Get The App

ઓહ નો... એક દાયકામાં બિટકોઈનમાં 9000000%નો ઉછાળો

- ૨૦૧૦માં શરૂ થયેલ આ કરન્સી ૨૦૧૭માં ૨૦,૦૦૦ ડોલરની ટોચે પહોંચી હતી

- કાયદાની આંટી-ઘૂંટી સહિતના અન્ય પરિબળો પાછળ બિટકોઈન ઊંચા મથાળેથી ઊંધા માથે પટકાયો હતો

Updated: Dec 31st, 2019

GS TEAM

Google News
Google News
ઓહ નો... એક દાયકામાં બિટકોઈનમાં 9000000%નો ઉછાળો 1 - image

નવીદિલ્હી, તા.31 ડિસેમ્બર 2019, મંગળવાર

આજે પૂર્ણ થઈ રહેલા ૨૦૧૦થી ૨૦૧૯ના દાયકામાં વૈશ્વિક સ્તરે રોકાણના અનેકવિધ સાધનોમાં સૌથી વધુ અકલ્પનીય એવું ૯૦,૦૦,૦૦૦ ટકાનું પોઝિટીવ રિટર્ન બિટકોઈનમાં મળતાં રોકાણના આ સાધન પ્રત્યે જે લોકો અણગમો ધરાવતા હતા તે લોકોને એક આંચકો આવ્યો છે. 

વૈશ્વિક સ્તરે વિવિધ રોકાણ પર એક દાયકામાં મળેલી વળતર પર નજર કરીએ તો એસએન્ડપી ૫૦૦ ઇન્ડેક્સમાં બમણું વળતર મળ્યું છે. કેટલાંક શેરો એક દાયકામાં ૩૦૦૦ ટકા ઊછળ્યા છે. સોનામાં એક દાયકામાં ૨૫ ટકા જેટલું વળતર મળ્યું છે.

આ બધા એસેટ્સની તુલનાએ ડિજીટલ ચલણ બિટકોઈનમાં તગડું વળતર મળ્યું છે. ઉપલબ્ધ ડેટા મુજબ જાુલાઈ ૨૦૧૦થી આજ દિન સુધીમાં બિટકોઈનમાં ૯૦,૦૦,૦૦૦ ટકા જેટલું વળતર મળ્યું છે.

આ ૧૦ વર્ષના સફરમાં ૨૦૧૭માં બિટકોઈન તેની સર્વોચ્ચ ૨૦,૦૦૦ ડોલરની ટોચની સપાટીએ પહોંચ્યો હતો. જોકે, કાયદાની આટીઘૂંટી સહિતના અન્ય પરિબળો પાછળ તે ઊંચા મથાળેથી ઝડપથી પટકાયો હતો.

૨૦૧૭ના પ્રારંભિક તબક્કામાં બિટકોઇનમાં એક હજાર ડોલરથી વધુનો ઉછાળો નોંધાયો હતો ત્યારબાદ ઉનાળાના સમયે તેનો ભાવ સર્વોચ્ચ સપાટીએપહોંચ્યો હતો. જો કે ૨૦૧૭ના અંતિમ તબક્કામાં ટોચની સપાટીથી તેમાં ગાબડું નોંધાતા તે ૧૪,૦૦૦ ડોલરની નીચી સપાટીએ ઉતરી આવ્યો હતો. ત્યારબાદ તેમાં સતત પીછેહઠ થઇ હતી અને ૨૦૧૮ના વર્ષમાં તે ૩,૦૦૦ ડોલર સુધીની સપાટીએ ઉતરી આવ્યો હતો. જો કે ૨૦૧૯ના વર્ષમાં તેમાં ફરી એકવાર તેજી જોવા મળી છે.

હાલ બિટકોઇન ૭૨૦૦ ડોલરની આસપાસ ટ્રેડ થઈ રહ્યાં છે. ચાલુ વર્ષ દરમિયાન ઊનાળામાં બિટકોઈન ૧૩૮૦૦ ડોલરની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. 

બિટકોઈન સિવાય વૈશ્વિક સ્તરે અન્ય ઘણાં બધા ડિજીટલ ચલણ કાર્યરત છે. આમ છતાંય આ બધા ચલણોની સરખામણીએ બિટકોઈનમાં સમગ્ર વિશ્વમાં મોટાપાયે કામકાજ જોવાયા હતાં. ભારત પણ તેમાંથી બાકાત રહ્યું ન હતું. ઉપલબ્ધ ડેટા મુજબ ગુજરાતમાં સુરત ખાતે પણ ગેરકાયદેસર હોવા છતાં બિટકોઇનમાં મોટાપાયે કામકાજ થયા હોવાનું નોંધાયું હતું. જે અન્વયે કાયદાકીય કાર્યવાહી થઇ હોવાનું પણ નોંધાયું હતું.

Tags :