Get The App

વિશ્વમાં વિવિધ જુના કપડામાંથી માત્ર 1 ટકાનું જ રિસાઇકલ થાય છે

અમેરિકામાં દર વર્ષે 45 કરોડ જિન્સનું વેચાણ થાય છે

વિકસિત દેશોના જુના કપડા આફ્રિકા અને એશિયાના ગરીબ દેશોમાં આવે છે

Updated: Jan 21st, 2020

GS TEAM

Google News
Google News
વિશ્વમાં વિવિધ જુના કપડામાંથી માત્ર 1 ટકાનું જ રિસાઇકલ થાય છે 1 - image


ન્યૂયોર્ક૨૦ જાન્યુઆરી૨૦૨૦સોમવાર

વધતી જતી ફેશનના કારણે ૧૯૮૦ની સરખામણીમાં વિશ્વમાં ૪૦૦ ગણા કપડા ખરીદાય છે. એક પેન્ટના માપનું જીન્સ કાપડ બનાવવામાં વિવિધ તબક્કે કુલ ૫ હજાર લિટર પાણીનો વપરાશ થાય છે. જીન્સ ધોવા કે ડ્રાયકલીન કરવામાં એક બલ્બ એક હજાર કલાક સુધી ચાલે તેટલી વીજળી વપરાય છે. અમેરિકામાં દર વર્ષે ૪૫ કરોડ જિન્સનું વેચાણ થાય છે. એક માહિતી મુજબ વિશ્વના હવાઇ જહાજ,પાણીના જહાજ ભેગા થઇને જેટલો ગ્રીન હાઉસ પેદા કરે છે તેનાથી વધારે ગ્રીન હાઉસ કપડાની બનાવટના કારણે ફેલાય છે.  

અમેરિકા જેવા વિકસિત દેશનો સરેરાશ નાગરીક વર્ષમાં ૭૦ જેટલા કપડા ખરીદે છે. આ હિસાબે એક વ્યકિત સરેરાશ પાંચ કે છથી વધારે સમય એક કપડા પહેરતો નથી. બદલાતી જતી ફાસ્ટ ફેશનના કારણે કપડાના ઝડપી ઉત્પાદનથી વધતા જતા પ્રદૂષણ સામે અમેરિકામાં પણ વિરોધ થવા લાગ્યો છે. વિકસિત દેશો પણ પ્રદૂષણથી બચવા માટે વિકાસશીલ દેશોમાં જીન્સ ઉત્પાદન કરવા લાગ્યા છે.આથી બાંગ્લાદેશ, ભારત અને થાઇલેન્ડ જેવા દેશોમાં સસ્તી કિંમતના કપડાનું મેન્યુફેકચરિંગ કામ વધતું જાય છે. કપડાની બ્રાંડ કંપનીઓએ રિસાઇકલ માટે કપડા આપો અને નવા કપડાની ખરીદીમાં ડિસ્કાઉન્ટ મેળવો એવી ઓફરો પણ શરુ કરી છે. આ જુના કપડા રીસેલના નામે આફ્રિકા અને એશિયાના ગરીબ દેશોના માર્કેટમાં આવે છે. 

વિશ્વમાં વિવિધ જુના કપડામાંથી માત્ર 1 ટકાનું જ રિસાઇકલ થાય છે 2 - image

એક માહિતી મુજબ જો કે શુધ્ધ કોટન અને અન્ય કપડાની કારગત રિસાઇકલિંગ ટેકનિક વિકસાવી શકાઇ નથી. અત્યારે જે પણ કપડા બને છે તે વિવિધ પ્રકારના રેસાઓ ભેગા કરીને બનાવવામાં આવે છે .કોટન સાથે પોલિએસ્ટર, વિસ્કસ, રેયોન વગેરે અંદર વણવામાં આવેલા રેસાઓને છુટા પાડવા સહેલું કામ હોતું નથી. વિશ્વમાં વિવિધ કપડામાંથી માત્ર ૧ ટકો જ રિસાઇકલ થાય છે. હાલમાં વિકસિત દેશોના જુના કપડાનો આફ્રિકા અને એશિયાના દેશોમાં ઢગલો થઇ રહયો છે. શિયાળાની સિઝનમાં જીરો ડિગ્રી તાપમાનમાં પહેરી શકાય તેવા સ્વેટર અને ડગલા વિદેશથી ડમ્પ થયેલા હોય છે. આથી નકામા અને ફાટેલા કપડાથી નાળા અને નહેરો ભરેલી જોવા મળે છે.


Tags :