Get The App

એક સમયે ભારતમાં ફક્ત અંગ્રેજોને જ વીમો મળતો હતો, જાણો પછી કેવી રીતે પરંપરા બદલાઈ

Updated: Sep 1st, 2024

GS TEAM

Google News
Google News
Insurance

Image:  FreePik


Evolution of Insurance: એક એવો પણ સમય હતો, જ્યારે કોઈપણ ભારતીય વ્યક્તિ ઈચ્છે તો પણ પોતાનો વીમો કરાવી ન હતી. ચાલો જાણીએ આઝાદીની લડતની સાથો-સાથ કેવી રીતે ભારતીયોને મળ્યો વીમાનો અધિકાર. લો બોલો...

આ વાત જાણીને તો તમને પણ નવાઈ લાગશે કે, ભારતમાં એક એવો પણ સમય હતો જ્યારે ફક્ત અંગ્રોજોનો જ વીમો થતો હતો. ભારતીય ઈચ્છીને પણ ક્યારેય પોતાનો વીમો કરાવી શકતા નહતાં. જણાવી દઈએ કે, ભારતમાં પહેલીવાર વીમો 1818 માં ઈંગ્લેન્ડથી આવ્યો હતો. તે સમયે ઓરિએન્ટલ લાઈફ ઈન્સ્યોરન્સ કંપનીની સ્થાપના યુરોપિયન લોકોએ પોતાની તરફથી કોલકાતામાં કરી હતી.

આ કંપની ફક્ત યુરોપિયન એટલે કે અંગ્રેજોનો જ વીમો કરાવતી હતી. ભારતીયો તેમાં વીમો કરાવી શકતાં ન હતાં.

આ પણ વાંચોઃ મહિનાની શરૂઆતમાં જ મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો, કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં વધારો

આ રીતે ભારતીયોને મળ્યો વીમાનો અધિકાર

ત્યારબાદ બાબુ મુટ્ટીલાલ સીલ જેવા જાણીતા લોકોએ ખૂબ પ્રયાસ કર્યાં, જેના કારણે વીમા કંપનીઓમાં ભારતીયોનો વીમો પણ શરૂ થયો, પરંતુ યુરોપિયનોની સરખામણીએ પ્રીમિયમ વધારે વસૂલવામાં આવતું હતું. ત્યારબાદ 1870 માં આ સમસ્યાને જોતા બોમ્બે મ્યુચ્યુઅલ લાઈફ ઈન્સ્યોરન્સ સોસાયટીએ એક ભારતીય ઈન્સ્યોરન્સ સોસાયટીએ એક ભારતીય ઈન્સ્યોરન્સ કંપનીની સ્થાપના કરી, જેમાં ભારતીયને સામાન્ય દર પર વીમો અપાતો હતો.

ત્યાર પછી ધીમે-ધીમે રાષ્ટ્રવાદની લહેર શરૂ થઈ અને 1886 સુધી દેશમાં જ ઘણી ભારતીય વીમા કંપનીઓ ઊભી થવા લાગી.

...આ રીતે થઈ LIC ની સ્થાપના

દેશના સામાન્ય નાગરિકોને સસ્તો વીમો ઉપલબ્ધ કરાવવા માટે LIC ની સ્થાપના કરવામાં આવી. LIC ની સ્થાપનાનો ઉદ્દેશ્ય દેશના તમામ નાગરિકો સુધી, વિશેષ રૂપે ગ્રામીણ વિસ્તારોમાં વીમાની સુવિધા યોગ્ય કિંમતમાં પહોંચાડવાની હતી.

LIC ની સ્થાપના આજથી 68 વર્ષ પહેલાં, 1956 માં કરવામાં આવી હતી. 1956માં LIC ની કોર્પોરેટ ઓફિસ સિવાય 5 ઝોનલ ઓફિસ, 33 ડિવિઝનલ ઓફિસ અને 212 બ્રાન્સ ઓફિસ હતી.

LIC ની સત્તાવાર વેબસાઈટ અનુસાર, આજના સમયે દેશની સૌથી મોટી વીમા કંપની પાસે 2048 બ્રાન્ચ ઓફિસ, 113 ડિવિઝનલ ઓફિસ, 8 ઝોનલ ઓફિસ અને 1381 સેટેલાઇટ ઓફિસ અને કોર્પોરેટ ઓફિસ છે. તેનો બજારમાં ભાગ 60 ટકાથી વધારે છે. LIC ની કુલ એસેટ્સ અંડર મેનેજમેન્ટ (AUM) 50 લાખ કરોડથી વધારે છે. 

એક સમયે ભારતમાં ફક્ત અંગ્રેજોને જ વીમો મળતો હતો, જાણો પછી કેવી રીતે પરંપરા બદલાઈ 2 - image

Tags :