RBI હવે ટ્રાન્ઝેક્શન માટે લાવશે ડાયનામિક 2-ફેક્ટર ઓથેન્ટિકેશન : ઓનલાઇન છેતરપિંડી સામે નવું ડિજિટલ કવચ
Two-Fector Autehntication for Online Transactions: રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI) ઓનલાઇન ટ્રાન્ઝેક્શનને વધુ સુરક્ષિત બનાવવા માટે વન-ટાઇમ પાસવર્ડ (OTP) ની સાથે હવે ડાયનામિક 2-ફેક્ટર ઓથેન્ટિકેશન શરૂ કરવાનું પ્લાનિંગ કરી રહી છે. ઓનલાઇન ટ્રાન્ઝેક્શનમાં ખૂબ જ છેતરપિંડી થઈ રહી હોવાથી હવે RBI દ્વારા એને વધુ સુરક્ષિત બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. RBI દ્વારા જે પગલું ભરવામાં આવી રહ્યું છે એને કારણે હવે છેતરપિંડી કરનાર માટે ખૂબ જ મુશ્કેલી પડી શકે છે. અત્યાર સુધી ટ્રાન્ઝેક્શન માટે OTP ની જરૂર પડતી હતી, પરંતુ હવે RBI એની સાથે 2-ફેક્ટર વેરિફિકેશન એટલે કે પાસવર્ડનો ઉપયોગ કરવાનું પણ પ્લાનિંગ કરી રહ્યું છે.
શું છે ડાયનામિક 2-ફેક્ટર ઓથેન્ટિકેશન?
યુઝર્સ અત્યારે ઓનલાઇન ટ્રાન્ઝેક્શન માટે OTP નો ઉપયોગ કરે છે. જોકે હવે એની સાથે 2-ફેક્ટર ઓથેન્ટિકેશનનો ઉપયોગ કરવો પડશે. ઇન્સ્ટાગ્રામ અથવા તો જી-મેલ અથવા તો અન્ય કોઈ પણ એકાઉન્ટમાં હવે 2-ફેક્ટર ઓથેન્ટિકેશનનો સમાવેશ થાય છે. આ માટે યુઝરે આઇડીની સાથે પાસવર્ડનો ઉપયોગ કરવાનો હોય છે અને સાથે જ OTP નો. આથી બે વસ્તુની જરૂર પડતી હોવાથી એને 2-ફેક્ટર ઓથેન્ટિકેશન તરીકે ઓળખવામાં આવે છે. ઓનલાઇન ટ્રાન્ઝેક્શન માટે પણ હવે આ જ પ્રક્રિયાનો ઉપયોગ કરવાનું પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે. યુઝર દ્વારા હવે કોઈ પણ ટ્રાન્ઝેક્શન માટે OTP ની સાથે પાસવર્ડનો પણ ઉપયોગ કરવાનો રહેશે.
2-ફેક્ટર ઓથેન્ટિકેશન માટે ઘણાં વિકલ્પ
2-ફેક્ટર ઓથેન્ટિકેશન માટે ઘણાં વિકલ્પ છે. એક વિકલ્પ OTP નો છે. આ સાથે જ ગૂગલ ઓથેન્ટિકેટર જેવી ઘણી એપ્લિકેશન છે જે થોડી સેકન્ડ માટે OTP જનરેટ કરે છે અને એનો ઉપયોગ કરી શકાય છે. આથી OTP માટે પણ બે વિકલ્પ છે. આ સાથે જ એક સાથે બે ડિવાઇસનો ઉપયોગ કરતાં હોય તો અન્ય ડિવાઇસ પર પણ ઓથેન્ટિકેશન માટે મોકલી શકાય છે. આ સાથે જ પાસવર્ડનો પણ ઉપયોગ કરી શકાય છે. આ પાસવર્ડ યુઝર દ્વારા જનરેટ કરવાનો રહેશે. આ સિવાય રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા ફિંગરપ્રિન્ટ અથવા તો ફેસઆઇડીનો પણ ઉપયોગ કરી શકાશે. આથી RBI પાસે ઘણાં વિકલ્પ છે. પાસવર્ડની જગ્યાએ બાયોમેટ્રિક્સ અને OTP માટે પણ ઘણાં વિકલ્પ છે. તેમ જ પાસવર્ડ અને બાયોમેટ્રિક્સનો પણ ઉપયોગ કરી શકાય છે. આથી રિઝર્વ બેન્ક હવે શું લઈને આવે અથવા તો તમામ વિકલ્પ આપે તો નવાઈ નહીં.
બાયોમેટ્રિક્સથી સુરક્ષિત વિકલ્પ કોઈ નથી
ઘણી વાર યુઝરનો મોબાઇલ ચોરાઈ ગયો અને તો એનાથી પણ ફ્રોડ થઈ શકે છે. સિમ કાર્ડ ક્લોન કરીને પણ છેતરપિંડી કરવામાં આવે છે. તેમનો જ હેક પણ થઈ શકે છે. આથી આ તમામ સમસ્યાનું સમાધાન બાયોમેટ્રિક્સ વિકલ્પ છે. જો યુઝરનો મોબાઇલ પણ ચોરી થઈ ગયો હોય તો પણ તેનું ફિંગરપ્રિન્ટ અને ફેસઆઇડી થોડી ચોરી શકાશે. એ માટે યુઝરે ત્યાં રહેવું જરૂરી છે. આથી બાયોમેટ્રિક્સનો ઉપયોગ કરવામાં આવે તો એ વધુ સુરક્ષિત રહેશે. આ ફીચરનો ઉપયોગ યુઝર્સ 2026 ની પહેલી એપ્રિલથી કરી શકશે.