Get The App

પામતેલમાં રેકોર્ડ તેજી: બે હજાર ટનના વેપાર થયા: જાન્યુઆરી ડિલીવરીના ભાવ ઉંચા ખુલ્યા

- સિંગતેલ તથા કપાસિયા તેલમાં સૌરાષ્ટ્ર પાછળ આગેકૂચ

- પામતેલ તથા સીપીઓના ભાવ ઉછળવા છતાં પણ હજી આયાત પડતર કરતા બજારભાવ નીચા રહેતાં તેજી આગળ વધવાની બતાવાતી શક્યતા

Updated: Dec 5th, 2019

GS TEAM

Google News
Google News
પામતેલમાં રેકોર્ડ તેજી: બે હજાર ટનના વેપાર થયા: જાન્યુઆરી ડિલીવરીના ભાવ ઉંચા ખુલ્યા 1 - image

મુંબઈ, તા. 05 ડિસેમ્બર 2019, ગુરૂવાર

મુંબઈ તેલ-બિયાં બજારમાં આજે વિવિધ દેશી તથા આયાતી ખાદ્યતેલોમાં  તેજી આગળ વધી હતી. પામતેલમાં નવા ઉંચા ભાવ દેખાયા હતા. વિશ્વ બજારના સમાચાર પણ પ્રોત્સાહક હતા. ઘરઆંગણે વધતી બજારે  માંગ પણ વધતાં આજે પામતેલમાં વિવિધ ડિલીવરીઓ માટે રિફાઈનરીઓના ડાયરેકટ ડિલીવરીના આશરે બે હજાર ટનના વેપારો ૧૦ કિલોના રૂ.૭૭૨થી ૭૭૮ની રેન્જમાં થયાના નિર્દેશો હતા. આજે ડિસેમ્બર ઉપરાંત જાન્યુઆરી ડિલીવરીના વેપારો પણ શરૂ થયા હતા.

પામતેલ તથા સીપીઓના ભાવ ઉછળવા છતાં પણ હજી આયાત પડતર કરતા બજારભાવ નીચા રહેતાં તેજી આગળ વધવાની બતાવાતી શક્યતા

 મુંબઈ બજારમાં આજે પામતેલના ભાવ વધી ૧૦ કિલોદીઠ હવાલા રિસેલના રૂ.૭૭૫ તથા જેએનપીટીના રૂ.૭૭૨  રહ્યા હતા.   જાન્યુઆરી ડિલીવરીના  વેપારો રૂ.૭૭૫થી ૭૭૮માં  થયા પછી સાંજે ભાવ રૂ.૭૮૦ બોલાઈ રહ્યા હતા.  દરમિયાન, પામતેલની આયાત પડતર હાલ રૂ.૭૯૫થી છે એ જોતાંં  બજાર ભાવ હજી પણ આયાત પડતર કરતાં નીચા રહ્યા છે.  અને આવી પરિસ્થિતિમાં બજાર ભાવ આગળ ઉપર વધુ ઉંચા જવાની શક્યતા જાણકારો બતાવી રહ્યા હતા.  દરમિયાન, આજે ક્રૂડ પામ ઓઈલ સીપીઓ કંડલાના ભાવ ઉછળી રૂ.૬૯૦ રહ્યા હતા. સીપીઓની આયાત પડતર હાલ રૂ.૭૦૦ રહી છે.

દરમિયાન, વાયદા બજારમાં  આજે સીપીઓના ભાવ રૂ.૬૮૭ રહ્યા પછી વધી સાંજે રૂ.૬૯૨.૫૦  રહ્યા હતા.  જ્યારે  સોયાતેલ વાયદાના ભાવ રૂ.૮૨૬.૨૦ થયા પછી ઉંચામાં  ભાવ રૂ.૮૩૩.૬૦ થઈ સાંજે ભાવ રૂ.૮૩૨.૫૦ બોલાઈ રહ્યા હતા.   મલેશિયામાં  આજે પામતેલનો વાયદો વધી છેલ્લે ૫૯,૪૩, ૪૩ તથા ૪૭ પોઈન્ટ પ્લસમાં બંધ રહ્યો હતો જ્યારે ત્યાં  પામ પ્રોડકટના ભાવ આજે અઢીથી સાડા સાત ડોલર ઉંચા બોલાઈ રહ્યા હતા.

દરમિયાન, અમેરિકામાં શિકાગો સોયાતેલ વાયદો ઓવરનાઈટ ૨૭થી ૨૮ પોઈન્ટ પ્લસમાં  રહ્યા પછી આજે પ્રોજેકશનમાં ભાવ સાંજે ૨૫થી ૨૬  પોઈન્ટ પ્લસમાં  રહ્યા હતા.  ત્યાં રાત્રે સોયાતેલનો વાયદો ૧૫થી ૨૧ પોઈન્ટ ઉંચકાયો હતો જ્યારે  સોયાબીનનો વાયદો રાત્રે ત્યાં  ૬૦થી ૭૦ પોઈન્ટ ઉછળ્યો હતો. ન્યુયોર્ક કોટન વાયદો રાત્રે માર્ચ વાયદો ૬૫ પોઈન્ટ ઉંચો બોલાઈ રહ્યો હતો. 

ચીન તથા અમેરિકા વચ્ચે વેપાર કરા થવાની  આશાએ અમેરિકાના કૃષી બજારોમાં હવામાન પ્રોત્સાહક રહ્યું હોવાનું  જાણકારોએ જણાવ્યું હતું. દરમિયાન, મુંબઈ  હાજર બજારમાં  આજે ૧૦ કિલોના ભાવ સિંગતેલના  વધી રૂ.૧૦૩૫ રહ્યા હતા  જ્યારે રાજકોટ  બાજુ ભાવ વધી રૂ.૧૦૨૫ તથા ૧૫ કિલોના રૂ.૧૬૩૦થી ૧૬૪૦  રહ્યા હતા.  ત્યાં કોટન વોશ્ડના ભાવ વધી રૂ.૭૭૫થી ૭૭૮ રહ્યા હતા  જ્યારે મુંબઈ બજારમાં કપાસિયા તેલના ભાવ વધી રૂ.૮૨૦થી ૮૨૨ રહ્યા હતા.

Tags :