Get The App

Paytmને લઈને મોટા સમાચાર, RBIએ કહ્યું- નિર્ણયની સમીક્ષાની શક્યતા ના બરાબર

Updated: Feb 12th, 2024

GS TEAM

Google News
Google News
Paytmને લઈને મોટા સમાચાર, RBIએ કહ્યું- નિર્ણયની સમીક્ષાની શક્યતા ના બરાબર 1 - image


Paytm Crisis : Paytmની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. સોમવારે ભારતીય રિઝર્વ બેંક (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે, Paytm પેમેન્ટ્સ બેંક વિરૂદ્ધ કરાયેલી કાર્યવાહીની સમીક્ષાની શક્યતા ના બરાબર છે.

શું છે મામલો?

જણાવી દઈએ કે, 31 જાન્યુઆરી 2024એ રિઝર્વ બેંકે Paytm બેંક (PPBL) વિરૂદ્ધ મોટી કાર્યવાહી કરતા તેમણે 29 ફેબ્રુઆરી બાદ કોઇપણ રીતની ડિપોઝિટ કે ટોપ-અપ સ્વીકાર કરવાનો પ્રતિબંધ મૂકી દેવાયો હતો. આ પ્રતિબંધ તેમના વોલેટ, ફાસ્ટેગ અને અન્ય સેવાઓ પર પણ લાગૂ રહેશે.

RBI ગવર્નરે શું કહ્યું?

સોમવારે નવી દિલ્હીમાં પત્રકારો સાથે વાત કરતા RBI ગવર્નરે કહ્યું કે, Paytm પેમેન્ટ્સ બેંક વિરૂદ્ધ કરાયેલા નિર્ણયની સમીક્ષાની કોઈ શક્યતા ના બરાબર છે. સાથે જ તેમણે એ પણ કહ્યું કે, RBI વ્યાપક મૂલ્યાંકન બાદ જ નિયમન કરાયેલ એકમો સામે કોઈપણ પગલાં લે છે.

જલ્દીથી જાહેર થશે FQનું એક સેટ

આ વાત પર ભાર આપતા કહ્યું કે, RBI ફિનટેક સેક્ટરનું સમર્થન કરે છે. તેઓ ગ્રાહકોના હિતોની રક્ષાની સાથોસાથ નાણાકીય સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે પણ પ્રતિબદ્ધ છે. આશા છે કે કેન્દ્રીય બેન્ક જલ્દીથી Paytm મામલે પર FQનું એક સેટ જાહેર કરશે.

Paytmએ શું કહ્યું?

Paytmએ પોતાના બ્લોગમાં કહ્યું કે, અમે પોતાના યૂઝર્સ અને વેપારી ભાગીદારોને ખાતરી આપીએ છીએ કે Paytm બેંક - એન્ડ બેંક તરીકે કામ કરે છે, અમે આ સેવાઓને અન્ય ભાગીદાર બેંકોમાં કોઈ બાધા વગર સ્થાનાંતરિક કરી શકીએ છીએ.

Tags :