Get The App

નવા વર્ષના પ્રથમ દિવસે શેરબજારમાં ધીમો સુધારો: ઈન્ફ્રાસ્ટ્રકચર ઈન્વેસ્ટમેન્ટની જાહેરાતથી બજારના માનસને પીઠબળ મળ્યું

- બેન્ચમાર્ક સેન્સેકસ ૫૨.૨૮ વાૃધી ૪૧૩૦૬.૦૨ જ્યારે નિફટી૧૪.૦૫ વાૃધી ૧૨૧૮૨.૫૦

- બીએસઈ પર માર્કેટ બ્રેડાૃથ પોઝિટિવ, ૧૩૬૨ શેરોના ભાવ વધ્યા જ્યારે ૧૦૬૨ના ઘટયા

Updated: Jan 1st, 2020

GS TEAM

Google News
Google News
નવા વર્ષના પ્રથમ દિવસે શેરબજારમાં ધીમો સુધારો:  ઈન્ફ્રાસ્ટ્રકચર ઈન્વેસ્ટમેન્ટની  જાહેરાતથી બજારના માનસને પીઠબળ મળ્યું 1 - image

(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઈ,  તા. 01 જાન્યુઆરી 2020, બુધવાર 

૨૦૨૦ના નવા વર્ષ નિમિત્તે  બંધ રહેલા વૈશ્વિક બજારોને પરિણામે ભારતીય શેરબજારો પણ વર્ષના પ્રથમ દિવસે ખાસ ઝમકવિહોણા રહ્યા હતા. જો કે મુખ્ય ઈન્ડાઈસિસ પોઝિટિવ બંધ રહ્યા હતા.  આગામી નાણાં વર્ષના બજેટની તૈયારી શરૂ થઈ હોય બજારની નજર હવે બજેટ પર વધુ રહેશે. નાણાં પ્રધાન નિર્મલા સીતારામને  આગામી પાંચ વર્ષમાં દેશમાં રૂપિયા ૧૦૨ ટ્રિલિયનના ઈન્ફ્રાસ્ટ્રકચર ઈન્વેસ્ટમેન્ટની કરેલી જાહેરાત થી બજારના માનસને ટેકો મળ્યો છે.   નાણાં પ્રધાનની જાહેરાતને કારણે પાવર, રેલવેઝ, શહેરી સિંચાઈ, હેલ્થ તથા શિક્ષણ ક્ષેત્રના પ્રોજેકટસને લાભ થવાની ધારણાં રખાઈ રહી છે.  આ ઉપરાંત અમેરિકા તથા ચીન વચ્ચે વેપાર યુદ્ધનો અંત લાવવા બન્ને દેશો હકારાત્મક વલણ ધરાવતા હોવાના અહેવાલે પણ માનસ સુધાર્યું છે. ઘરઆંગણે જીએસટીના ડીસેમ્બરના આંકડા રૂપિયા એક લાખ કરોડથી ઉપર રહેતા સરકારે થોડીક રાહત લીધી છે. ડીસેમ્બરની જીએસટીની આવક વાર્ષિક ધોરણે ૧૬ ટકા વધુ રહી છે. ડીસેમ્બરનો ઉત્પાદન ક્ષેત્રના પીએમઆઈ તથા ત્રિમાસિક પરિણામોની શરૂ થઈ રહેલી મોસમ બજારને કેવા ટ્રીગર્સ પૂરા પાડે છે તે જેવાનું રહે છે.  નવા વર્ષના પ્રથમ દિવસે બેન્ચમાર્ક સેન્સેકસ ૫૨.૨૮ વધી ૪૧૩૦૬.૦૨ બંધ રહ્યો હતો જ્યારે નિફટી૫૦ ૧૪.૦૫ વધી ૧૨૧૮૨.૫૦  રહ્યો હતો.  નિફટી મિડકેપ્સ  ૪૦.૭૫ વધી ૧૭૧૪૩.૨૫ તથા નિફટી સ્મોલકેપ્સ ૪૧.૪૫ વધી ૫૮૭૬.૨૦ પોઈન્ટ બંધ રહ્યો હતો. બીએસઈ પર માર્કેટ બ્રેડથ પોઝિટિવ રહી હતી. ૧૩૬૨ શેરોના ભાવ વધ્યા હતા જ્યારે ૧૦૬૨ના ઘટયા હતા અને ૧૯૭ શેરોના ભાવ બદલાયા વગરના રહ્યા હતા. 

