mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

૨૦૨૩માં ખાનગી ધિરાણ સોદા 47 ટકા વધીને 7.8 બિલિયન ડોલરની સપાટીએ

- ખાનગી ક્રેડિટ પોર્ટફોલિયોમાં રિયલ એસ્ટેટ ક્ષેત્ર સૌથી જોખમી સેગમેન્ટ તરીકે ઉભરી આવ્યંુ

Updated: Feb 25th, 2024

૨૦૨૩માં ખાનગી ધિરાણ સોદા 47 ટકા વધીને 7.8 બિલિયન ડોલરની સપાટીએ 1 - image


અમદાવાદ : ખાનગી ક્રેડિટ ડીલ્સ ૨૦૨૩ના વર્ષમાં ૪૭ ટકા વધીને ૭.૮ બિલિયન ડોલર થઈ છે જે ૨૦૨૨માં ૫.૩ બિલિયન ડોલરની સરખામણીએ છે. ૨૦૨૨માં ૭૭થી ૨૦૨૩માં સોદાઓની સંખ્યા વધીને ૧૦૮ થઈ હતી તેમ એક રિપોર્ટમાં જણાવાયું છે. 

ડીલની ગણતરી અને મૂલ્ય બંનેમાં વધારા સીવાય ૨૦૨૩માં વ્યાજ દરોમાં સ્થિરતા, રિયલ એસ્ટેટ ક્ષેત્રની અંદરની પ્રવૃત્તિમાં વધારો સહિતના ઘણા પરિબળો અસરકારક રહ્યા હતા. અને વર્ષ દરમિયાન કરવામાં આવેલા અમુક મોટા વ્યવહારોના પરિણામે ડીલ વેલ્યુમાં નોંધપાત્ર વધારો થયો છે. ડીલ વેલ્યુમાં વધારો શાપૂરજી પલોનજી જૂથના પુન:ધિરાણ અને ઓકટ્રીના વેદાંત જૂથના કુલ ૨.૪ બિલિયન ડોલરના રોકાણને કારણે થયો હતો. 

ફંડ મેનેજરો પર્યાપ્ત ભંડોળની ઉપલબ્ધતા અંગે આશાવાદી રહે છે, જેના પરિણામે છેલ્લા ૧૨ મહિનામાં ફંડની નોંધણી અને ભંડોળ એકત્રીકરણમાં વધારો થયો છે. અસંખ્ય ફંડોએ વિવિધ ક્ષેત્રોમાં વ્યૂહાત્મક રીતે મૂલ્યને અનલૉક કરીને, એક્ઝિટની મજબૂત સંખ્યા દર્શાવી હતી. જ્યારે આશાવાદ પ્રવર્તે છે, ત્યારે ક્રેડિટ ખર્ચ નિયંત્રણમાં રહે તેની ખાતરી કરવા માટે જોખમનું સંચાલન અને સોદા પછીનું મોનિટરિંગ મહત્વપૂર્ણ છે.

સેબી દ્વારા પ્રકાશિત ડેટાના આધારે, ૨૦૨૩ ના બીજા અર્ધવાર્ષિકમાં ઓછામાં ઓછા ૧૧ નવા એઆઈએફ ક્રેડિટ/સ્પેશિયલ સિચ્યુએશન ઓરિએન્ટેશન સાથે નોંધાયેલા છે અને પાંચ નોંધણી માટે પ્રક્રિયામાં છે. વધુમાં, નવ ફંડોએ જાહેરાત કરી છે કે ૨૦૨૩ના બીજા અર્ધવાર્ષિકમાં કુલ ૨ બિલિયન ડોલરથી વધુનું ભંડોળ ઊભું કર્યું છે. ૨૦૨૩માં, વૈશ્વિક ફંડ્સે મૂલ્ય દ્વારા કુલ સોદાઓમાં લગભગ ૬૩ ટકા યોગદાન આપ્યું હતું. રિયલ એસ્ટેટ સેક્ટરે ૨૦૨૨ માં ૧.૬ બિલિયન ડોલરની સરખામણીએ ૨૦૨૩ માં કુલ ૧.૭ બિલિયન ડોલરનું રોકાણ આકર્ષિત કર્યું હતું. 

સર્વેક્ષણમાં અડધા લોકો માને છે કે આગામી ૧૨થી ૨૪ મહિનામાં, કેપેક્સ સંબંધિત ધિરાણ ખાનગી ધિરાણ સોદાઓનું સૌથી મોટો હિસ્સો હશે. ફંડ મેનેજરો દ્વારા પણ રિયલ્ટીને આગામી ૧૨ થી ૨૪ મહિનામાં સૌથી વધુ ડીલ એક્ટિવિટી ધરાવતા સેક્ટર તરીકે જોવામાં આવ્યું હતું, રસપ્રદ વાત એ છે કે, વર્તમાન ખાનગી ક્રેડિટ પોર્ટફોલિયોમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રને સૌથી જોખમી ક્ષેત્ર તરીકે પણ માનવામાં આવતું હતું.

Gujarat