RBIએ લંડનમાંથી 100 ટન સોનુ મંગાવ્યું, યુકેના વેરહાઉસમાં ભારતીય સોનાનો સંગ્રહ
RBI Relocates Gold From UK: રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)એ તાજેતરમાં જ સોનાની જંગી ખરીદી કરી છે. જેની સાથે યુકેના વેરહાઉસમાં જમા સોનું ભારતમાં સ્થળાંતરિત કરવાની કવાયત પણ હાથ ધરી છે. બેન્કે બ્રિટનમાંથી 100 ટનથી વધુ સોનું દેશમાં તેના રિઝર્વ વેરહાઉસમાં શિફ્ટ કર્યું છે.
1991 પછી પ્રથમ વખત આરબીઆઈએ તેના સ્થાનિક અનામતમાં આટલું સોનું જમા કર્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, દેશની અંદર સોનાનો સંગ્રહ કરવા પાછળ લોજિસ્ટિકલ કારણો છે. ઉપરાંત આરબીઆઈએ તેના સ્ટોરેજમાં વિવિધતા લાવી રહી છે. તાજેતરના ડેટા મુજબ માર્ચના અંતે આરબીઆઈ પાસે 822.1 ટન સોનું હતું. તેમાંથી 413.8 ટન સોનું આરબીઆઈ દ્વારા વિદેશમાં રાખવામાં આવ્યું છે. ગયા નાણાકીય વર્ષમાં આરબીઆઈએ તેના ભંડારમાં 27.5 ટન સોનું ઉમેર્યું હતું.
વિશ્વભરની સેન્ટ્રલ બેન્કો પરંપરાગત રીતે બેન્ક ઓફ ઈંગ્લેન્ડના વેરહાઉસમાં સોનાનો સંગ્રહ કર્યો છે. ભારત પણ આમાંથી બાકાત નથી. બેન્ક ઓફ ઈંગ્લેન્ડે આઝાદી પહેલાના દિવસોથી ભારતના સોનાનો કેટલોક સ્ટોક રાખ્યો છે. એક અધિકારીએ જણાવ્યું કે આરબીઆઈએ થોડા વર્ષો પહેલા સોનુ પાછું મંગાવવાની કવાયત હાથ ધરી હતી. જેનો દેશમાં સુરક્ષિત સંગ્રહ કરવા પર સમયાંતરે કામગીરી થઈ રહી છે. વિદેશમાં સ્ટોક એકઠો થતો હોવાથી તેમાંથી અમુક સોનું ભારતમાં લાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
1991માં, ચંદ્રશેખર સરકારે ચૂકવણીની સંતુલન સંકટનો સામનો કરવા માટે આ કિંમતી ધાતુને ગીરો રાખવી પડી હતી. ત્યારથી, સોનું મોટાભાગના ભારતીયો માટે ભાવનાત્મક મુદ્દો છે.
આરબીઆઈએ લગભગ 15 વર્ષ પહેલા ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ પાસેથી 200 ટન સોનું ખરીદ્યું હતું. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં તેણે ખરીદી દ્વારા તેના સોનાના સ્ટોકમાં સતત વધારો કર્યો છે. "આ અર્થતંત્રની મજબૂતાઈ અને આત્મવિશ્વાસને પ્રતિબિંબિત કરે છે, જે 1991ની પરિસ્થિતિથી તદ્દન વિપરીત છે."
એક સૂત્રએ જણાવ્યું હતું. પરંતુ વિદેશથી 100 ટન સોનું લાવવું એ એક મોટી લોજિસ્ટિકલ કવાયત હતી. માર્ચના અંતમાં દેશમાં હાજર સોનાના સ્ટોકનો આ લગભગ ચોથો ભાગ છે. એટલા માટે તેને મહિનાઓના આયોજન અને ચોક્કસ અમલની જરૂર હતી. આ માટે નાણા મંત્રાલય, આરબીઆઈ અને કેટલીક સરકારી સંસ્થાઓ અને સ્થાનિક સત્તાવાળાઓ વચ્ચે સંકલનની જરૂર છે.
દેશમાં સોનુ સ્થળાંતરિત કરવા પાછળનું કારણ
સૌપ્રથમ, આરબીઆઈને દેશમાં સોનું લાવવા માટે કસ્ટમ ડ્યુટીમાં છૂટ મળી છે. આ રીતે કેન્દ્રને આ સોવરિન એસેટ્સ પર થતી વસૂલાત દૂર કરી હતી. પરંતુ સંકલિત GSTમાંથી કોઈ મુક્તિ મળી ન હતી. આ ટેક્સ આયાત પર લાદવામાં આવ્યો છે. તેનું કારણ એ છે કે આ ટેક્સ રાજ્યો સાથે વહેંચાયેલો છે. સોનાનો જંગી જથ્થો લઈ જવા માટે ખાસ વિમાનની પણ જરૂર હતી. આ માટે વ્યાપક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી. આ પગલાંથી આરબીઆઈને સ્ટોરેજ ખર્ચમાં થોડી બચત કરવામાં પણ મદદ મળશે. જોકે આ રકમ બહુ વધારે નથી. દેશની અંદર આ સોનું મુંબઈ તેમજ નાગપુરમાં મિન્ટ રોડ સ્થિત આરબીઆઈની જૂની ઈમારતમાં રાખવામાં આવ્યું છે.