ડીસેમ્બર  ત્રિમાસિક  પરિણામોની મોસમ શરૂ ાૃથવા પહેલા આઈટી શેરોમાં વાૃધારો: વિપ્રો, ઈન્ફોસિસ, ટીસીએસ, એચસીલ ટેક વધ્યા

ઈનફરમેશન ટેકનોલોજી ક્ષેત્રે માગ નીકળવાની અપેક્ષાએ આઈટી કંપનીઓ દ્વારા ફ્રેશર્સની ભરતીમાં  ૨૦૨૦માં ૧૦ ટકા વધારો થવાના અહેવાલ વચ્ચે આઈટી શેરોમાં વધારો જોવાયો છે. ૧૪ જાન્યુઆરીની બોર્ડ મીટિંગ પહેલા વિપ્રો રૂપિયા ૧.૯૦ વધી રૂપિયા ૨૪૭.૭૦ બંધ રહ્યો હતો. ઈન્ફોસિસ રૂપિયા ૫.૭૦ વધી રૂપિયા ૭૩૬.૮૫, માઈન્ડટ્રી રૂપિયા ૧૧.૬૦ વધી રૂપિયા ૮૧૧.૭૫ બંધ રહ્યો હતો. એચસીએલ ટેક રૂપિયા ૩.૮૫ વધી રૂપિયા ૫૭૧.૯૫ બંધ રહ્યો હતો.  ૯ જાન્યુઆરીની  બોર્ડ મીટિંગ પહેલા ટીસીએસ રૂપિયા ૫.૯૦ વધી રૂપિયા ૨૧૬૭.૬૦ બંધ રહ્યો હતો. સાયરસ મિસ્ત્રીની તરફેણમાં  આવેલા ચુકાદા બાદ મળી રહેલી આ બોર્ડ મીટિંગ પર બજારની નજર રહેલી છે. જસ્ટ ડાયલ રૂપિયા ૬.૨૫ ઘટી રૂપિયા ૫૬૫.૧૦ બંધ રહ્યો હતો. 

રોકાણકારોની લેવાલી વચ્ચે એફએમસીજી સ્ટોકસમાં ગોદરેજ ઈન્ડ. મેરિકો, ઈમામી, એચયુએલ, બ્રિટાનિયામાં આકર્ષણ

ખેડૂતોની આવકમાં વધારો થવાની ગણતરીએ ગ્રામ્ય સ્તરે એફએમસીજીની માગ નીકળવાની અપેક્ષા રખાઈ રહી છે. માગ વૃદ્ધિને ધ્યાનમાં રાખતા એફએમસીજી કંપનીઓને લાભ થવાની ધારણાં ઊભી થઈ છે. ગોદરેજ ઈન્ડ. રૂપિયા ૭.૧૦ વધી રૂપિયા ૪૩૧.૬૫ રહ્યો હતો. મેરિકો રૂપિયા ૪.૧૫ વધી રૂપિયા ૩૪૫.૭૫, ગોદરેજ કન્ઝયૂમર રૂપિયા ૬.૮૦ વધી રૂપિયા ૬૯૧.૩૫ બંધ રહ્યો હતો. ઈમામી રૂપિયા ૨.૬૫ વધી રૂપિયા ૩૧૨.૫૫, એચયુએલ રૂપિયા ૧૩.૫૫ વધી રૂપિયા ૧૯૩૬.૫૫ બંધ રહ્યો હતો. 

