સોનામાં આગળ વધતી રેકોર્ડ તેજી : ભાવ વધી ઉંચામાં રૂા. 59 હજાર નજીક પહોંચ્યા

Updated: Jan 24th, 2023


વિશ્વ બજાર ઉછળતાં ઘર આંગણે ઇમ્પોર્ટ કોસ્ટમાં વૃદ્ધી થતાં...

ચાંદી તથા ક્રૂડતકેલમાં ઉછાળાને અનુસરવામાં  સાવચેતીનો સૂર: ઓપેકના મિનિસ્ટરોની આવતા વિકમાં મળનારી મિટિંગ પર નજર

મુંબઇ: મુંબઇ ઝવેરી બજારમાં આજે બુલીયન બજારમાં સોનાના ભાવમાં રેકોર્ડ તેજી આગળ વધી હતી. જો કે ચાંદીના ભાવ વધ્યા મથાળે નરમ રહ્યા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઉંચકાતાં તથા ઘર આગણે કરન્સી બજારમાં ડોલર સામે રૂપિયો ઘટતાં દેશમાં આયાત થતા સોનાની ઇમ્પોર્ટ કોસ્ટ વધી ગઇ છે અને તેના પગલે દેશના ઝવેરી બજારોમાં આજે સોનાના ભાવમાં તેજીનો પવન ફૂંકાતો જોવા મળ્યો હતો. અમદાવાદ સોનાના ભાવ આજે ૧૦ ગ્રામના વધુ રૂા. ૧૦૦ વધી ૯૯.૫૦ના રૂા. ૫૮૬૦૦ તથા ૯૯.૯૦ના રૂા. ૫૮૮૦૦ રહ્યા હતા.

અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂા. ૫૦૦ વધી રૂા. ૬૯ હજાર રહ્યા હતા. વિશ્વ બજારમાં આજે સોનાના ભાવ ઔંશના ૧૯૨૬થષી ૧૯૨૭ વાળા ઉંચામાં ૧૯૪૨ થઇ ૧૯૩૭થી ૧૯૩૮ ડોલર રહ્યા હતા. વિશ્વ બજારમાં ડોલર ઇન્ડેક્સ તથા બોન્ડ યીલ્ડમાં ઘટાડાના પગલે  વૈશ્વિક સોનામાં ફંડોની લેવાલી વધ્યાના નિર્દેશો હતા. વિશ્વ બજારમાં ચાંદીના ભાવ ઔંશના ૨૩.૬૩થી ૨૩.૬૪ વાળા રૂા.૨૩.૭૩ થઇ ૨૩.૬૬થી ૨૩.૬૭ ડોલર રહ્યા હતા. પ્લેટીનમના ભાવ ૧૦૪૧થી ૧૦૪૨ વાળા આજે ૧૦૫૯થી ૧૦૬૦ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ઔંશના ૧૭૨૩થી ૧૭૨૪ વાળા ૧૭૨૬ થઇ ૧૭૧૬ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે ઉંચા મથાળેથી ધીમો ઘટાડો બતાવતા હતા. દરમિયાન, મુંબઇ ઝવેરી બજારમાં સોનાના ભાવ જીએસટી વગર ૯૯.૫૦ના રૂા. ૫૬૮૧૬ વાળા રૂા. ૫૭૧૩૨ થઇ રૂા. ૫૭૦૯૨ રહ્યા હતા. જ્યારે ૯૯.૯૦ના ભાવ રૂા. ૫૭૦૪૪ વાળા રૂા. ૫૭૩૬૨ થઇ રૂા. ૫૭૩૨૨ રહ્યા હતા. મુંબઇ ચાંદીના ભાવ જીએસટી વગર રૂા. ૬૮૨૭૩ વાળા રૂા. ૬૮૦૦૬ થઇ રૂા. ૬૮૧૩૮ રહ્યા હતા. મુંબઇ સોના- ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતા. 

દરમિયાન, વિશ્વ બજારમાં આજે ક્રૂડતેલના ભાવ વધતા અટકી વધ્યા મથાળે અથડાતા રહ્યા હતા. ઓપેડના સૂત્રોના જણાવ્યા મુજબ આવતા સપ્તાહમાં વિવિધ દેશોના મિનિસ્ટરોની મળનારી મિટિંગમાં ક્રૂડતેલની નિતી વિશે કેવા સંકેતો આપવામાં આવે છે તેના પર બજારની નજર રહી હતી. આજે વિશ્વ બજારમાં ન્યુયોર્ક ક્રૂડતેલના ભાવ બેરલના ૮૨.૦૨ ડોલર તથા બ્રેન્ટ ક્રૂડના ભાવ ૮૮.૫૪ ડોલર રહ્યા હતા.


    Sports

    RECENT NEWS