Get The App

ઊર્જા પૂરવઠામાં લાંબા સમય સુધી ખલેલ ભારતની વેપાર ખાધમાં વધારો કરાવશે

- નાણાં વર્ષ ૨૦૨૭ માટે ભારતના આર્થિક વિકાસ દરના અંદાજને ૬.૮૦ ટકા પરથી ઘટાડી મૂડી'સે ૬ ટકા કર્યો

Updated: Apr 22nd, 2026

GS TEAM

Google News
Google News
ઊર્જા પૂરવઠામાં લાંબા સમય સુધી ખલેલ  ભારતની વેપાર ખાધમાં વધારો કરાવશે 1 - image

મુંબઈ : ઊર્જા પૂરવઠામાં લાંબા સમય સુધી ખલેલ  ભારતની વેપાર ખાધમાં વધારો કરાવશે અને વિશ્વમાં ઝડપથી વિકસી રહેલા ભારતના રાજકોષિય ખાતા પર તાણ લાવશે એમ રેટિંગ એજન્સી મૂડી'સના એક રિપોર્ટમાં જણાવાયું છે.

પશ્ચિમ એશિયામાં યુદ્ધ બાદ ફેબુ્રઆરીના અંતથી બ્રેન્ટ ક્રુડ ઓઈલમાં ૩૦ ટકા જેટલો વધારો થયો હતો અને તેમાં ભારે વોલેટિલિટી જોવા મળી રહી છે. 

ભારત વિશ્વનું ત્રીજુ મોટુ ક્રુડ આયાતકાર દેશ છે અને ક્રુડ તેલના ઊંચા ભાવ તેના આયાત બિલમાં વધારો કરાવે છે અને કંપનીઓના માર્જિન પર અસર કરે છે. 

તોળાઈ રહેલા જોખમો અને મધ્ય પૂર્વમાં ઉત્પાદન કામગીરી તથા લોજિસ્ટિક એસેટસ ફરી શરૂ થતા સમય લાગી જશે  ત્યારે ક્રુડ તેલના ભાવ થોડોક સમય સુધી ઊંચા રહેશે એમ મૂડી'સના રિપોર્ટમાં જણાવાયું છે.

મૂડી'સ દ્વારા હાલમાં ભારતને બીએએ૩  રેટિંગ સાથે સ્ટેબલ આઉટલુક અપાયું છે.  નાણાં વર્ષ ૨૦૨૭ માટે ભારતના આર્થિક વિકાસ દરના અંદાજને ૬.૮૦ ટકા પરથી ઘટાડી તેને ૬ ટકા કરાયું છે. 

લાંબા સમયની ખલેલથી ફુગાવામાં વધારો, રાજકોષિય તાણ તથા વિદેશી રોકાણકારોના વિશ્વ ાસમાં અસ્થિરતા જેવી શકયતાઓ ઊભી થઈ શકે છે. 

ક્રુડ તેલ પર નિર્ભર ક્ષેત્રો જેમ કે સિમેન્ટ તથા કેમિકલને ભાવ આંચકાની અસર થવાની પણ મૂડી'સ દ્વારા શકયતા વ્યકત કરવામાં આવી છે.