વેચાણ સિૃથતિમાં  અપેક્ષિત સુાૃધારો જોવા નહીં મળતા ઓટો શેરોમાં નરમાઈ: હીરો મોટોકોર્પ, મારૂતિ ,  માૃધરસન સુમી, અમર રાજા  ઘટયા

ડીસેમ્બરના વેચાણ આંક અપેક્ષા પ્રમાણે નહીં રહેવાની ધારણાંએ ઓટો કંપનીના સ્ટોકસ ભાવ દબાયા હતા.  કારની ૭૫ ટકા માર્કેટ ધરાવતી ટોચની સાતમાંથી ચાર કાર ઉત્પાદક કંપનીઓનું એકંદર વેચાણ વોલ્યુમ ડીસેમ્બરમાં ૧.૫૦ ટકા ઘટયું છે.  વેચાણ આંક બજારનું માનસ સુધારવામાં નિષ્ફળ રહ્યા છે.  તહેવારો નિમિત્તે જંગી ડિસ્કાઉન્ટ છતાં ડીસેમ્બર વેચાણમાં વધારો જોવાયો નથી. મારૂતિ સુઝુકીનો શેરભાવ રૂપિયા ૫૬.૯૦ ઘટી રૂપિયા ૭૩૧૧.૭૦ બંધ રહ્યો હતો. બજાજ ઓટો રૂપિયા ૩૪.૯૦ ઘટી રૂપિયા ૩૧૫૦.૧૦ બંધ રહ્યો હતો. હીરો મોટોકોર્પ રૂપિયા ૧૦.૫૦ ઘટી રૂપિયા ૨૪૩૨.૫૫, અમર રાજા બેટરીઝ રૂપિયા ૩.૪૫ ઘટી રૂપિયા ૭૨૦.૯૦ બંધ રહ્યા હતા. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂપિયા ૫.૦૫ વધી રૂપિયા ૫૩૬.૬૦ બંધ રહ્યો હતો. ભારત ફોર્જ રૂપિયા ૨.૦૦ વધી રૂપિયા ૪૮૫.૧૫ બંધ રહ્યો હતો.

અદાણી પોર્ટસ, ગુજ. ગેસ, દ્વારકેશ સુગરમાં ઊછાળો : એસ્કોર્ટ, એલેમ્બીક, ઈ.બુલ્સ વેન્ચર તૂટયા

આજના કારોબારમાં દિગ્ગજ શેરોમાં અદાણી પોર્ટસ, પાવર ગ્રીડ, એનટીપીસી, વેદાંતા, ઈન્ફઓસીસ અને ભારતી ઈન્ફ્રાટેલ ૩ ટકા સુધી વધીને બંધ રહ્યા હતા. જોકે ટાઇટન, આઈશર મોટર્સ, ઈન્ડુસઈન્ડ બેંક, ઓએનજીસી, ઝી એન્ટરટેનમેન્ટ  અને બજાજ ઓટો ૨.૭૭ ટકા સુધી ઘટીને બંધ રહ્યા હતા.

મિડકેપ શેરોમાં એજીએલ, મોતીલાલ ઓસવાલ, ગુજરાત ગેસ, એરિસ લાઇફ અને આલ્કેમ લેબ્સ ૯ ટકા સુધી વધીને બંધ રહ્યા હતા. જો કે એસ્કોર્ટસ, એલેમ્બીક ફાર્મા, શ્રી રામ સીટી, જેએમ ફાઇનાસીયલ અને ઈન્ડિયા બુલ્સ વેન્ચર  ૪ ટકા સુધી તૂટયા હતા.

