Get The App

AI ને કારણે 12 હજાર ભારતીયોએ નોકરી ગુમાવી! Oracle માં છટણી અંગે પરફ્લેક્સિટીના CEOનું નિવેદન ચર્ચામાં

Updated: Apr 2nd, 2026

GS TEAM

Google News
Google News
AI ને કારણે 12 હજાર ભારતીયોએ નોકરી ગુમાવી! Oracle માં છટણી અંગે પરફ્લેક્સિટીના CEOનું નિવેદન ચર્ચામાં 1 - image


Photo from X


Aravind Srinivas Business Advice: ટેક જગતની દિગ્ગજ કંપની ઓરેકલ (Oracle) માંથી અત્યંત ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. કંપનીએ ભારતમાં તેના અંદાજે 12,000 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. આ છટણી પાછળનું મુખ્ય કારણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ને ગણાવવામાં આવી રહ્યું છે. ઓરેકલ વૈશ્વિક સ્તરે કુલ 30,000 કર્મચારીઓને છૂટા કરવાની તૈયારીમાં છે, જેનો આ એક ભાગ છે.

પરપ્લેક્સિટીના CEO નું વિવાદાસ્પદ નિવેદન

આ છટણી વચ્ચે 'પરપ્લેક્સિટી' (Perplexity) ના CEO અરવિંદ શ્રીનિવાસનું એક નિવેદન સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યું છે. તેમણે ઓલ ઇન પોડકાસ્ટમાં જણાવ્યું હતું કે, AI ને કારણે નોકરી ગુમાવનારાઓએ તેને એક તકની જેમ જોવી જોઈએ. AI ટૂલ્સ લોકોને મિની બિઝનેસ શરૂ કરવાની તક આપે છે. ઘણા લોકો પોતાની નોકરીથી ખુશ નથી, તેમના માટે આ નવા ટૂલ્સ શીખીને પોતાનું કામ શરૂ કરવાનો શ્રેષ્ઠ સમય છે. જોકે, સોશિયલ મીડિયા પર આ નિવેદનની ટીકા પણ થઈ રહી છે, કારણ કે બિઝનેસ શરૂ કરવો દરેક માટે સરળ હોતો નથી.

આ પણ વાંચો :મિલકતોના સોદામાં 30 દિવસનો નોટિસ પીરિયડ રદ, ગુજરાત જમીન મહેસૂલ એક્ટની કલમ 135-ડીમાં સુધારો

આગામી 5 વર્ષમાં નોકરીઓ પર મોટું જોખમ

એક્સપર્ટ્સના મતે AI ની અસર માત્ર ભારત જ નહીં, પણ વૈશ્વિક સ્તરે જોવા મળશે. આગામી 5 વર્ષમાં માત્ર અમેરિકામાં જ 90 લાખ નોકરીઓ પર AI ની અસર પડી શકે છે. વેબ ડિઝાઇનિંગ, પ્રોગ્રામિંગ અને ડેટા સાયન્સ જેવી નોકરીઓ પર સૌથી વધુ ખતરો છે. કેટલાક ઇન્ડસ્ટ્રી લીડર્સ ચેતવણી આપી રહ્યા છે કે બેરોજગારીનો દર 30% થી પણ વધી શકે છે.

ઓરેકલ વિશે ખાસ જાણો

ઓરેકલ એક અમેરિકન મલ્ટીનેશનલ કંપની છે. જેની સ્થાપના 1977 માં લેરી એલિસન અને તેમના સાથીઓએ કરી હતી. આ કંપની મુખ્યત્વે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ, ક્લાઉડ કોમ્પ્યુટિંગ, એન્ટરપ્રાઇઝ સોફ્ટવેર પૂરા પાડે છે. ટેકનોલોજીના બદલાતા યુગમાં AI એકતરફ સુવિધા વધારી રહ્યું છે, તો બીજી તરફ તે વ્યાવસાયિક કુશળતાની વ્યાખ્યા બદલી રહ્યું છે. આ સ્થિતિમાં કર્મચારીઓ માટે નવા ટૂલ્સ શીખવા અનિવાર્ય બની ગયા છે.