, ઓએનજીસી રૂ.૨.૨૫ વધીને રૂ.૨૭૨.૨૫ રહ્યા હતા. બીએસઈ ઓઈલ-ગેસ ઈન્ડેક્સ ૪૨૪.૪૯ પોઈન્ટ વધીને ૨૮૨૧૭.૯૬ બંધ રહ્યો હતો.

સ્મોલ, મિડ કેપ શેરોમાં અવિરત વ્યાપક તેજી : બીએસઈ સ્મોલ કેપ ઈન્ડેક્સ ૫૬૮ પોઈન્ટ ઉછળ્યો

સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં આજે ફંડો, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોની સતત વ્યાપક ખરીદી કરતાં માર્કેટબ્રેડથ પોઝિટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૯૫૯ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૨૮૫૩ અને ઘટનારની સંખ્યા ૧૦૦૩ રહી હતી.બીએસઈ સ્મોલ કેપ ઈન્ડેક્સ ૫૬૮.૪૩ પોઈન્ટ વધીને ૫૩૭૯૨.૪૧ બંધ રહ્યો હતો. જ્યારે બીએસઈ મિડ કેપ ઈન્ડેક્સ ૪૫૬.૧૮ પોઈન્ટ વધીને ૪૦૪૨૪.૬૧ બંધ રહ્યો હતો.

બેસ્ટ એગ્રો, આદિત્ય કેપિટલ, સિમ્ફની, યુફલેક્સ, વેરોક, રિલાયન્સ ઈન્ફ્રા, ફિનકુર્વે, શિવા ગ્લોબલમાં તેજી

પ્રમુખ વધનાર શેરોમાં બેસ્ટ એગ્રો રૂ.૧૦૪.૮૫ ઉછળીને રૂ.૬૫૪.૫૫, તાન્લા રૂ.૯૦.૯૦ ઉછળીને રૂ.૯૩૩.૩૦, આદિત્ય બિરલા કેપિટલ રૂ.૧૯.૨૫ વધીને રૂ.૨૦૧.૦૫, ટીસીએનબ્રાન્ડ્સ રૂ.૩૫.૨૫ વધીને રૂ.૩૯૩.૭૫, સિમ્ફની રૂ.૮૨.૨૦ વધીને રૂ.૯૫૦.૪૫, વેરોક એન્જિનિયરીંગ રૂ.૪૬.૫૦ વધીને રૂ.૫૫૮.૮૫, ગોડફ્રે ફિલિપ રૂ.૨૫૩.૧૦ વધીને રૂ.૩૩૫૩.૧૦, રિલાયન્સ ઈન્ફ્રા રૂ.૨૦.૭૦ વધીને રૂ.૨૮૯.૩૫, યુફ્લેક્સ રૂ.૩૧.૧૫ વધીને રૂ.૪૫૩.૧૫, સિગાચી રૂ.૮.૨૨ ઉછળીને રૂ.૬૯.૭૩, ઈકેઆઈ રૂ.૫૧.૫૫ વધીને રૂ.૩૮૩.૧૫, ફિનકુર્વે ફાઈનાન્શિયલ રૂ.૧૧.૩૮ ઉછળીને રૂ.૬૮.૨૯, શિવા ગ્લોબલ એગ્રો રૂ.૮.૯૩ ઉછળીને રૂ.૫૩.૫૯,  ઓટોલાઈન ઈન્ડસ્ટ્રીઝ રૂ.૨૦.૩૫ ઉછળીને રૂ.૧૩૭.૨૦, કેપિટલ ટ્રસ્ટ રૂ.૧૭.૬૯ વધીને રૂ.૧૨૦.૬૨, આઈટીએલ રૂ.૪૭ વધીને રૂ.૩૭૫.૧૫, બી એન્ડ એ લિ. રૂ.૮૬.૯૫ વધીને રૂ.૫૩૪.૨૫ રહ્યા હતા.

FPI/FIIની રૂ.૧૬૨૩ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી : DIIની રૂ.૧૯૫૩ કરોડની ચોખ્ખી ખરીદી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-મંગળવારે કેશમાં શેરોમાં રૂ.૧૬૨૨.૬૯ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૧૩,૨૭૯.૦૪ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૪,૯૦૧.૭૩ કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૂ.૧૯૫૨.૭૨ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી રહી હતી. કુલ રૂ.૧૨,૧૬૩.૪૦ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૦,૨૧૦.૬૮ કરોડની વેચવાલી થઈ હતી.

Gujarat