સ્મોલકેપ શેરોમાં દાલમિયા સુગર, એલજી બાલક્રિષ્ના, નહેર એન્ટરપ્રાઇઝ, જિંદાલ સૉ અને દ્રારિકેશ સુગર ૨૦ ટકા સુધી ઉછળીને બંધ રહ્યા હતા. જોકે ટુરિઝમ ફાઇનાન્સ, એમકે ગ્લોબલ, શૈલી, ડિશમેન કાર્બોજ અને  મેક્સ વેન્ચર્સ  ૧૮ ટકા સુધી તૂટયા હતા. 

IT, FMCG, ફાર્મા અને PSU બેંક શેરોમાં નીકળેલી નવી લેવાલી

મુખ્ય ઈન્ડેક્સની સાથે આજે સ્મોલકેપ અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવા મળ્યું હતું. બીએસઇનો મિડકેપ ઈન્ડેક્સ ૦.૧૫ ટકા વધીને ૧૪૯૯૯.૪૦ના સ્તર પર, જ્યારે બીએસઇનો સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૬૦ ટકાની નબળાઇ સાથે ૧૩૭૯૧.૬૩ પર બંધ રહ્યો હતો. આજે આઈટી, એફએમસીજી, ફાઇનાન્સ સર્વિસ, પીએસયુ બેંક અને ફાર્મા શેરોમાં સારી ખરીદારી જોવા મળી છે. બેન્ક નિફટી ૦.૦૯ ટકાના નજીવા ઘટાડાની સાથે ૩૨૧૩૧.૩૫ ના સ્તર પર બંધ થયા છે. જો કે ઓટો, રિયલ્ટી, મેટલ અને ઓયલ એન્ડ ગેસ શેરોમાં  વેચવાલી જોવા મળી છે.

આ વર્ષે  સાકરનું  ઉત્પાદન ઓછું ઊતરવાના અંદાજ વચ્ચે ખાંડ શેરોમાં લેવાાૃથી ભાવ ઊંચકાયા: દ્વારકેશ, શ્રીરેણુકા, શક્તિ, રાવલગાઁવ વધ્યા 

દેશમાં આ વર્ષે શેરડીના પાકને થયેલા નુકસાનને પગલે ખાંડનું ઉત્પાદન નીચું ઊતરવાની ધારણાં  રખાઈ રહી છે. નીચા ઉત્પાદનની સ્થિતિમાં ખાંડના ભાવમાં મક્કમતા જોવા મળશે જે સુગર કંપનીઓને લાભકારક રહેશે એવા અંદાજે સુગર સ્ટોકસમાં રોકાણકારોની લેવાલી નીકળી હતી. સુગર સ્ટોકસમાં ૧૫ ટકા જેટલા ઉછળ્યા હતા. રાવલગાઁવ સુગર રૂપિયા ૮૦.૦૦ વધી રૂપિયા ૧૮૯૦ બંધ રહ્યો હતો. શ્રી રેણુકા રૂપિયા ૧.૦૦ વધી રૂપિયા ૯.૪૫, દ્વારકેશ સુગર રૂપિયા ૪.૮૫ વધી રૂપિયા ૩૮.૨૫, શક્તિ સુગર્સ રૂપિયા ૧.૦૦ વધી રૂપિયા ૯.૮૦ બંધ રહ્યા હતા. ખાંડ ઉદ્યોગની સંસ્થા ઈન્ડિયન સુગર મિલ્સ એસોસિએશને જાહેર કરેલા આંકડામાં ૧૫ ડીસેમ્બર સુધીમાં ખાંડનું ઉત્પાદન વાર્ષિક ધોરણે ૩૫ ટકા નીચું રહ્યાનું જણાવાયું છે. 

