Business

NMACC અને કતાર મ્યુઝિયમ્સ વચ્ચે શૈક્ષણિક આદાનપ્રદાન માટે કરાર, ઈશા અંબાણીએ કર્યા હસ્તાક્ષર

By GS TEAM
23 Dec 20252 mins read
TukuTouch Logo
કતાર મ્યુઝિયમ્સ (QM)ના ચેરપર્સન શેખા અલ મયસ્સા બિન્ત હમદ બિન ખલીફા અલ થાની અને ભારતની મુંબઈ સ્થિત રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ઈશા અંબાણીએ નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC) અને કતાર મ્યુઝિયમ્સ વચ્ચે પાંચ વર્ષની ભાગીદારી પર હસ્તાક્ષર કર્યા છે. આ ભાગીદારીનો હેતુ દેશના શિક્ષકોને રચનાત્મક રીતે પ્રેરિત કરવા માટે નવા સાધનો પૂરા પાડવાનો પણ છે. આ કરાર હેઠળ બાળકોને મ્યુઝિયમ આધારિત શિક્ષણ આપવામાં આવશે.

Summarized by AI; it may make mistakes. Check important info

NMACC અને કતાર મ્યુઝિયમ્સ વચ્ચે શૈક્ષણિક આદાનપ્રદાન માટે કરાર, ઈશા અંબાણીએ કર્યા હસ્તાક્ષર

Qatar Museums and NMACC Partner for Children’s Education Programs in India : કતાર મ્યુઝિયમ્સ (QM)ના ચેરપર્સન શેખા અલ મયસ્સા બિન્ત હમદ બિન ખલીફા અલ થાની અને ભારતની મુંબઈ સ્થિત રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ઈશા અંબાણીએ નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC) અને કતાર મ્યુઝિયમ્સ વચ્ચે પાંચ વર્ષની ભાગીદારી પર હસ્તાક્ષર કર્યા છે. આ ભાગીદારીનો હેતુ દેશના શિક્ષકોને રચનાત્મક રીતે પ્રેરિત કરવા માટે નવા સાધનો પૂરા પાડવાનો પણ છે. આ કરાર હેઠળ બાળકોને મ્યુઝિયમ આધારિત શિક્ષણ આપવામાં આવશે. 

પ્રાથમિક શિક્ષણમાં ગમ્મત સાથે જ્ઞાનના વિચાર પર ભાર મૂકાશે 

NMACC અને કતાર મ્યુઝિયમ્સ શિક્ષણની શક્તિ તથા સાંસ્કૃતિક આદાન પ્રદાનમાં વિશ્વાસ ધરાવે છે. એટલે તેઓ બાળકોના પ્રાથમિક શિક્ષણને વધુ સમૃદ્ધ બનાવવા સંયુક્ત રીતે વિવિધ આયોજનો કરી રહ્યા છે. તેઓ બાળકોને ક્લાસરૂમમાં ગમ્મત સાથે જ્ઞાન આપવા શિક્ષકોને પણ નવા સાધનોથી સજ્જ કરશે, જેમાં નવી નવી બાબત શીખી રહેલા નાના બાળકોની જરૂરિયાતનું પણ ખાસ ધ્યાન રખાશે. 

ભારતના પછાત વિસ્તારોની આંગણવાડી સુધી પહોંચીશું: ઈશા અંબાણી

આ પ્રસંગે ઈશા અંબાણીએ કહ્યું કે, અમે ભારતમાં વિશ્વ સ્તરનું શિક્ષણ આપવા કટિબદ્ધ છીએ. આ માટે અમે વિશ્વભરના નવા વિચારો ભારત લાવવા તેમજ ભારતીય સંસ્કૃતિ અને વારસો વિશ્વ સુધી પહોંચાડવા પ્રયાસ કરી રહ્યા છીએ. આ સહયોગ બાળકો અને શિક્ષણ પર કેન્દ્રિત છે, જે અમારા માટે ગર્વની વાત છે. આ કાર્યક્રમો ભારતની શાળાઓ, આંગણવાડીઓ અને સામાજિક કેન્દ્રોમાં લાગુ કરાશે. આ ભાગીદારીથી ખાસ કરીને ગામડાં અને અંતરિયાળ વિસ્તારોમાં બાળકો સુધી શિક્ષણ પહોંચાડવામાં મદદ મળશે. 

આત્મવિશ્વાસુ પેઢી તૈયાર કરવા સાંસ્કૃતિક આદાનપ્રદાન જરૂરીઃ શેખા અલ મયસ્સા

આ પ્રસંગે કતાર મ્યુઝિયમ્સના ચેરપર્સને જણાવ્યું, કે આત્મવિશ્વાસથી ભરપૂર આગામી પેઢી તૈયાર કરવા માટે ક્રિએટિવિટી અને સાંસ્કૃતિક આદાન પ્રદાનનું યોગદાન મહત્ત્વનું છે. ઈશા અંબાણીના નેતૃત્વમાં NMACC શૈક્ષણિક કાર્યક્રમોમાં સતત ફાળો આપે છે ત્યારે હવે કતાર મ્યુઝિયમ્સ પણ અનુભવ અને કૌશલ્યોની મદદથી તેમને ભારતના દરેક ક્લાસરૂમ સુધી પહોંચાડવા પ્રયાસ કરશે. કતાર મ્યુઝિયમ્સના કાર્યક્રમો લાગુ કરવા NMACC ભારતમાં રિલાયન્સ ફાઉન્ડેશન સાથે ભાગીદારી કરશે. કતારના ‘દાદુ’ ચિલ્ડ્રન્સ મ્યુઝિયમના નિષ્ણાતો ભારત આવીને તાલીમ આપશે.