Get The App

સિન્ટેક્સ ઇન્ડસ્ટ્રીઝે PNBને કરોડોનો ચૂનો લગાડ્યો, PNBએ રિઝર્વ બેંકને તેમજ શૅરબજારને વાકેફ કરી

Updated: Oct 1st, 2020

GS TEAM

Google News
Google News
સિન્ટેક્સ ઇન્ડસ્ટ્રીઝે PNBને કરોડોનો ચૂનો લગાડ્યો, PNBએ રિઝર્વ બેંકને તેમજ શૅરબજારને વાકેફ કરી 1 - image


- કલોલમાં ટેક્સટાઇલ મિલ તરીકે સ્થાપના થઇ હતી

નવી દિલ્હી તા.1 ઓક્ટોબર 2020 ગુરૂવાર 

સરકારી સંચાલન હેઠળની પંજાબ નેશનલ બેંકને સિન્ટેક્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ નામની કંપનીએ રૂપિયા 1203 કરોડ રૂપિયાનો ચૂનો લગાડ્યો હતો. પંજાબ નેશનલ બેંકે રિઝર્વ બેંકને તેમજ શૅરબજારને આ સ્થિતિથી વાકેફ કરી હતી.

રિઝર્વ બેંકના નિયમો મુજબ કોઇ બેંકના એકાઉન્ટ સાથે છેતરપીંડી થાય તો બેંકે પૂરેપૂરી રકમની વિગત રિઝર્વ બેંકને આપવી પડે. PNBએ આ કંપનીના પોતાની બેંકમાંના ખાતાને ફ્રોડ જાહેર કર્યું હતું.

ટેક્સટાઇલથી માંડીને પ્લાસ્ટિકની ટાંકી બનાવતી આ કંપનીની સ્થાપના 1931માં ભારત વિજય મિલ્સ લિમિટેડના નામે થઇ હતી. આ કંપની ગુજરાતના અમદાવાદ નજીક કલોલમાં કાપડની મિલ ચલાવતી હતી. ત્યારબાદ આ કંપની રિબ્રાન્ડીંગ હેઠળ સિન્ટેક્સ ઇન્ડસ્ટ્રીઝના નામે કામ કરતી થઇ હતી. નવા નામે કંપનીએ પ્લાસ્ટિકની વોટર ટેંક અને પ્લાસ્ટિકની બીજી ચીજો પણ બનાવવા માંડી હતી. 

પ્લાસ્ટિકના દરવાજા, વીન્ડો ફ્રે્મ્સ, ફોલ્સ સિલિંગ, પાર્ટિશન, વૉલ પેનલિંગ વગેરે બનાવવાનું સિન્ટેક્સે શરૂ કર્યું હતું. 2020ના માર્ચ સુધીમાં આ કંપની પર 7,218.85 કરોડનું દેવું હતું. એમાંના 2,203 કરોડની લોન બાબતમાં કંપની ડિફોલ્ટર પુરવાર થઇ ચૂકી હતી. આ કંપનીએ 2019માં લોનના રિસ્ટ્રક્ચરીંગ પ્લાનને રદ કરીને દેવાળું કાઢવાની ઇચ્છા પણ વ્યક્ત કરી હતી. PNBએ આ કંપની દ્વારા પોતાની સાથે છેતરપીંડી થઇ હોવાનો આક્ષેપ કર્યો હતો.


Tags :