ઈન્ફ્રાસ્ટ્રકચર પાછળ જંગી રકમના ઈન્વેસ્ટમેન્ટની નાણાં પ્રાૃધાનની જાહેરાત બાદ પાવર સેકટરના સ્ટોકસમાં આશાવાદી સુાૃધારો

નાણાં પ્રધાને આગામી પાંચ વર્ષમાં રૂપિયા ૧૦૨ ટ્રિલિયનના ઈન્ફ્રા ઈન્વેસ્ટમેન્ટની જાહેરાત કરી છે. તેમની આ જાહેરાતનો માળખાકીય ક્ષેત્રને મોટો લાભ કરી આપવાની ધારણાં છે. જેમાં પાવર ક્ષેત્રનો પણ સમાવેશ થાય છે. આ ગણતરીને પગલે પાવર શેરોમાં લેવાલી નીકળી હતી. પાવર ગ્રીડ કોર્પોરેશન રૂપિયા ૫.૨૫ વધી રૂપિયા ૧૯૫.૫૦ બંધ રહ્યો હતો. અદાણી પાવર રૂપિયા ૨.૧૦ વધી રૂપિયા ૬૩.૯૦ , ટાટા પાવર રૂપિયા ૧.૧૦ વધી રૂપિયા ૫૭.૬૦, ટોરન્ટ પાવર રૂપિયા ૧.૫૫ વધી રૂપિયા ૨૮૫.૫૫ બંધ રહ્યો હતો. 

એલ એન્ડ ટી, એચડીએફસી, એશિયન પેઈન્ટસ, સન ફાર્મા વધ્યા જ્યારે રિલાયન્સ, બજાજ ફાઈનાન્સ, ભારતી એરટેલ,  ટાટા સ્ટીલ ઘટયા

૨૦૨૦ના પ્રથમ સત્રમાં સેન્સેકસ શેરોમાં મિશ્ર  પ્રવાહ જોવા મળ્યો હતો. ઈન્ફ્રા ક્ષેત્રની કંપની એલ એન્ડ ટીના શેરભાવ રૂપિયા ૧૧.૧૫ વધી રૂપિયા ૧૩૧૦.૧૦ બંધ રહ્યો હતો. એચડીએફસી રૂપિયા ૨૦.૩૦ વધી રૂપિયા ૨૪૩૩.૭૫, એશિયન પેઈન્ટસ રૂપિયા ૬.૯૦ વધી રૂપિયા ૧૭૯૩.૭૫, સન ફાર્મા રૂપિયા ૧.૩૫ વધી રૂપિયા ૪૩૩.૮૫ બંધ રહ્યો હતો. બજાજ ફાઈનાન્સ રૂપિયા ૪.૬૫ ઘટી રૂપિયા ૪૨૩૦.૪૫, રિલાયન્સ રૂપિયા ૪.૪૦ ઘટી રૂપિયા ૧૫૦૯.૭૦, આઈસીઆઈસીઆઈ બેન્ક રૂપિયા ૧.૯૫ ઘટી રૂપિયા ૫૩૬.૮૦ બંધ રહ્યો હતો. ૫જીના ઊંચા ભાવને  કારણે ટેલિકોમ ક્ષેત્ર પર દબાણ જોવાઈ રહ્યું છે.  ભારતી એરટેલ રૂપિયા ૨.૫૦ ઘટી રૂપિયા ૪૫૩.૩૦ બંધ રહ્યો હતો. 

નવા વર્ષ નિમિત્તે વૈશ્વિક બજારો બંાૃધ રહ્યા

નવા વર્ષ નિમિત્તે એશિયા, અમેરિકા તથા યુરોપના શેરબજારો બંધ રહ્યા હતા. ચીનમાં અર્થતંત્રને ટેકો પૂરો પાડવા ચીનની કેન્દ્રીય બેન્કે નાણાંકીય સંસ્થાઓ માટેનો રિઝર્વ રિકવાયરમેન્ટ રેશિયોમાં ૫૦ બેઝિસ પોઈન્ટ ઘટાડવાનો નિર્ણય કર્યો છે. વેપાર ડીલના પ્રથમ તબક્કા પર ચીન અને અમેરિકા ૧૫ જાન્યુઆરીએ સહી કરશે એમ અમેરિકન પ્રમુખ ડોનાન્ડ ટ્રમ્પે જાહેર કર્યું હતું.

Tags :