Get The App

UAN વિના પણ ઘેરબેઠા આ રીતે ચેક કરો PF બેલેન્સ, એસએમએસ મારફત મળશે જાણકારી

Updated: Feb 26th, 2025

GS TEAM


Google News
Google News
UAN વિના પણ ઘેરબેઠા આ રીતે ચેક કરો PF બેલેન્સ, એસએમએસ મારફત મળશે જાણકારી 1 - image


EPFO: કર્મચારીઓ પોતાનું રિટાયરમેન્ટ આર્થિક ભીડ વિના આરામથી પસાર કરી શકે તેવા હેતુ સાથે કેન્દ્ર સરકાર એમ્પ્લોયમેન્ટ પ્રોવિડન્ટ ફંડની સુવિધા આપે છે. આ સેવાનો લાભ લેવા માટે યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) હોવો જરૂરી છે. પરંતુ ઘણા કર્મચારીઓને પોતાનો UAN યાદ રહેતો નથી અથવા તો ગુમ થઈ જાય છે. આવા કિસ્સામાં પીએફ સંબંધિત પ્રક્રિયા કરવી મુશ્કેલ બની છે. જો તમારી પાસે UAN ના હોય તો પણ તમે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર મારફત પીએફ બેલેન્સ ચેક કરી શકો છો, તેમજ UAN જાણી શકો છો.

આ રીતે પીએફ બેલેન્સ ચેક કરો

ઈપીએફ સાથે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર મારફત એસએમએસ દ્વારા તમે ઈપીએફની માહિતી મેળવી શકો છો. જેના માટે તમારે 7738299899 પર મેસેજ મોકલવાનો રહેશે. તેમાં પણ પીએફ પોતાની પ્રાદેશિક ભાષામાં જાણવા માટે જુદો-જુદો મેસેજ કરી શકો છો. અંગ્રેજી માટે EPFOHO UAN ENG, હિન્દી માટે EPFOHO UAN HIN અને ગુજરાતી EPFOHO UAN GUJ મેસેજ ટાઈપ કરી પીએફ બેલેન્સ ચેક કરી શકો છો. આ સેવાનો લાભ ત્યારે જ લઈ શકાશે, જ્યારે તમારો UAN એક્ટિવ હોય, તેમજ તમારો બેન્ક એકાઉન્ટ, આધાર અને PANથી લિંક હોય.

આ પણ વાંચોઃ બિહારમાં ભાજપનું વર્ચસ્વ વધ્યું, નીતિશ કેબિનેટમાં સાત નવા મંત્રીએ લીધા શપથ

 મિસ્ડ કૉલથી પણ પીએફ બેલેન્સ જાણો

જો તમારી પાસે ઈન્ટરનેટ નથી. તો તમે મિસ્ડ કૉલ આપી પીએફ બેલેન્સ ચેક કરી શકો છો. તેના માટે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી 9966044425 પર મિસ્ડ કૉલ કરો. કૉલ આપમેળે જ ડિસ્કનેક્ટ થઈ જશે.અને તમને એસએમએસ મારફત બેલેન્સની તમામ માહિતી મળી જશે. આ સેવા તદ્દન મફત છે. તેના પર કોઈ ચાર્જ વસૂલાતો નથી.

આ રીતે તમારો UAN મેળવો

જો તમારી પાસે UAN નથી તો તમે તમારા એમ્પ્લોયર પાસેથી તેની વિગતો માગી શકો છો. સામાન્ય રીતે સેલેરી સ્લિપ પર UAN આપેલો હોય છે. તમારી કંપનીના એચઆર કે એકાઉન્ટ ડિપાર્ટમેન્ટનો સંપર્ક સાધી તમે UAN મેળવી શકો છો. જો તમારે ઓનલાઈન UAN મેળવવો હોય તો તમે નીચે આપેલા સ્ટેપ્સ ફોલો કરી શકો છો.

- ઈપીએફઓ પોર્ટલ પર જાઓઃ https://unifiedportal-mem.epfindia.gov.in/

- ‘Know Your UAN’ પર ક્લિક કરો.

- તમારો મોબાઈલ નંબર અને કેપ્ચા કોડ ઉમેરો, ફરી 'Request OTP'  પર ક્લિક કરો.

- OTP નોંધો અને વેલિડેટ ઓટીપી ક્લિક કરો.

- તમારૂ નામ, જન્મતારીખ અને આધાર-PAN-મેમ્બરઆઈડી નંબર લખો.

- કેપ્ચા લખી ‘Show My UAN’ પર ક્લિક કરો.

- તમારો UAN નંબર સ્ક્રિન પર દેખાશે. જો કોઈ સમસ્યા આવે તો તમે ઈપીએફઓ હેલ્પડેસ્કનો સંપર્ક કરી શકો છો. અથવા તો નજીકની ઈપીએફઓ ઓફિસની મુલાકાત લઈ શકો છો. 

UAN વિના પણ ઘેરબેઠા આ રીતે ચેક કરો PF બેલેન્સ, એસએમએસ મારફત મળશે જાણકારી 2 - image

Tags :