Get The App

રૂપિયા પર આવેલા દબાણને હળવું કરવા માટે RBIના વિવિધ પગલાં

- નિકાસ પેટેના નાણાં સ્વદેશ લાવવાનો સમયગાળો ૧૫ થી ઘટાડી નવ મહિના કરાયો

Updated: Jun 6th, 2026

GS TEAM

Google News
Google News
રૂપિયા પર આવેલા દબાણને હળવું કરવા માટે RBIના વિવિધ પગલાં 1 - image

મુંબઈ : ડોલર સામે રૂપિયા પર આવેલા દબાણને હળવા કરવાના ભાગરૂપ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)એ વિદેશી મૂડી આકર્ષવા વિદેશી રોકાણકારો માટે ચોક્કસ સરકારી સિક્યુરિટીસ (જી-સિક્યુ.)ની બાસ્કેટના વિસ્તરણ સહિત વિવિધ પગલાં જાહેર કર્યા છે. આ ઉપરાંત વિદેશમાંથી ભારતીયોને પણ ઘરઆંગણે  ઈક્વિટી રોકાણમાં આકર્ષવાના પ્રયાસો કરાયા છે. નિકાસ પેટેના નાણાં સ્વદેશ લાવવાનો સમયગાળો જે અગાઉ ૧૫ મહિના હતો તે ઘટાડી ફરી નવ મહિના પર લાવી દેવાયો છે, જેથી બહારી દબાણ હળવું થઈ શકે અને ડોલર પ્રવાહમાં વધારો થાય.

સંપૂર્ણ એકસેસિબલ રુટ હેઠળ  ૧૫,૩૦ તથા ૪૦ વર્ષની મુદતની દરેક નવી સરકારી સિક્યુરિટીસનો સમાવેશ કરીને ચોક્કસ સિક્યુરિટીસના વ્યાપને વધારવાનો નિર્ણય કરાયો છે.  

આ ઉપરાંત બિનનિવાસી ભારતીયો (એનઆરઆઈ) તથા ઓવરસીઝ સિટિઝન્સ ઓફ ઈન્ડિયા (ઓસીઆઈ) દ્વારા સિક્યુરિટીસ નિયામક (સેબી)મા ંરજિસ્ટ્રેશન  કરાવ્યા વગર ઈક્વિટીમાં રોકાણ માટેની મર્યાદામાં વધારો કરાયો છે. 

જનરલ રુટ મારફત દેશમાં રોકાણ કરતા ફોરેન પોર્ટફોલિઓ ઈન્વેસ્ટરો (એફપીઆઈ) માટે શોર્ટ ટર્મ ઈન્વેસ્ટમેન્ટસ તથા ઈન્ડીવિડયૂલ સિક્યુરિટી લિમિટસ  નાબુદ કરવામાં આવી છે. આવા પ્રકારના પગલાંને કારણે કેટલો ડોલર પ્રવાહ વધશે તે અંગે જો કે ગવર્નરે કોઈ સ્પષ્ટતા કરી નહોતી.

સરકારના આ નિર્ણયને કારણે દેશની સિક્યુરિટીસ બજારમાં વિદેશીઓનો સહભાગ વધશે અને રૂપિયા પરનું દબાણ હળવુ થશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. વર્તમાન વર્ષમાં ડોલર સામે રૂપિયો ૬ ટકા જેટલો ઘટયો છે.