Get The App

ડોલર ઇન્ડેક્સ ઊંચકાતા કોમોડિટી માર્કેટ પર દબાણ

- સોના-ચાંદી, બેઝ મેટલ, ખાદ્યતેલો અનાજ-કઠોળ અને કપાસના ભાવમાં પીછેહઠ

Updated: Apr 28th, 2018

GS TEAM

Google News
Google News

નવી દિલ્હી, તા.27 એપ્રિલ 2018, શુક્રવાર

ડોલર ઇન્ડેક્સ ઊંચકાતા કોમોડિટી માર્કેટ પર દબાણ 1 - imageઆંતરરાષ્ટ્રીય બજારમાં ડોલરમાં જોવા મળેલ ઊછળકૂદના પગલે ડોલર ઇન્ડેક્સ વધીને સાડા ત્રણ માસની ઉંચી સપાટીએ પહોંચી જતા વૈશ્વિક સ્તરે કોમોડિટી માર્કેટ પર દબાણ વધ્યું છે.

બજારના જાણકાર વર્તુળોના જણાવ્યા મુજબ ડોલર ઇન્ડેક્સની મજબૂતાઇની કોમોડિટી માર્કેટમાં વિવિધ જણસો પર અસર થવા પામી છે. અને તેના ભાવમાં પણ ઝડપી પીછેહઠ જોવા મળી છે.

કિંમતી ધાતુઓની વાત કરીએ તો, ચાલુ સપ્તાહમાં સોનામાં દોઢ ટકાની પીછેહઠ નોંધાતા તે પાંચ સપ્તાહની નીચી સપાટીએ ઉતરી આવ્યું છે.

છેલ્લા એક માસમાં ચાલુ સપ્તાહ દરમિયાન નોંધાયેલ ઘટાડો સૌથી મોટો સાપ્તાહિક ઘટાડો છે. સોના પાછળ ચાંદીમાં પણ નરમાઇ પ્રવર્તતી હતી.

આ અહેવાલોની ધાતુ બજાર પર પણ ગંભીર અસર જોવા મળી છે. એલ્યુમિનિયમ ધાતુને બાદ કરતા અન્ય બેઝ મેટલના ભાવમાં સતત નરમાઇ તરફી વલણજોવા મળ્યું છે.

ખાદ્ય તેલોમાં પ્રતિકૂળ માહોલ છવાયેલો જ હતો ત્યાં વળી ડોલર ઇન્ડેક્સ ઊંચકાતા તેલીબીયા તેમજ ખાદ્યતેલોમાં ઝડપી પીછેહઠ થવા સામે ભાવમાં એક થી દોઢ ટકા સુધીના ગાબડા નોંધાયા છે. જયારે ચણામાં એક ટકો, ઘઉંમાં દોઢ ટકા સુધી ભાવ તુટયા છે. જયારે કપાસ તુટીને પાંચ વર્ષની નીચી સપાટીએ ઉતર્યો હતો.

Tags :